Mandal: માંડલ પંથક જય રઘુવીર લાલકીના જયઘોષથી ગુંજી ઉઠયો
માંડલ : માંડલ નગર સહિત તાલુકા ગ્રામ્યમાં રામનવમીના પર્વની હર્ષોલ્લાસથી ઉજવણી કરાઈ હતી ત્યારે સમગ્ર અમદાવાદ જિલ્લામાં માંડલ નગરની મધ્યે આવેલ સ્વામીજી આશ્રામ ખાતે સ્વામીજી સત્સંગ ભવનમાં રામાર્ચા, અન્નકુટ તેમજ ભક્તો દ્વારા હનુમાન ચાલીસાના પાઠ, અખંડ રામધૂન અને મારૂતિ યજ્ઞ તેમજ બપોરે મધ્યાન સમયે 12 કલાકે ભગવાન રામચંદ્રજી મહારાજના જન્મોત્સવ નિમિતે અન્નકુટ ભોગ, મહાઆરતી યોજાઈ હતી. નગરના મોટારામજી મંદિર, ખારાપાટ પંચાલ સમાજ રામજી મંદિર તેમજ નગરમાં આવેલ રાધાજી મહિલા મંદિર, સ્વામીનારાયણ મંદિર સહિતના મંદિરોમાં ભગવાનના જન્મોત્સવની ઉજવણી કરાઈ હતી.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો https://sandesh.com/maru-saher-maru-gaam
Read Full Story arrow_forward