android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Deesa: બટાકાની આડમાં લઈ જવાતો રૂ. 1.09 કરોડનો વિદેશી દારૂ ઝડપ્યો
calendar_today March 30, 2026

Deesa: બટાકાની આડમાં લઈ જવાતો રૂ. 1.09 કરોડનો વિદેશી દારૂ ઝડપ્યો

બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકામાં સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે દારૂબંધીના કડક અમલ વચ્ચે એક મોટી સફ્ળતા મેળવી છે. ડીસાના આખોલ ચાર રસ્તા પાસેથી પસાર થઈ રહેલી એક ટ્રકમાંથી વિજિલન્સની ટીમે અંદાજે રૂ. 1 કરોડ 9 લાખની કિંમતનો વિદેશી દારૂ ઝડપી પાડી આંતરરાજ્ય દારૂની હેરાફેરીના મોટા નેટવર્કનો પર્દાફાશ કર્યો છે.ગાંધીનગર સ્ટેટ વિજિલન્સને બાતમી મળી હતી કે રાજસ્થાન તરફ્થી એક ટ્રકમાં મોટા પ્રમાણમાં દારૂનો જથ્થો ગુજરાતમાં ઘુસાડવામાં આવી રહ્યો છે. આ બાતમીના આધારે આખોલ પાસે વોચ ગોઠવતા શંકાસ્પદ ટ્રકને રોકીને તપાસ કરવામાં આવી હતી. પ્રાથમિક તપાસમાં ટ્રકમાં ઉપરના ભાગે બટાકા ભરેલા હતા, પરંતુ અંદર ઊંડાણપૂર્વક તપાસ કરતા તેમાંથી એક કરોડ ઉપરાત ની કિંમતનો વિદેશી દારૂ મળી આવ્યો હતો. બુટલેગરો દ્વારા પોલીસથી બચવા માટે ખાસ આયોજન કરવામાં આવ્યું હતું. આ દારૂ ભરેલી ટ્રકને રસ્તો બતાવવા પાયલોટિંગ માટે આગળ બે અલગ-અલગ લક્ઝરી ગાડીઓ ચાલી રહી હતી. વિજિલન્સની ટીમે સતર્કતા દાખવીન?દારૂ ભરેલી ટ્રકના ડ્રાઈવર. અને પાયલોટિંગ કરી રહેલી બે ગાડીઓમાં સવાર 4 શખ્સો.આમ, કુલ 5 આરોપીઓની સ્થળ પરથી ધરપકડ કરી લેવામાં આવી છે. વિજિલન્સની ટીમે દારૂનો જથ્થો, ટ્રકઅને પાયલોટિંગમાં વપરાતી બે ગાડીઓ સહિતનો તમામ મુદ્દામાલ જપ્ત કરી ડીસા રૂરલ પોલીસ મથકે સોંપ્યો છે. આ દારૂનો જથ્થો રાજસ્થાનમાં ક્યાંથી ભરવામાં આવ્યો હતો અને ગુજરાતમાં કયા મોટા ગજાના બુટલેગરને ત્યાં પહોંચાડવાનો હતો, તે દિશામાં ગાંધીનગર વિજિલન્સ અને સ્થાનિક પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Palanpur: સિમલાગેટ રોડની દુર્દશા અને તોડફોડ છતાંય ચૂપકિદી
calendar_today March 30, 2026

Palanpur: સિમલાગેટ રોડની દુર્દશા અને તોડફોડ છતાંય ચૂપકિદી

પાલનપુર નગરપાલીકા નજીક આવેલા સિમલાગેટથી રેલ્વે સ્ટેશન સુધીના માર્ગમાં શાકભાજીની રેંકડીઓનુ સામ્રાજ્ય છે.અને અહીં માત્ર દબાણ કરી રસ્તામાં અડચણ કરવા ઉપરાંત બેફામ અપશબ્દો અને બિભત્સ વર્તન કરતા રેંકડીવાળાઓને કારણે અહીંથી કોલેજ કંમ્પાઉન્ડ અને અન્ય 10થી વધુ સોસાયટીમાં રહેતા લોકોને ઘરેથી અવરજવર દરમ્યાન આ મુશ્કેલી વેઠવી પડે છે.અને કેટલીકવાર બાળકો સાથે હોય ત્યારે ક્ષોભજનક સ્થિતિમાં મુકાવુ પડે છે.અને પાલિકાની મિલકતની તોડફોડ પણ કરનાર તત્વો સામે ચીફઓફીસર જાણે મૌ ધારણ કરી લીધુ હોય તેમ આજ સુધી કોઈ પગલાં ન લેતા માત્ર કચેરીમાં રજુઆત કરનાર સામે જ બોલી શકે છે.પણ અહીં તેમની કોઈ જીગર ચાલતી ન હોય લોકોમાં ચર્ચા ચાલી રહી છે.પાલનપુર શહેરમાં નગરપાલિકા દ્વારા કરોડો રૂપિયાનો ખર્ચ કરવામાં આવે છે.અને તે ખર્ચને પહોંચી વળવા ટેક્ષ વસુલ કરવામાં આવે છે.અને જો ટેક્ષ સમયસર ભરપાઈ ન થાય તો મિલકતને સિલ કરી દેવાય છે.આમ ટેક્ષ ઉઘરાવવો અને તેમાંથી કરોડો રૂપિયાનો ખર્ચ ટેન્ડરો આપી અને કામગીરી કરાવવા પાછળ ખર્ચાય છે.તે કામગીરી કેવી થાય છે.તે શહેરીજનો સારી રીતે જાણે છે.આમ કરોડો રૂપિયાના ખર્ચે કરવામાં આવતા કામ પૈકી એક ટેન્ડર સફાઈનુ પણ આપવામાં આવ્યુ છે.જેમાં મહોલ્લાની સફાઈ અને રસ્તાની સફાઈ આમ અલગ અલગ કામ કરવા માટે વર્ષે દહાડે કરોડો રૂપિયાનો ખર્ચ કરવામાં આવે છે.તેમાં નગરપાલિકા કચેરી નજીકમાં સિમલાગેટ વિસ્તારમાં રસ્તાની સફાઈ કરવામાં આવે છે.તેમાં રાત્રીના સુમારે મોડી રાત્રે આ રોડ પર સફાઈ કરવામાં આવે ત્યારે ચોખ્ખો ચણાક સવારે પાંચ વાગ્યા સુધી રહે છે.અને ત્યારબાદ શાકભાજી આવવાનુ શરૂ થાય અને આખોય રસ્તો બ્લોક થઈ જાય છે.જેથી કોલેજ કમ્પાઉન્ડ અને તેની આસપાસ રહેતા લોકોને બહાર નીકળવુ હોય તો દિલ્હીગેટ ફરીને જવુ પડે છે.તેનાથી વિશેષ કહીએ તો અહીં ફાયર ફાઈટરના ટેન્કર પણ બહાર લઈ જવા પડયા છે.અને છેક જહાઆરા બાગ જોડે ફાયર સ્ટેશન બનાવવુ પડયુ છે.આમ અહીં શાકભાજી વેચતા લોકોની પહોંચ જુઓ તો શાકમાર્કેટ માટે જગ્યા ફાળવ્યા પછી પણ માર્કેટ હટયુ નહી.અને હવે તો શાકના વેપારી ને જ હોદ્દો મળી જતા હવે અહીં દબાણદારોને છત્રછાયા મળી ગઈ છે.ભલે શહેરીજનો અને સોસાયટીના લોકોનુ જે થવુ હોય તે થાય પણ ધંધાનુ સ્થળ નહીં બદલાય.નવાઈની વાત એ છે.કે નગરપાલિકા દ્વારા સિમલાગેટથી રેલ્વે સ્ટેશન સુધી ડીવાઈડર બનાવી લોખંડની ગ્રીલ મુકી હતી.જે હવે તોડફોડ કરી ડીવાઈડર જ જમીનદોસ્ત કરી દેવામાં આવ્યુ છે.અને લોખંડની ગ્રીલ ક્યાં ગઈ તેની પણ ખબર નથી.આવા સંજોગોમાં રોડ પર સડેલા શાકભાજી ફેંકી અને રખડતા ઢોરને અહીં અડ્ડો બનાવ્યો છે.તેના કારણે અવારનવાર લોકોને રખડતા પશુના શિંગડા વાગતા હોવાની રાવ છે.અને ગીચતા કરી રસ્તા વચ્ચે રેંકડીઓ ઉભી કરી અડચણ કરવા છતા ટ્રાફીક પોલીસ અને નગરપાલિકાના ચીફઓફીસર દ્વારા કાર્યવાહી ન કરાતા લોકોને ભારે અડચણ વેઠવી પડી રહી છે.ત્યારે આ મામલે હવે કોલેજ કમ્પાઉન્ડ અને તેની આસપાસની સોસાયટીના રહીશો દ્વારા જિલ્લા કલેક્ટર કચેરીએ જઈ ધરણાં કરવા અને જરૂર પડયુ ગાંધીનગર સુધી જઈ રજુઆત કરશે તેમ જણાવ્યુ છે. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Modasa: ભર ઉનાળે આકાશમાં વાદળો છવાતા ખેડૂતોમાં ઉચાટ
calendar_today March 30, 2026

Modasa: ભર ઉનાળે આકાશમાં વાદળો છવાતા ખેડૂતોમાં ઉચાટ

હવામાન વિભાગની આગાહી મુજબ જ રવિવાર સવારથી ઉત્તર ગુજરાતના વાતાવરણમાં પલટો આવ્યો હતો. વાદળછાયું વાતાવરણ સર્જાયા બાદ 18થી 20 કિ.મી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાયો હતો. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર સોમવારે વધુ રહી શકે તેમ હોય 30થી 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાય તેવી પણ હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. ભર ઉનાળે વાતાવરણના પલટાથી ખેડૂતોમાં ચિંતા વધી છે. કાળઝાળ ગરમી વચ્ચે રવિવાર સવારથી હવામાન પલટાયું હતું. ઉત્તર ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ રહ્યુ હતું. જયારે ભર ઉનાળે ચોમાસા જેવો માહોલ સર્જાયો હતો. દિવસભર પવનની ગતિમાં વધ-ઘટ રહી હતી અને સરેરાશ 18 થી 20 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાયો હતો. હજુ મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર સોમવારે જોવા મળે તેવી શકયતાઓ હવામાન વિભાગે વ્યકત કરી છે. સોમવારે ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, મહેસાણા, પાટણ, સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લામાં છૂટા છવાયા વિસ્તારોમાં ગાજવીજ સાથે કમોસમી વરસાદ થવાની ભીતિ રહેલી છે. હવામાન વિભાગની આ આગાહીને પગલે સીમ વિસ્તારમાં ખેડૂતોમાં દોડધામ વધી ગઈ છે. હજુ અનેક ખેડૂતોનો પાછોતરો તૈયાર પાક ખેતરોમાં અને ઘર આગળ પડયો હોય માવઠું થાય તો વ્યાપક નુકસાનનો ભય રહેલો છે. બીજી તરફ ઉત્તર ગુજરાતમાં કેરીની ખેતીમાં પણ વધારો થયો છે. પરંતુ વાદળછાયું વાતાવરણ અને ભારે પવનને કારણે કેરી તૈયાર થાય તે પહેલાં જ આંબા પરથી ખરી પડે તો ખેડૂતોને મોટુ નુકસાન વેઠવાનો વારો આવી શકે છે. દરમિયાન કાળઝાળ ગરમી વચ્ચે આકાશમાં વાદળો ગોરંભાતાં ગરમીમાં આંશિક રહી હતી. જો કે વાતાવરણ ખુલ્લુ થયા બાદ ફરીથી કાળઝાળ ગરમી પડવાની શક્યતાઓ રહેલી છે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward