Viramgam: વિરમગામના લોખંડ બજારમા કલરની દુકાનમાં રાત્રિના અચાનક આગ લાગતા અફરાતફરી મચી
વિરમગામ શહેરના લોખંડ બજારમાં આવેલી એક કલર અને તેના માલ સમાનની હોલસેલ દુકાનમાં ગુરુવારે રાત્રે માલિકે દુકાન વસ્તી કર્યા બાદ રાત્રિના 8.30 કલાક આસપાસના સમયે અચાનક આગ ભભૂકી ઉઠી હતી. જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા અગનજ્વાળા અને ધુમાડાના ગોટેગોટા પ્રસરી જવા પામ્યા હતા. જેથી બજારમાં કતારબધ જોડાયેલ અન્ય 20થી વધુ દુકાનદારોમાં પણ દોડધામ મચી જવા પામી હતી. આ બજારમાં કલર, હાર્ડવેર, અનાજ, તેલ, ગોળ ઘીના જથ્થાબંધ વેપારીઓની પેઢીઓ છે. શરૂમાં વેન્ટિલેશન બારીમાંથી ધુમાડો બહાર આવતા વિસ્તારના કોઈ શ્રામજીવીની નજર પડતાં તુરંત તેના જાણીતાને બનાવની જાણ કરી હતી. બનાવની પાલિકામાં ફાયરબ્રિગેડના લાશ્કરોની ટીમ ફાયરફાઈટર સાથે તાબડતોબ સ્થળ પર પહોંચી કામગીરી શરૂ કરી હતી. પરંતુ આગે ભયાવહ સ્વરૂપ ધારણ કરી લીધું હોવાથી IOCની ફાયરબ્રિગેડ ટીમને પણ બોલાવાઈ હતી. ત્રણ ફાયર ફાયટર ટેન્કર આગ પર કાબુ મેળવવા કામે લગાડવામાં આવ્યા હતા. તેમજ મોડી રાત સુધી કામગીરી હાથ ધરવામાં આવી હતી. તૈયબભાઈ પેઢીની બાજુમાંજ મોટાભાઈ અલીભાઈ એન્ડ સન્સ પેઢીની દુકાનો આવેલી છે. જેમા એક કલરની દુકાન જોડેજ હોવાથી તેમાંથી માલ સામાન ખસેડવો પડયાનું જાણવા મળ્યુ છે. ત્યારે દુકાનમાં પરોઢે આગ ભભૂકી હતી.જેથી ફરીવાર બંને ફાયરબ્રિગેડ ટીમને મદદે બોલાવી પડી હતી. કુલ ત્રીસ હજાર લીટર જેટલા પાણી, અગ્નિશામકનો મારો ચલાવો પડયાનું જાણવા મળ્યુ છે. શહેરમાં લોખંડ બજાર વિસ્તારમાં કલરની દુકાનમાં આગ બનાવના વાવડ શહેરમાં પ્રસરતા મોટી સંખ્યામાં લોકો ઉમટી પડયા હતા.જેથી કાયદો વ્યવસ્થા જાળવવા માટે શહેર પોલીસે વિસ્તારમાં બંદોબસ્ત ગોઠવી દીધો હતો. દુકાનમાં આગ લાગવાનું પ્રાથમિક કારણ વીજ સૉર્ટસર્કિટ થવાથી લાગી હોવાની વકી સેવાઈ હતી.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો https://sandesh.com/maru-saher-maru-gaam
Read Full Story arrow_forward