android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Surendranagar: વિરમગામ-લખતર હાઈવે પરથી ચોરખાનુ બનાવેલ કારમાંથી વિદેશી દારૂ પકડાયો
calendar_today March 30, 2026

Surendranagar: વિરમગામ-લખતર હાઈવે પરથી ચોરખાનુ બનાવેલ કારમાંથી વિદેશી દારૂ પકડાયો

સુરેન્દ્રનગર એલસીબી ટીમને વિરમગામથી લખતર તરફ દારૂ ભરેલ કાર આવતી હોવાની બાતમી મળતા વોચ રખાઈ હતી. જેમાં રાધનપુરના સુઈ ગામેથી કારમાં ચોરખાનુ બનાવી લીંબડી લઈ જવાતા દારૂના 740 ચપલા સાથે રાજસ્થાનનો શખ્સ ઝડપાયો છે. બીજી તરફ ચોટીલાના નાની મોલડી ગામના રહેણાક મકાનમાંથી દારૂની 69 બોટલ સાથે એક આરોપી પકડાયો છે.સુરેન્દ્રનગર જિલ્લા એલસીબી ટીમના અસલમખાન, સંજયભાઈ સહિતનાઓને વિરમગામથી લખતર તરફ વિદેશી દારૂ ભરેલ કેમ્પર કાર નીકળનાર હોવાની બાતમી મળતા લખતરના ભાસ્કરપરા ગામ પાસે વોચ રખાઈ હતી. જેમાં બાતમીવાળી કાર આવતા તેને રોકી તપાસ કરતા કારમાં ચોરખાનુ બનાવી રાખેલા વિદેશી દારૂના 740 ચપલા મળી આવ્યા હતા. જયારે ચાલક રાજસ્થાનના બાડમેરના વિલાલખાન અરબાબખાન રાહુમાની પુછપરછ કરતા આ દારૂ હળવદ તાલુકાના જુના દેવળીયા ગામના વિજય જયંતીભાઈ પટેલે રાધનપુર તાલુકાના સુઈ ગામેથી ભરી આપી લીંબડી લઈ જવાનું કહ્યુ હતુ. આથી પોલીસે વિલાલખાનની દારૂ, કાર અને મોબાઈલ સહિત રૂપીયા 7,13,500ની મત્તા સાથે ધરપકડ કરી હતી. અને દારૂ આપનાર તથા મંગાવનાર સહિત ત્રણેય સામે લખતર પોલીસ મથકે ગુનો નોંધી વધુ તપાસ એચસી ડી.પી.અજાણા ચલાવી રહ્યા છે. જયારે ચોટીલા પીએસઆઈ બી.એન.ગળચર સહિતની ટીમને નાની મોલડી ગામે રહેતો જયરાજ રામકુભાઈ ખાચર તેના કબજા ભોગવટાવાળા ખેતરના શેઢે વિદેશી દારૂ સંતાડીને રાખતો હોવાની બાતમી મળતા રેડ કરાઈ હતી. જેમાં ખેતરના શેઢે ઝાડી-ઝાંખરા નીચે સંતાડેલ દારૂની 69 બોટલ કિંમત રૂપીયા 18,975 સાથે જયરાજ ખાચર ઝડપાયો હતો. આરોપી સામે ચોટીલા પોલીસ મથકે ફરિયાદ નોંધી વધુ તપાસ વલ્લભભાઈ ખટાણા ચલાવી રહ્યા છે. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો https://sandesh.com/maru-saher-maru-gaam

Read Full Story arrow_forward
Halvad: માથક ગામે જૂની અદાવતમાં યુવાનને જાનથી મારવાની ધમકી આપી
calendar_today March 30, 2026

Halvad: માથક ગામે જૂની અદાવતમાં યુવાનને જાનથી મારવાની ધમકી આપી

હળવદ : તાલુકાના માથક ગામે રહેતા ફરિયાદી કાળુભાઈ ખોડાભાઈ ડાંગરે અગાઉ આરોપી મીતરાજસિંહ હરપાલસિંહ ઝાલા વિરુદ્ધ પોલીસ ફરિયાદ કરી હતી. જેનો ખાર રાખી મીતરાજસિંહ અને હરપાલસિંહ જયવંતસિંહ ઝાલાએ ફરિયાદીને ફેનકરી ગાળો ભાંડી ફરિયાદ પાછી ખેંચી લેવા ધમકી આપતા હળવદ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો https://sandesh.com/maru-saher-maru-gaam

Read Full Story arrow_forward
Limbdi: લીંબડી ગ્રામ્યમાં સોલાર પ્લેટ ચોરીમાં 3 શખ્સો પકડાયા
calendar_today March 30, 2026

Limbdi: લીંબડી ગ્રામ્યમાં સોલાર પ્લેટ ચોરીમાં 3 શખ્સો પકડાયા

સુરેન્દ્રનગર : લીંબડીના કટારીયા સીમમાં સોલાર પ્લાન્ટનું કામ નિર્માણાધીન છે. જેનો સિકયોરીટીનો કોન્ટ્રાકટ સિવાય સીકયોરીટી કંપનીને મળ્યો છે. જેમાં મેનેજર તરીકે લીંબડીના રામકૃષ્ણનગરમાં રહેતા હરદીપસિંહ વનરાજસિંહ રાણા ફરજ બજાવે છે. તાજેતરમાં કોઈ શખ્સો 4પ સોલાર પ્લેટ કિંમત રૂ. 4.05 લાખની ચોરી કરી લઈ ગયા હતા.આ અંગે હરદીપસિંહે પાણશીણા પોલીસ મથકે તસ્કરો સામે ફરિયાદ નોંધાવી હતી. જેમાં એલસીબી ટીમે ચોરીને અંજામ આપનાર કટારીયાના સહદેવ ઉર્ફે ભુરો દીલીપભાઈ પરનાળીયા, દેવરાજ ઉર્ફે બહાદુર ધનજીભાઈ પરનાળીયા અને કીશોર ઉર્ફે કાનો પ્રતાપભાઈ બારડને ઝડપી લીધા છે. આ શખ્સો પાસેથી ચોરીની 24 સોલાર પ્લેટ કિંમત રૂ. 2.16 લાખની કબજે કરાઈ છે. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો https://sandesh.com/maru-saher-maru-gaam

Read Full Story arrow_forward