android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Gandhinagar News : 31 માર્ચના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અંદાજે રૂ.651 કરોડના ખર્ચે 38 હજાર કરતા વધુ આવાસોનું કરશે લોકાર્પણ
calendar_today March 29, 2026

Gandhinagar News : 31 માર્ચના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અંદાજે રૂ.651 કરોડના ખર્ચે 38 હજાર કરતા વધુ આવાસોનું કરશે લોકાર્પણ

આ યોજના માત્ર ઈંટ-પથ્થરનું મકાન નથી આપતી, પરંતુ સન્માન, સુરક્ષા અને સ્થિરતાનું ઘર આપી રહી છે. જેને પરિપૂર્ણ કરવા રાજ્ય સરકાર પણ કટિબદ્ધ છે. આગામી તા. ૩૧ માર્ચ, ૨૦૨૬ના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે રાજ્યના વિવિધ જિલ્લાઓમાં નવનિર્મિત કુલ ૩૮,૯૪૯ આવાસોનું રાજ્યવ્યાપી લોકાર્પણ કરવામાં આવશે. અંદાજે રૂ. ૬૫૧ કરોડના ખર્ચે તૈયાર થયેલા આ આવાસો ગરીબ પરિવારોના જીવનમાં સુખ અને સમૃદ્ધિનો નવો સૂરજ લાવશે. પાયાની સુવિધાઓ પૂરી પાડવાના સંકલ્પને વધુ વેગ આપ્યો છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં અને ગ્રામ વિકાસ મંત્રી કુંવરજીભાઈ બાવળીયાના માર્ગદર્શન હેઠળ રાજ્ય સરકારે ગ્રામીણ પરિવારોને પાયાની સુવિધાઓ પૂરી પાડવાના સંકલ્પને વધુ વેગ આપ્યો છે. જે અન્વયે વર્ષ ૨૦૨૬-૨૭ના બજેટમાં રાજ્ય સરકાર દ્વારા કુલ રૂ. ૧,૭૫૫ કરોડની જોગવાઈ કરવામાં આવી છે. જ્યારે ચાલુ વર્ષ ૨૦૨૫-૨૬માં સૌથી વધુ ૧,૨૦,૩૮૧ આવાસોનું નિર્માણ કરીને લાભાર્થીઓને રૂ. ૧૦૩૭.૮૪ કરોડની સહાય તેમજ ૧૦૦ ટકા રાજય ફાળા હેઠળ રૂ. ૪૭૦ કરોડથી વધુની સહાય આપવામાં આવી છે, જે 'અવિરત ગુજરાત, વિકસિત ગુજરાત'ના સૂત્રને ચરિતાર્થ કરે છે. બાથરૂમ બાંધકામ માટે વધારાના રૂ.5 હજારની સહાય આપવામાં આવે છે PMAY-G હેઠળ કેન્દ્ર અને રાજ્ય સરકારના ૬૦:૪૦ના હિસ્સા સાથે લાભાર્થીને કુલ રૂ. ૧.૨૦ લાખની તબક્કાવાર સહાય આપવામાં આવે છે. આ ઉપરાંત રાજ્ય સરકારે વિશેષ જોગવાઈઓ કરી છે જેમાં રૂફ-કાસ્ટ લેવલે ૧૦૦ ટકા રાજ્ય ફાળા હેઠળ રૂ. ૫૦ હજારની વધારાની સહાય આપવામાં આવે છે. વધુમાં પ્રથમ હપ્તો મળ્યાના ૬ માસમાં આવાસ પૂર્ણ કરનારને રૂ. ૨૦ હજારની પ્રોત્સાહક સહાય અને મહિલા સભ્યોની સુવિધા માટે બાથરૂમ બાંધકામ માટે વધારાના રૂ. ૫ હજારની સહાય આપવામાં આવે છે. વડાપ્રધાનના વિકસિત ભારતના વિઝનને સાકાર કરી શકાય વધુમાં, લાભાર્થીઓને મનરેગા હેઠળ ૯૦ દિવસની રોજગારી પેટે રૂ. ૨૫,૯૨૦ અને સ્વચ્છ ભારત મિશન (ગ્રામીણ) હેઠળ શૌચાલય માટે રૂ. ૧૨ હજારની સહાય પણ મળવાપાત્ર છે. રાજ્ય સરકાર દ્વારા ‘આવાસ પ્લસ સર્વેક્ષણ ૨૦૨૪’ દ્વારા બાકી રહી ગયેલા પાત્ર પરિવારોને પણ આવરી લેવાની કામગીરી ચાલુ છે, જેથી વિકસિત ગુજરાત@૨૦૪૭ના લક્ષ્યને પ્રાપ્ત કરીને વડાપ્રધાનના વિકસિત ભારતના વિઝનને સાકાર કરી શકાય. પ્રધાનમંત્રી આવાસ યોજના (ગ્રામીણ) હેઠળ રાજ્યમાં વર્ષ ૨૦૧૬-૧૭થી ૨૦૨૪-૨૫ સુધીમાં કેન્દ્ર સરકાર દ્વારા કુલ ૮,૩૮,૩૯૬ આવાસનો લક્ષ્યાંક ફાળવવામાં આવ્યો હતો, જે પૈકી ૮,૨૯,૨૨૧ આવાસો મંજૂર કરવામાં આવ્યા છે. અત્યાર સુધીમાં કુલ ૬,૯૨,૫૫૪ પરિવારોએ પોતાના સપનાના ઘરનું નિર્માણ પૂર્ણ કર્યું છે અને આ યોજના પાછળ કુલ રૂ. ૯,૦૮૩.૬૮ કરોડનો ખર્ચ કરવામાં આવ્યો છે.તા. ૩૧ માર્ચ, ૨૦૨૬ના રોજ વડાપ્રધાનના હસ્તે લોકાર્પણ થનાર આવાસોની જિલ્લાવાર વિગતો પંચમહાલમાં રૂ. ૧૭૯.૧૮ કરોડના ખર્ચે ૧૦,૫૭૨ આવાસો, સૌરાષ્ટ્ર અને કચ્છના ૧૨ જિલ્લાઓમાં રૂ. ૬૬.૫૪ કરોડના ખર્ચે ૩,૯૭૬ આવાસો, મહીસાગરમાં રૂ. ૫૪.૫૭ કરોડના ખર્ચે ૩,૨૨૨ આવાસો, નર્મદામાં રૂ. ૩૯.૬૯ કરોડના ખર્ચે ૨,૩૬૭ આવાસો, ખેડામાં રૂ. ૩૯.૬૭ કરોડના ખર્ચે ૨,૩૪૫ આવાસો અને મહેસાણામાં રૂ. ૩૮.૫૭ કરોડના ખર્ચે ૨,૨૮૧ આવાસો, દાહોદમાં રૂ. ૩૦.૫૭ કરોડના ખર્ચે ૧,૮૦૪ આવાસો, સાબરકાંઠામાં રૂ. ૨૮.૮૯ કરોડના ખર્ચે ૧,૭૧૭ આવાસો, છોટાઉદેપુરમાં રૂ. ૨૮.૪૫ કરોડના ખર્ચે ૧,૬૯૪ આવાસો, અરવલ્લીમાં રૂ. ૨૪.૩૧ કરોડના ખર્ચે ૧,૫૫૬ આવાસો, પાટણમાં રૂ. ૨૦.૮૮ કરોડના ખર્ચે ૧,૨૩૭ આવાસો અને તાપીમાં રૂ. ૧૫.૮૮ કરોડના ખર્ચે ૯૪૯ આવાસો, સુરતમાં રૂ. ૧૫.૨૯ કરોડના ખર્ચે ૯૩૩ આવાસો, વલસાડમાં રૂ. ૧૩.૩૭ કરોડના ખર્ચે ૮૩૪ આવાસો, બનાસકાંઠામાં રૂ. ૧૧.૫૬ કરોડના ખર્ચે ૬૯૯ આવાસો, ડાંગમાં રૂ. ૯.૯૫ કરોડના ખર્ચે ૬૭૮ આવાસો, નવસારીમાં રૂ. ૯.૭૦ કરોડના ખર્ચે ૬૨૭ આવાસો, અમદાવાદમાં રૂ. ૫.૭૬ કરોડના ખર્ચે ૩૪૫ આવાસો, વાવ-થરાદમાં રૂ. ૫.૧ કરોડના ખર્ચે ૩૦૦ આવાસો, ભરૂચમાં રૂ. ૪.૧૪ કરોડના ખર્ચે ૨૬૩ આવાસો, ગાંધીનગરમાં રૂ. ૩.૯ કરોડના ખર્ચે ૨૩૦ આવાસો, વડોદરામાં રૂ. ૨.૮૭ કરોડના ખર્ચે ૧૮૨ આવાસો અને આણંદમાં રૂ. ૨.૧૭ કરોડના ખર્ચે ૧૩૮ આવાસો તૈયાર કરવામાં આવ્યા છે. આ પણ વાંચો : Banaskantha News : ડીસાના કાંટ ગામની યુવતી સાથે દુષ્કર્મ થયું, શખ્સે ધમકી આપી મૈત્રી કરાર કર્યા

Read Full Story arrow_forward
Kachchh News : ગાંધીધામમાં 154 દુકાન ધરાવતી ગાંધી માર્કેટને તોડી પડાશે, મહાનગરપાલિકા દ્વારા અપાઈ નોટિસ
calendar_today March 29, 2026

Kachchh News : ગાંધીધામમાં 154 દુકાન ધરાવતી ગાંધી માર્કેટને તોડી પડાશે, મહાનગરપાલિકા દ્વારા અપાઈ નોટિસ

કચ્છ જિલ્લાની ગાંધીધામ મહાનગરપાલિકા દ્વારા વર્ષો જૂની વેજીટેબલ માર્કેટ નવીનીકરણના પગલે તોડી પાડવામાં આવી હતી. હવે આ સ્થળની નજીક જ આવેલી વર્ષો જૂની ૧૫૪ જેટલી દુકાન, ઓફિસ ધરાવતી ગાંધી માર્કેટ તોડવા માટે તૈયારી કરવામાં આવી છે. આજે મહાનગરપાલિકા દ્વારા વેપારીઓને દસ દિવસમાં બિલ્ડિંગ ખાલી કરવા માટે નોટિસ આપવામાં આવી હતી. કેટલાક વેપારીઓમાં મુદતને ધ્યાનમાં રાખીને કચવાટ પણ જોવા મળ્યો હતો. કચ્છમાં ગાંધીમાર્કેટ તોડવા માટે તૈયારી સૂત્રોના જણાવ્યા મુજબ મહાનગરપાલિકા દ્વારા એક પછી એક પગલાં ભરવામાં આવી રહ્યા છે, જેમાં જર્જરિત ઇમારતો લોકોના માટે જાનમાલ માટે જોખમરૂપ હોય તે દૂર કરવા માટે પગલાં ભરવામાં આવી રહ્યા છે. શહેરની મધ્યમાં રહેલી અને હાર્દસમી ગણી શકાય તેવી ગાંધી માર્કેટના નવીનીકરણ માટે તૈયારી કરવામાં આવી છે.જેના ભાગરૂપે આજે મહાનગરપાલિકાના દબાણ શાખા દ્વારા વેપારીઓને નોટિસ આપવાની તજવીજ શરૂ કરવામાં આવી હતી. આ સમયે અગાઉ મહાનગરપાલિકાએ સમય આપશે તેવી ખાતરી આપી હોવાની દલીલ કેટલાક વેપારીઓ દ્વારા કરવામાં આવી હતી. જોકે, મહાનગરપાલિકા દ્વારા આ બાબતે અગાઉ સંબંધિત વેપારીઓને બોલાવીને સૂચના આપી હતી અને મિટિંગ પણ યોજી હતી તેવા સંકેત મળી રહ્યા છે. 154 દુકાન, ઓફિસને ખાલી કરવા નોટિસ હવે જોવું એવું કે આ બિલ્ડિંગ ક્યારે ખાલી થાય છે? વેપારીઓ દ્વારા દલીલ કરવામાં આવે છે કે, નવી બિલ્ડિંગ બનાવવામાં આવનાર છે તેના નકશા તૈયાર કરવામાં આવ્યા નથી. જોકે, આ નકશા આવ્યા પછી ચિત્ર સ્પષ્ટ થશે. પાલિકાના સૂત્રોના જણાવ્યા મુજબ નવા બિલ્ડિંગમાં જે તે દુકાનદારને તેની જૂની વ્યવસ્થા છે તે મુજબ ફાળવણી કરવામાં આવશે. ગ્રાઉન્ડ ફલોરમાં 58 પ્રથમ માળ અને બીજા માળે 48-48 દુકાનો, ઓફિસો આવેલી છે. સૂત્રોના દાવા મુજબ નગરપાલિકા સમયે આ બિલ્ડિંગના રિનોવેશન માટે તૈયારી કરવામાં આવી હતી. ટેન્ડર પણ બહાર પાડવામાં આવ્યા હતા અને રિપેરિંગના કામમાં અંદાજે 23 લાખનું ટેન્ડર નક્કી થયું હતું, પરંતુ પાછળથી નગરપાલિકા પાણીમાં બેસી ગઈ હતી. આ પણ વાંચોઃ Surat News: મોબાઈલ પર ઈ ચલણની બનાવટી નોટિસ મોકલી, ફાઈલ ઓપન કરતાં જ ખાતું ખાલી

Read Full Story arrow_forward
Gandhinagar: સેક્ટર 30 સર્કલ પાસે કાર અને અજાણ્યા વાહન વચ્ચે અકસ્માત, બે ઈજાગ્રસ્તો સારવાર હેઠળ
calendar_today March 29, 2026

Gandhinagar: સેક્ટર 30 સર્કલ પાસે કાર અને અજાણ્યા વાહન વચ્ચે અકસ્માત, બે ઈજાગ્રસ્તો સારવાર હેઠળ

ગાંધીનગરના સેક્ટર 30 સર્કલથી ચિલોડા તરફ જવાના માર્ગ પર એક ભયાનક માર્ગ અકસ્માત સર્જાયો છે. જેમાં એક અજાણ્યા વાહન ચાલકે કારને જોરદાર ટક્કર મારતા કારમાં સવાર બે વ્યક્તિઓને ગંભીર ઈજાઓ પહોંચી છે.ગાંધીનગરમાં હિટ એન્ડ રનમળતી માહિતી મુજબ, કાર ચાલક જ્યારે સેક્ટર 30 સર્કલ પાસેથી પસાર થઈ રહ્યો હતો, ત્યારે એક અજાણ્યા વાહન ચાલકે ગફલતભરી રીતે વાહન ચલાવી કારને જોરદાર ટક્કર મારી હતી. ટક્કર એટલી પ્રચંડ હતી કે કારને મોટાપાયે નુકસાન થયું છે અને કારનો આગળનો ભાગ કચડાઈ ગયો છે. અકસ્માત સર્જીને માનવતા નેવે મૂકી અજાણ્યો વાહન ચાલક પોતાના વાહન સાથે ઘટનાસ્થળેથી નાસી છૂટ્યો હતો.બે લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્તઆ અકસ્માતમાં કારમાં સવાર બે લોકો ઈજાગ્રસ્ત થયા છે. સ્થાનિક લોકોની મદદથી બંને ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે નજીકની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. હાલમાં તેમની સ્થિતિ સ્થિર હોવાનું જાણવા મળી રહ્યું છે.આ પણ વાંચો:Ahmedabad: ચાણક્યાપુરીમાં વાંદરાનો આતંક, મહિલા અને બાળકી પર હુમલો કરતા ભયનો માહોલ

Read Full Story arrow_forward