android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Ahmedabad News : બાવળા-બગોદરા હાઈવે પર હિટ એન્ડ રનની ઘટનામાં એકનું મોત, 40 પદયાત્રીઓ ખોડિયાર મંદિરે જતા હતા
calendar_today March 28, 2026

Ahmedabad News : બાવળા-બગોદરા હાઈવે પર હિટ એન્ડ રનની ઘટનામાં એકનું મોત, 40 પદયાત્રીઓ ખોડિયાર મંદિરે જતા હતા

બાવળા-બગોદરા હાઈવે પર હિટ એન્ડ રનની ઘટના બની છે જેમાં હિટ એન્ડ રનમાં એક વ્યક્તિનું ઘટના સ્થળે મોત થયું છે, અજાણ્યો ટ્રકનો ચાલક ટક્કર મારી ફરાર થયો છે, 40 પદયાત્રીઓ ખોડિયાર મંદિરે પગપાળા જઈ રહ્યા હતા તે દરમિયાન આ ઘટના બની છે, બગોદરા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી. બાવળા-બગોદરા હાઈવે પર હિટ એન્ડ રનની ઘટના ગાંધીનગર અને મહેસાણા જિલ્લાથી 40 પદયાત્રીઓ જઈ રહ્યા હતા ખોડીયાર મંદિર અને 25 તારીખે નીકળ્યો હતો સંઘ જેમાં 27 તારીખ રાત્રીના રોહીકા નજીક રોકાયો હતો સંઘ અને આજે સવારે ત્રણ વાગ્યે રોહીકાથી બગોદરા તરફ જઈ રહ્યા હતા તે દરમિયાન ટ્રકના ચાલકે માતાજીના રથને ટક્કર મારી હતી અને એક વ્યકિતનું ઘટના સ્થળે મોત થયું છે. એક વ્યકિતને પ્રાથમિક સારવાર માટે ખસેડાયો છે, પોલીસે મૃતદેહને પીએમ માટે ખસેડયો છે અને પીએમ થયા બાદ મૃતદેહ પરિજનોને સોંપવામાં આવશે. હિટ એન્ડ રન કાયદો શું છે હિટ એન્ડ રન પર કરવામાં આવેલી આ નવી જોગવાઇ છે. આ અંતર્ગત રોડ પર હિટ એન્ડ રનની ઘટના બને તો વાહન ચાલકને 10 વર્ષની સજા થશે. આ ઉપરાંત તેને દંડ પણ ભરવો પડશે. હવે નવા નિયમ મુજબ જો કોઈ કાર સાથે ટકરાય અને પોલીસ પ્રશાસનને જાણ કર્યા વગર જ ડ્રાઈવર ઘટના સ્થળેથી ફરાર થઈ જાય તો તેને 10 વર્ષ સુધીની સજા થશે અને દંડ પણ ફટકારવામાં આવશે. આ પણ વાંચો : Surendranagar News : સુરેન્દ્રનગર મહાનગરપાલિકા વિસ્તારમાં આગામી વર્ષ ૨૦૨૫-૨૬માં ‘જિલ્લા કક્ષા સ્પોર્ટસ સ્કુલ’ શરૂ કરવામાં આવશે 

Read Full Story arrow_forward
Surat: ઉધારમાં માલ લઈને 1.86 કરોડનું ફૂલેકું ફેરવાયું, સરોલી અને અશ્વિની કુમાર વિસ્તારમાં ઠગાઈની 5 ફરિયાદ
calendar_today March 28, 2026

Surat: ઉધારમાં માલ લઈને 1.86 કરોડનું ફૂલેકું ફેરવાયું, સરોલી અને અશ્વિની કુમાર વિસ્તારમાં ઠગાઈની 5 ફરિયાદ

સુરત શહેરમાં કાપડના વેપારીઓ ફરી એકવાર ઠગબાજોના નિશાને આવ્યા છે. છેલ્લા કેટલાક સમયથી સુરત કાપડ બજારમાં ઠગાઈના કિસ્સાઓમાં મોટો ઉછાળો જોવા મળ્યો છે. તાજેતરમાં સામે આવેલા વિગતો મુજબ, જુદા જુદા વેપારીઓ પાસેથી આશરે ₹1.86 કરોડની કિંમતનું કાપડ મેળવીને પેમેન્ટ ન ચૂકવી ઠગાઈ કરવામાં આવી છે.પોલીસ મથકે ફરિયાદોનો ઢગલોઆ મામલે સુરતના સરોલી અને અશ્વિની કુમાર પોલીસ સ્ટેશનમાં કુલ 5 જેટલા ગુનાઓ નોંધાયા છે. ઠગબાજોએ ચોક્કસ મોડસ ઓપરેન્ડી અપનાવીને વેપારીઓનો વિશ્વાસ જીત્યો હતો અને ત્યારબાદ મોટો આર્થિક ફટકો માર્યો હતો.ઉધાર માલ અને પેમેન્ટમાં ઠેંગોતપાસમાં બહાર આવ્યું છે કે, આરોપીઓએ શરૂઆતમાં નાની ખરીદી કરીને સમયસર પેમેન્ટ કરી વેપારીઓનો વિશ્વાસ કેળવ્યો હતો. ત્યારબાદ, વિશ્વાસના જોરે કરોડો રૂપિયાનો કાપડનો જથ્થો ઉધારમાં મેળવી લીધો હતો. જ્યારે પેમેન્ટનો સમય આવ્યો ત્યારે આરોપીઓએ રૂપિયા આપવા માટે હાથ અધ્ધર કરી દીધા હતા અથવા તો દુકાનો બંધ કરીને ફરાર થઈ ગયા હતા.આ પણ વાંંચો: Una: નેસડા ગામની યુવતીના મોતનો મામલો ગરમાયો, પિતરાઈ ભાઈઓ સામે હત્યાનો ગુનો દાખલ

Read Full Story arrow_forward
Megharaj: ઈપલોડાના સરપંચ સસ્પેન્ડ, ત્રણ સંતાનોના મુદ્દે TDOની કડક કાર્યવાહી
calendar_today March 28, 2026

Megharaj: ઈપલોડાના સરપંચ સસ્પેન્ડ, ત્રણ સંતાનોના મુદ્દે TDOની કડક કાર્યવાહી

અરવલ્લી જિલ્લાના મેઘરજ તાલુકામાં આવેલી ઈપલોડા ગ્રામ પંચાયતમાં મોટો રાજકીય ઉલટફેર જોવા મળ્યો છે. ઈપલોડાના મહિલા સરપંચ નયનાબેન પટેલને તાલુકા વિકાસ અધિકારી (TDO) દ્વારા તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવાનો આદેશ જારી કરવામાં આવ્યો છે. આ કાર્યવાહી 'ત્રણ સંતાનો' હોવાના મુદ્દે કરવામાં આવેલી અરજી બાદ લેવામાં આવી છે.ઈપલોડા ગામના સરપંચ સસ્પેન્ડમળતી માહિતી મુજબ, નયનાબેન પટેલ સામે ત્રણ સંતાનો હોવા છતાં સરપંચ પદ ભોગવતા હોવાની ફરિયાદ કરવામાં આવી હતી. આ મામલે તંત્ર દ્વારા તેમને જરૂરી આધાર પુરાવા સાથે હાજર રહેવા માટે વારંવાર નોટિસ પાઠવવામાં આવી હતી. ખાસ કરીને ૧૯ અને ૨૨ જાન્યુઆરીએ તેમને સુનાવણીમાં હાજર રહેવા જણાવાયું હતું, તેમ છતાં તેઓ ગેરહાજર રહ્યા હતા.45 દિવસની રજા બાદ આકરો નિર્ણયસરપંચ નયનાબેન 45 દિવસની રજા પર ઉતરી ગયા હતા. તેમની રજા પૂર્ણ થતાં જ TDO દ્વારા સસ્પેન્શન ઓર્ડર જાહેર કરી દેવામાં આવ્યો છે. આ નિર્ણયને પગલે માત્ર ઈપલોડા જ નહીં, પરંતુ આસપાસના સીસોદરા (મેઘાઈ) અને પીસાલ વિસ્તારમાં પણ ભારે ચર્ચાઓ જાગી છે.આ પણ વાંચો:   Surat: ઉધારમાં માલ લઈને 1.86 કરોડનું ફૂલેકું ફેરવાયું, સરોલી અને અશ્વિની કુમાર વિસ્તારમાં ઠગાઈની 5 ફરિયાદ

Read Full Story arrow_forward