Surendranagar: થાન તળાવની પાળ પાસે બાવળની આડમાં દારૂ વેચતો શખ્સ પકડાયો
થાનગઢ પોલીસની ટીમને પેટ્રોલિંગમાં આંબેડકરનગરમાં રહેતો પ્રકાશ લાલજીભાઈ સોલંકી તળાવની પાળ પાસે બાવળની આડમાં દારૂ વેચતો હોવાની બાતમી મળતા રેડ કરાઈ હતી. જેમાં આરોપી પ્રકાશ સોલંકી નાસવા લાગતા પોલીસે કોર્ડન કરીને તેને ઝડપી લીધો હતો. જયારે બાવળમાંથી 393 દારૂના ચપલા અને બીયરના 16 ટીન મળી કુલ રૂ. 1,04,720નો મુદ્દામાલ જપ્ત કરાયો હતો. આરોપી સામે ફરિયાદ નોંધી વધુ તપાસ પોલીસ ચલાવી રહી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, થોડા દિવસો પહેલા પોલીસે પ્રકાશ સોલંકીના ઘરે રેડ કરીને 1.61 લાખનો દારૂ જપ્ત કર્યો હતો. આ ગુનામાં આરોપી ફરાર હતો. જયારે સુરેન્દ્રનગર એ ડીવીઝન પોલીસે શહેરના અમન પાર્કમાં રહેતો રઈશ ખોખર તેના રહેણાક મકાને વિદેશી દારૂ રાખી વેચાણ કરતો હોવાની બાતમી મળતા રેડ કરાઈ હતી. જેમાં રઈશ સલીમભાઈ ખોખર દારૂના 109 ચપલા અને મોબાઈલ સહિત રૂ. 44,975ની મત્તા સાથે પકડાયો હતો. આ શખ્સની પ્રાથમીક પુછપરછમાં આ દારૂ તે દસાડાના સેડલાના નવાજ બહાદુરખાન મલેક પાસેથી વેચાણે લાવ્યો હોવાનું જણાવતા બન્ને સામે એ ડીવીઝન પોલીસ મથકે ગુનો નોંધાયો છે. સેડલાના નવાજ પઠાણને ઝડપી લેવા વધુ તપાસ એચસી વી.પી.પરમાર ચલાવી રહ્યા છે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો https://sandesh.com/maru-saher-maru-gaam
Read Full Story arrow_forward