android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Shyamlaji: શામળાજી પંથકમાં સ્માર્ટ મીટર આફ્ત બન્યા : ગ્રામજનોમાં ભારે રોષની લાગણી
calendar_today March 29, 2026

Shyamlaji: શામળાજી પંથકમાં સ્માર્ટ મીટર આફ્ત બન્યા : ગ્રામજનોમાં ભારે રોષની લાગણી

અરવલ્લી જિલ્લાના શામળાજી તાલુકાના ગ્રામીણ વિસ્તારોમાં સ્માર્ટ મીટરના અમલીકરણ બાદ જનતાની પરેશાનીમાં તોતિંગ વધારો થયો છે. ખાસ કરીને શામળપુર ગામમાં સ્માર્ટ મીટર નાખ્યા બાદ જી.ઈ.બી. (GEB) દ્વારા કોઈ પણ જાતની પૂર્વ જાણ કર્યા વગર વીજ જોડાણો કાપી નાખવામાં આવતા લોકરોષ ફટી નીકળ્યો છે.શામળપુરના સરપંચે ઉગ્ર રોષ સાથે જણાવ્યું હતું કે, શ્ગામમાં સ્ટ્રીટ લાઈટનું બિલ ભરી દેવાયું હોવા છતાં, તંત્ર દ્વારા કોઈ પણ જાણ કર્યા વગર લાઈટો બંધ કરી દેવામાં આવી છે. અધિકારીઓ એવું કહે છે કે મોબાઈલમાં મેસેજ આવશે તે મુજબ બિલ ભરવું, પરંતુ ગામડાની ભોળી જનતાને મેસેજ ક્યાં અને કેવી રીતે આવે છે તેની કોઈ સમજ પડતી નથી. વળી, લાઈટ કપાયા બાદ ફ્રી ચાલુ કરાવવા જઈએ તો ગ્રાહકો પાસેથી રૂ.100 જેટલી પેનલ્ટી વસૂલવામાં આવે છે, જે અન્યાયી છે. જો જી.ઈ.બી. દ્વારા ગ્રાહકોને પડતી આ હાલાકી દૂર કરવામાં નહીં આવે, તો આગામી તાલુકા પંચાયત અનેજિલ્લા પંચાયતની ચૂંટણીમાં જનતા આકરો જવાબ આપશે તેવી ચીમકી ગ્રામજનોએ ઉચ્ચારી છે. સ્થાનિક જનતાની માંગ છે કે, સ્માર્ટ મીટરની સિસ્ટમમાં સુધારો કરવામાં આવે અથવા તો જૂની પદ્ધતિ મુજબ બિલિંગ વ્યવસ્થા રાખવામાં આવે જેથી ખેડૂતો અને સામાન્ય જનતાને અંધારામાં રહેવાનો વારો ન આવે. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Modasa: ઉ.ગુજરાતમાં છૂટા છવાયા વિસ્તારોમાં કમોસમી વરસાદની આગાહી
calendar_today March 29, 2026

Modasa: ઉ.ગુજરાતમાં છૂટા છવાયા વિસ્તારોમાં કમોસમી વરસાદની આગાહી

હવામાન વિભાષની આગાહી મુજબ જ રવિવાર સવારથી ઉત્તર ષુજરાતના વાતાવરણમાં પલટો આવ્યો હતો.વાદળછાયું વાતાવરણ સર્જાયા બાદ 18 થી 20 કિ.મી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાયો હતો. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર સોમવારે વધુ રહી શકે તેમ હોય 30 થી 40 કિ.મી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાય તેવી પણ હવામાન વિભાગ દ્વારા આગહી કરવામાં આવી છે. ભર ઉનાળે વાતાવરણના પલટાથી ખેડૂતોમાં ચિંતા વધી છે. કાળઝાળ ગરમી વચ્ચે રવિવાર સવારથી હવામાન પલટાયું હતું. ઉત્તર ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ રહ્યુ હતું. જયારે ભર ઉનાળે ચોમાસા જેવો માહોલ સર્જાયો હતો. દિવસભર પવનની ગતિમાં વધ-ઘટ રહી હતી અને સરેરાશ 18 થી ર0 કિ.મી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાયો હતો. હજુ મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર સોમવારે જોવા મળે તેવી શકયતાઓ હવામાન વિભાગે વ્યકત કરી છે. સોમવારે ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, મહેસાણા, પાટણ, સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લામાં છૂટા છવાયા વિસ્તારોમાં ગાજવીજ સાથે કમોસમી વરસાદ થવાની ભીતિ રહેલી છે. હવામાન વિભાગની આ આગાહીને પગલે ખેડૂતોમાં દોડધામ વધી ગઈ છે. હજુ અનેક ખેડૂતોનો પાછોતરો તૈયાર પાક ખેતરોમાં અને ઘર આગળ પડયો હોય માવઠું થાય તો વ્યાપક નુકસાનનો ભય રહેલો છે. બીજી તરફ ઉત્તર ગુજરાતમાં કેરીની ખેતીમાં પણ વધારો થયો છે પરંતુ વાદળછાયું વાતાવરણ અને ભારે પવનને કારણે કેરી તૈયાર થાય તે પહેલાં જ આંબા પરથી ખરી પડે તો ખેડૂતોને મોટુ નુકસાન વેઠવાનો વારો આવી શકે છે. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Jamnagar: જામનગરમાં આઠ PSIની આંતરિક બદલી : 3 ને લિવ રિઝર્વમાં મુકાયા
calendar_today March 29, 2026

Jamnagar: જામનગરમાં આઠ PSIની આંતરિક બદલી : 3 ને લિવ રિઝર્વમાં મુકાયા

તાજેતરમાં રાજકોટ રેન્જ આઇ.જીએ જામનગરની મુલાકાત લીધા બાદ પોલીસ આલમમાં મોટા બદલાવ થયા છે. જામનગર એસપી દ્વારા 8 પીએસઆઇની આંતરિક બદલી કરી નાખી છે.રીડર-ટુ-ડીવાયએસપી વિભાગમાં ફરજ બજાવતા પીએસઆઇ ટી. ડી. બુડાસણાને સિટી-એ ડિવિઝન, એરપોર્ટ સિક્યુરિટી શાખામાં ફરજ બજાવતા પીએસઆઇ જે.બી. મોરસાણીયાને સિટી-બી ડિવિઝનમાં અને સિટી સીના પીએસઆઇ એસ.એમ.સિસોદીયાને લીવ રિઝર્વેમાં મૂકી દેવાયા છે. સાથે જ રીડર-ટુ-લાલપુર વિભાગ શાખામાં ફરજ બજાવતા વી.આર.જોરીયાને એરપોર્ટ સિક્યુરિટી ખાતામાં અને પંચકોષી-બી ડિવિઝનના પીએસઆઇ એચ.ટી.મઠિયાને લીવ રિઝર્વે શાખામાં બદલી કરી દેવામાં આવી છે. ટ્રાફિક શાખામાં ફરજ બજાવતા પીએસઆઇ કંડોરીયાને સિટી-સી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં જ્યારે સિટી-સી ડિવિઝન પોલીસ સ્ટેશનના પીએસઆઇ બરબસીયાને ટ્રાફિક શાખામાં મુકાયા છે. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward