Khambhat: રંગરેજની આમલી વિસ્તારમાં મકાન અચાનક ધરાશાયી થતા દોડધામ
ખંભાત શહેરમાં રવિવારે સવારે રંગરેજની આમલી વિસ્તારમાં એક મકાન અચાનક ધરાશાયી થવાની ઘટનાએ સમગ્ર શહેરને ચોંકાવી દીધું છે. દુર્ઘટનામાં સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ મકાનનો ભારે કાટમાળ રોડ પર ફેલાઈ જતાં વાહન વ્યવહાર સંપૂર્ણપણે ઠપ થઈ ગયો હતો. ઘટનાને પગલે આસપાસના વિસ્તારોમાં ભયનો માહોલ છવાઈ ગયો હતો.સ્થાનિક નાગરિકોના જણાવ્યા મુજબ શહેરમાં અનેક વિસ્તારોમાં જર્જરીત મકાનો હોય આ અંગે આસપાસના રહીશો દ્વારા વારંવાર અરજીઓ કરવામાં આવી છે. તેમ છતાં પણ આજદિન સુધીમાં નગરપાલિકા દ્વારા આ અરજીઓનો નિકાલ કરવામાં આવતો નથી. ખંભાત શહેરમાં છેલ્લા ઘણા સમયથી બિનપરવાગી બાંધકામ, ગેરકાયદે દબાણ અને જોખમી માળખાકીય કામો ખુલ્લેઆમ ચાલી રહ્યા છે. આ મુદ્દે અનેક જાગૃત નાગરિકોએ ખંભાત પાલિકાની દબાણ શાખા તેમજ સંબંધિત વિભાગોમાં વારંવાર લેખિતમાં રજૂઆતો કરવા છતાંય સ્થિતિ જૈસે થેની રહેતા રોષની લાગણી વ્યાપી છે. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો
Read Full Story arrow_forward