Halvad: હળવદ તાલુકાના ચંદ્રગઢ સીમમાં ખેતરમાં વીજ પોલ તોડી નાંખી વીજ કર્મીને ધમકી આપ્યા ફરિયાદ
હળવદ : હળવદ તાલુકાના ચંદ્રગઢ ગામની સીમમાં આરોપી હસમુખ મૂળજીભાઈ જાદવ રહે.ચંદ્રગઢ નામના શખ્સે પોતાના ઉધડ રાખેલા ખેતરમાં આવેલો સરકારી વીજપોલ ઇરાદાપૂર્વક પાડી નાખી સરકારને આર્થિક નુકસાન પહોંચાડયું હતું. દરમિયાન ફરિયાદી વીજ કર્મી હિરેનગીરી હરેશગીરી ગૌસ્વામી ઉ.41 રહે.હળવદ વાળા આ વીજપોલ ફરીથી ઉભો કરવા માટે ગયા, ત્યારે આરોપીએ ફરજમાં રુકાવટ કરી અટકાવ્યા હતા તેમજ ટાંટિયા ભાંગી નાખવાની અને ગોયતા નહીં જડો તેમ કહી ગંદી ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપતા હળવદ પોલીસ મથકમાં સરકારી કામમાં રુકાવટ તેમજ વીજ પોલને રૂ. 83,913નું નુકસાન કરવા અંગે ફરિયાદ નોંધવામાં આવી હતી.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો https://sandesh.com/maru-saher-maru-gaam
Read Full Story arrow_forward