android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Himatnagar: પોશીનાના બારા ગામમાં 'ખળા'ની પરંપરા જીવંત
calendar_today March 28, 2026

Himatnagar: પોશીનાના બારા ગામમાં 'ખળા'ની પરંપરા જીવંત

આજનો યુગ રોકેટ ગતિએ દોડતી ટેકનોલોજી અને અત્યાધુનિક મશીનરીનો યુગ છે. ખેતીકામમાં હવે ટ્રેક્ટર, થ્રેસર અને હાર્વેસ્ટર જેવા સાધનોનો વ્યાપ વધ્યો છે, જેને કારણે કલાકોનું કામ મિનિટોમાં પૂરું થાય છે. પરંતુ સાબરકાંઠા જિલ્લાના પોશીના તાલુકાના અંતરિયાળ વિસ્તારમાં આવેલું બારા ગામ આજે પણ પોતાની પ્રાચીન પરંપરાને વળગી રહ્યું છે. અહીંના ગરાસિયા સમાજના લોકો આજે પણ પૂર્વજોના સમયની પદ્ધતિથી ઘઉંનો પાક તૈયાર કરે છે.બારા ગામ અને તેની આસપાસનો વિસ્તાર ડુંગરાળ અને ભૌગોલિક રીતે અત્યંત વિષમ છે. આશ્ચર્યની વાત એ છે કે, આઝાદીના આટલા દાયકાઓ પછી પણ અહીં પાકા રસ્તાઓનો અભાવ છે. રસ્તા ન હોવાને કારણે આધુનિક ખેતીના સાધનો કે ટ્રેક્ટર ખેતરો સુધી પહોંચી શકતા નથી. પરિણામે, અહીંના 500થી વધુ લોકો આજે પણ પરંપરાગત ખેતી પર નિર્ભર છે. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો https://sandesh.com/maru-saher-maru-gaam

Read Full Story arrow_forward
Himatnagar: કુકડીયામાં કચરા નિકાલની ઈ-રિક્ષા પડી રહેતા તર્કવિતર્ક
calendar_today March 28, 2026

Himatnagar: કુકડીયામાં કચરા નિકાલની ઈ-રિક્ષા પડી રહેતા તર્કવિતર્ક

ઇડર તાલુકાના કુકડીયા ગામમાં સ્વચ્છતા માટે ઇડર તાલુકા પંચાયત દ્વારા આપવામાં આવેલી ઈ- રિક્ષા હાલ ઉપયોગ થતો ન હોવાને કારણે ગામમાં અનેક તર્કવિતર્ક શરૂ થયા છે. એટલુ જ નહીં પણ આ સરકારી રિક્ષા ગામમાં આવેલા એક ઘર નજીક પડી છે.આ અંગેની વિગત એવી છે કે, રાજય સરકાર દ્વારા તાલુકા પંચાયતો મારફતે ગ્રામ પંચાયતોને ગામમાંથી કચરો એકત્ર કરી તેનો યોગ્ય નિકાલ કરવા માટે ઈ-રિક્ષા અપાઈ રહી છે ત્યારે ઈડર તાલુકાના કુકડીયા ગામે પંચાયતને અપાયેલી આ રિક્ષા છેલ્લા કેટલાક સમયથી ગામમાં આવેલા એક ઘર નજીક રસ્તા પર ધુળ ખાઈ રહી છે. જેથી ગામમાં રોજબરોજ એકત્ર થતાં કચરાનો નિકાલ ન થતો હોવાનો ગ્રામજનોનો આક્ષેપ છે. ગ્રામજનોનું કહેવું છે કે, કચરાના વ્યવસ્થાપનમાં ઉભી થતી સમસ્યા ગામમાં ગમે ત્યારે ગંદકી અને રોગચાળો નોતરે તેવી શકયતા નકારી શકાતી નથી. વધુમાં જણાવાયા મુજબ, લાગતા વળગતાઓએ સરકારે આપેલી આ ઈ- રિક્ષાનો સદ્પયોગ થાય તે જરૂરી છે. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો https://sandesh.com/maru-saher-maru-gaam

Read Full Story arrow_forward
Himatnagar: ઇડર સપ્તેશ્વર નદીમાં ડૂબી જવાથી ખેરાલુના યુવકનું મોત
calendar_today March 28, 2026

Himatnagar: ઇડર સપ્તેશ્વર નદીમાં ડૂબી જવાથી ખેરાલુના યુવકનું મોત

ઇડર તાલુકાના સપ્તેશ્વર પાસે આવેલી નદીમાં ન્હાવા ગયેલા યુવકોમાં ખેરાલુ તાલુકાના ગણેશપુરાના 22 વર્ષીય આશાસ્પદ યુવકનું ડૂબી જવાથી મોત નિપજ્યું હોવાની દુઃખદ ઘટના સામે આવી છે. જેના કારણે મૃતક યુવાનના પરીવારજનો અને ગણેશપુરા ગામમાં શોકનો માહોલ છવાયો છે.આ અંગે મળતી માહિતી મુજબ, ખેરાલુ તાલુકાના ગણેશપુરા ગામના આશરે 22 વર્ષીય રાહુલ સહિત 5 જેટલા યુવકો નદીમાં ન્હાવા પડયા હતા, આ દરમિયાન રાહુલ અચાનક ઊંડા પાણીમાં જતાં ડૂબી ગયો હતો, જેને કારણે અન્ય યુવકોમાં ગભરાટ ફેલાયો હતો. ઘટનાની તાત્કાલિક જાણ સપ્તેશ્વર ગામના સરપંચ મુકેશ પટેલ દ્વારા ઇડર ફાયર ટીમ અને જાદર પોલીસ સ્ટેશનને કરવામાં આવી હતી. માહિતી મળતા જ ફાયર ટીમ ઘટનાસ્થળે પહોંચી અને રાહુલની શોધખોળ હાથ ધરી હતી. ભારે મહેનત બાદ ફાયર ટીમ દ્વારા યુવકની લાશને બહાર કાઢવા માટે કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. આ ઘટનાને પગલે સમગ્ર્ર વિસ્તારમાં શોકનો માહોલ છવાઈ ગયો છે. યુવાન વયે થયેલા આ દુઃખદ અવસાનથી પરિવારજનો પર આકાશ તૂટી પડયું છે. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો https://sandesh.com/maru-saher-maru-gaam

Read Full Story arrow_forward