android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
LUNAWADA: નેશનલ સ્ટેમ ક્વિઝમાં મહીસાગર જિલ્લાના 24 વિદ્યાર્થીઓએ ભાગ લીધો
calendar_today March 28, 2026

LUNAWADA: નેશનલ સ્ટેમ ક્વિઝમાં મહીસાગર જિલ્લાના 24 વિદ્યાર્થીઓએ ભાગ લીધો

મહિસાગર જિલ્લાના 12 સિનિયર અને 12 જુનિયર કેટેગરીના મળી કુલ 24 વિદ્યાર્થીઓએ અમદાવાદના સાયન્સ સિટી ખાતે યોજાયેલા નેશનલ STEM 4.0 ગ્રાન્ડ ફિનાલેમાં ભાગ લીધો હતો.જેમાં સિનિયર કેટેગરીમાં (1) મોહમ્મદ અલ્ફેજ હારૂનભાઈ મલેક (2) ગુલામ્મોહ્યુદ્દીન ઈમરાનખ્તર શેખ (3) વર્ષા ગલાભાઈ મછાર (4) સોનલ મગનભાઈ ડામોર (5) રાજગીરી દિનેશગીરી ગોસાઈ (6) સાગર કનુભાઈ ડામોર (7) યુગ સુજલકુમાર દોશી (8) પ્રિતેશ સોમાભાઈ પટેલીયા (9) પ્રથમ ભરતકુમાર સેવક (10) હર્ષિતા પ્રહલાદભાઈ લખારા (11) કયારાજ મનોજકુમાર પરમાર (12) તુષાર પ્રવતભાઈ પરમાર તેમજ જુનિયર કેટેગરીમાં (1) ફ્ઝેલા મોઇનુદ્દીન પોરજાદા (2) સૈફ્ શેખ (3) બ્રિજરાજસિંહ જયદિપસિંહ પુવાર (4) વૈશાલી દેવેન્દ્રભાઈ બારીયા (5) નિધિ માવાભાઈ પટેલ (6) અનિલ નિલેશભાઈ વણજારા (7) નેત્રા ભરતકુમાર પટેલ (8) હબીબ લીમડીયાવાલા (9) યશ અલ્પેશકુમાર પ્રજાપતિ (10) નિરાલી છગનભાઈ પરમાર (11) અરવિંદ ચંદનસિંહ ઠાકોર (12) ફહાદ શેખ રફીક. આ તમામ વિદ્યાર્થીઓએ ઝોનલ સ્તરે શ્રેષ્ઠ પ્રદર્શન કરી રાષ્ટ્રીય સ્તર સુધી પહોંચ્યા હતાં. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો https://sandesh.com/maru-saher-maru-gaam

Read Full Story arrow_forward
Dholka: ધોળકા યુવક મંડળ દ્વારા ભવ્ય શોભાયાત્રા યોજાઈ
calendar_today March 28, 2026

Dholka: ધોળકા યુવક મંડળ દ્વારા ભવ્ય શોભાયાત્રા યોજાઈ

ધોળકા : ભગવાન શ્રીરામના જન્મોત્સવના પાવન પર્વ નિમિતે નગરમાં ધોળકા યુવક મંડળ દ્વારા શોભાયાત્રાનું આયોજન કરાયું હતું. ગુરુવારે સાંજે મઘીયા વિસ્તારમાં બાપા સીતારામ મઢુલી ખાતેથી શોભાયાત્રાનો પ્રારંભ થયો હતો. જેમાં નગરના આગેવાનો અને શ્રાદ્ધાળુઓ ઉત્સાહભેર જોડાયા હતા. યાત્રા શહેરના મુખ્ય માર્ગો જેમ કે શેઠ હસનઅલી હાઈસ્કૂલ, કુબેરજી મંદિર, ખારાકુવા ચાર રસ્તા, શિવજી મંદિર, ખત્રી ઢાળ, પંચશીલ ચાર રસ્તા, કંસારા ઓળ, પોલીસ લાઇન, જૂની શાક માર્કેટ, લકી ચોક, અલકા રોડ, મદાર ઓટા, ટાવર બજાર, બુરૂજ રોડ, રેનવાડા, ગનીપુર, મોહંમદી સ્કૂલ અને નવી નગરપાલિકા માર્ગે ફરીને કલિકુંડ સર્કલ ખાતે પહોંચી શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થઈ હતી.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો https://sandesh.com/maru-saher-maru-gaam

Read Full Story arrow_forward
GODHRA: અંતરિયાળ માર્ગ પરનો તૂટેલો કોઝ-વે રિપેર નહીં કરાતા લોકોને હાલાકી
calendar_today March 28, 2026

GODHRA: અંતરિયાળ માર્ગ પરનો તૂટેલો કોઝ-વે રિપેર નહીં કરાતા લોકોને હાલાકી

ગોધરા તાલુકાના ભાટપુરાથી કાલોલના નાની ભાદરોલી ગામને જોડતાં આંતરિક માર્ગને જોડતો કોઝ-વે તૂટી જતાં સ્થાનિકોને ભારે હાલાકી વેઠવી પડે છે. ચોમાસા દરમિયાન મેશરી નદી પર બાંધવામાં આવેલો કોઝ વે તૂટી ગયો હતો, ત્યારબાદ સંલગ્ન વિભાગ દ્વારા હજી સુધી સમારકામ કરાયું નથી, જેથી સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.કાલોલના નાની ભાદરોલી નજીકથી પસાર થતી મેશરી નદી ઉપર કોઝ વે બનાવાયો હતો. ભાટપુરા અને નાની ભાદરોલી ગામને જોડતાં મુખ્ય આંતરિક માર્ગને જોડતો આ કોઝ વે સ્થાનિકોને અવરજવર માટે મહત્વનો છે. ગામના રહીશોના જણાવ્યા મુજબ અહીંથી પશુપાલકો દૂધ મંડળી એ આપવા માટે ભાટપુરા અવરજવર કરતાં હોય છે એવી જ રીતે વિદ્યાર્થીઓ પણ અભ્યાસ માટે જતાં હોય છે. આ ઉપરાંત બિમાર દર્દીઓને લાવવા લઈ જવા માટે સ્થાનિકો આ જ માર્ગનો ઉપયોગ કરે છે. ચોમાસામાં કોઝ વે તૂટી ગયા બાદ પાણીનો સંગ્રહ થતાં અવરજવર બંધ થઈ ગઈ હતી. જેથી પ્રસૂતા મહિલા કે અશક્ત બિમાર દર્દીઓને ખાટલામાં ઊંચકીને લઈ જવા પડે છે. જેથી તૂટેલા કોઝ વે ને ચોમાસા પૂર્વે જરૂરી સમારકામ કરવા સ્થાનિકોએ ઉગ્ર માંગ કરી છે. આ અંગે ગામના અગ્રણી અને સરપંચ પતિ શૈલેષભાઇ ઠાકોરે જણાવ્યું હતું કે ચોમાસામાં તૂટી ગયેલા આ કોઝ વેનું સમારકામ કરવા માટે અમે જ્યાં જરૂર જણાય ત્યાં ત્યાં રજુઆત કરી છે. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો https://sandesh.com/maru-saher-maru-gaam

Read Full Story arrow_forward