android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Gujarat Latest News Live : ગુજરાતમાં ગરમીનું પ્રમાણ ઘટશે, ઉત્તર ગુજરાતમાં કમોસમી વરસાદની કરાઈ આગાહી
calendar_today March 28, 2026

Gujarat Latest News Live : ગુજરાતમાં ગરમીનું પ્રમાણ ઘટશે, ઉત્તર ગુજરાતમાં કમોસમી વરસાદની કરાઈ આગાહી

ગુજરાત અને દેશ દુનિયાના સમાચાર સંદેશ ન્યૂઝના આ ન્યૂઝ બ્લોગ પર ક્લિક કરીને વાંચી શકશો. 28 માર્ચના બ્રેકીંગ ન્યૂઝ વાંચવા માટે આ પેજ પર બનેલા રહો અને રિફ્રેશ કરતા રહો.

Read Full Story arrow_forward
Weather News : ગુજરાતમાં કાળઝાળ ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, મોટાભાગના શહેરોમાં મહત્તમ તાપમાન 35 ડિગ્રી નોંધાયું
calendar_today March 28, 2026

Weather News : ગુજરાતમાં કાળઝાળ ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, મોટાભાગના શહેરોમાં મહત્તમ તાપમાન 35 ડિગ્રી નોંધાયું

કેશોદમાં સૌથી વધુ 39 ડિગ્રી તાપમાન નોંધાયું છે, તો રાજકોટમાં 38.9, સુરેન્દ્રનગરમાં 38.3 ડિગ્રી, અમદાવાદમાં 37.6 ડિગ્રી, ગાંધીનગરમાં 37 ડિગ્રી, વડોદરામાં 38 ડિગ્રી, સુરતમાં 37.6 ડિગ્રી તાપમાન નોંધાયું છે. 30 માર્ચે કચ્છ, બનાસકાંઠા, પાટણ, દાહોદ, મહીસાગર, સાબરકાંઠા, અરવલ્લીમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે, આંધી અને ભારે પવન ફૂંકાવાની સંભાવના છે અને વરસાદ પડવાની શકયતાઓ છે, ઓમાન તરફના દરિયામાં ન જવા માછીમારોને સૂચના આપવામાં આવી છે અને પવનની ગતિ 45થી 65 કિમી રહેવાની સંભાવના છે. એક અઠવાડિયા માટે ગુજરાતમાં ગરમીથી રાહત : IMD એક અઠવાડિયા માટે ગુજરાતમાં ગરમીથી રાહત મળશે તેવું અનુમાન India Meteorological Departmentનું છે, અમુક વિસ્તાર સિવાય તાપમાન સામાન્ય રહેશે અને 24 કલાક પછી તાપમાનમાં ઘટાડો થશે, તાપમાનમાં 2થી 3 ડિગ્રીનો ઘટાડો થઈ શકે છે અને 29, 30 માર્ચ માટે ગુજરાતમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે, વાવાઝોડા અને વીજળીનું એલર્ટ જાહેર કરાયું છે અને હળવા વરસાદની પણ આગાહી કરાઈ છે. 30મી માર્ચે મધ્ય ગુજરાતના કેટલાક વિસ્તારોમાં પણ માવઠું પડી શકે છે આગામી બે દિવસ મહત્તમ તાપમાનમાં કોઈ મોટો ફેરફાર નહીં થાય, પરંતુ ત્યારબાદ તાપમાનમાં ૨ થી ૩ ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો થતા ગરમીથી આંશિક રાહત મળી શકે છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, છેલ્લા ૨૪ કલાકમાં ગુજરાત રાજ્ય, સૌરાષ્ટ્ર-કચ્છ અને દીવ-દમણ તેમજ દાદરા નગર હવેલીમાં હવામાન સૂકું રહ્યું છે. જોકે, આગામી ૨૯ અને ૩૦ માર્ચે રાજ્યના કેટલાક વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળી શકે છે. ઉત્તર ગુજરાત અને કચ્છમાં વરસાદની આગાહી ૨૯ માર્ચે ઉત્તર ગુજરાતના બનાસકાંઠા અને કચ્છ જિલ્લાના છૂટાછવાયા સ્થળોએ હળવો વરસાદ કે ગાજવીજ સાથે વરસાદ થવાની જયારે ૩૦ માર્ચના રોજ બનાસકાંઠા ઉપરાંત પાટણ, સાબરકાંઠા, અરવલ્લી, દાહોદ અને મહીસાગર જિલ્લામાં પણ હળવા વરસાદની આગાહી કરાઈ છે. અમદાવાદમાં આજે મહત્તમ તાપમાન ૩૭.૧ ડિગ્રી અને લઘુત્તમ તાપમાન ૨૫.૪ ડિગ્રી નોંધાયું હતું. અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન હજુ પણ સક્રિય છે એક નવું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અસર કરે તેવી શક્યતા હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, દક્ષિણપૂર્વ રાજસ્થાન અને તેની આસપાસના વિસ્તારોમાં 1.5 કિલોમીટરની ઊંચાઈ પર રહેલું અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન હજુ પણ સક્રિય છે. આ ઉપરાંત, પશ્ચિમ રાજસ્થાન અને મધ્ય પાકિસ્તાનને અડીને આવેલા પ્રદેશોમાં પણ 1.5 કિલોમીટરની ઊંચાઈ પર અન્ય એક અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન યથાવત રહ્યું છે. દરમિયાન, 28 માર્ચ, 2.26ની રાતથી ઉત્તરપશ્ચિમ ભારતના વિસ્તારોમાં એક નવું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અસર કરે તેવી શક્યતા છે, જેના કારણે હવામાનમાં ફેરફાર જોવા મળી શકે છે. આ પણ વાંચો : Gujarat Latest News Live : ગુજરાતમાં ગરમીનું પ્રમાણ ઘટશે, ઉત્તર ગુજરાતમાં કમોસમી વરસાદની કરાઈ આગાહી

Read Full Story arrow_forward
Vadodara News : ઇરાન-ઇઝરાયેલ યુદ્ધના કારણે કેમિકલ સપ્લાય ચેનને અસર, કેમિકલ સેક્ટરના લોજિસ્ટિક ખર્ચમાં વધારો થયો
calendar_today March 28, 2026

Vadodara News : ઇરાન-ઇઝરાયેલ યુદ્ધના કારણે કેમિકલ સપ્લાય ચેનને અસર, કેમિકલ સેક્ટરના લોજિસ્ટિક ખર્ચમાં વધારો થયો

જેના પગલે વડોદરા, પાદરા, નંદેસરી, દહેજ. અંકલેશ્વર, મંજુસર -સાવલી, પાનોલી, વાપી સહિતની ઔદ્યોગિક વસાહતમાં આવેલી કેમિકલ કંપનીઓની સપ્લાય ચેન ખોરવાઈ જવા પામી છે. બીજી તરફ ઔદ્યોગિક ઉત્પાદન માટે વપરાશમાં લેવામાં આવતા ગેસનો પુરવઠો પણ ઘટી જવા કારણે થણી કંપનીઓમાં ઉત્પાદન પ્રક્રિયા ગણનાપાત્ર રીતે ખોરવાઈ જવા પામી છે. કેમિકલ કંપનીઓની આર્થિક હાલત કફોડી બની જવા પામી છે એક તરફ કાચોમાલની કિંમતમાં ૫૦ ટકાથી પપ ટકાનો વધારો થવા છતાં પુરતા પ્રમાણમાં ન મળવા, બીજી તરફ ઔદ્યોગિક ગેસનો પુરવઠો ઘટી જતાં કેમિકલ સેક્ટરના નાના મોટા એકમોમાં કટોકટી સર્જાઈ છે. સપ્લાય ચેન ખોરવાઇ જવાની સાથે સાથે લોજિસ્ટિક ખર્ચમાં વધારો થયો છે. કેમિકલ એકમો હાલમાં સખ્ત નાણાં ભીડ અનુભવી રહ્યા છે. વર્કિંગ કેપિટલની કટોકટી પણ આ એકમોમાં હાલ જોવા મળી રહી છે. કોરોના સમયમાં જે રીતે સરકારે વર્કિંગ કેપિટલ અંગેની રાહતો જાહેર કરી હતી તેવી રાહતો હાલની સ્થિતિમાં જાહેર કરવાની પણ માગણી ઉઠી છે. વડોદરા દેશમાં પેટ્રોકેમિકલ અને કેમિકલને સેક્ટરમાં મોખરાનું સ્થાન ધરાવે છે કુંડ અને નેચરલ ગેસ તથા પેટ્રોકેમિકલ ઉત્પાદનો હોમુંઝની ખાડી માર્ગે આયાત થાય છે. ઓમાન, સાઉદી અરેબિયા, કતારમાંથી એમોનિયાની આયાત થાય છે. હાલમાં દેશોમાં હુમલા થઈ રહ્યા હોવાના કારણે ભારતની આયાતમાં ભારે ઘટાડો થયો છે. ફર્ટિલાઇઝરના ઉત્પાદનમાં વપરાતા એમોનિયાની આયાત પણ ગણનાપાત્ર રીતે થટી જવા પામી છે. એક તરફ એમોનિયાની અછત અને બીજી તરફ નેચરલ ગેસનો પુરવઠો પુરતા પ્રમાણમાં ન મળતા ઘણા એકમોને આગામી સમયમાં ઉત્પાદન ચાલુ રહેશે કે કેમ ? તેવો પ્રશ્ન જોવા મળી રહ્યો છે. એમોનિયાને સંગ્રહ કરવો સરળ હોતો નથી મુંબઈની એક અગ્રણી કંપનીએ તો મિથાઈલ - ઇથાઇલ એમાઇનનું અને ડેરિવેટિવ્સનું ઉત્પાદન એમોનિયા ગેસ ન મળવાના કારણે બંધ કરી દીધું છે. આ કંપનીના ત્રણ પ્લાન્ટ છે. બીજી એક એમોનિયા ઉત્પાદક કંપનીએ પણ એમોનિયા ન મળતાં ઉત્પાદન બંધ કર્યુ છે. એમાઈન્સની તંગીના કારમએ એગ્રોકેમિકલ્સ, ફાર્માસ્યુટિકલ્સ અને પર્સનલ કેર ઇન્ડસ્ટ્રિઝને પણ હાલની સ્થિતિમાં ભારે પ્રત્યાઘાતી અસર પડી છે. સૂત્રો જણાવે છેકે, એમોનિયાને સંગ્રહ કરવો સરળ હોતો નથી. જે કંપની એમોનિયા ખરીદે તેને તેનો તત્કાળ ઉપયોગ કરવો પડતો હોય છે.આવનારા દિવસો શ્રમજીવીઓ માટે પણ કપરા આવી રહ્યા હોવાના એધાણ છે તાજેતરમાં નેપ્યા, ઇથિલીન, બેન્ઝિનના ભાવમાં વધારો થયો હોવાના અહેવાલ છે. આ તમામ ઉત્પાદનો ક્રુડના ભાવને સંલગ્ન હોય છે. ૮૭.૭ ટકા મિથેલોન પણ ભારતમાં હોમુંઝની ખાડી માર્ગે આયાત થાય છે. હાલમાં આ માર્ગમાંથી વહાણો ઘણા જ વિલંબથી આવી રહ્યા છે, જેના કારણે ઓટોમોટિવ, ફુલન્ટ અને પોલીસ્ટર ઉત્પાદનોના ભાવમાં જંગી વધારો થયો છે. પીપી, પીવીસીના ભાવ વધ્યા છે. કોન્ટ્રાકટ કામદારોની રોજગારી ભયમાં નાના કેમિકલ એકમોમાં આર્થિક સ્થિતિ કફોડી બની છે. બીજી તરફ યુધ્ધ લાંબુ ચાલે તો ઉત્પાદન ખર્ચ ઘટાડવાના ભાગરૂપે પણ કોન્ટ્રાક્ટ કામદારોની સંખ્યા ઘટાડવામાં આવે અથવા તો રોટેશનમાં તેમને બોલાવવામાં આવે તેમ મનાય છે. આમ આવનારા દિવસો શ્રમજીવીઓ માટે પણ કપરા આવી રહ્યા હોવાના એધાણ છે. આ પણ વાંચો : Weather News : ગુજરાતમાં કાળઝાળ ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, મોટાભાગના શહેરોમાં મહત્તમ તાપમાન 35 ડિગ્રી નોંધાયું 

Read Full Story arrow_forward