android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Ahmedabad: ચાણક્યાપુરીમાં વાંદરાનો આતંક, મહિલા અને બાળકી પર હુમલો કરતા ભયનો માહોલ
calendar_today March 29, 2026

Ahmedabad: ચાણક્યાપુરીમાં વાંદરાનો આતંક, મહિલા અને બાળકી પર હુમલો કરતા ભયનો માહોલ

શહેરના પશ્ચિમ વિસ્તારમાં આવેલા ચાણક્યાપુરીમાં છેલ્લા એક મહિનાથી વાંદરાએ આતંક મચાવ્યો છે. વન્યજીવોના રહેણાંક વિસ્તારમાં પ્રવેશને કારણે સ્થાનિક રહીશોમાં ભારે ફફડાટ જોવા મળી રહ્યો છે. તાજેતરમાં વાનરોએ એક મહિલા અને નાની બાળકી પર હુમલો કરતા સમગ્ર વિસ્તારમાં ભયનું મોજું ફરી વળ્યું છે.ચાણક્યાપુરીમાં વાંદરાનો આતંકસ્થાનિક લોકોનું કહેવું છે કે વાનરો હવે ઘરોની અંદર સુધી ઘૂસી આવે છે અને ખાવા-પીવાની ચીજવસ્તુઓનું નુકસાન કરે છે. રસ્તા પરથી પસાર થતા લોકો પર પણ અચાનક હુમલો કરવામાં આવે છે. આ આતંક એટલી હદે વધી ગયો છે કે હવે લોકો ઘરની બહાર નીકળતા પણ ડરી રહ્યા છે. વૃદ્ધો અને બાળકોમાં ખાસ ડર જોવા મળી રહ્યો છે.લાકડીના સહારે અવરજવરસ્થાનિક રહીશો હવે પોતાની સુરક્ષા માટે જાતે જ રસ્તો શોધવા મજબૂર બન્યા છે. સોસાયટીના રહીશો જ્યારે પણ કામકાજ અર્થે બહાર નીકળે છે ત્યારે હાથમાં મોટી લાકડી રાખીને ચાલવું પડે છે. વાનરોના આતંકથી બચવા માટે આ સિવાય બીજો કોઈ વિકલ્પ હાલ દેખાઈ રહ્યો નથી.આ પણ વાંચો: Kutch: ગુજરાત વન વિભાગની ઐતિહાસિક સિદ્ધિ, અબડાસામાં જન્મેલા ઘોરાડના બચ્ચાએ વન્યજીવ પ્રેમીઓમાં જગાવી નવી આશા

Read Full Story arrow_forward
Surat News: વેસુ દેરાસર વિવાદમાં જૈન મુની અને એક યુવતીનો ઓડિયો વાયરલ, ધાક ધમકી અપાતી હોવાનો આક્ષેપ
calendar_today March 29, 2026

Surat News: વેસુ દેરાસર વિવાદમાં જૈન મુની અને એક યુવતીનો ઓડિયો વાયરલ, ધાક ધમકી અપાતી હોવાનો આક્ષેપ

વેસુ ખાતે આવેલા આગમ ઉદ્ધાર ઉપાશ્રાયમાં નિર્માણ પામેલા દેરાસરમાં ભગવાનની પ્રતિષ્ઠા આચાર્ય સાગરચંદ્રના હસ્તે ના થાય તેના વિરોધમાં કમિશનર કચેરીએ મહિલાઓએ લેખિતમાં રજૂઆત સાથે પ્રદર્શન કર્યું હતું. આચાર્ય પાખંડી છે, તેને સંસારમાં મોકલી આપો તેવી માંગ સાથે ઉગ્ર વિરોધ કચેરી ખાતે નોંધાયો હતો. ઉલ્લેખનિય છે કે, આચાર્યના આગમનના દિવસે પણ દેરાસરની સામે વિરોધ પ્રદર્શન થયું હતું. આ ઘટનામાં એક વળાંક આવ્યો છે. જૈન મુની અને યુવતી વચ્ચેની વાતચીતનો ઓડિયો વાયરલ થયો છે. સુરતમાં જૈન મુનિ-યુવતીનો ઓડિયો વાયરલ સુરતમાં જૈન મુનિ સાગરચંદ્રના વિરોધ બાદ એક કથિત ઓડિયો ક્લિપ વાયરલ થઈ છે. જૈન મુનિ એક યુવતીને ફોટા વાયરલ થવા બાબતે વાતચીત કરતા હોય તેવો ઓડિયો વાયરલ છે. જેમાં યુવતી ગુંડાઓથી ધાકધામકી અપાતી હોવાની વાત પણ કરી રહી છે. મહારાજ ગુંડાઓ મોકલીને ધાકધમકી અપાવતો હોવાની પણ ઓડિયોમાં વાતચિત થઈ રહી છે. યુવતી વારંવાર કહી રહી છે કે મેં કોઈને ફોટો શેર કર્યા નથી. મારે ફોટો વાયરલ કરવા હોય તો અત્યાર સુધી આ ફોટો મેં મારી પાસે શું કામ રાખ્યા હોત? મેં કશું કર્યું નથી તો મારા ઘરે માણસો કેમ મોકલો છો? આ ક્લિપમાં યુવતી એવુ પણ કહેતા સંભળાય છે કે, મારે તમને બ્લેકમેલ કરવા હોય તો હું તમને ક્યારના બ્લેકમેલ કરી નાંખતી.મારી પાસે એક લાખ રૂપિયા હતા તેનો મેં ચઢાવો આપ્યો છે. મારી મેન્ટલ પરિસ્થિતિ કેવી છે તે તમે સમજો. મેં કશું કર્યું નથી તો મારા ઘરે માણસો કેમ મોકલો છો? મુનિએ યુવતીને કહ્યું સાંભળ જે હોય તે સાચવીને પગલાં ભરજે. યુવતી વારંવાર કહે છે કે મેં તમને ક્યારે બ્લેકમેઇલ કર્યા? મુનિએ યુવતીને કહ્યું, મેં તને ઘણી વાર કહ્યું આ ફોટો ડિલિટ મારી દે હું તને કહું છું કે, તું સાચવીને રહેજે આ રેલો ક્યાં જઈને અટકશે શું થશે તે હવે મારા હાથમાં નથી. આ કથિત ઓડિયોની સંદેશ પુશ્ટી કરતુ નથી. દેરાસર મુદ્દે ભારે વિવાદ ઊભો થયો સુરતના પોશ વિસ્તાર ગણાતા વેસુના આગમ ઉદ્ધાર ઉપાશ્રાયમાં નિર્માણ પામેલા દેરાસર મુદ્દે ભારે વિવાદ ઊભો થયો છે. ચાર વર્ષ પહેલા આચાર્ય સાગરચંદ્ર સૂરિશ્વરજીએ દેરાસર નિર્માણનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો, જેના અનુસંધાને દેરાસર તૈયાર થતા પ્રાણ-પ્રતિષ્ઠા માટે તેમને આમંત્રિત કરાયા હતા. પરંતુ છેલ્લા કેટલાક સમયથી આચાર્ય વિરુદ્ધ સાધ્વી સાથેના વિવાદિત ફોટા અને વીડિયો સામે આવતા જૈન સમાજમાં ભારે અસંતોષ ફેલાયો હતો. જેના પગલે દેરાસર બહાર ભકતોએ ૨૫ એપ્રિલના રોજ મોટી સંખ્યામાં એકત્રિત થઈ વિરોધ પ્રદર્શન કર્યું હતું. જેને લઇને ૨૮ એપ્રિલે જૈન સમાજની મહિલાઓ દ્વારા પોલીસ કમિશનર કચેરીએ સૂત્રોચ્ચાર સાથે રજુઆત કરવામાં આવી હતી. મહિલાઓએ લખિતમાં અનેક ગંભીર આક્ષેપો કર્યા મહિલાઓએ લખિતમાં અનેક ગંભીર આક્ષેપો કર્યા હતા. મહિલાઓએ જણાવ્યું હતું કે, કચેરી બહાર વિરોધ નોંધાવીને આચાર્ય પાખંડી છે અને તેમને સંસારમાં પાછા મોકલવા જોઈએ, તેમના દ્વારા ભગવાનની પ્રતિમાની પ્રતિષ્ઠા ન થવા દેવી જોઈએ, પંચ મહાવ્રતનું ઉલ્લંઘન થયું છે, તેથી તેઓ સાધુ વેશ માટે લાયક નથી, પોલીસની તપાસ કરીને તેમને સંસારમાં પરત મોકલવાની માંગ કરવામાં આવી હતી. આ ઉપરાંત જૈન મુનિ પાસે કરોડોની સંપત્તિ હોવાના દાવા અને શ્રાવિકાઓ તથા સાધ્વીજીઓના શોષણના આક્ષેપો પણ કરવામાં આવ્યા છે. આ સમગ્ર મામલે જૈન સમાજમાં ભારે ચકચાર મચી છે અને ઉલ્લેખનિય છે કે, મહિલાઓને વિરોધને પગલે ધમકીભર્યા ફોન પણ આવી રહ્યા હોવાનું જાણવા મળ્યું છે. આ પણ વાંચોઃ Petrol Diesel Price Today: પેટ્રોલ અને ડીઝલના ભાવ આસમાને! જાણો આજનો તમારાં શહેરનો લેટેસ્ટ રેટ

Read Full Story arrow_forward
તમિલનાડુના મદુરાઇ શહેરમાં વૈગાઈ નદીની ભયંકર સ્થિતિ
calendar_today March 29, 2026

તમિલનાડુના મદુરાઇ શહેરમાં વૈગાઈ નદીની ભયંકર સ્થિતિ

Vaigai River હાલ ગંભીર પ્રદૂષણની સમસ્યાનો સામનો કરી રહી છે

Read Full Story arrow_forward