Kutch: ગુજરાત વન વિભાગની ઐતિહાસિક સિદ્ધિ, અબડાસામાં જન્મેલા ઘોરાડના બચ્ચાએ વન્યજીવ પ્રેમીઓમાં જગાવી નવી આશા
જરાતના વન્યજીવ ઇતિહાસમાં એક સુવર્ણ અક્ષરે લખાય તેવી ઘટના બની છે. કચ્છના અબડાસા વિસ્તારમાં એક દાયકા (10 વર્ષ) ના લાંબા સમયગાળા બાદ અત્યંત દુર્લભ ગણાતા ઘોરાડના બચ્ચાનો જન્મ થયો છે. વન વિભાગના અથાગ પ્રયત્નો અને આધુનિક ટેકનોલોજીના સમન્વયથી આ અશક્ય લાગતું કાર્ય શક્ય બન્યું છે.ઘોરાડના બચ્ચાનો જન્મ થયોકચ્છમાં લાંબા સમયથી નર ઘોરાડની ગેરહાજરીને કારણે કુદરતી પ્રજનન અટકી પડ્યું હતું. આ સમસ્યાના ઉકેલ માટે ગુજરાત અને રાજસ્થાનના વન વિભાગે સંયુક્ત રીતે 'જમ્પસ્ટાર્ટ એપ્રોચ' અપનાવ્યો હતો. રાજસ્થાનના બ્રીડિંગ સેન્ટરમાંથી એક ફલિત ઈંડું ખાસ પોર્ટેબલ ઈન્ક્યુબેટરમાં મૂકીને સતત 19 કલાકની રોડ મુસાફરી કરાવી કચ્છ લાવવામાં આવ્યું હતું. આ ઈંડાને સુરક્ષિત રીતે કચ્છના વાતાવરણમાં સેવવામાં આવ્યું અને અંતે તેમાંથી બચ્ચાનો જન્મ થયો છે.ઐતિહાસિક સફળતાઅબડાસાના ઘાસિયા મેદાનોમાં આ બચ્ચાના જન્મ સાથે જ વન વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. લુપ્ત થતી આ પ્રજાતિને બચાવવા માટે આ એક મોટું કદમ માનવામાં આવે છે. હાલમાં માદા ઘોરાડ અને નવજાત બચ્ચા પર વન વિભાગની સ્પેશિયલ ટીમ દ્વારા ચોવીસ કલાક મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે જેથી તેને પૂરતું રક્ષણ મળી રહે.સંરક્ષણની નવી આશાવન્યજીવ નિષ્ણાતોના મતે, આ સફળ પ્રયોગથી હવે કચ્છમાં ઘોરાડની સંખ્યા વધવાની નવી આશા જન્મી છે. જો આ પદ્ધતિ સફળતાપૂર્વક ચાલુ રહેશે, તો આગામી સમયમાં કચ્છના મેદાનોમાં ફરી એકવાર ઘોરાડની સંખ્યામાં નોંધપાત્ર વધારો જોવા મળી શકે.આ પણ વાંચો: Palitana: 1.70 લાખનું વીજબિલ બાકી નીકળતા PGVCLએ કનેક્શન કાપ્યું, 90 ગામોના વહીવટ પર અસર
Read Full Story arrow_forward