android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Rajkot News: શહેરમાં લીંબુએ ગ્રાહકોના મોંઢા કરી નાખ્યા ખાટા, ચોમાસામાં જ ભાવમાં અધધધ વધારો થયો
calendar_today September 11, 2026

Rajkot News: શહેરમાં લીંબુએ ગ્રાહકોના મોંઢા કરી નાખ્યા ખાટા, ચોમાસામાં જ ભાવમાં અધધધ વધારો થયો

દેશમાં બેફામ પણે મોંઘવારી વધી રહી છે. શાકભાજી અને જીવન જરુરિયાતની ચીજ વસ્તુઓના ભાવ સતત વધી રહ્યાં છે. ત્યારે રાજકોટ શહેરમાં લિંબુના ભાવમાં અચાનક મોટો વધારો સામે આવ્યો છે. હાલ રાજકોટમાં છૂટક બજારમાં લીંબુનો ભાવ વધીને સીધો એક કિલોના 200 રૂપિયા સુધી પહોંચી ગયો છે.માત્ર એક જ સપ્તાહના ટૂંકા ગાળામાં લીંબુના ભાવમાં પ્રતિ કિલો 50 રૂપિયાનો જંગી વધારો નોંધાયો છે.સામાન્ય રીતે ચોમાસાની ઋતુમાં લીંબુના ભાવ ઘટતા હોય છે અને તે લોકોની પહોંચમાં સસ્તા થતા હોય છે પરંતુ આ વર્ષે ચોમાસાની સિઝનમાં જ લીંબુના ભાવ એકાએક આસમાને પહોંચી જતા સૌકોઈ આશ્ચર્યમાં મુકાયા છે.ગૃહિણીઓ શાકભાજીના ભાવથી પણ પરેશાનગૃહગૃહસ્થીઓ અને હોટલ-રેસ્ટોરન્ટ સંચાલકો માટે લીંબુની આ મોંઘવારી ભારે મુશ્કેલી ઊભી કરી રહી છે.અગાઉના સમયની વાત કરવામાં આવે તો જ્યારે પણ માવઠા, કમોસમી વરસાદ અથવા વાવાઝોડા જેવી પ્રાકૃતિક વિપત્તિઓ આવી છે ત્યારે બાગાયતી પાકોને વ્યાપક નુકસાન થવાને લીધે લીંબુના ભાવમાં અગાઉ પણ અનેકવાર અધધ વધારો જોવા મળ્યો છે.અગાઉની સિઝનોમાં પણ ઉનાળા કે ચોમાસાની શરૂઆતમાં પુરવઠો ડામાડોળ થયો છે ત્યારે છૂટક બજારમાં લીંબુ અગાઉ 80થી 120 રૂપિયાના ભાવે પ્રતિ કિલો સુધી વેચાતા હતા પરંતુ આ વખતે સીધા 200 રૂપિયા પ્રતિ કિલોના રેકોર્ડ સ્તરે પહોંચી જતાં અગાઉના તમામ ભાવવધારાના રેકોર્ડ તૂટ્યા હોય તેવું પ્રતીત થાય છે. સ્થાનિક વેપારીઓ પાસે માલની આવક ઘટીશાકભાજીની થાળીમાં સ્વાદ અને વિટામિન સીનો મુખ્ય સ્રોત ગણાતા લીંબુના ભાવ વધવા પાછળ બજારના જાણકારોના મતે સ્થાનિક આવકમાં ઘટાડો અને સપ્લાય ચેઈનમાં સર્જાયેલી અસમતુલા મુખ્ય કારણ છે.રાજ્યની કૃષિ સ્થિતિ પર નજર કરીએ તો ગુજરાતમાં કુલ મળીને આશરે 6 લાખ ટન જેટલું માતબર લીંબુનું ઉત્પાદન થાય છે. જાણકારોના જણાવ્યા પ્રમાણે રાજ્યના જુદા-જુદા કૃષિ વિસ્તારોમાં લીંબુની ખેતી મોટા પાયે થતી હોવા છતાંવર્તમાન સમયમાં બજારમાં જે રીતે સ્થાનિક વેપારીઓ પાસે માલની આવક ઘટી છે તેના કારણે ભાવ બેકાબૂ બન્યા છે. આ પણ વાંચોઃ Rajkot News:લ્યો બોલો મનપાના નગરસેવકોને મોંઘવારી નડી! પગારમાં વધારો કરવા માંગ કરી

Read Full Story arrow_forward
Gandhinagar News: ઈમરાન ખેડાવાલા સામે વિશેષાધિકાર ભંગની કાર્યવાહી નક્કી, શું ધારાસભ્ય પદેથી બરતરફીનો નિર્ણય થશે?
calendar_today September 11, 2026

Gandhinagar News: ઈમરાન ખેડાવાલા સામે વિશેષાધિકાર ભંગની કાર્યવાહી નક્કી, શું ધારાસભ્ય પદેથી બરતરફીનો નિર્ણય થશે?

ગુજરાત વિધાનસભામાં વંદે માતરમ ગાન વેળાએ નીચે બેસી જનારા કોંગ્રેસના ધારાસભ્ય ઈમરાન ખેડાવાલા સામે વિશેષાધિકાર ભંગ સબબ કાર્યવાહી થશે.ગુરૂવારે શૂન્યકાળમાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ ચોમાસુ સત્રારંભે જમાલપુર-ખાડિયાના ધારાસભ્યે કરેલી હરકતને ગંભીર ગણાવીને વિશેષાધિકાર ભંગની કાર્યવાહીનો પ્રસ્તાવ રજૂ કર્યો હતો જેને અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ સ્વીકાર્યો છે.જેના આધારે શુક્રવારે ખેડાવાલા સામે એક્શન લેવાનો નિર્ણય થઈ શકે તેમ છે.બીજી તરફ કોંગ્રેસે પોતાના પક્ષના ધારાસભ્યની હરકતથી કિનારો કર્યો છે!શાસક પક્ષે રજૂ કરેલા વિશેષાધિકાર ભંગ પ્રસ્તાવનો સ્વીકારવંદે માતરમ એ રાષ્ટ્રગીત છે.રાષ્ટ્રીય ગૌરવ અપમાન નિવારણ કાયદા હેઠળ તેનું અવમાન કરનાર સામે ત્રણ વર્ષની કેદની સજા કે દંડ અથવા તો બંને થઈ શકે છે. ભારત સરકારે 30 જુલાઈએ કાયદામાં આ જોગવાઈ કર્યા બાદ દેશના ઈતિહાસમાં પહેલીવાર વિધાનસભામાં ચૂંટાયેલા જનપ્રતિનિધિએ રાષ્ટ્રગીતનું સન્માન જાળવ્યું નથી!જેના કારણે દેશભરમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે.આથી વિધાનસભામાં શાસક પક્ષે રજૂ કરેલા વિશેષાધિકાર ભંગ પ્રસ્તાવ પર પોણા કલાકની ચર્ચા બાદ અધ્યક્ષે તેનો સ્વીકાર કર્યો છે.હવે અધ્યક્ષ નક્કી ઈમરાન ખેડાવાલા સામે ધારાસભ્યપદેથી બરતરફીનો નિર્ણય થાય છે કે પછી લેખિતમાં માફી અથવા તો સમગ્ર મામલો વિશેષાધિકાર ભંગ સમિતિને સોંપી હાલ પૂરતું તેના પર પડદો પાડી દેવાય છે તે જોવું રહ્યું.વંદે માતરમ્ ગાન વેળાએ ઊભા થઈને બેસી ગયાબુધવારે સત્રારંભે વંદે માતરમ્ ગાન વેળાએ ઊભા થઈને બેસી ગયેલા MLA ઈમરાન ખેડાવાલા ગુરૂવારે વિધાનસભામાં ડોકાયા નહોતા.નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ પોઇન્ટ ઓફ ઓર્ડરથી વિશેષાધિકાર ભંગનો પ્રસ્તાવ રજૂ કરતાં કહ્યું કે,અહીં લોકશાહીના મંદિરમાં જ અપમાન થાય તો નવી પેઢીને શું સંદેશ જશે ?કોંગ્રેસના ધારાસભ્યે જાણી જોઈને આ કૃત્ય કર્યું છે.કોંગ્રેસે આ પહેલેથી જ નક્કી કર્યું હતું.ખેડાવાલા તો માત્ર મહોરું છે હમણાં 15 મી ઓગસ્ટે દિલ્હીમાં સોનિયા ગાંધીએ વંદે માતરમનું અપમાન કરાયું હતું.અધ્યક્ષે ગૃહના વીડિયો ફૂટેજ, ખેડાવાલાની હરકત અને ગૃહની બહાર કરેલા નિવેદનોને આધારે કઠોરમાં કઠોર તેમજ ભવિષ્યમાં કોઈ આવી હિંમત ન કરે તેવો દાખલો બેસાડતો નિર્ણય કરવો જોઈએ તેવી અમે માંગણી કરીએ છીએ.કોંગ્રેસે ખેડાવાલાના કૃત્યથી અંતર જાળવ્યુંકોંગ્રેસે ખેડાવાલાના કૃત્યથી અંતર જાળવ્યું છે.કોંગ્રેસ પક્ષના ઉપનેતા શૈલેષ પરમારે કહ્યું કે, ઈમરાનભાઈની ભૂલને સમગ્ર કોંગ્રેસ પક્ષનો નિર્ણય ન ગણી શકાય.દેશનું સન્માન કરવું એ અમારા ડીએનએમાં છે.આ ભૂલને રાજકીય મુદ્દો ન બનાવવો જોઈએ. પરમાર પહેલાં અધ્યક્ષ સમક્ષ પ્રદેશ કોંગ્રેસના નેતા અમિત ચાવડાએ પણ અંતિમ નિર્ણય લેતાં પહેલાં ખેડાવાલાનો પક્ષ સાંભળવા વિનંતી કરી છે.સાથે જ માર્ચમાં બજેટ સત્ર દરમિયાન વંદે માતરમનું સન્માન કરનાર ખેડાવાલાથી ચાલુ ચોમાસું સત્રમાં ભૂલ થઈ હોવાથી તેમને માત્ર ઠપકો આપીને માફ કરવા રજૂઆત કરવામાં આવી હતી.આ પણ વાંચોઃ Ahmedabad News: માણેક ચોકનો 41 કરોડના ખર્ચે કાયાકલ્પ થશે, શનિવારથી રિસ્ટોરેશન શરૂ કરાશે

Read Full Story arrow_forward
Suratમાં હાઈપ્રોફાઈલ ઠગાઈ! MP ના પુત્ર સાથે રૂ.76.44 લાખની દગાખોરી કરનાર મેવાવાલા દંપતી સામે ફરિયાદ દાખલ
calendar_today September 11, 2026

Suratમાં હાઈપ્રોફાઈલ ઠગાઈ! MP ના પુત્ર સાથે રૂ.76.44 લાખની દગાખોરી કરનાર મેવાવાલા દંપતી સામે ફરિયાદ દાખલ

સુરતમાં રાજ્યસભાના સાંસદ ગોવિંદભાઈ ધોળકિયાના પુત્ર શ્રેયાંશ ધોળકિયા સાથે રૂ. 76.44 લાખનો મોટો વિશ્વાસઘાત અને છેતરપિંડીનો કિસ્સો સામે આવ્યો છે. પલસાણા વિસ્તારમાં આવેલી જમીનના દસ્તાવેજ બનાવવા માટે જરૂરી ઈ-સ્ટેમ્પ (E-Stamp) ખરીદવાના બહાને ગવર્નમેન્ટ સ્ટેમ્પ વેન્ડર મેવાવાલા દંપતીએ આ રકમ મેળવી લીધી હતી. જોકે, નાણાં મેળવી લીધા બાદ ઈ-સ્ટેમ્પ ન આપીને તેમની સાથે મોટો વિશ્વાસઘાત આચરવામાં આવ્યો હતો.રકમ અંગત વપરાશમાં વાપરી નાખી, ચેક પણ બાઉન્સ થયોતપાસ દરમિયાન ખુલાસો થયો છે કે આરોપી સ્ટેમ્પ વેન્ડર રામકૃષ્ણ મેવાવાલા અને તેમની પત્ની સલોની મેવાવાલાએ ઈ-સ્ટેમ્પ માટે મળેલી રૂ. 76.44 લાખની માતબર રકમ પોતાના અંગત વપરાશમાં વાપરી નાખી હતી. આ બાબતે બચાવ કરવા માટે અને રકમ પરત આપવાના નામે આરોપી દંપતીએ રૂ. 76.44 લાખનો ચેક આપ્યો હતો. પરંતુ જ્યારે આ ચેક બેંકમાં જમા કરાવવામાં આવ્યો ત્યારે તે પણ બાઉન્સ થયો હતો, જેથી પોતાની સાથે છેતરપિંડી થઈ હોવાની સ્પષ્ટતા થઈ હતી.સુરત DCB પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ, તપાસ હાથ ધરાઈઆ સમગ્ર મામલે પીડિત શ્રેયાંશ ધોળકિયા દ્વારા સુરત ડીસીબી (DCB) પોલીસ સ્ટેશન ખાતે સત્તાવાર ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસે શ્રેયાંશ ધોળકિયાની ફરિયાદના આધારે સરકારી સ્ટેમ્પ વેન્ડર રામકૃષ્ણ મેવાવાલા અને તેમની પત્ની સલોની મેવાવાલા વિરુદ્ધ ગુનો નોંધીને કાયદેસરની તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.આ પણ વાંચો : Surat ગ્રામ્ય LCB નો મોટો સપાટો, નેશનલ એક્સપ્રેસ-વે પરથી રૂ.49.12 લાખનો વિદેશી દારૂ ઝડપાયો

Read Full Story arrow_forward