GODHRA: દિલ્હી - મુંબઈ કૉરીડૉર માટે ચાર વર્ષ પહેલાં તોડી પડાયેલું હેલ્થ સેન્ટર
ગોધરાના નાની કાંટડી ખાતેથી દિલ્હી - મુંબઈ નેશનલ કોરિડોર પસાર થઈ રહ્યો છે. આ માર્ગના નિર્માણ દરમિયાન બે વર્ષ અગાઉ તોડી નાંખવામાં આવેલું આરોગ્ય વિભાગનું હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર હજી સુધી નવીન નહીં બનાવાતાં જરૂરિયાતમંદ દર્દીઓને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. હંગામી ધોરણે ભાડાના મકાનમાં શરૂ કરાયેલું વેલનેસ સેન્ટર આજે પણ નાની દુકાનમાં જ અપૂરતી વ્યવસ્થાઓ વચ્ચે કાર્યરત છે, જેથી વહેલી તકે નવીન હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર બનાવવા સ્થાનિકોમાં ઉગ્ર માંગ ઉઠી છે.દિલ્હીથી મુંબઈને જોડતાં નેશનલ કોરિડોર ભારત માલા પ્રોજેકટ હેઠળ માર્ગ બનાવવાની ખેડૂતો સહિત સરકારી મિલકતો અને જમીનો સંપાદિત કરવામાં આવી છે. દરમિયાન આ કામગીરી માટે વર્ષ 2022 માં મુંબઈ દિલ્હી નેશનલ કોરિડોર નિર્માણ માટે આડે આવતી ગોધરા તાલુકાના નાની કાંટડી ખાતે હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર વાળી જમીન પણ સંપાદિત કરાઈ હતી. દરમિયાન આ જમીનમાં આવેલું નાની કાંટડી ગામનું આરોગ્ય વિભાગનું હેલ્થ અને વેલનેસ સેન્ટર તોડી નાંખવામાં આવ્યું હતું. દરમિયાન આ કેન્દ્રને તાત્કાલિક અસરથી ગામમાં ભાડાની દુકાનમાં કાર્યરત કરાયું હતું અને જેનો ભાડા કરાર હાઇવે ઓથોરિટીએ કરી દુકાન માલિકને ભાડું ચૂકવવાની શરૂઆત કરી હતી આ સાથે જ આગામી સમયમાં નવીન હેલ્થ સેન્ટર બનાવી આપવા પણ ખાતરી આપી હતી.જોકે છેલ્લા ત્રણ વર્ષથી હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર નવીન બન્યું નથી જેથી આજેપણ ભાડાની નાની દુકાનમાં આ આરોગ્ય કેન્દ્ર કાર્યરત છે જેથી જરૂરિયાતમંદ દર્દીઓ સહિતને યોગ્ય પૂરતી આરોગ્ય સેવા મળતી નથી.આરોગ્ય કેન્દ્રમાં અપૂરતી જગ્યાના કારણે કેટલીક સુવિધા ઉપલબ્ધ નહિં સગર્ભા મહિલાઓ સહિતને જરૂરી રિપોર્ટ કે વધુ સારવાર માટે મહેલોલ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અથવા ગોધરા સિવિલ હોસ્પિટલમાં લાંબા થવું પડે છે અને જેના માટે સમય અને નાણાંનો દુર્વ્યય થાય છે જેથી સત્વરે નવીન આરોગ્ય કેન્દ્ર બનાવવા સ્થાનિકોમાં ઉગ્ર માંગ ઉઠી છે. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો https://sandesh.com/maru-saher-maru-gaam
Read Full Story arrow_forward