android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Bhavnagar: બોર્ડ પરીક્ષામાં ડમી વિદ્યાર્થી કાંડનો પર્દાફાશ, વિદ્યાર્થી વતી પેપર લખનાર શિક્ષક સામે પોલીસ ફરિયાદ
calendar_today March 28, 2026

Bhavnagar: બોર્ડ પરીક્ષામાં ડમી વિદ્યાર્થી કાંડનો પર્દાફાશ, વિદ્યાર્થી વતી પેપર લખનાર શિક્ષક સામે પોલીસ ફરિયાદ

ભાવનગર જિલ્લાના મહુવા તાલુકામાં ધોરણ 12 (HSC)ની બોર્ડની રીપીટ પરીક્ષામાં એક ચોંકાવનારું કૌભાંડ પ્રકાશમાં આવ્યું છે. જિલ્લા શિક્ષણ અધિકારી (DEO) કચેરીના નિરીક્ષકની સતર્કતાને કારણે ડમી વિદ્યાર્થી બેસાડવાનું આખું રેકેટ ખુલ્લું પડ્યું છે. આ મામલે મહુવા ટાઉન પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.શિક્ષકે જ ભજવી ડમીની ભૂમિકાઆ ઘટનાની સૌથી આશ્ચર્યજનક બાબત એ છે કે, જેણે શિક્ષણ આપવાનું હોય તેવા એક કરાર આધારિત શિક્ષકે જ ડમી વિદ્યાર્થી બનીને પરીક્ષા આપી હતી. ફરિયાદ મુજબ, રાહુલ જીતુભાઈ શિયાળ નામના વિદ્યાર્થીના બદલે ધાર્મિક ઢાપા નામના શિક્ષકે પરીક્ષા આપી હતી. ધાર્મિક ઢાપાએ પોતે વિદ્યાર્થી હોવાનું સ્થાપિત કરવા માટે ખોટા દસ્તાવેજો અને ઓળખનો ઉપયોગ કર્યો હતો.સીસીટીવી અને ડોક્યુમેન્ટ્સથી ફૂટ્યો ભાંડોતપાસ દરમિયાન સામે આવ્યું છે કે27 ફેબ્રુઆરી માળીયા ગામની મધુમતી સ્કૂલમાં 'તત્વજ્ઞાન'નું પેપર ધાર્મિક ઢાપાએ આપ્યું હતું.13 માર્ચ જાફરી અને ફાતિમા સ્કૂલમાં 'ભૂગોળ'નું પેપર પણ આ જ રીતે આપવામાં આવ્યું હતું.જ્યારે DEO કચેરી દ્વારા સીટ નંબર, પરીક્ષાની રસીદ અને ખાસ કરીને CCTV ફૂટેજની ઝીણવટભરી તપાસ કરવામાં આવી ત્યારે ખબર પડી કે પરીક્ષા આપનાર વ્યક્તિ અસલ વિદ્યાર્થી નથી. ડોક્યુમેન્ટની ચકાસણી બાદ સમગ્ર કૌભાંડનો પર્દાફાશ થયો હતો.પોલીસ તપાસ તેજમહુવા પોલીસે રાહુલ શિયાળ અને શિક્ષક ધાર્મિક ઢાપા વિરુદ્ધ છેતરપિંડી અને બોર્ડના નિયમોના ભંગ બદલ ફરિયાદ નોંધી છે. પોલીસ હવે એ દિશામાં તપાસ કરી રહી છે કે, શું આ પરીક્ષા આપવા માટે કોઈ મોટી નાણાકીય લેતીદેતી થઈ હતી? આ સિવાય આ રેકેટમાં અન્ય કોઈ શૈક્ષણિક સંસ્થા કે વ્યક્તિ સામેલ છે કે કેમ તેની પણ પૂછપરછ કરવામાં આવી રહી છે.આ પણ વાંચો: Ahmedabad: સરદારનગરમાં યુવતી પર એસિડ એટેક, પિતાએ જ હુમલો કરાવ્યો હોવાનો પીડિતાનો ગંભીર આક્ષેપ

Read Full Story arrow_forward
Weather News : વરસાદને લઈ અંબાલાલ પટેલની મોટી આગાહી, કહ્યું, ભારે પવન સાથે કાચા મકાનના છાપરા ઉડી જાય તેવી સ્થિતિ સર્જાઈ શકે છે
calendar_today March 28, 2026

Weather News : વરસાદને લઈ અંબાલાલ પટેલની મોટી આગાહી, કહ્યું, ભારે પવન સાથે કાચા મકાનના છાપરા ઉડી જાય તેવી સ્થિતિ સર્જાઈ શકે છે

હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલનું વધુમાં કહેવું છે કે, ઉ.ગુજરાતના સરહદના ભાગોમાં પવન ફૂંકાશે અને આગામી 20 દિવસ ખેડૂતોને મુશ્કેલીની શક્યતા રહેલી છે, ગુજરાતમાં 50થી 60ની ઝડપે પવન ફૂંકાશે અને આંબાના પાકને ભારે અસર થવાની શક્યતા છે, 28 થી 3 એપ્રિલ પવન સાથે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ઉ.ગુજરાત, કચ્છ, બનાસકાંઠામાં કમોસમી વરસાદ પડશે : અંબાલાલ પટેલ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલનું વધુમાં કહેવું છે કે, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગરમાં વરસાદની શક્યતા છે અને પૂર્વ ગુજરાતના ભાગોમાં કમોસમી વરસાદની શક્યતા છે, 8 થી 16 એપ્રિલે પશ્ચિમ વિક્ષેપની અસર ગુજરાતમાં થશે અને કાચા મકાનના છાપરા ઉડી જાય તેવી સ્થિતિ સર્જાઈ શકે છે. 8 થી 16 એપ્રિલમાં પણ પ્રોમોન્સન એક્ટિવિટીથી વરસાદની શકયતા : અંબાલાલ પટેલ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલનું વધુમાં કહેવું છે કે, 20 મે થી બંગાળ ઉપસાગર વધુ સક્રિય બનશે અને ભારેથી અતિભારે વાવાઝોડા સાથે વરસાદની શક્યતા રહેલી છે, અરબી સમુદ્રમાં પણ 20 મેં થી 20 જૂન સુધી ચક્રવાતની શક્યતા છે, ચક્રવાત ઓમાન તરફ જાય તો ભારતમાં વરસાદની સંભાવના ઓછી રહેલી છે, પવનની ગતિના કારણે બાગાયતી પાકોને નુકસાન થશે અને આંબાના પાકોને પણ નુકસાન થવાની શક્યતા છે. 7 એપ્રિલ સુધીમાં તાપમાન 40 થી 41 ડિગ્રી પહોંચશે : અંબાલાલ પટેલ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલનું વધુમાં કહેવું છે કે, 10થી 20 એપ્રિલ વચ્ચે પ્રિ-મોન્સૂન એક્ટિવિટી થશે અને અરબ સાગરમાં પણ સાયકલોન આવવાની સંભાવના છે, 11 મે થી 20 મે વચ્ચે આંધીનું પ્રમાણ વધારે રહેશે અને 24 મે થી 4 જૂન વચ્ચે કેટલાંક ભાગમાં વરસાદ પડી શકે છે, 30 તારીખ સુધી વાદળછાયું વાતાવરણ રહેશે અને જનધનમાં રોગ આવવાની સંભાવના છે, ઊભા કૃષિ પાકો માં રોગ આવવાની શક્યતા છે અને એપ્રિલ, મે માસમાં પાકમાં ઇયળ પણ પડશે. 22 થી 25 માર્ચ સુધી પશ્ચિમી વિક્ષેપ આવશે : અંબાલાલ પટેલ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલનું વધુમાં કહેવું છે કે,પશ્ચિમી વિક્ષેપ આવશે જેથી ફરીથી વરસાદ થવાની શક્યતા છે. એપ્રિલ માસમાં પ્રિ મોન્સૂન એક્ટિવિટી થતી હોય પણ એ અત્યારે થાય છે અને પાકિસ્તાનના બોર્ડર પર ગુજરાત તથા રાજસ્થાનના ભાગોમાં વરસાદ આવવાની શકયતા છે, એક પછી એક આવતા પશ્ચિમી વિક્ષેપને કારણે આ સ્થિતિનું સર્જન થાય છે અને 7 એપ્રિલ સુધીમાં તાપમાન ૪૦-૪૧ ડીગ્રી પહોંચશે. દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશમાં પશ્ચિમી વિક્ષેપને કારણે તારીખ ૧૦ થી ૨૦ એપ્રિલ વચ્ચે પ્રિ-મોન્સુન એક્ટિવિટીનો વરસાદ આવવાની શક્યતા. 26 માર્ચથી પવન ફૂંકાશે : અંબાલાલ પટેલ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલનું વધુમાં કહેવું છે કે, ખાસ કરીને દરિયાઈ વિસ્તારમાં વધારે પવન ફૂંકાશે અને આંબાના પાકને વધારે અસર થશે, 20 એપ્રિલથી મે સુધીમાં બંગાળના ઉપસાગરમાં ખતરનાક વાવાઝોડાં આવશે તેમજ અરબ સાગરમાં પણ સાયકલોન આવવાની સંભાવના છે. 8 જુનથી દરિયાના પવન બદલાશે એટલે અરબ સાગરમાં હળવા પ્રકારનું સાયક્લોન બનવાની શક્યતા રહેશે, ૨૪ મે થી ૪ જૂન વચ્ચે કેટલાક ભાગમાં વરસાદ થવાની શક્યતા રહેશે. 20 માર્ચે દેશના ઘણા ભાગોમાં ઉઘાડ નીકળશે : અંબાલાલ પટેલ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલનું વધુમાં કહેવું છે કે, 20 માર્ચે દેશના ઘણા ભાગોમાં ઉઘાડ નીકળશે અને આકાશ સ્વચ્છ થશે અને ખેડૂતોને રાહત મળશે, દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાં આજે વરસાદની શક્યતાઓ છે, તો આગામી સમયમાં રાજ્યમાં મોટા ભાગોમાં વરસાદથી રાહત થતી જોવા મળશે, જેટ ધારાની અસરના કારણે દેશમાં પશ્ચિમી વિક્ષેપ પૂર્વ તરફ ખસી રહ્યાં છે, સાયકલોનિક સર્ક્યુલેશનના કારણે અરબ સાગરથી ભેજ આવતા ગુજરાતના હવામાનમાં મોટો પલટો આવશે. ગુજરાતમાં પવનની ગતિમાં થશે વધારો : અંબાલાલ પટેલ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલનું વધુમાં કહેવું છે કે, રાજ્યમાં પવનની ગતિ તેજ રહેશે. મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાત અને કચ્છમાં પવનની ગતિ 40 કિલોમીટર પ્રતિ કલાક રહેવાની શક્યતા છે. જ્યારે સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના અને કેટલાક અન્ય ભાગોમાં પવનની ગતિ 55 કિલોમીટર સુધી પહોંચી શકે છે. આજે સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં ગાજવીજ સાથે હળવો વરસાદ પડી શકે છે. આ ઉપરાંત દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતના બારડોલી, વડોદરા અને છોટાઉદેપુર જેવા વિસ્તારોમાં પણ માવઠાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. ખેતીના પાકો પર જોખમ આવી શકે છે : અંબાલાલ પટેલ તેજ પવન અને કવખતના વરસાદને કારણે ઊભા પાક, ખાસ કરીને ઘઉંના પાકને જમીનદોસ્ત થવાની ભીતિ છે. આ ઉપરાંત, આંબાના પાકમાં અત્યારે 'મોર' (ફૂલ) આવવાની સિઝન હોવાથી, પવનને કારણે મોર ખરી જવાની શક્યતા છે, જેની સીધી અસર કેરીના ઉત્પાદન પર પડશે. અંબાલાલ પટેલે ખેડૂતોને પાક રક્ષણના આગોતરા પગલાં લેવા અનુરોધ કર્યો છે. હાલમાં તાપમાનમાં જે ઘટાડો નોંધાયો છે, તે મોસમ માટે સાનુકૂળ નથી. હજૂ પણ 25 માર્ચ અને માર્ચના અંતમાં તેમજ એપ્રિલ મહિનામાં 2 થી 4 નવા પશ્ચિમી વિક્ષેપ આવવાની શક્યતા છે. આ કારણોસર તાપમાનમાં ઘટાડો રહેશે અને વારંવાર વાતાવરણમાં પલટો જોવા મળી શકે છે. આ પણ વાંચો : Ahmedabad News : PM નરેન્દ્ર મોદીના હસ્તે સાણંદ અને નરોડા GIDCના ₹271 કરોડથી વધુના વિકાસલક્ષી પ્રોજેક્ટ્સનું લોકાર્પણ કરાશે

Read Full Story arrow_forward
Gandhinagar: ગુજરાતમાં ઉનાળો સુખદ રહેશે, તમામ ડેમોમાં પૂરતું પાણી, સિંચાઈની મુદત પણ વધારાઈ
calendar_today March 28, 2026

Gandhinagar: ગુજરાતમાં ઉનાળો સુખદ રહેશે, તમામ ડેમોમાં પૂરતું પાણી, સિંચાઈની મુદત પણ વધારાઈ

ગુજરાતમાં ઉનાળાના પ્રારંભે જ નાગરિકો અને ખેડૂતો માટે રાહતના સમાચાર સામે આવ્યા છે. રાજ્યના પાણી પુરવઠા મંત્રી ઈશ્વર પટેલે 'સંદેશ ન્યૂઝ' સાથેની ખાસ વાતચીતમાં ખાતરી આપી છે કે, રાજ્યમાં પીવાના પાણી કે સિંચાઈ માટે કોઈ તંગી સર્જાશે નહીં. રાજ્યના તમામ નાના-મોટા ડેમોમાં હાલ પૂરતો જળજથ્થો ઉપલબ્ધ છે.સિંચાઈ માટે એક મહિનો વધુ પાણીખેડૂતોના હિતમાં મહત્વનો નિર્ણય લેતા મંત્રીએ જણાવ્યું હતું કે, અગાઉ સિંચાઈ માટે 30 માર્ચ સુધી પાણી આપવાનું આયોજન હતું, પરંતુ હવે ખેતીના પાકને ધ્યાને રાખીને 30 એપ્રિલ સુધી સિંચાઈનું પાણી આપવામાં આવશે. આ નિર્ણયથી રવિ પાક લેતા હજારો ખેડૂતોને સીધો ફાયદો થશે.નર્મદામાં 500 કરોડના નવા ડેમનું આયોજનપાણીના સંગ્રહ અને વિતરણ વ્યવસ્થાને વધુ મજબૂત કરવા માટે સરકારે નર્મદા જિલ્લાના જૂની જાવલી ગામે ₹500 કરોડના ખર્ચે નવો ડેમ બનાવવાની સૈદ્ધાંતિક મંજૂરી આપી દીધી છે. આ ઉપરાંત ડેડીયાપાડા અને ગંગાપુર જેવા ઉંચાણવાળા વિસ્તારોમાં પણ પાણીની વ્યવસ્થા માટે વિશેષ આયોજન કરવામાં આવ્યું છે. વન વિભાગની અંતિમ મંજૂરી મળતા જ આ પ્રોજેક્ટના કામો યુદ્ધના ધોરણે શરૂ કરવામાં આવશે.પીવાના પાણી માટે સજ્જ તંત્રમંત્રી ઈશ્વર પટેલે વધુમાં ઉમેર્યું હતું કે, પાણી પુરવઠા વિભાગ દ્વારા ઉનાળા દરમિયાન છેવાડાના ગામો સુધી પીવાનું પાણી મળી રહે તેવી ચુસ્ત વ્યવસ્થા કરવામાં આવી છે. ઉંચાણવાળા વિસ્તારોમાં જ્યાં પાણી પહોંચાડવું પડકારજનક છે, ત્યાં પણ વિશેષ ટેકનોલોજી અને આયોજન દ્વારા જળ પુરવઠો જાળવી રાખવામાં આવશે.આ પણ વાંચો:Bhavnagar: બોર્ડ પરીક્ષામાં ડમી વિદ્યાર્થી કાંડનો પર્દાફાશ, વિદ્યાર્થી વતી પેપર લખનાર શિક્ષક સામે પોલીસ ફરિયાદ

Read Full Story arrow_forward