android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
GODHRA: ગોધરાની શેઠ પેટી આર્ટ્સ એન્ડ સાયન્સ કૉલેજના NSSની વાર્ષિક શિબિર યોજાઈ
calendar_today March 28, 2026

GODHRA: ગોધરાની શેઠ પેટી આર્ટ્સ એન્ડ સાયન્સ કૉલેજના NSSની વાર્ષિક શિબિર યોજાઈ

ગોધરાની શેઠ પેટી આર્ટસ એન્ડ સાયન્સ કોલેજ દ્વારા તા.16થી 22 માર્ચ દરમિયાન વાસાપુર પ્રાથમિક શાળા ખાતે એન.એસ.એસ ની વાર્ષિક શિબિર યોજાઇ હતી. જેમાં વિદ્યાર્થીઓ અને સ્ટાફ્ મેમ્બર્સ દ્વારા વિવિધ રચનાત્મક કાર્યક્રમો થયા હતા.ગામમાં ખાસ મહારેલી, ઘેર ઘેર ખજૂર વિતરણ, શાળાના બાળકો માટે ચપ્પલનું વિતરણ, તજજ્ઞ સુજાત વલી ( ગાયનેકોલોજિસ્ટ), નિરંજન પુરાણી (કાયદા નિષ્ણાત), પ્રદીપસિંહ હાડા (જિલ્લા આંકડા અધિકારી) સહિતના મહાનુભાવોએ વિદ્યાર્થીઓને વિવિધ વિષયો પર વક્તવ્ય આપ્યું હતું. મેગા હેલ્થ કેમ્પમાં દ્રષ્ટિ નેત્રાલય દાહોદની મદદથી નેત્ર નિદાન કેમ્પ, આરબીએસકેની મદદથી હેલ્થ ચેકઅપ કેમ્પ યોજાયો હતો. પીએચસી મહેલોલની મદદથી ડો.ચિરાગ રાણાના અધ્યક્ષતામાં બ્લડ ગ્રુપીંગ કેમ્પ યોજાયો હતો. કોલેજના તેમજ શાળાના વિદ્યાર્થીઓએ ખાસ ગ્રામજનો માટે વ્યસન મુક્તિ, નારી શક્તિ, બેટી બચાવો બેટી પઢાવો અને બાળ વીવાહ જેવા વિષયો પર નાટકો ઉપરાંત ડાન્સ અને ગીતો રજૂ કર્યા હતા. ગામમાં શૈક્ષણિક સિદ્ધિ મેળવેલ અને ગ્રેજ્યુએટ થયેલ વિદ્યાર્થીનીઓ અને વિદ્યાર્થીઓનું સન્માન પત્ર આપીને સન્માન કરાયું હતું. કેમ્પમાં અને કોલેજમાં NSS કાર્યોમાં સુંદર દેખાવ કરેલ વિદ્યાર્થીઓને ટ્રોફી આપી સન્માનિત કરાયા હતા. ચિત્ર સ્પર્ધા, મહેંદી સ્પર્ધા અને પોસ્ટર સ્પર્ધાના વિનર્સને પણ ટ્રોફી એનાયત કરાઈ હતી. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો https://sandesh.com/maru-saher-maru-gaam

Read Full Story arrow_forward
Himatnagar: ખેડબ્રહ્મા-અસારવા ટ્રેન લાઇનના ઈ -લોકાર્પણ પૂર્વે બેઠક યોજાઈ, કાર્યક્રમના તૈયારી અંગે ચર્ચા
calendar_today March 28, 2026

Himatnagar: ખેડબ્રહ્મા-અસારવા ટ્રેન લાઇનના ઈ -લોકાર્પણ પૂર્વે બેઠક યોજાઈ, કાર્યક્રમના તૈયારી અંગે ચર્ચા

અડધા સાબરકાંઠાને રેલવેની સુવિધા મળે તે આશ્યથી કેન્દ્રીય રેલ મંત્રાલય દ્વારા કરોડો રૂપિયાના ખર્ચે હિંમતનગરથી 55 કિ.મી. દુર આવેલા યાત્રધામ ખેડબ્રહ્મા વચ્ચે બ્રોડગેજ રેલવે લાઈન તૈયાર થઈ ગઈ છે ત્યારે ઈડર, વડાલી, ખેડબ્રહ્મા સહિત જિલ્લાના પછાત વિસ્તારોને ટ્રેનનો લાભ મળે તે આશ્યથી તા.31 માર્ચના રોજ ગુજરાતની મુલાકાતે આવી રહેલા વડાપ્રધાન ખેડબ્રહ્માથી વાયા હિંમતનગર થઈ અસારવા સુધીની નવીન ટ્રેનનું ઈ-લોકાર્પણ કરવાના છે ત્યારે તૈયારીઓના ભાગરૂપે શુક્રવારે ખેડબ્રહ્મા ખાતે અધિકારીઓ અને પદાધિકારીઓની બેઠક યોજાઈ હતી. જેમાં વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરાઈ હતી.આ અંગેની વિગત એવી છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી તા.31 માર્ચે ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે ત્યારે તેઓ વિવિધ પ્રકલ્પોનું લોકાર્પણ અને રેલવેના કેટલાક કામોનું પણ ઈ-લોકાર્પણ કરનાર છે ત્યારે વહીવટી તંત્ર દ્વારા તૈયારીઓને આખરી ઓપ આપવા માટે તબક્કાવાર બેઠકો યોજાઈ રહી છે. જે અંતર્ગત શુક્રવારે કાર્યક્રમની તૈયારીઓના ભાગરૂપે ખેડબ્રહ્મા સર્કિટ હાઉસ ખાતે બેઠક યોજાઈ હતી જેમાં ભાજપના હોદ્દેદારો, મામલતદાર, નગરપાલિકા ચીફ ઓફિસર, પાલિકાના ચૂંટાયેલા સભ્યો તેમજ શહેર અને તાલુકાના ભાજપના હોદ્દેદારો તથા ખેડબ્રહ્મા શહેર વેપારી મહામંડળના પ્રમુખ અને અન્ય વેપારીઓની ઉપસ્થિતીમાં ચર્ચા કરાઈ હતી. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો https://sandesh.com/maru-saher-maru-gaam

Read Full Story arrow_forward
Himatnagar: શામળપુરમાં વર્ષથી ઊભી કરાયેલી નવી DP શોભાના ગાંઠિયા સમાન
calendar_today March 28, 2026

Himatnagar: શામળપુરમાં વર્ષથી ઊભી કરાયેલી નવી DP શોભાના ગાંઠિયા સમાન

શામળાજી નજીક આવેલા શામળપુર ગામમાં વીજ કંપનીની ગંભીર બેદરકારી સામે આવી છે. ગામમાં છેલ્લા એક વર્ષથી નવી ડી.પી. (ટ્રાન્સફેર્મર) નાખી દેવામાં આવી હોવા છતાં હજુ સુધી કનેક્શન ન અપાતા ગ્રામજનો અને ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. અગાઉ ગામમાં 100 વોલ્ટની ડી.પી. કાર્યરત હતી, પરંતુ કનેક્શન વધતા લોડ વધી ગયો હતો. જેના ઉકેલ માટે અધિકારીઓએ નવી ડી.પી. નાખવાની સૂચના આપી હતી. વીજ કંપનીની સૂચના મુજબ, ગ્રાહકોએ એક વર્ષ પહેલા જ ડિપોઝિટની રકમ ભરી દીધી છે. નવી ડી.પી. પણ ઉભી કરી દેવાઈ છે પરંતુ હજુ સુધી તેના પરથી કનેક્શન આપવામાં આવ્યા નથી. વધુમાં હાલની ડી.પી. પર મોટા વેલાઓ ચઢી ગયા છે અને આખું ટ્રાન્સફેર્મર ઢંકાઈ ગયું છે, જે ગમે ત્યારે શોર્ટ સર્કિટનું કારણ બની શકે તેમ છે. ખેતરોમાં વીજળીના તાર એટલી હદે નીચે લટકે છે કે હાથ અડી જાય તેવી સ્થિતિ છે. આ બેદરકારીને કારણે ખેડૂતોનો પાક સળગી જવાની કે પશુ- માનવ જાનહાનિની ભીતિ સેવાઈ રહી છે. ગામના આગેવાન મહેન્દ્રભાઈ પટેલે જણાવ્યું હતું કે, અમે શામળાજી ઓફ્સિમાં વારંવાર લેખિત અને મૌખિક રજૂઆતો કરી છે, પરંતુ અધિકારીઓ અમારી વાત સાંભળવા તૈયાર નથી. જો ભવિષ્યમાં કોઈ મોટી હોનારત સર્જાશે, તો તેના માટે જવાબદાર કોણ? ગ્રામજનોની માંગ છે કે, તંત્ર જાગે અને તાત્કાલિક ધોરણે નવી ડી.પી. માંથી કનેક્શન આપી, લટકતા તારોનું નિરાકરણ લાવે. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો https://sandesh.com/maru-saher-maru-gaam

Read Full Story arrow_forward