android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Ahmedabad: ઇસનપુરમાં 66 વર્ષના વૃધ્ધનું એટીએમ કાર્ડ બદલીને ગઠિયાએ રૂ.1.80 લાખ ઉપાડી લીધા
calendar_today March 29, 2026

Ahmedabad: ઇસનપુરમાં 66 વર્ષના વૃધ્ધનું એટીએમ કાર્ડ બદલીને ગઠિયાએ રૂ.1.80 લાખ ઉપાડી લીધા

શહેરનાવ પૂર્વ વિસ્તારમાં ચાર ઠગાઇના બનાવો સામે આવ્યા છે. જેમાં ઇસનપુરમાં વૃધ્ધનું એટીએમ કાર્ડ બદલી ગઠિયાએ રૂ. 1.80 લાખ ઉપાડી લીધા. તેમજ નારોલમાં વિમા પોલીસી રિન્યુ કરવાના બહાને ગઠિયાએ યુવક પાસેથી રૂ. 36 હજાર પડાવ્યા છે. ઉપરાંત જમાલપુરમાં ઓનલાઇન સસ્તી ડુંગળીની રીલ્સ જોઇને ઓર્ડર આપતા વેપારીએ રૂ. 50 હજાર ગુમાવ્યા છે. જ્યારે સરસપુરમાં ગેમ રમતા એપ્લીકેશન ડાઉનલોડ થતા ફોન હેક કરીને ગઠિયાએ રૂ. 99 હજાર સેરવી લીધા હતા. તમામ બનાવોમાં પોલીસે ગુનો નોધીને તપાસ શરૂ કરી છે. ઘટના - 1 ઇસનપુરમાં 66 વર્ષીય દીપકકુમાર પંડયા નિવૃત જીવન ગુજારે છે. તેમને રૂપિયાની જરૂરિયાત ઉભી થતા ગત ફેબ્રુઆરીમાં ગોવિંદવાડી પાસે આવેલા પંજાબ નેશનલ બેંકના ATMમાં રૂપિયા ઉપાડવા ગયા હતા. જ્યાં ATMમાં અગાઉથી એક અજાણ્યો શખ્સ હાજર હતો. વૃદ્ધ ATMમાં થી રૂપિયા કાઢી રહ્યા હતા, ત્યારે શખ્સે વૃદ્ધનુ ધ્યાન વાતોમાં ખેંચીને પાસવર્ડ જાણી લીધો અને ATM કાર્ડ પણ બદલી નાંખીને વૃદ્ધને અન્ય કાર્ડ આપી દીધુ હતુ. ત્યારબાદ વૃદ્ધ ઘરે ગયા હતા. બાદમાં 23 માર્ચે બેંકમાં ગયા અને સ્ટેટમેન્ટની તપાસ કરાવતા માલુમ પડયુ કે તેમના ખાતામાંથી રૂ. 1.10 લાખ કપાઇ ગયા છે. ઘટના - 2 નારોલમાં રહેતા 41 વર્ષીય કેશવલાલ પ્રજાપતિ નોકરી કરે છે. તેમને ઇસનપુરમાં આવેલી ખાનગી ઇન્શ્યોરન્સ કંપનીમાંથી ગતવર્ષે વીમો ઉતરાવ્યો હતો. ગત 9 માર્ચે તેઓ ઘરે હાજર હતા ત્યારે અજાણ્યા નંબર પરથી ફોન આવ્યો કે ઇન્શ્યોરન્સ કંપનીમાંથી બોલું છું તમારો વિમો પૂરો થઇ ગયો છે. રીન્યુ કરાવવાનો છે? જેથી કેશવલાલે હા પાડતા ગઠીયાએ મારા મેનેજર તમને ફોન કરશે અને બધું સમજાવશે કહ્યું હતું. થોડી જ વારમાં બીજા એક નંબર પરથી ફોન આવ્યો અને પ્રીમીયમના રૂ.36,932 ભરવાના છે કહીને કેશવલાલ પાસેથી ફોન પે એપ્લીકેશન થકી રૂપિયા ભરાવડાવી દીધા હતા. ઘટના - 3 જમાલપુરમાં રહેતા જૂનેદખાન પઠાણ ડુંગળીનો હોલસેલ ધંધો કરે છે. તેમને ઇન્સ્ટાગ્રામમાં બજાર કરતા સસ્તી ડુંગળી મળતી હોવાની રીલ્સ જોઇ હતી. જેથી જૂનેદખાને આપેલ નંબર પર મેસેજ કરતા ગઠિયાઓએ રૂ. 9 કિલો ડુંગળી આપવાનું જણાવ્યુ હતુ. જેથી વેપારીએ 12 ટન ડુંગળીનો ઓર્ડર આપ્યો હતો. તેમાં વેપારીએ ઓનલાઇન રૂ. 50 હજાર ચૂકવી આપ્યા હતા પરંતુ ગઠિયાઓએ માલસામાન કે રૂપિયા પરત ન આપીને ફોન બંધ કરીને ઠગાઇ આચરી છે. આ અંગે જૂનેદખાને અજાણ્યા ગઠિયા સામે ગાયકવાડ હવેલી પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોધાવી છે. ઘટના - 4 સરસપુરમાં રહેતા અશ્વિનભાઇ ચૌહાણ નોકરી કરે છે. ગત 14 માર્ચે તેઓ ફોનમાં ગેમ રમતા હતા તે સમયે અલગ અલગ એપ્લીકેશન ડાઉનલોડ કરવાની જાહેરાત આવતી હતી. જેથી ભૂલમાં કોઇ એક એપ્લીકેશન ડાઉનલોડ કરીને ખોલતા તેમનો ફોન હેક થઇ ગયો હતો. જેથી ફોન બંધ કરી દીધો હતો. બાદમાં બીજા દિવસે સવારે તે દૂધ લેવા ગયા અને ફોનથી પેમેન્ટ કરવા જતા બેલેન્સ ચેક કરતા રૂ. 99 હજાર કપાઇ ગયા હતા. જેથી ઠગાઇની જાણ થઇ હતી. આ અંગે અશ્વિનભાઇએ અજાણ્યા ગઠિયા સામે શહેર કોટડા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોધાવી છે. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Ankleshwar: રૂા. 3.41 કરોડના વિકાસ કાર્યોનું લોકાર્પણ-ખાતમુહૂર્ત
calendar_today March 29, 2026

Ankleshwar: રૂા. 3.41 કરોડના વિકાસ કાર્યોનું લોકાર્પણ-ખાતમુહૂર્ત

અંકલેશ્વરઃ અંકલેશ્વરના જીતાલી ગામે રૂા. 3.41 કરોડના ખર્ચે નિર્માણ પામનાર વિવિધ વિકાસ પ્રકલ્પોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરાયુ હતું. ધારાસભ્ય રમેશ મિસ્ત્ર્રીના હસ્તે આ કાર્યક્રમ યોજાયો હતો. ભરૂચ વિધાનસભાના અંકલેશ્વરના જીતાલી ગામે યોજાયેલા આ કાર્યક્રમ હેઠળ કુલ 90 જેટલા વિકાસ પ્રકલ્પો હાથ ધરવામાં આવશે. આ કાર્યોમાં ગ્રામ્ય વિસ્તારોના આધુનિકીકરણ અને મૂળભૂત સુવિધાઓના વિકાસને પ્રાથમિકતા આપવામાં આવી છે. ખાસ કરીને, ગામના તળાવના વિકાસ માટે રૂા.40 લાખનો ખર્ચ કરાશે. તળાવને સુંદર બનાવી તેને પર્યટન સ્થળ તરીકે વિકસાવવાનું આયોજન છે. તે ઉપરાંત, ગામમાં સીસીટીવી કેમેરા અને વરસાદી પાણીના નિકાલ માટે ડ્રેનેજ સિસ્ટમ સહિતના વિવિધ કામો હાથ ધરાશે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો https://sandesh.com/maru-saher-maru-gaam

Read Full Story arrow_forward
Ahmedabad: રિનોવેશનના નામે વિરાટનગરનો બંધ કરાયેલો પાર્ક 4 વર્ષથી વિકાસ ઝંખે છે
calendar_today March 29, 2026

Ahmedabad: રિનોવેશનના નામે વિરાટનગરનો બંધ કરાયેલો પાર્ક 4 વર્ષથી વિકાસ ઝંખે છે

થોડા વર્ષો પહેલા વિરાટનગર રોડ પર આવેલા સિનિયર સિટીજન પાર્કને આધુનિક પાર્ક બનાવવા અને રિનોવેશન કરવા માટે પાર્ક બંધ કરવામાં આવ્યો હતો.આ પાર્કમાં રિનેવોશન તો થયુ નહીં પણ કાયમી માટે આ પાર્ક લુખ્ખા તત્તવો માટે દારુ પિવાનું હોટસ્પોટ બની ગયુ હોવાનું સ્થાનિકો કહી રહ્યા છે. AMC દ્વારા બનાવવામાં આવેલ વિરાટનગર રોડ પર ગોકુલ પાર્ક વિસ્તારમાં કેનાલની બાજુમાં અને બાપા સીતારામની મઢેલી નજીક આવેલ સિનિયર સિટીઝન પાર્ક છેલ્લા લગભગ ચાર વર્ષથી બંધ હાલતમાં છે. પાર્કનું મુખ્ય ગેટ બંધ હોવાથી અંદર ઘાસ-ઝાડીઓ ઊગી ગઈ છે અને અનેક જગ્યાએ સૂકા પાંદડા અને કચરો ભરાઈ ગયો છે. સ્થાનિકોના જણાવ્યા મુજબ પાર્કમાં અગાઉ સિનિયર સિટીઝન માટે વોકિંગ ટ્રેક અને એક્સરસાઈઝ સાધનો પણ મૂકવામાં આવ્યા હતા, પરંતુ લાંબા સમયથી કોઈ જાળવણી ન થતાં સાધનો બિનઉપયોગી બન્યા છે. ગાર્ડન બંધ હોવાથી આજુબાજુના રહીશો અને વડીલોને સવાર-સાંજ ફ્રવા માટેની સુવિધા પણ મળી રહી નથી. સ્થાનિક રહેવાસીઓએ વધુમાં જણાવ્યું કે રાત્રિના સમયે પાર્કમાં લૂખા તત્વો ભેગા થઈ દારૂ પીવા અને જુગાર રમવા માટે તેનો ઉપયોગ કરે છે, જેના કારણે વિસ્તારમાં અસામાજિક પ્રવૃત્તિઓ વધવાની ભીતિ ઉભી થઈ છે. પાર્ક આસપાસ અંધારું અને બેદરકારી ભરેલું વાતાવરણ હોવાથી લોકોમાં અસુરક્ષા પણ વધી રહી છે. સ્થાનિકો દ્વારા અનેક વખત રજૂઆત છતાં હજુ સુધી AMCતરફ્થી કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward