android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Gujarat BJP : વર્ષ 2024-25માં ગુજરાત ભાજપને 308 કરોડ ચૂંટણીદાનમાં મળ્યા, કોંગ્રેસને 69.60 લાખ અને AAPને 10.10 લાખનું દાન મળ્યું
calendar_today March 28, 2026

Gujarat BJP : વર્ષ 2024-25માં ગુજરાત ભાજપને 308 કરોડ ચૂંટણીદાનમાં મળ્યા, કોંગ્રેસને 69.60 લાખ અને AAPને 10.10 લાખનું દાન મળ્યું

કોંગ્રેસને રૂ.૬૯.૬૦ લાખનું દાન મળ્યું છે. જ્યારે આમ આદમી પાર્ટીને માત્ર રૂ.૧૦.૧૦ લાખનું દાન પ્રાપ્ત થયું છે. રાજકીય પક્ષોને કોના તરફથી દાન મળ્યું એવું જાહેર થતું નથી. પરંતુ કયા કોર્પોરેટ હાઉસ કે વ્યક્તિ તરફથી કેટલું દાન આપવામાં આવ્યું એવું જાહેર થાય છે. આ પરિપ્રેક્ષ્યમાં ગુજરાતમાં સૌથી વધુ રૂ.૪૫ કરોડનું દાન સફલ ગોયલ રિયલ્ટી એલએલપી દ્વારા અપાયું છે. આરતી ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડ દ્વારા રૂ.4.05 કરોડનું દાન અપાયું છે જ્યારે દિનેશચંદ્ર અગ્રવાલ અને તેમના દિકરા હાર્દિક અગ્રવાલ જેઓ દિનેશચંદ્ર આર. અગ્રવાલ ઈન્ફાકોન -પ્રાઈવેટ લિમિટેડ નામક ઈન્ફ્રાસ્ટ્રક્ચર કંપની ધરાવે છે તેમણે બન્નેએ રૂ.૨૦-૨૦ કરોડનું દાન આપ્યું છે. શ્રી કેદાર એગ્રો ન્યુટ્રિટેક એલએલપીએ રૂ. ૧૫ કરોડનું દાન આપ્યું છે. નિરમા લિમિટેડ દ્વારા રૂ.૧૩ કરોડનું અને સૌરાષ્ટ્ર સિમેન્ટ લિમિટેડ દ્વારા રૂ.૧૦ કરોડનું દાન અપાયું છે. જ્યારે ફ્રેન્ડ્સ ઈમ્પેક્સ દ્વારા રૂ.૧૦ કરોડનું, એગ્રોસેલ ઈન્ડસ્ટ્રીઝ પ્રાઈવેટ લિમિટેડ દ્વારા રૂ.પ કરોડનું. હિમગિરી કોર્પોરેશન દ્વારા રૂ.પ કરોડનું અને આરતી ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડ દ્વારા રૂ.૪.૫ કરોડનું દાન અપાયું છે. વર્ષ 2024માં લોકસભાની ચૂંટણીઓ યોજાઈ હતી આ સિવાય પીસી પટેલ ઈન્ફા કંપનીએ એકથી વધુ વાર કુલ રૂ.૧૧ કરોડનું, જીગર ટ્રાન્સ્પોર્ટ કંપનીએ એકથી વધુવાર કુલ રૂ.૫.૧૧ કરોડનું અને ઓમ સ્વચ્છતા કોર્પોરેશને એકથી વધુ વાર કુલ રૂ.૨.૬૨ કરોડનું દાન આપ્યું છે. મોટાભાગે ઈન્ફાસ્ટ્રક્ચર કંપનીઓ, બિલ્ડરો-કોન્ટ્રાક્ટરો અને પાણકામ-સિમેન્ટ કંપનીઓ તરફથી આ દાન અપાયા છે. કુલ ત્રણ રાજ્યોમાંથી જ ૨૦૨૪-૨૫ દરમિયાન રાજકીય પાર્ટીઓને દાન મળ્યાં છે. ગુજરાત સિવાય દિલ્હીમાંથી રૂ.૨૬૩૯.૪૫ કરોડનું અને મહારાષ્ટ્રમાંથી રૂ.૨૪૩૮.૮૬ કરોડનું દાન રાજકીય પાર્ટીઓને અપાયું છે. વર્ષ ૨૦૨૪માં લોકસભાની ચૂંટણીઓ યોજાઈ હતી તે અહીં નોંધવું રહ્યું. સંસ્થા / વ્યક્તિનું નામ સફલ ગોયલ રિયલ્ટી એલએલપી -45 કરોડ હાર્દિક અગ્રવાલ- 20 કરોડ દિનેશચંદ્ર અગ્રવાલ - 20 કરોડ કેદાર એગ્રો ન્યુટ્રિટેક એલએલપી - 15 કરોડ નિરમા લિમિટેડ - 13 કરોડ સૌરાષ્ટ્ર સિમેન્ટ લિમિટેડ - 10 કરોડ ફ્રેન્ડ્સ ઇમ્પેક્સ - 10 કરોડ એગ્રોસેલ ઇન્ડસ્ટ્રીઝ પ્રાઇવેટ લિમિટેડ - 5 કરોડ હિમગિરી કોર્પોરેશન - 5 કરોડ આરતી ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ -4.05 કરોડ આ પણ વાંચો : Vadodara News : ઇરાન-ઇઝરાયેલ યુદ્ધના કારણે કેમિકલ સપ્લાય ચેનને અસર, કેમિકલ સેક્ટરના લોજિસ્ટિક ખર્ચમાં વધારો થયો

Read Full Story arrow_forward
Junagadh News : જૂનાગઢમાં 2 બાળકના મોત, વાડીમાં રમતા-રમતા ટાંકીમાં પડતા બની ઘટના
calendar_today March 28, 2026

Junagadh News : જૂનાગઢમાં 2 બાળકના મોત, વાડીમાં રમતા-રમતા ટાંકીમાં પડતા બની ઘટના

જૂનાગઢમાં 2 બાળકના મોત થયા છે, અને પાજોદ, હસનાપુરમાં બે બાળકો ડૂબ્યા છે, તો બાળકોને સારવાર મળે તે પહેલા જ મોત થયું છે, વાડીમાં રમતા રમતા ટાંકીમાં પડ્યા હતા બાળકો તો લોકોએ બાળકોને બહાર કાઢયા પણ સારવાર માટે હોસ્પિટલ ખસેડે તે પહેલા જ મોત થયું છે, પાણીના કુંડામાં પડયા હતા બે બાળકો.બાળકોના મોતને લઇ પોલીસે તપાસ હાથ ધરી જૂનાગઢ જિલ્લામાં બે ગંભીર ઘટનાઓ સામે આવી છે જેમાં ​પાજોદ અને હસનાપુરમાં બાળકો પાણીના કુંડમાં ડૂબી જતા તેમના મોત થયા છે, ​વાડીમાં રમતા-રમતા બાળકો ટાંકીમાં પડયા હતા અને બે વર્ષના બે બાળકોના મોત થતા પરિવારમાં આક્રંદ છવાયો છે, ઉનાળાના સમયે પાણીના હોજમાં વાડીમાં લોકો ગરમીથી રાહત મેળવવા માટે સ્નાન કરતા હોય છે, ત્યારે પણ આવી ઘટના બને છે, બંને અલગ-અલગ ઘટનામાં પોલીસ તપાસ શરૂ કરી છે.બે અલગ-અલગ જગ્યાએ બાળકોના મોત તો પોલીસે મૃતદેહને પીએમ માટે ખસેડયો છે અને પીએમ થયા બાદ મૃતદેહ પરિજનોને સોંપવામાં આવશે, હાલમાં પોલીસે વાડીમાં રહેલા લોકોના નિવેદન નોંધ્યા છે અને અકસ્માતે મોતનો ગુનો નોંધ્યો છે. આ પણ વાંચો : Gujarat BJP : વર્ષ 2024-25માં ગુજરાત ભાજપને 308 કરોડ ચૂંટણીદાનમાં મળ્યા, કોંગ્રેસને 69.60 લાખ અને AAPને 10.10 લાખનું દાન મળ્યું 

Read Full Story arrow_forward
India: નોઈડા ઇન્ટરનેશનલ એરપોર્ટ, PM મોદીના હસ્તે ઉદ્ઘાટન, ઉત્તર પ્રદેશ માટે આર્થિક ક્રાંતિનો શંખનાદ
calendar_today March 28, 2026

India: નોઈડા ઇન્ટરનેશનલ એરપોર્ટ, PM મોદીના હસ્તે ઉદ્ઘાટન, ઉત્તર પ્રદેશ માટે આર્થિક ક્રાંતિનો શંખનાદ

દિલ્હી-એનસીઆર અને પશ્ચિમ ઉત્તર પ્રદેશના રહેવાસીઓની લાંબી રાહ આખરે પૂરી થઈ ગઈ છે. આજે, 28 માર્ચે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગ્રેટર નોઈડાના જેવરમાં નોઈડા આંતરરાષ્ટ્રીય એરપોર્ટના પ્રથમ તબક્કાનું ઉદ્ઘાટન કરશે. પ્રધાનમંત્રી કાર્યાલય અનુસાર, ટર્મિનલ બિલ્ડિંગનું નિરીક્ષણ સવારે 11:30 વાગ્યે કરવામાં આવશે, અને બપોરે 12 વાગ્યે, પીએમ મોદી ઉદ્ઘાટન સાથે એક જાહેર સભાને સંબોધિત કરશે. આ ફક્ત ઈંટો અને મોર્ટાર અથવા માળખાકીય સુવિધાઓનું અનાવરણ નથી, પરંતુ ઉત્તર પ્રદેશ માટે એક નવા આર્થિક યુગની શરૂઆત છે. આ એરપોર્ટ માત્ર હવાઈ મુસાફરીને સરળ બનાવશે નહીં પરંતુ વેપાર, રોજગાર અને પ્રાદેશિક વિકાસનો મુખ્ય સ્ત્રોત પણ બનશે. ઉત્તર પ્રદેશના અર્થતંત્રનું એન્જિન બનશે ઉત્તર પ્રદેશ જેવા ભૂમિગત રાજ્ય માટે, બાકીના વિશ્વ સાથે સીધો જોડાણ હંમેશા એક મોટો પડકાર રહ્યો છે. જેવર એરપોર્ટ આ અવરોધને કાયમી ધોરણે દૂર કરશે. રાજ્ય સરકાર અને અધિકારીઓનો અંદાજ છે કે એકવાર સંપૂર્ણ રીતે કાર્યરત થઈ ગયા પછી, એરપોર્ટ ઉત્તર પ્રદેશના GDP માં 1 ટકાથી વધુનો સીધો ફાળો આપશે. આ એરપોર્ટ રાજ્યના $1 ટ્રિલિયન અર્થતંત્ર બનવાના મહત્વાકાંક્ષી લક્ષ્યમાં કરોડરજ્જુ સાબિત થશે. આ નવી કનેક્ટિવિટી માત્ર વૈશ્વિક વેપારને જ નહીં પરંતુ ઇલેક્ટ્રોનિક્સ, મોબાઇલ ઉત્પાદન, ફૂડ પ્રોસેસિંગ અને કાપડ જેવા ઉદ્યોગોને પણ નવી ગતિ આપશે. રોજગારમાં મોટો વધારો થશે કોઈપણ મોટા પ્રોજેક્ટની સફળતા તેના દ્વારા સામાન્ય લોકોને મળતા ફાયદાઓ દ્વારા નક્કી થાય છે. એર ઇન્ડિયા SATS ના ભૂતપૂર્વ CFO પંકજ જયસ્વાલના મતે, આ દેશનું સૌથી મોટું ગ્રીનફિલ્ડ એરપોર્ટ હશે. તેની વાર્ષિક ક્ષમતા 70 મિલિયન મુસાફરો અને આશરે 1 મિલિયન ટન કાર્ગોને હેન્ડલ કરવાની હશે. આપણા ખેડૂતોને આનો સીધો ફાયદો થશે. ફળો, શાકભાજી, ફૂલો અને ડેરી જેવા નાશવંત કૃષિ ઉત્પાદનો હવે આંતરરાષ્ટ્રીય બજારોમાં સીધી પહોંચ ધરાવતા હશે. આ ફાર્મ-ટુ-ગ્લોબલ માર્કેટ મોડેલ ખેડૂતોની આવકમાં 20 થી 30 ટકાનો નોંધપાત્ર વધારો કરશે તેવી અપેક્ષા છે. તે યુવાનો માટે રોજગારની ઘણી નવી તકો પણ ખોલશે. એરપોર્ટ ઓપરેશન્સ, સુરક્ષા, છૂટક અને ગ્રાઉન્ડ હેન્ડલિંગ જેવા ક્ષેત્રોમાં પ્રથમ પાંચ વર્ષમાં 50,000 થી વધુ સીધી નોકરીઓનું સર્જન થશે. વધુમાં, લાંબા ગાળે, પરિવહન, પર્યટન, સપ્લાય ચેઇન અને MSME ક્ષેત્રોમાં 40 થી 50 લાખ પરોક્ષ રોજગારીની તકો પણ સર્જાવાની અપેક્ષા છે. આ પણ વાંચો: Weather News : ગુજરાતમાં કાળઝાળ ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, મોટાભાગના શહેરોમાં મહત્તમ તાપમાન 35 ડિગ્રી નોંધાયું

Read Full Story arrow_forward