android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
BRICS Summit Delhi Live: BRICS સમિટથી બધા દેશોને લાભ થશે, બોલ્યા પિયુષ ગોયલ
calendar_today September 11, 2026

BRICS Summit Delhi Live: BRICS સમિટથી બધા દેશોને લાભ થશે, બોલ્યા પિયુષ ગોયલ

18મી બ્રિક્સ (BRICS) સમિટ આજથી 13 સપ્ટેમ્બર સુધી દિલ્હીના 'ભારત મંડપમ' ખાતે યોજાઈ રહી છે. સુરક્ષા માટે 15000  પોલીસ જવાનો, અર્ધલશ્કરી દળોની 200 કંપનીઓ અને 500થી વધુ સીસીટીવી કેમેરા તૈનાત કરવામાં આવ્યા છે. રશિયાના રાષ્ટ્રપતિ પુતિન આવી પહોંચ્યા છે અને ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ સાત વર્ષ બાદ ભારતની મુલાકાત લેશે. 35થી વધુ રસ્તાઓ પર ટ્રાફિકને અસર થશે, પરંતુ શહેર સંપૂર્ણપણે બંધ રહેશે નહીં.  મેટ્રો, બસ અને ટેક્સી સેવાઓ ચાલુ રહેશે. કનોટ પ્લેસ માર્કેટ ખુલ્લું રહેશે, જ્યારે મેટ્રો મ્યુઝિયમ અને રાષ્ટ્રપતિ ભવન કામચલાઉ ધોરણે બંધ રહેશે. આ સમિટનું સમાપન 'નવી દિલ્હી ઘોષણાપત્ર' સાથે થશે.જ્યારે આજે શાળાઓ બંધ રાખવામાં આવી છે.BRICSમાં વિકાસની અપાર સંભાવનાઓ: રશિયન CEOરશિયન કંપની GSBI લિમિટેડના સ્થાપક અને CEO એલેક્ઝાન્ડર કોકોવે BRICS સમિટના ભારત દ્વારા કરાયેલા આયોજનની પ્રશંસા કરી હતી. તેમણે નોંધ્યું હતું કે ભારતે આ મંચનું ભવ્ય આયોજન કર્યું છે અને તમામ વ્યવસ્થાઓ ઉચ્ચ સ્તરની છે.એલેક્ઝાન્ડર કોકોવે જણાવ્યું હતું કે BRICS દેશોની અર્થવ્યવસ્થાઓમાં વિકાસની પ્રચંડ સંભાવનાઓ રહેલી છે. કૃષિથી લઈને હાઈ-ટેક સુધીના વિવિધ ક્ષેત્રોમાં આર્થિક સહયોગ અને વિકાસ માટે નોંધપાત્ર તકો ઉપલબ્ધ છે. તેમણે ઉમેર્યું હતું કે ભવિષ્યમાં BRICS અર્થવ્યવસ્થાઓમાં ઝડપી આર્થિક વિકાસ માટે પણ સારી એવી અવકાશ રહેલો છે. BRICS ભારત 2026નો logoBRICS ભારત 2026નો લોગો -કમળના ફૂલની પાંખડીઓ BRICSના તમામ સભ્ય દેશોના જીવંત રંગોને પ્રદર્શિત કરે છે. 'નમસ્તે'ની મુદ્રા ભારતની હૂંફ, આદર અને સુમેળભર્યા સહયોગની ભાવનાને વ્યક્ત કરે છે. આ ડિઝાઈન સહયોગ, ટકાઉ વિકાસ અને વૈશ્વિક સુમેળ અંગેના BRICSના વ્યાપક દ્રષ્ટિકોણને પ્રતિબિંબિત કરે છે. સાઉથ આફ્રિકાના રાષ્ટ્રપતિ પહોંચ્યા દિલ્હી દક્ષિણ આફ્રિકાના રાષ્ટ્રપતિ સિરિલ રામાફોસા 18મી બ્રિક્સ (BRICS) સમિટમાં ભાગ લેવા માટે દિલ્હી પહોંચ્યા છે. વ્લાદિમીર પુતિનની ભારત મુલાકાત પર વિશ્વની નજર રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન ભારતની ત્રણ દિવસીય મુલાકાતે છે. BRICS સમિટમાં ભાગ લેવા ઉપરાંત, તેઓ આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળશે. બંને નેતાઓ સંરક્ષણ, ઊર્જા, વેપાર અને યુક્રેન યુદ્ધ સહિતના વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરશે. સકારાત્મક ચર્ચા અને વૈશ્વિક કલ્યાણ પર ભાર- PM Modi વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાની સોશિયલ મીડિયા પોસ્ટમાં જણાવ્યું છે કે, "આગામી થોડા દિવસોમાં વિશ્વભરના નેતાઓ બ્રિક્સ સમિટ માટે એકત્રિત થશે. અમને સંપૂર્ણ વિશ્વાસ છે કે આ સમિટ દરમિયાન વિવિધ વૈશ્વિક અને આર્થિક મુદ્દાઓ પર અત્યંત સકારાત્મક, ફળદાયી અને અર્થપૂર્ણ ચર્ચાઓ થશે." પીએમ મોદીએ સ્પષ્ટ કર્યું કે આ બેઠકોનો મુખ્ય ઉદ્દેશ્ય માત્ર આર્થિક વિકાસ જ નહીં, પરંતુ વૈશ્વિક સ્તરે શાંતિ, સ્થિરતા અને માનવજાતના કલ્યાણને પ્રોત્સાહન આપવાનો છે. આ સમિટમાં આંતરરાષ્ટ્રીય સ્તરે વેપાર, તકનીકી સહયોગ, ઉર્જા સુરક્ષા અને વૈશ્વિક શાસન સુધારા જેવા મહત્ત્વના વિષયો પર મંથન થવાની પૂરી સંભાવના છે. AIIBના પ્રમુખ જિન લિકુન દિલ્હી આવી પહોંચ્યા વિદેશ મંત્રાલયના અધિકૃત પ્રવક્તા રણધીર જયસ્વાલે એશિયન ઈન્ફ્રાસ્ટ્રક્ચર ઈન્વેસ્ટમેન્ટ બેંક (AIIB)ના પ્રમુખ જિન લિકુન સાથે મુલાકાત કરી, જેઓ નવી દિલ્હીમાં યોજાયેલી 18મી બ્રિક્સ (BRICS) સમિટમાં ભાગ લેવા માટે આવ્યા હતા. રંગબેરંગી પોસ્ટર અને બેનરોથી સજી રાજધાની રંગબેરંગી પોસ્ટરો અને બેનરોથી સુશોભિત દેશની રાજધાની દિલ્હી, 12-13 સપ્ટેમ્બરના રોજ 'ભારત મંડપમ' ખાતે 21 દેશોના નેતાઓની યજમાની કરવા માટે સજ્જ છે. 18મી બ્રિક્સ (BRICS) સમિટ માટે નવી દિલ્હીને આકર્ષક પોસ્ટરો, બેનરો અને વિશેષ રોશનીથી સુંદર રીતે શણગારવામાં આવ્યું છે. આ ભવ્ય વૈશ્વિક કાર્યક્રમની તૈયારીઓ અને તેના અનુસંધાને જોવા મળતા આકર્ષક દ્રશ્યો રાજધાનીના સાઉથ એવન્યુ અને તીન મૂર્તિ માર્ગ સહિતના અનેક મુખ્ય વિસ્તારોમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે. આ સમિટનું આયોજન 12 અને 13 સપ્ટેમ્બરના રોજ પ્રગતિ મેદાન સ્થિત 'ભારત મંડપમ' સંકુલમાં કરવામાં આવી રહ્યું છે. બે દિવસીય આ ઉચ્ચ-સ્તરીય પરિષદ દરમિયાન, વિશ્વભરના ટોચના નેતાઓ પરસ્પર સહયોગ, આર્થિક ભાગીદારી અને વૈશ્વિક વ્યૂહરચનાઓ પર ઊંડાણપૂર્વક ચર્ચા-વિચારણા કરશે. 11 સભ્ય દેશો અને 10 ભાગીદાર દેશોની સહભાગિતા સાથે, વૈશ્વિક મંચ પર ભારતનું નેતૃત્વ વધુ પ્રભાવશાળી રીતે ઉભરી રહ્યું છે.

Read Full Story arrow_forward
BRICS Summit 2026:  સમિટને કારણે દિલ્હીની અનેક ટ્રેનો કરાઇ રદ્દ તો કેટલીક ટ્રેનોના બદલાયા રૂટ, જોઇ લો લિસ્ટ
calendar_today September 11, 2026

BRICS Summit 2026: સમિટને કારણે દિલ્હીની અનેક ટ્રેનો કરાઇ રદ્દ તો કેટલીક ટ્રેનોના બદલાયા રૂટ, જોઇ લો લિસ્ટ

નવી દિલ્હીમાં 12 અને 13 સપ્ટેમ્બર 2026 દરમિયાન યોજાઈ રહેલી ૧૮મી બ્રિક્સ સમિટ (BRICS Summit) ને કારણે રાજધાની અને તેની આસપાસના વિસ્તારોમાં સુરક્ષા અને વ્યવસ્થાપન માટે કડક પગલાં લેવામાં આવ્યા છે. આ સુરક્ષા વ્યવસ્થાને ધ્યાનમાં રાખીને ઉત્તર રેલવે દ્વારા ટ્રેન સંચાલનમાં મોટા ફેરફારો કરવામાં આવ્યા છે. દિલ્હીમાંથી પસાર થતી અથવા દિલ્હી આવતી-જતી અનેક મહત્વપૂર્ણ ટ્રેનો આગામી ત્રણ દિવસ માટે રદ કરવામાં આવી છે, જ્યારે રાજધાની અને સંપોર્ણ ક્રાંતિ જેવી પ્રીમિયમ ટ્રેનોના રૂટમાં પણ ફેરફાર કરાયા છે.મુખ્ય ટ્રેનોના રૂટ ડાયવર્ઝન અને ફેરફારોરેલવે પ્રશાસન દ્વારા બહાર પાડવામાં આવેલા નવા સંચાલન આયોજન મુજબ, 11 સપ્ટેમ્બરથી દિલ્હી ક્ષેત્રમાંથી પસાર થતી લાંબા અંતરની ટ્રેનોના માર્ગો બદલવામાં આવ્યા છે. નવી દિલ્હીથી ઉપડતી અનેક રાજધાની ટ્રેનો (જેવી કે નવી દિલ્હી-રાંચી રાજધાની, નવી દિલ્હી-ડિબ્રુગઢ રાજધાની, નવી દિલ્હી-સિયાલદહ રાજધાની, નવી દિલ્હી-હાવડા રાજધાની, નવી દિલ્હી-ભુવનેશ્વર રાજધાની) તેમજ પ્રખ્યાત 'સંપૂર્ણ ક્રાંતિ એક્સપ્રેસ' હવે નવી દિલ્હી–દિલ્હી જંક્શન–સાહિબાબાદ થઈને વૈકલ્પિક માર્ગે દોડાવવામાં આવશે. આ ઉપરાંત, કેટલીક ટ્રેનોની મુસાફરી ટૂંકી કરવામાં આવી છે અથવા તેમને નિર્ધારિત સ્ટેશનને બદલે અગાઉના સ્ટેશનોથી જ પરત ફેરવવામાં આવી રહી છે.સ્થાનિક EMU અને MEMU ટ્રેનો રદદિલ્હી-એનસીઆર વચ્ચે દૈનિક મુસાફરી કરતા નોકરીિયાતો અને વિદ્યાર્થીઓ માટે મુશ્કેલીઓ વધી છે, કારણ કે પલવલ, ગાઝિયાબાદ, શકુરબસ્તી અને શામલી રૂટ પર ચાલતી અસંખ્ય EMU અને MEMU ટ્રેનો રદ કરવામાં આવી છે. ઉદાહરણ તરીકે, પલવલ-શકુરબસ્તી અને ગાઝિયાબાદ-નવી દિલ્હી વચ્ચેની અનેક સ્થાનિક ટ્રેનોને અસ્થાયી રૂપે બંધ રાખવામાં આવી છે, જેનાથી દૈનિક મુસાફરોએ ભારે અસુવિધાનો સામનો કરવો પડી રહ્યો છે.ટ્રેનોના સંચાલનમાં વિલંબસુરક્ષા પ્રતિબંધો અને ઓપરેશનલ કારણોસર ઘણી મહત્વપૂર્ણ ટ્રેનો પોતાના નિર્ધારિત સમય કરતાં મોડી દોડી રહી છે. હૈદરાબાદ એક્સપ્રેસ અને ગ્રાન્ડ ટ્રંક એક્સપ્રેસ ૧૨૦ મિનિટ સુધી મોડી ચાલી રહી છે, જ્યારે પશ્ચિમ એક્સપ્રેસ, તેજસ રાજધાની અને પૂર્વા એક્સપ્રેસ જેવી ટ્રેનો પણ ૩૦ થી ૯૦ મિનિટ સુધી વિલંબમાં છે.મુસાફરો માટે ખાસ સલાહઆ સપ્તાહના અંતે દિલ્હી-એનસીઆર ક્ષેત્રમાં રેલવે દ્વારા મુસાફરી કરનારા તમામ નાગરિકોને અપીલ કરવામાં આવી છે કે તેઓ સ્ટેશને જતા પહેલા પોતાની ટ્રેનનું સ્ટેટસ અગાઉથી ચકાસી લે. સંભવિત ટ્રાફિક જામ અને સુરક્ષા તપાસને ધ્યાનમાં રાખીને મુસાફરોને વહેલા ઘર બહાર નીકળવા તેમજ રસ્તાના માર્ગને બદલે મેટ્રો સેવાનો મહત્તમ ઉપયોગ કરવા વિનંતી કરાઈ છે.આ પણ વાંચોઃ BRICS Summit 2026: દિલ્હી બન્યું અભેદ્ય કિલ્લો, 15,000 પોલીસ જવાનો અને 200 CAPF કંપનીઓ તૈનાત

Read Full Story arrow_forward
Gujarat Weather News: આવતીકાલથી રાજ્યમાં ભારે વરસાદની આગાહી, આ વિસ્તારોમાં એલર્ટ જાહેર કરાયું
calendar_today September 11, 2026

Gujarat Weather News: આવતીકાલથી રાજ્યમાં ભારે વરસાદની આગાહી, આ વિસ્તારોમાં એલર્ટ જાહેર કરાયું

બંગાળની ખાડીમાં સર્જાયેલી નવી સિસ્ટમ અને સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થવાના કારણે ગુજરાતમાં ચોમાસું ફરી એકવાર જોર પકડશે.હવામાન વિભાગના તાજેતરના અહેવાલ અનુસાર,તા.11 સપ્ટેમ્બરથી રાજ્યના વાતાવરણમાં મોટો પલટો આવશે અને વિવિધ વિસ્તારોમાં સામાન્ય વરસાદની શરૂઆત થશે.તા.12 સપ્ટેમ્બરથી મેઘરાજાનું જોર નોંધપાત્ર વધતાં દક્ષિણ ગુજરાતના સુરત,વલસાડ, નવસારી,ડાંગ અને તાપી તેમજ સૌરાષ્ટ્રના અમરેલી, ભાવનગર, જૂનાગઢ અને ગીર સોમનાથ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદ વરસવાની શક્યતા વ્યક્ત કરાઈ છે.મુશ્કેલીમાં મુકાયેલા કૃષિ પાકને જીવનદાનઆ ઉપરાંત તા.13 સપ્ટેમ્બરથી અમદાવાદ, ગાંધીનગર, વડોદરા અને ખેડા સહિત સમગ્ર મધ્ય ગુજરાતના વિસ્તારોમાં ગાજવીજ તથા 30થી 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવા સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં છેલ્લા કેટલાક અઠવાડિયાથી વરસાદ ખેંચાતાં ખેતી પાક સુકાઈ જવાની ભીતિ સેવાઈ રહી હતી. મેઘરાજાના આ નવા રાઉન્ડથી મુશ્કેલીમાં મુકાયેલા કૃષિ પાકને જીવનદાન મળશે અને ધરતીપુત્રોને મોટી રાહત થશે.સૌરાષ્ટ્ર-દક્ષિણ ગુજરાતમાં અતિભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ14 સપ્ટેમ્બરે મેઘરાજા વધુ જોર પકડશે, જેમાં ભાવનગર, અમરેલી, નવસારી, ડાંગ, દમણ અને દાદરા નગર હવેલીમાં અતિભારે વરસાદની શક્યતા સાથે 'ઓરેન્જ એલર્ટ' જાહેર કરાયું છે. આ જ દિવસે મોરબી, રાજકોટ, જામનગર, દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, ભરૂચ અને સુરતમાં ભારે વરસાદનું 'યલો એલર્ટ' રહેશે. જ્યારે 15 સપ્ટેમ્બરે મેઘરાજાનું જોર સૌરાષ્ટ્ર તરફ રહેશે, જેમાં જૂનાગઢ, ગીર સોમનાથ, પોરબંદર અને દ્વારકામાં ભારે વરસાદના 'યલો એલર્ટ' સાથે વરસાદી માહોલ યથાવત રહેશે.ગુજરાત રાજ્યમાં મોસમી વરસાદની સ્થિતિગુજરાત રાજ્યમાં મોસમી વરસાદની સ્થિતિ જોઈએ તો, સમગ્ર રાજ્યમાં અત્યાર સુધી સરેરાશ 687.95 મિમી જેટલો કુલ વરસાદ નોંધાયો છે.છેલ્લા 24 કલાક દરમિયાન રાજ્યમાં છૂટોછવાયો હળવો વરસાદ જ પડ્યો છે.જેમાં સરેરાશ માત્ર 0.52 મિમી વરસાદ નોંધાયો છે અને રાજ્યના 13 જિલ્લાના 20 તાલુકાઓમાં જ વરસાદ નોંધાયો છે.જો ઝોનવાઈઝ વાત કરીએ તો, દક્ષિણ ગુજરાતમાં સૌથી વધુ સરેરાશ 1610.12 મિમી વરસાદ વરસ્યો છે.જ્યારે કચ્છ ઝોનમાં સૌથી ઓછો 149.60 મિમી વરસાદ નોંધાયો છે.આ ઉપરાંત ઉત્તર ગુજરાતમાં 56.23%,પૂર્વ-મધ્ય ગુજરાતમાં 75.08% અને સૌરાષ્ટ્ર ઝોનમાં 56.26% જેટલો સરેરાશ વરસાદ અત્યાર સુધીમાં થઈ ચૂક્યો છે.આ પણ વાંચોઃ Gandhinagar News: ગિફ્ટ સિટીમાં એક વર્ષમાં વિદેશી દારૂના વેચાણમાં 14 ગણો વધારો, બે વર્ષમાં 87 લાખની આવક

Read Full Story arrow_forward