android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
BRICS Summit 2026:  સમિટને કારણે દિલ્હીની અનેક ટ્રેનો કરાઇ રદ્દ તો કેટલીક ટ્રેનોના બદલાયા રૂટ, જોઇ લો લિસ્ટ
calendar_today September 11, 2026

BRICS Summit 2026: સમિટને કારણે દિલ્હીની અનેક ટ્રેનો કરાઇ રદ્દ તો કેટલીક ટ્રેનોના બદલાયા રૂટ, જોઇ લો લિસ્ટ

નવી દિલ્હીમાં 12 અને 13 સપ્ટેમ્બર 2026 દરમિયાન યોજાઈ રહેલી ૧૮મી બ્રિક્સ સમિટ (BRICS Summit) ને કારણે રાજધાની અને તેની આસપાસના વિસ્તારોમાં સુરક્ષા અને વ્યવસ્થાપન માટે કડક પગલાં લેવામાં આવ્યા છે. આ સુરક્ષા વ્યવસ્થાને ધ્યાનમાં રાખીને ઉત્તર રેલવે દ્વારા ટ્રેન સંચાલનમાં મોટા ફેરફારો કરવામાં આવ્યા છે. દિલ્હીમાંથી પસાર થતી અથવા દિલ્હી આવતી-જતી અનેક મહત્વપૂર્ણ ટ્રેનો આગામી ત્રણ દિવસ માટે રદ કરવામાં આવી છે, જ્યારે રાજધાની અને સંપોર્ણ ક્રાંતિ જેવી પ્રીમિયમ ટ્રેનોના રૂટમાં પણ ફેરફાર કરાયા છે.મુખ્ય ટ્રેનોના રૂટ ડાયવર્ઝન અને ફેરફારોરેલવે પ્રશાસન દ્વારા બહાર પાડવામાં આવેલા નવા સંચાલન આયોજન મુજબ, 11 સપ્ટેમ્બરથી દિલ્હી ક્ષેત્રમાંથી પસાર થતી લાંબા અંતરની ટ્રેનોના માર્ગો બદલવામાં આવ્યા છે. નવી દિલ્હીથી ઉપડતી અનેક રાજધાની ટ્રેનો (જેવી કે નવી દિલ્હી-રાંચી રાજધાની, નવી દિલ્હી-ડિબ્રુગઢ રાજધાની, નવી દિલ્હી-સિયાલદહ રાજધાની, નવી દિલ્હી-હાવડા રાજધાની, નવી દિલ્હી-ભુવનેશ્વર રાજધાની) તેમજ પ્રખ્યાત 'સંપૂર્ણ ક્રાંતિ એક્સપ્રેસ' હવે નવી દિલ્હી–દિલ્હી જંક્શન–સાહિબાબાદ થઈને વૈકલ્પિક માર્ગે દોડાવવામાં આવશે. આ ઉપરાંત, કેટલીક ટ્રેનોની મુસાફરી ટૂંકી કરવામાં આવી છે અથવા તેમને નિર્ધારિત સ્ટેશનને બદલે અગાઉના સ્ટેશનોથી જ પરત ફેરવવામાં આવી રહી છે.સ્થાનિક EMU અને MEMU ટ્રેનો રદદિલ્હી-એનસીઆર વચ્ચે દૈનિક મુસાફરી કરતા નોકરીિયાતો અને વિદ્યાર્થીઓ માટે મુશ્કેલીઓ વધી છે, કારણ કે પલવલ, ગાઝિયાબાદ, શકુરબસ્તી અને શામલી રૂટ પર ચાલતી અસંખ્ય EMU અને MEMU ટ્રેનો રદ કરવામાં આવી છે. ઉદાહરણ તરીકે, પલવલ-શકુરબસ્તી અને ગાઝિયાબાદ-નવી દિલ્હી વચ્ચેની અનેક સ્થાનિક ટ્રેનોને અસ્થાયી રૂપે બંધ રાખવામાં આવી છે, જેનાથી દૈનિક મુસાફરોએ ભારે અસુવિધાનો સામનો કરવો પડી રહ્યો છે.ટ્રેનોના સંચાલનમાં વિલંબસુરક્ષા પ્રતિબંધો અને ઓપરેશનલ કારણોસર ઘણી મહત્વપૂર્ણ ટ્રેનો પોતાના નિર્ધારિત સમય કરતાં મોડી દોડી રહી છે. હૈદરાબાદ એક્સપ્રેસ અને ગ્રાન્ડ ટ્રંક એક્સપ્રેસ ૧૨૦ મિનિટ સુધી મોડી ચાલી રહી છે, જ્યારે પશ્ચિમ એક્સપ્રેસ, તેજસ રાજધાની અને પૂર્વા એક્સપ્રેસ જેવી ટ્રેનો પણ ૩૦ થી ૯૦ મિનિટ સુધી વિલંબમાં છે.મુસાફરો માટે ખાસ સલાહઆ સપ્તાહના અંતે દિલ્હી-એનસીઆર ક્ષેત્રમાં રેલવે દ્વારા મુસાફરી કરનારા તમામ નાગરિકોને અપીલ કરવામાં આવી છે કે તેઓ સ્ટેશને જતા પહેલા પોતાની ટ્રેનનું સ્ટેટસ અગાઉથી ચકાસી લે. સંભવિત ટ્રાફિક જામ અને સુરક્ષા તપાસને ધ્યાનમાં રાખીને મુસાફરોને વહેલા ઘર બહાર નીકળવા તેમજ રસ્તાના માર્ગને બદલે મેટ્રો સેવાનો મહત્તમ ઉપયોગ કરવા વિનંતી કરાઈ છે.આ પણ વાંચોઃ BRICS Summit 2026: દિલ્હી બન્યું અભેદ્ય કિલ્લો, 15,000 પોલીસ જવાનો અને 200 CAPF કંપનીઓ તૈનાત

Read Full Story arrow_forward
Gujarat Weather News: આવતીકાલથી રાજ્યમાં ભારે વરસાદની આગાહી, આ વિસ્તારોમાં એલર્ટ જાહેર કરાયું
calendar_today September 11, 2026

Gujarat Weather News: આવતીકાલથી રાજ્યમાં ભારે વરસાદની આગાહી, આ વિસ્તારોમાં એલર્ટ જાહેર કરાયું

બંગાળની ખાડીમાં સર્જાયેલી નવી સિસ્ટમ અને સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થવાના કારણે ગુજરાતમાં ચોમાસું ફરી એકવાર જોર પકડશે.હવામાન વિભાગના તાજેતરના અહેવાલ અનુસાર,તા.11 સપ્ટેમ્બરથી રાજ્યના વાતાવરણમાં મોટો પલટો આવશે અને વિવિધ વિસ્તારોમાં સામાન્ય વરસાદની શરૂઆત થશે.તા.12 સપ્ટેમ્બરથી મેઘરાજાનું જોર નોંધપાત્ર વધતાં દક્ષિણ ગુજરાતના સુરત,વલસાડ, નવસારી,ડાંગ અને તાપી તેમજ સૌરાષ્ટ્રના અમરેલી, ભાવનગર, જૂનાગઢ અને ગીર સોમનાથ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદ વરસવાની શક્યતા વ્યક્ત કરાઈ છે.મુશ્કેલીમાં મુકાયેલા કૃષિ પાકને જીવનદાનઆ ઉપરાંત તા.13 સપ્ટેમ્બરથી અમદાવાદ, ગાંધીનગર, વડોદરા અને ખેડા સહિત સમગ્ર મધ્ય ગુજરાતના વિસ્તારોમાં ગાજવીજ તથા 30થી 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવા સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં છેલ્લા કેટલાક અઠવાડિયાથી વરસાદ ખેંચાતાં ખેતી પાક સુકાઈ જવાની ભીતિ સેવાઈ રહી હતી. મેઘરાજાના આ નવા રાઉન્ડથી મુશ્કેલીમાં મુકાયેલા કૃષિ પાકને જીવનદાન મળશે અને ધરતીપુત્રોને મોટી રાહત થશે.સૌરાષ્ટ્ર-દક્ષિણ ગુજરાતમાં અતિભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ14 સપ્ટેમ્બરે મેઘરાજા વધુ જોર પકડશે, જેમાં ભાવનગર, અમરેલી, નવસારી, ડાંગ, દમણ અને દાદરા નગર હવેલીમાં અતિભારે વરસાદની શક્યતા સાથે 'ઓરેન્જ એલર્ટ' જાહેર કરાયું છે. આ જ દિવસે મોરબી, રાજકોટ, જામનગર, દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, ભરૂચ અને સુરતમાં ભારે વરસાદનું 'યલો એલર્ટ' રહેશે. જ્યારે 15 સપ્ટેમ્બરે મેઘરાજાનું જોર સૌરાષ્ટ્ર તરફ રહેશે, જેમાં જૂનાગઢ, ગીર સોમનાથ, પોરબંદર અને દ્વારકામાં ભારે વરસાદના 'યલો એલર્ટ' સાથે વરસાદી માહોલ યથાવત રહેશે.ગુજરાત રાજ્યમાં મોસમી વરસાદની સ્થિતિગુજરાત રાજ્યમાં મોસમી વરસાદની સ્થિતિ જોઈએ તો, સમગ્ર રાજ્યમાં અત્યાર સુધી સરેરાશ 687.95 મિમી જેટલો કુલ વરસાદ નોંધાયો છે.છેલ્લા 24 કલાક દરમિયાન રાજ્યમાં છૂટોછવાયો હળવો વરસાદ જ પડ્યો છે.જેમાં સરેરાશ માત્ર 0.52 મિમી વરસાદ નોંધાયો છે અને રાજ્યના 13 જિલ્લાના 20 તાલુકાઓમાં જ વરસાદ નોંધાયો છે.જો ઝોનવાઈઝ વાત કરીએ તો, દક્ષિણ ગુજરાતમાં સૌથી વધુ સરેરાશ 1610.12 મિમી વરસાદ વરસ્યો છે.જ્યારે કચ્છ ઝોનમાં સૌથી ઓછો 149.60 મિમી વરસાદ નોંધાયો છે.આ ઉપરાંત ઉત્તર ગુજરાતમાં 56.23%,પૂર્વ-મધ્ય ગુજરાતમાં 75.08% અને સૌરાષ્ટ્ર ઝોનમાં 56.26% જેટલો સરેરાશ વરસાદ અત્યાર સુધીમાં થઈ ચૂક્યો છે.આ પણ વાંચોઃ Gandhinagar News: ગિફ્ટ સિટીમાં એક વર્ષમાં વિદેશી દારૂના વેચાણમાં 14 ગણો વધારો, બે વર્ષમાં 87 લાખની આવક

Read Full Story arrow_forward
Ahmedabad News: માણેક ચોકનો 41 કરોડના ખર્ચે કાયાકલ્પ થશે, શનિવારથી રિસ્ટોરેશન શરૂ કરાશે
calendar_today September 11, 2026

Ahmedabad News: માણેક ચોકનો 41 કરોડના ખર્ચે કાયાકલ્પ થશે, શનિવારથી રિસ્ટોરેશન શરૂ કરાશે

અમદાવાદ કોટ વિસ્તારની આગામી બે વર્ષમાં રોનક વધશે.જેના માટે મ્યુનિ.કોર્પોરેશન દ્વારા વિશેષ આયોજન કરાઈ રહ્યું છે.અમદાવાદના હાર્ટસમા અને રાત્રિના સમયે ધમધમતા માણેકચોક ખાણીપીણી બજાર અને 2 કિ.મી. ત્રિજ્યાના વિસ્તારની રૂ. 41 કરોડના ખર્ચે કાયાપલટ કરાશે.જેમાં માણેકચોકમાં ખાણીપીણીના સ્ટોલ સાથે સ્કવેર ફૂડ માર્કેટ થશે અને સ્થાનિક પ્રોપર્ટી માટે ચોક્કસ ડિઝાઇન પણ તૈયાર થશે.ખાણીપીણીના વેપારીઓને સહકાર આપવા તાકીદ માણેકચોકના રિડેવલપમેન્ટ અંતર્ગત શનિવારથી ફ્લોરીંગનું કામ શરૂ થઈ રહ્યું છે.જેમાં નવરાત્રી સુધીમાં માત્ર પીસીસી વર્ક થશે.જ્યારે આગામી ડિસેમ્બર સુધીમાં ફ્લોરીંગનું કામ પૂર્ણ થઈ જશે. આ સિવાય હેરિટેજ સહિત વિવિધ પ્રોપર્ટીઓની ટીડીઆર (ટ્રાન્સફરેબલ ડેવલપમેન્ટ રાઇટ્સ)ના લાભ સાથે ચોક્કસ ડિઝાઈન બનશે.બે વર્ષમાં નવું આકર્ષણ તૈયાર થશે.ખાણીપીણીના વેપારીઓને સહકાર આપવા તાકીદ પણ કરાઈ છે.માણેકચોકનો સંપૂર્ણ વિસ્તાર રિડેવલપમેન્ટ થઈ ગયા બાદ રાત્રિના સમયે નો વ્હીકલ ઝોન જાહેર કરાશે.માણેકચોકમાં શનિવારથી ફ્લોરીંગનું કામ શરૂ થશેમાણેકચોક ખાણીપીણીના બજારને હાઈફાઈલૂક અપાશે.આ સિવાય ખાણીપીણી બજારના ફરતે બે કિ.મી.વિસ્તાર પણ અર્બન રીત ઓપન અપાશે.જેની પાછળ અંદાજે 37 કરોડનો ખર્ચ થશે.જ્યારે ફૂડના સ્ટોલ માટે થનાર સ્કવેર માર્કેટ પાછળ ચાર કરોડ ખર્ચ અલગથી કરાશે.મ્યુનિ.અધિકારીઓના જણાવ્યા અનુસાર માણેકચોકમાં શનિવારથી ફ્લોરીંગનું કામ શરૂ થશે, જેમાં મેનાઈટ અને કોબાલ્ટ સ્ટોનનો ઉપયોગ થશે.આગામી નવરાત્રી સુધીમાં પીસીસી વર્ક કરાયા પછી કામ બંધ રખાશે.દિવાળી બાદ ફરી કામ શરૂ કરી એરિયા ડેવલપમેન્ટનું કામ હાથ ધરાશે.નવો ફૂડ કોર્ટ બની ગયા બાદ રાત્રિના સમય હાલ પસાર થતાં વાહનો અવરજવર થઈ શકશે નહીં.દિવસે ટ્રાફિક યથાવત રહેશે.સ્ટોલની ડિઝાઇન મંજૂરી માટે દિલ્હી મોકલાઇમાણેકચોક ખાણીપીણી બજારમાં સ્વનિધિ સ્ટ્રીટ ફૂડ હબ હેઠળ સ્ટોલની ડિઝાઇન કરાઈ છે.આ ડિઝાઇન મંજૂરી માટે દિલ્હી મોકલાઈ છે.એકાદ માસમાં એપ્રુવલ મળ્યા બાદ હાઈજેનિક ફૂડ સ્ટોલનું કામ શરૂ કરાશે.જે બે મહિનામાં પૂર્ણ કરાશે.ફૂડ સ્ટોલ માટે સ્ટીલ કે અન્ય મટીરિયલ્સના ડિઝાઇનના ફિક્સ ટેબલ અપાશે. સ્ટોલને નંબર અપાશે.સ્ટોલ ફાળવણી માટે સ્ટેન્ડિંગ કમિટીમાં મંજૂરી લેવાશે.કદાય લો ગાર્ડનની જેમ સ્થાનિક વેપારીઓને વાર્ષિક ભાડાના દરથી સ્ટોલ ભાડે અપાશે.જેમાં અંદાજે 4 કરોડ અલગથી ખર્ચાશે.પ્રોપર્ટીની ચોક્કસ ડિઝાઇન માટે ટીડીઆર સ્કીમમાણેકચોકમાં હવે ચોક્કસ ડિઝાઇન પ્રમાણે ફસાડ બનાવવા મકાન કે દુકાન માલિકોને તૈયાર કરાશે. દુકાન માલિકોને ખર્ચ પરવડે તે માટે ચોક્કસ ડિઝાઇનનું ફસાડ (મકાન કે દુકાન) બનાવવા બદલ ટીડીઆરનો લાભ અપાશે. પ્રોપર્ટી માલિક ટીડીઆર વેચીને રિનોવેશન પાછળ કરેલો ખર્ચ પરત મેળવી શકશે. આ માટે મ્યુનિ. અંદાજે ૫૦ પ્રકારની ડિઝાઇન તૈયાર કરી છે. આ સાથે રજુટ હેરિટેજ બિલ્ડિંગને હેરિટેજ ફસાડ બનાવાશે જેમાં પણ ટીડીઆરનો લાભ અપાશે.સાંકડી શેરીથી હાજા પટેલની પોળ  800 મીટર વિસ્તારની 15 કરોડમાં કાયાપલટમ્યુનિ. કોર્પોરેશન દ્વારા સાંકડીશેરીથી હાજા પટેલની પોળ સુધીના 800 મીટરના વિસ્તારને રૂપિયા 15 કરોડના ખર્ચે આગામી દોઢ વર્ષમાં અલગ લૂક અપાશે. 800 મીટરના એરિયાના ડેવલપમેન્ટ અંતર્ગત આકર્ષક ફ્લોરીંગ કરાશે. આ સિવાય હેરિટેજ સિવાયની તમામ બિલ્ડીંગો નિયત કરાયેલી ચોક્કસ ડિઝાઇન પ્રમાણે ફસાડ બનાવવા મકાન કે દુકાન માલિક તૈયાર થઈ જાય તે માટે તેઓને પણ ટીડીઆરનો લાભ અપાશે. જેમાં દિવાળજી અને એમ જી હવેલી, દિવટીયાની હવેલીનો પણ સમાવેશ થાય છે. આ કામ માટે આગામી દિવાળી પછી ટેન્ડર કરાશે. દોઢ વર્ષમાં કામગીરી પૂર્ણ થઈ જાય તે માટે આયોજન ચાલી રહ્યું છે.માણેકચોકના આ વિસ્તારોને નવો લૂક અપાશેરિડેવલપમેન્ટમાં સમાવિષ્ટ કાલુપુર મંદિરથી લઈ રીલીફ રોડ સુધીના બે કિ.મી.ના વિસ્તારની આગામી મે માસ સુધીમાં કાયાપલટ થશે.જેમાં કાલુપુર મંદિર, દલપતરામ ચોક, કાલા રામજી મંદિર, શાંતિનાથ પોળ, દોશીવાડાની પોળ, પરસુડા શેઠાણીની હવેલી, ફર્નાડીઝ બ્રિજ, માણેકચોક અને જમા મસ્જિદનો સમાવેશ થાય છે. જેની પાછળ 37 કરોડનો ખર્ચ થશે.જૂના શેરબજારના ઐતિહાસિક બિલ્ડિંગ પાસે પ્લાઝા બનશેજૂના શેરબજારના ઐતિહાસિક બિલ્ડિંગ પાસે પ્લાઝા બનાવશે. જેનો ખર્ચ પણ કુલ ખર્ચમાં આવરી લેવાયો છે. પ્લાઝામાં લોકોને બેસવા માટે વ્યવસ્થા હશે અને તેની આસપાસ ગ્રીનરી તો રહેશે પણ રાત્રિના સમય હાઇફાઇલ લાઇટીંગથી આકર્ષણ વધશે. લોકો વધુ સમય પસાર કરે તેવી વ્યવસ્થા હશે.આ પણ વાંચોઃ Ahmedabad News: ગણેશ પંડાલને લઈ પોલીસ કમિશ્નરનું જાહેરનામું, મંજૂરી માટે આ તૈયારીઓ કરવી પડશે

Read Full Story arrow_forward