android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Surat ગ્રાહક કોર્ટનો ઐતિહાસિક ચુકાદો, વાહન અકસ્માતમાં મૃતક સામે ગુનો હોય તો પણ મળશે વીમો!
calendar_today September 11, 2026

Surat ગ્રાહક કોર્ટનો ઐતિહાસિક ચુકાદો, વાહન અકસ્માતમાં મૃતક સામે ગુનો હોય તો પણ મળશે વીમો!

સુરત ગ્રાહક કોર્ટે વાહન અકસ્માત ક્લેઇમને લઈને એક અત્યંત મહત્વપૂર્ણ અને ઐતિહાસિક ચુકાદો સંભળાવ્યો છે. સામાન્ય રીતે અકસ્માતના કિસ્સામાં જો મૃતક વાહન ચાલક સામે જ પોલીસ ગુનો દાખલ થાય તો વીમા કંપનીઓ ક્લેઇમ ચૂકવવાનો ઇનકાર કરતી હોય છે. પરંતુ સુરત ગ્રાહક પંચે સ્પષ્ટ કાયદાકીય વલણ અપનાવતાં ઠરાવ્યું છે કે મૃતક સામે ગુનો નોંધાયેલો હોય તો પણ વીમા કંપની પોતાની જવાબદારીમાંથી છટકી શકે નહીં અને પરિવારને વીમાની રકમ ચૂકવવા માટે તે સંપૂર્ણપણે જવાબદાર છે.પીડિત વિધવા અને માસૂમ સંતાનોને મોટી આર્થિક રાહતઆ ક્રાંતિકારી ચુકાદાથી અકસ્માતમાં પોતાના કમાનાર સ્વજનને ગુમાવનાર વિધવા અને માસૂમ સંતાનોને ખૂબ મોટી આર્થિક રાહત મળી છે. અકસ્માતની કરુણ ઘટના બાદ પરિવાર પર એકતરફ દુઃખનો પહાડ તૂટી પડતો હોય છે અને બીજી તરફ વીમા કંપનીઓ ટેકનિકલ કારણો આગળ ધરીને ક્લેઇમ ફગાવી દેતી હોય છે. ગ્રાહક કોર્ટના આ આદેશથી નિરાધાર બનેલા પરિવારને ન્યાયની સાથે આર્થિક સમર્થન પણ પ્રાપ્ત થયું છે.વીમા કંપનીને રૂ.12.50 લાખનો વીમો ચૂકવવા કોર્ટનો કડક આદેશસુરત ગ્રાહક કોર્ટે કેસની તમામ વિગતો અને પુરાવાઓની ગંભીરતાપૂર્વક સુનાવણી કર્યા બાદ વીમા કંપનીની દલીલોને ફગાવી દીધી હતી. કોર્ટે વીમા કંપનીને આદેશ આપ્યો છે કે અરજદાર પરિવારને રૂ. 12.50 લાખની પૂરેપૂરી વીમા રકમ ચૂકવવામાં આવે. ગ્રાહક કોર્ટના આ ઐતિહાસિક નિર્ણયથી ભવિષ્યમાં આવા અનેક અકસ્માત ક્લેઇમ કેસોમાં પીડિત પરિવારો માટે ન્યાય મેળવવાનો માર્ગ સરળ બનશે.આ પણ વાંચો : Surat સ્મીમેર હોસ્પિટલમાં મનપાની લાલ આંખ, 19 લેટલતીફ ડોક્ટરો સામે મોટી કાર્યવાહી, કારણ દર્શક નોટિસ જાહેર

Read Full Story arrow_forward
Surat સ્મીમેર હોસ્પિટલમાં મનપાની લાલ આંખ, 19 લેટલતીફ ડોક્ટરો સામે મોટી કાર્યવાહી, કારણ દર્શક નોટિસ જાહેર
calendar_today September 11, 2026

Surat સ્મીમેર હોસ્પિટલમાં મનપાની લાલ આંખ, 19 લેટલતીફ ડોક્ટરો સામે મોટી કાર્યવાહી, કારણ દર્શક નોટિસ જાહેર

સુરત મહાનગરપાલિકા (SMC) સંચાલિત સ્મીમેર (SMIMER) હોસ્પિટલમાં ડેપ્યુટી કમિશનર સ્મિત લોઢાએ અચાનક ઓચિંતી મુલાકાત લેતાં ભારે હડકંપ મચી ગયો હતો. નિયમ મુજબ સવારે 9:00 વાગ્યાનો હોસ્પિટલનો સમય હોવા છતાં સવારે 10:00 વાગ્યા સુધી ઓપીડી (OPD) વિભાગમાં ઘણા ડોક્ટરો ગેરહાજર જણાતાં વહીવટી તંત્રની આકરી નજર પડી હતી. દૂર-દૂરથી આવેલા દર્દીઓ સારવાર માટે રાહ જોઈને બેઠા હતા પરંતુ તબીબો પોતાની કામગીરી પર હાજર નહોતા.19 લેટલતીફ ડોક્ટરોને કારણ દર્શક નોટિસઆ ગંભીર બેદરકારી બદલ ઓચિંતી મુલાકાતમાં ગેરહાજર ઝડપાયેલા એસોસિયેટ પ્રોફેસર સહિત 19 જેટલા લેટલતીફ તબીબો સામે મનપા દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી છે. અગાઉ પણ આ તબીબોને સમયસર હાજર રહેવા માટે કડક શબ્દોમાં ચેતવણી આપવામાં આવી હતી, છતાં આદેશોની અવગણના કરાતાં મનપા તંત્રએ તમામ 19 ડોક્ટરોને શો-કોઝ (કારણ દર્શક) નોટિસ ફટકારી છે.સમગ્ર હેલ્થ વિભાગમાં ફફડાટઆ આકરી કાર્યવાહી બાદ મનપા દ્વારા તબીબોની શિસ્ત જાળવવા માટે નવો નિયમ લાગુ કરવામાં આવ્યો છે. આ નિયમ મુજબ હવે જો કોઈ ડોક્ટરે ઓપીડી છોડીને અન્ય ડિપાર્ટમેન્ટમાં જવું હશે તો પણ તેમણે રજિસ્ટરમાં સમય અને કારણ સાથે સત્તાવાર એન્ટ્રી કરવી ફરજિયાત રહેશે. સુરત મનપાના આ અણધાર્યા અને આકરા વલણથી સ્મીમેર હોસ્પિટલ સહિત સમગ્ર હેલ્થ વિભાગના કર્મચારીઓ અને અધિકારીઓમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે.આ પણ વાંચો : Gujarat Weather News: આવતીકાલથી રાજ્યમાં ભારે વરસાદની આગાહી, આ વિસ્તારોમાં એલર્ટ જાહેર કરાયું

Read Full Story arrow_forward
Rajkot News:લ્યો બોલો મનપાના નગરસેવકોને મોંઘવારી નડી! પગારમાં વધારો કરવા માંગ કરી
calendar_today September 11, 2026

Rajkot News:લ્યો બોલો મનપાના નગરસેવકોને મોંઘવારી નડી! પગારમાં વધારો કરવા માંગ કરી

રાજકોટ મહાનગરપાલિકાના કોર્પોરેટરોને પોતાના વિસ્તારના લોકોની સમસ્યાઓ ઉકેલવાને બદલે જાણે પોતાનું વેતન વધે એમાં રસ હોય એ રીતે સતત બીજી વખતે માનદ વેતન વધારવા માંગણી ઉઠાવી છે.કોર્પોરેટરોને હાલમાં દર મહિને રૂ.15 હજાર રૂપિયાનું માનદ વેતન મળે છે જે ખૂબ ઓછું હોવાનું જણાવી તેમાં વધારો કરવાની માંગ લાંબા સમયથી ચાલી રહી છે.અગાઉ સંકલન બેઠકમાં મૌખિક રજૂઆત કર્યા બાદ સ્ટેન્ડિંગ કમિટી અને સંકલન બેઠક પૂર્ણ થતાં જ મહિલા કોર્પોરેટરોએ મેયરને રૂબરૂ મળીને માનદ વેતન વધારીને સીધું 50 હજાર કરવાની માંગણી કરતો લેખિત પત્ર સોંપ્યો હતો. સક્રિય કામગીરી માટે પગાર વધારાની માંગવેતન વધારાની આ માંગને વ્યાપક સમર્થન મળ્યું છે.આશરે 40 જેટલા કોર્પોરેટરોની સહીઓ મેળવીને આ રજૂઆત પત્ર માત્ર મેયરને જ નહીં પરંતુ મનપાના પાંખિય મુખ્ય પદાધિકારીઓને સોંપવામાં આવ્યો છે.માસિક માનદવેતનમાં એકસાથે 35 હજાર રૂપિયાના વધારાની માંગણીથી મનપામાં ચર્ચા જાગી છે.હવે પદાધિકારીઓ આ અંગે શું વલણ અપનાવે છે અને આ માંગ સરકાર સુધી પહોંચાડવામાં આવે છે કે કેમ તેના પર સૌની નજર ટકેલી છે. આ ઉપરાંત,ફેબ્રુઆરી 2024માં પણ રાજકોટ મનપાના બજેટ સત્ર દરમિયાન કોર્પોરેટરોની ગ્રાન્ટમાં વધારો કરવામાં આવ્યો હતો.અગાઉ પણ વધારો કરાયો હતોમોંઘવારી અને વોર્ડના વિસ્તરણનું કારણ આપીને કોર્પોરેટરોની વાર્ષિક લોકલ એરિયા ડેવલપમેન્ટ ગ્રાન્ટ રૂ.15 લાખથી વધારીને રૂ.20 લાખ કરવામાં આવી હતી. તેમજ મેયરની વિકાસ ગ્રાન્ટ પણ રૂ.6 લાખથી વધારીને રૂ.8 લાખ કરાઈ હતી.કોર્પોરેટરો દ્વારા વેતન વધારાની માંગ નવી નથી.જો આ મુદ્દાની જૂની વિગતો તપાસીએ તો વર્ષ 2018ઓક્ટોબરમાં રાજકોટ મહાનગરપાલિકાના સામાન્ય બોર્ડમાં ભાજપ અને કોંગ્રેસના કોર્પોરેટરોએ પોતાના પક્ષભેદ ભૂલીને સર્વાનુમતે વેતન વધારાનો ઠરાવ પસાર કર્યો હતો.તે સમયે કોર્પોરેટરોનું માસિક માનદ વેતન રૂ.5 હજારથી વધારીને સીધું રૂ.15 હજાર કરવામાં આવ્યું હતું.આમ 2018માં પણ વેતનમાં 3 ગણો વધારો મંજૂર કરાયો હતો. આ પણ વાંચોઃ Ahmedabad News: માણેક ચોકનો 41 કરોડના ખર્ચે કાયાકલ્પ થશે, શનિવારથી રિસ્ટોરેશન શરૂ કરાશે

Read Full Story arrow_forward