android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Khambha: ત્રંબકપુર ગામમાં શિકારની પાછળ દોડતાં સિંહનું કૂવામાં પડી જતા મોત
calendar_today March 29, 2026

Khambha: ત્રંબકપુર ગામમાં શિકારની પાછળ દોડતાં સિંહનું કૂવામાં પડી જતા મોત

ધારીના દલખાણીયા રેન્જ નીચેના ત્રંબકપુર ગામે ખેડૂતના વાડીના ખુલ્લા કુવામાં શિકાર પાછળ દોટ મુકતા સિંહ કુવામાં ખાબક્યો હતો ડૂબી જવાથી મોત થયુ હતુ. બાદ વન વિભાગ દ્વારા સિંહના મૃતદેહને રેસ્ક્યુ કરી બહાર કઢાયો હતો.ધારી ગીર પૂર્વ નીચેના દલખાણીયા રેન્જના કરમદડી રાઉન્ડ નીચેના હીરાવા બીટમાં આવેલ ત્રંબકપુર ગામે વિનુભાઈ ગોંડલીયાની વાડીના ખુલ્લા કૂવામાં જંગલી ભૂંડ પાછળ શિકાર અર્થે ડોટ મુકતા સિંહ કુવામાં ખાબકયો હતો ત્યારે સ્થાનિક ખેડૂત દ્વારા સિંહ કુવામાં પડયો હોવાની જાણ થતા ધારી ગીર પૂર્વના ડીસીએફ્ના માર્ગદર્શન હેઠળ દલખાણીયા રેંજના આર એફ ઓફ્ની સૂચનાથી વન વિભાગનો સ્ટાફ્ ઘટના સ્થળે પહોંચી સિંહના મૃતદેહને કૂવામાંથી રેસ્ક્યુ કરી બહાર કઢાયો હતો. બાદ સિંહના મૃતદેહને પીએમ અર્થ ખસેડવામાં આવ્યો હતો. ગીરના રેવન્યુ વિસ્તારમાં વન વિભાગ દ્વારા ખેડૂતોને ખુલ્લા કુવાની ફરતે પાળા બાંધવામાં માટે 8 થી 12 હજાર રૂપિયાની સહાય આપવામાં આવે છે અને વન વિભાગ દ્વારા પણ આવા ખુલ્લા કુવાની ફરતે પાળા બાંધી આપવામાં આવે છે અને વન વિભાગ દ્વારા મોટી સંખ્યામાં ખુલ્લા કુવાઓ બાંધી આપવામાં આવ્યા છે ત્યારે હજુ પણ ગિરના રેવન્યુ વિસ્તારમાં બહોળી સંખ્યામાં ખુલ્લા કુવાઓ હોવાનું સૂત્રોમાંથી જાણવા મળ્યું છે. અનેકવાર જંગલી પશુઓ કુવામાં પડતા હોવા છતા હજુ નક્કર કામગીરી કરાતી નથી.જેનો ભોગ હજુ પણ સિંહ દીપડા સહિત વન્ય પ્રાણીઓ બની રહ્યા છે. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Bahuchraji: બહુચરાજીમાં ચૈત્રી પૂનમ મેળામાં દસ લાખ શ્રદ્ધાળુઓ ઉમટી પડવાની શક્યતા
calendar_today March 29, 2026

Bahuchraji: બહુચરાજીમાં ચૈત્રી પૂનમ મેળામાં દસ લાખ શ્રદ્ધાળુઓ ઉમટી પડવાની શક્યતા

બહુચરાજી ખાતે આગામી તારીખ 31 માર્ચ 2026 થી 02 એપ્રિલ 2026 દરમિયાન પરંપરાગત ચૈત્રી પૂનમના મેળાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે.શ્રી બહુચરાજી માતાજી ટેમ્પલ ટ્રસ્ટ, નગરપાલિકાઅને વહીવટતંત્ર દ્વારા આ મેળાની પૂર્વ તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. આ વર્ષે મેળામાં અંદાજે 10 લાખ જેટલા ભાવિક ભક્તો માતાજીના દર્શનાર્થે પધારે તેવી સંભાવનાને ધ્યાનમાં રાખીને તંત્ર દ્વારા વ્યાપક વ્યવસ્થાઓ ઉભી કરવામાં આવી રહી છે, યાત્રાળુઓની સુવિધા અને સુરક્ષાને પ્રાધાન્ય આપતા ટેમ્પલ ટ્રસ્ટ દ્વારા સમગ્ર મંદિર પરિસરમાં મંડપ વ્યવસ્થા અને સીસીટીવી કેમેરાનું ચુસ્ત નેટવર્ક ગોઠવવામાં આવશે. કાળઝાળ ગરમીને ધ્યાનમાં રાખીને ભક્તો માટે ઠંડા પાણીના ફુવારા, મિનરલ વોટરના જગ, વોટર કુલર જમ્બો અને પંખાઓની પૂરતી વ્યવસ્થા કરવામાં આવી છે. મેળામાં આવનાર ભક્તોના સ્વાગત માટે આકર્ષક મેઈન ગેટ અને રાત્રિના સમયે ઝગમગાટ ફેલાવતી આકર્ષક રોશની તેમજ લાઈટની વ્યવસ્થા કરવામાં આવી છે. આ ઉપરાંત ભીડના વ્યવસ્થાપન માટે દિશા સૂચક બોર્ડ, બેરીકેટીંગ અને સાઉન્ડ સિસ્ટમનો ઉપયોગ કરવામાં આવશે. જે ભક્તો પ્રત્યક્ષ આવી શકે તેમ નથી તેમના માટે યુટયુબના માધ્યમથી લાઈવ ટેલિકાસ્ટની પણ વ્યવસ્થા સુનિશ્ચિત કરવામાં આવી છે. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Dehgam: દહેગામ તાલુકાના 47 કોલ્ડ સ્ટોરેજમાં બટાટાના 90 લાખ કટ્ટાની આવક
calendar_today March 29, 2026

Dehgam: દહેગામ તાલુકાના 47 કોલ્ડ સ્ટોરેજમાં બટાટાના 90 લાખ કટ્ટાની આવક

દહેગામ તાલુકામાં આવેલા 47 જેટલા કોલ્ડસ્ટોરેજ આગળ હવે હાઉસફુલના પાટીયા વાગ્યા છે અને બટાટાની આવક પણ હવે મંદ પડી ગઇ છે.મોટા ભાગનો પાક સ્ટોરેજ થઇ ગયો છે અને ખેતરોમાથી નીકળી ગયો છે. એક અંદાજ મુજબ 98 ટકા બટાટા સ્ટોર થઇ ગયા હોવાનો અંદાજ છે. બટાટાની આવક મામલે મળતા આંકડા મુજબ દહેગામ તાલુકાના 47 જેટલા કોલ્ડ સ્ટોરેજોમાં 90 લાખ કટ્ટાની આવક થઇ છે અને તમામ સ્ટોરેજ હાઉસફુલ થઇ ગયા છે. આ વર્ષે ગત વર્ષની સરખામણીમાં અધધ આવક થઇ હોવાની વિગતો છે. ગત વર્ષે આંકડો 75 થી 80 લાખ કટ્ટાની આવક સુધી પહોંચ્યો હતો.  કોલ્ડ સ્ટોરેજના સંચાલકના જણાવ્યા મુજબ આગામી એક મહીના સુધી હવે કોલ્ડસ્ટોરેજના ગેટ બંધ રહેશે અને સતત એક મહિના સુધી સ્ટોર કરવામાં આવેલા બટાટાની લાખો બોરીઓમાં ટેમ્પરેચર મેઇનટેન કરવામાં આવશે. આગામી એપ્રિલના છેલ્લા સપ્તાહ સુધી સ્ટોરેજને સંજ્જડ બંધ રાખવામાં આવનાર છે. બટાટાની મોટા ભાગની આવક પુરી થઇ જતા હવે સ્ટોરેજ સંચાલકોએ રાહતનો શ્વાસ લીધો છે. સતત બે મહિના સુધી બટાટાની આવક શરુ થઇ હતી જેને લઇને ભારે દોડધામ રહેતી હોય છે. આ વર્ષે પુષ્કળ આવક થઇ છે અને ગત વર્ષના તમામ રેકોર્ડ બટાટાની પુષ્કળ આવકથી તુટી ગયા છે. બિયારણના બટાટા પંજાબથી સ્ટોર થવા દહેગામ આવે છે અને આ આંકકો 2.50 લાખ કટ્ટાનો છે એટલે કે અઢી લાખ કટ્ટા પંજાબથી માત્ર બિયારણના જ સ્ટોરેજ થયા છે. આમ બટાટાના માન્ચેસ્ટરની ઉપમાં હવે દહેગામ બનતુ જાય છે. દહેગામ ખાતે નજીકના સીમાવર્તી જીલ્લાઓ અરવલ્લી. સાબરકાંઠા, મોડાસા સુધીના બટાટાનો જથ્થો કોલ્ડસ્ટોરેજમાં સંગ્રહ માટે આવતો હોવાની વિગતો છે. ભરપુર ઉત્પાદન વચ્ચે બટાટાના ભાવે આ વર્ષે ખેડુતોને રાતા પાણીએ રોવડાવ્યા પણ છે. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward