android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Diyodar: સોનગઢ પ્રાથમિક શાળામાં વિદ્યાર્થીને ઢોર માર મારવાનો મામલો :શિક્ષણ વિભાગની ચુપકીદી
calendar_today March 29, 2026

Diyodar: સોનગઢ પ્રાથમિક શાળામાં વિદ્યાર્થીને ઢોર માર મારવાનો મામલો :શિક્ષણ વિભાગની ચુપકીદી

દિયોદર ની સોનગઢ (સોની) પ્રાથમિક શાળામાં શુક્રવારે ધોરણ 4 ના વિધાર્થી ને પેન્સિલ લેવા જેવી બાબતે શાળામાં શિક્ષક દ્વારા ઢોર માર મારવાના મામલે જિલ્લા શિક્ષણ વિભાગ દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં ના આવતા વાલીઓમાં રોષ ફેલાયો છે.જેમાં કસૂરવાર શિક્ષક સામે ખાતાકીય કાર્યવાહી કરવા વિધાર્થીના વાલીએ માંગ કરી છે જેમાં સોમવારે વિધાર્થીના વાલીઓ દ્વારા દિયોદર શિક્ષણ વિભાગ અને જિલ્લા શિક્ષણ વિભાગના દ્વાર ખખડાવાની તૈયારી દર્શાવી છે તેવું વિધાર્થીના વાલીએ જણાવ્યું છે દિયોદર ની સોનગઢ (સોની) પ્રાથમિક શાળામાં ધોરણ 4 માં અભ્યાસ કરતા એક વિધાર્થી ને શાળામાં શિક્ષક અશ્વિન પટેલ દ્વારા ઢોર માર મારી દિવસ ભર ભૂખ્યો રાખવામાં આવ્યો હોવાના મામલે વિધાર્થી ના વાલીઓએ સોનગઢ પ્રાથમિક શાળાના શિક્ષક સામે કાર્યવાહી કરવાની માંગ ને લઈ ન્યાય માટે બાયો ચડાવી હતી જેમાં પોલીસ મથકે લેખિત ફરીયાદ બાદ હજુ સુધી કોઈ કાર્યવાહી કરવામાં ના આવતા વિધાર્થીના વાલી રોષે ભરાયા હતા જેમાં કસૂરવાર શિક્ષક સામે ખાતાકીય કાર્યવાહી કરવા માટે સોમવારે દિયોદર શિક્ષણ વિભાગ તેમજ જિલ્લા શિક્ષણ વિભાગ ને ન્યાય માટે લેખિત રજૂઆત કરવાની તૈયારી દર્શાવી છે આ બાબતે વિધાર્થીના વાલીએ જણાવ્યું હતું કે અમને ન્યાય જોઈએ છે પોલીસ તંત્ર અને જિલ્લા શિક્ષણ વિભાગ દ્વારા જો કોઈ કાર્યવાહી કરવામાં નહીં આવે તો જરૂર પડશે તો કોર્ટ ના દ્વાર પણ ખખડાવીશું અમો ન્યાય માટે સોમવારે દિયોદર શિક્ષણ વિભાગ ને લેખિત રજૂઆત કરીશું. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Gandhinagar: વર્ષ - 2030 સુધીમાં ગિફ્ટ સિટી ખાતે એક લાખથી વધુ રોજગારી ઉભી થશે
calendar_today March 29, 2026

Gandhinagar: વર્ષ - 2030 સુધીમાં ગિફ્ટ સિટી ખાતે એક લાખથી વધુ રોજગારી ઉભી થશે

ગિફટ સિટી વૈશ્વિક ઓળખ બનવા સાથે દેશનું પ્રથમ સંપુર્ણ આંતરરાષ્ટ્રીય નાણાંકીય અને આઈટી હબ તરીકે ઉભરી આવ્યું છે. જ્યાં આજે 1150થી વધુ રજીસ્ટર્ડ સંસ્થાઓ કાર્યરત છે. આગામી 2030 સુધઈમાં એક લાખથી વધુ રોજગારીનું અહીં સર્જન થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. ગિફ્ટ સિટી એક રીતે દેશનું આર્થિક કરોડરજ્જુ પૂરવાર થયું છે.ગિફ્ટ સિટીમાં બેંકીંગ ક્ષેત્રનો નોંધપાત્ર વિકાસ થયો છેજ્જે 106 બિલિયન સુધી પહોંચ્યો છે. વર્ષ 2020ની સરખામણીએ સાત ગણો વધારો થયો હોવાનું કહેવાય છે. કેપિટલ માર્કેટ પણ 80 બિલિયન સુધી પહોંચ્યું છે. દર મહિને એક્સચેન્જ ટર્નઓવર સતત 100 બિલિયનનો આંકડો પાર કરી રહ્યું છે. વૈશ્વિક મૂડી બજારોમાં દેશની સ્થિતીને વધુ મજબૂત બનાવે છે. સૌથી મહત્વમાં ગિફ્ટ સિટીનો વિકાસ માત્ર નાણાંકીય પ્રવૃત્તિઓ જ પુરતો જ સિમિત નથી, અહીં વિવિધ ક્ષેત્રે રોજગારીનું પણ સર્જન થાય છે. જેમાં કોમર્સિયલ, રેસિડેન્સિયલ, સંસ્થાકીય બાંધકામો માટે મોટાપાયે ઈન્ફ્રાસ્ટ્રક્ચરના વિસ્તરણનું મોટું યોગદાન રહેશે. ગિફ્ટ સિટીમાં આંતરરાષ્ટ્રીય પ્રકારની માળખાકીય સુવિધાઓ ઉભી કરવામાં આવી છે. જે અત્યાધુનિક છે. દેશમાં પ્રથમવાર અન્ડરગ્રાઉન્ડ યુટિલીટી ટનલ અહીં સ્થાપિત કરવામાં આવી છે. આ ઉપરાંત ડિસ્ટ્રીક્ટ કુલિંગ સિસ્ટમ, ઓટોમેટેડ વેસ્ટ કલેક્શન સહિતની ટકાઉ કામગીરી અહીં સુનિશ્ચિત કરવામાં આવી છે. ગિફ્ટ સિટી એક વિશ્વસનીય કેન્દ્ર તરીકે વિકસી રહ્યું છે. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Rajkot: જામનગર અને સાવરકુંડલામાં ઝાપટાં, આજે પણ સૌરાષ્ટ્રમાં કમોસમી વરસાદની આગાહી
calendar_today March 29, 2026

Rajkot: જામનગર અને સાવરકુંડલામાં ઝાપટાં, આજે પણ સૌરાષ્ટ્રમાં કમોસમી વરસાદની આગાહી

ચૈત્રના ધોમધખતા તાપ વચ્ચે સૌરાષ્ટ્રના હવામાનમાં આવેલા મોટા પરિવર્તનને પગલે રવિવારે જામનગર અને સાવરકુંડલામાં માવઠારૂપી છૂટાછવાયા હળવા ઝાપટાં પડયા હતા.હવામાન વિભાગની આગાહી અનુસાર વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરને કારણે આગામી 24 કલાક દરમિયાન સૌરાષ્ટ્ર અને કચ્છના વિવિધ જિલ્લાઓમાં છૂટાછવાયા સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદ અથવા ગાજવીજ સાથે હળવા ઝાપટાં થવાની સંભાવના છે. ખાસ કરીને સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદર, મોરબી, દ્વારકા અને કચ્છ જિલ્લામાં વરસાદી માહોલ જોવા મળી શકે છે. જામનગરના હવામાનમાં રવિવારની સવારથી પલટો આવ્યો હતો. શહેરમાં અમુક વિસ્તારોમાં હળવું ઝાપટું પડયાનું નોંધાયું હતું. ર0થી 30 કિલોમીટરની ઝડપે ફુંકાતા પવન અને વાદળછાયા વાતાવરણને કારણે લોકોને ગરમીમાં રાહત મળી હતી. એ જ રીતે સાવરકુંડલાના જાબાળ, બાઢડા અને મોટા ઝીંઝુડા ગામે કમોસમી વરસાદ પડયો હતો, જ્યારે ધજડી, સાકરપરા અને અભરામપરા ગામમાં વરસાદી છાંટા પડયા હતા. આગામી 24 કલાક માટે હવામાન વિભાગની આગાહી અનુસાર સૌરાષ્ટ્રના રાજકોટ, જામનગર, પોરબંદર, મોરબી, દ્વારકા, સુરેન્દ્રનગર અને કચ્છમાં વીજળીના કડાકા અને 30-40 કિમી પ્રતિ કલાકની ઝડપે ફ્કાતા પવન સાથે હળવો ગાજવીજ વાળો વરસાદ પડવાની શક્યતા છે. બીજા દિવસે એટલે કે 30 માર્ચના રોજ માત્ર કચ્છ જિલ્લામાં આવી સ્થિતિ રહી શકે છે. આગામી 4 દિવસ દરમિયાન સમગ્ર રાજ્યમાં મહત્તમ તાપમાનમાં 2થી 3 ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો થવાની સંભાવના છે, ત્યારબાદ તાપમાનમાં મોટો ફેરફર થશે નહીં. જૂનાગઢ ગરમીમાં મોખરે : ભાવનગર, પોરબંદરમાં 1થી 2 ડિગ્રી ઘટયું સૌરાષ્ટ્રમાં આજે તાપમાનમાં આજે પણ ગઈ કાલની જેમ જૂનાગઢ મોખરે રહ્યું હતું, જ્યાં રાજ્યનું સૌથી મહત્તમ તાપમાન 38 ડિગ્રી નોંધાયું હતું. બીજી તરફ ભાવનગર અને મહુવાના મહત્તમ તાપમાનમાં 2 ડિગ્રીનો ઘટાડો નોંધાયો હતો. જ્યારે રાજકોટ, જૂનાગઢ, અમરેલી, સુરેન્દ્રનગર, કેશોદ, ઓખા અને દીવમાં તાપમાન ગઈ કાલની જેમ યથાવત્ રહ્યું હતું. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward