android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Gandhinagar News: ગિફ્ટ સિટીમાં એક વર્ષમાં વિદેશી દારૂના વેચાણમાં 14 ગણો વધારો, બે વર્ષમાં 87 લાખની આવક
calendar_today September 11, 2026

Gandhinagar News: ગિફ્ટ સિટીમાં એક વર્ષમાં વિદેશી દારૂના વેચાણમાં 14 ગણો વધારો, બે વર્ષમાં 87 લાખની આવક

ગાંધીનગર ગિફ્ટ સિટીમાં વાઈન એન્ડ ડાઈન ફેસિલિટી એરિયા બનાવાયો છે.જેમાં છેલ્લા બે વર્ષમાં 60.354.47 લીટર વિદેશી દારૂ વેચાયો છે.ઓગસ્ટ 2024થી સપ્ટેમ્બર 2025 સુધીમાં 3716.28 લીટર વિદેશી દારૂ જ્યારે ઓગસ્ટ 2025થી સપ્ટેમ્બર 2026 સુધીમાં 56,638.16 લીટર વિદેશી દારૂનું વેચાણ થયું છે.એક રીતે ગાંધીનગર ખાતેની ગિફ્ટ સિટીમાં એક જ વર્ષમાં વિદેશી દારૂના વેચાણમાં 14 ગણો માતબર વધારો નોંધાયો છે.દારૂના વેચાણમાં 1424 ટકાનો જંગી ઉછાળોગુજરાત વિધાનસભા ગૃહમાં એક લેખિત સવાલના જવાબમાં રાજ્યના ગૃહ વિભાગે જણાવ્યું હતું કે,31મી જુલાઈ 2026ની સ્થિતિએ બે વર્ષમાં 60,354.47 લીટર વિદેશી દારૂના વેચાણ પેટે રાજ્ય સરકારને 87.36 લાખની આવક થઈ છે.તા.1-08-2024થી તા.31-07-2025માં 3716.28 લીટર અને તા.01-08-2025થી તા.31-07-2026 સુધીમાં 56638.16 લીટર વિદેશી દારૂનું વેચાણ થયું છે.આમ દારૂના વેચાણમાં 1424 ટકાનો જંગી ઉછાળો નોંધાયો છે. હોટેલોને દારૂ વેચવા માટેના પરવાના અપાયા છેગાંધીના ગુજરાતમાં આમ તો દારૂબંધી છે,જોકે લીકર પરમિટ ધારકો, દેશ વિદેશના પ્રવાસીઓ, કોર્પોરેટ ડેલિગેટની સુવિધા માટે દારૂ પીવાની છૂટ આપવામાં આવે છે.એક અંદાજ પ્રમાણે અમદાવાદ અને ગાંધીનગર જિલ્લાની 32 જેટલી હોટેલોને દારૂ વેચવા માટેના પરવાના અપાયા છે, દારૂના વેચાણથી એકલા અમદાવાદ અને ગાંધીનગરમાંથી જ સરકારે બે વર્ષના સમય ગાળામાં રૂ.116 કરોડથી વધારેની આવક થઈ હોવાનું તાજેતરમાં જ સામે આવ્યું હતું. મહત્ત્વનું છે કે, ગિફ્ટ સિટી વિસ્તારમાં સરકારે નિયમો હળવા કર્યા છે, વાઈન એન્ડ ડાઈન પોલીસિંગ અંતર્ગત અધિકૃત હોટેલ અને ક્લબમાં ઓળખ પત્ર બતાવીને દારૂનું સેવન કરાય છે.ગિફ્ટ સિટીમાં દારૂના ટેક્સમાં મોટી રાહત ગાંધીનગર ગિફ્ટ સિટીમાં પ્રવાસનના નામે લિકર પોલીસી જાહેર કરવામાં આવી છે.વાઈન એન્ડ ડાઈન પોલીસી હેઠળ સરકારી અધિકારીઓ અને બહારથી આવતા મહેમાનો માટે દારુ પીવાની છૂટ આપવામાં આવી છે.ગિફ્ટ સિટીમાં વૈશ્વિક રોકાણકારો, સીઈઓ અને વિદેશી પ્રતિનિધિઓની અવરજવર સતત રહે છે,જેમને આંતરરાષ્ટ્રીય સ્તરની સુવિધાઓ આપવા માટે અગાઉ સરકારે દારૂબંધીના નિયમોમાં શરતી છૂટછાટ આપી હતી.હવે ટેક્સના માળખામાં મોટી રાહત આપવામાં આવી છે.નાણાં વિભાગ દ્વારા ગુજરાત વેટ એક્ટ 2003માં સુધારો કરીને નવી એન્ટ્રી નંબર 120 ઉમેરવામાં આવી છે.આ નવી જોગવાઈ હેઠળ,વેરાની રકમ 25 પૈસા કરતાં વધુ થાય ત્યાં સુધી સંપૂર્ણ મુક્તિ આપવાની સત્તાવાર જાહેરાત કરાઈ છે.આ નિયમો માત્રને માત્ર ગિફ્ટ સિટીની અધિકૃત 'વાઇન એન્ડ ડાઇન' ફેસિલિટી ધરાવતી હોટેલ્સ,ક્લબ અને રેસ્ટોરાં માટે જ લાગુ પડશે.નવા જાહેરનામા અનુસાર ગિફ્ટ સિટીમાં વાઈન એન્ડ ડાઈન ફેસિલિટી અંતર્ગત જે વિદેશી દારૂ પીરસવામાં આવશે તેના પર હવે વેટ લાગશે નહીં.આ પણ વાંચોઃ Sandesh digital explainer: ગુજરાતની સરહદો સીલ હોવાના દાવા, જાણો કયા છે બોર્ડરથી બજાર સુધી દારૂના સ્મગલિંગના ચાર મુખ્ય કોરિડોર

Read Full Story arrow_forward
Gandhinagar News: આજે વિધાનસભામાં ત્રણ સરકારી વિધેયક રજૂ થશે, દુષ્કાળની સ્થિતિનો મુદ્દો ચર્ચાશે
calendar_today September 11, 2026

Gandhinagar News: આજે વિધાનસભામાં ત્રણ સરકારી વિધેયક રજૂ થશે, દુષ્કાળની સ્થિતિનો મુદ્દો ચર્ચાશે

ગુજરાત વિધાનસભા સત્રનો આજે અંતિમ અને મહત્વપૂર્ણ દિવસ છે.સવારે 10 વાગ્યે ગૃહની કાર્યવાહી શરૂ થશે.દિવસની શરૂઆત પ્રથમ એક કલાકના પ્રશ્નોત્તરી કાળથી થશે.આજના આખરી સત્ર દરમિયાન રાજ્યમાં ઉદ્ભવેલી દુષ્કાળની ગંભીર સ્થિતિનો મુદ્દો વિશેષરૂપે ચર્ચાના કેન્દ્રમાં રહેશે.વિધાનસભાના નિયમ 116 અંતર્ગત તાકીદની અને અગત્યની બાબત તરીકે આ મુદ્દો ઉઠાવવામાં આવશે અને કોંગ્રેસના ધારાસભ્ય તુષાર ચૌધરી આ અંગે ગૃહનું ધ્યાન દોરશે.બોર્ડ અને નિગમોના વાર્ષિક અહેવાલો ટેબલ પર મુકાશેરાજ્યના જે વિસ્તારોમાં વરસાદની અછત વર્તાઈ રહી છે ત્યાં દુષ્કાળ જાહેર કરવા તેમજ આ વિકટ પરિસ્થિતિને પહોંચી વળવા માટે રાજ્ય સરકાર દ્વારા અત્યાર સુધી લેવાયેલા રાહત પગલાં અને પશુપાલકો તથા ખેડૂતો માટે કરવામાં આવેલા વિવિધ કાર્યોની સત્તાવાર માહિતી સરકાર દ્વારા ગૃહમાં રજૂ કરવામાં આવશે.સત્રના અંતિમ ચરણમાં રાજ્યના અલગ-અલગ બોર્ડ અને નિગમોના વાર્ષિક અહેવાલો પણ ગૃહમાં ટેબલ કરવામાં આવશે, તેમજ આગામી દિવસોની સંસદીય પ્રક્રિયા માટે છેલ્લા દિવસનો પ્રસ્તાવ રજૂ કરવામાં આવશે.ત્રણ મહત્વપૂર્ણ સરકારી વિધેયકો રજૂ કરવામાં આવશેઆ ઉપરાંત,આજના દિવસની સરકારી કામગીરી અંતર્ગત ગૃહમાં ત્રણ મહત્વપૂર્ણ સરકારી વિધેયકો રજૂ કરવામાં આવશે. જેમાં વેપાર અને ઉદ્યોગ સાહસિકતાને વધુ સુગમ બનાવવા માટે ગુજરાત ઇઝ ઓફ ડુઈંગ બિઝનેસ વિધેયક,ભાડા કરાર અને મકાનમાલિક-ભાડૂતના નિયમોમાં સુધારા માટે ગુજરાત ભાડા વિધેયક અને ખેતીની જમીનના ટુકડા પડતા અટકાવવા તથા તેના એકત્રીકરણ માટેનું સુધારા વિધેયક સામેલ છે. GST કાયદામાં સુધારા માટેનું વિધેયક અને ગુજરાત જમીન મહેસૂલ (સુધારા) વિધેયક સહિતની કામગીરી ગઈકાલના સત્ર દરમિયાન થઈ હતી. આ પણ વાંચોઃ Gandhinagar News: ગિફ્ટ સિટીમાં એક વર્ષમાં વિદેશી દારૂના વેચાણમાં 14 ગણો વધારો, બે વર્ષમાં 87 લાખની આવક

Read Full Story arrow_forward
આપ સૌને જન્મદિવસની शुभકામનાઓ 11-09-2026
calendar_today September 11, 2026

આપ સૌને જન્મદિવસની शुभકામનાઓ 11-09-2026

Khushi Bipinchand Sakshiben Mayurbhai Jaimeen Jayeshbhai Jatinbhai Jagdishbhai Purvish Vipinbhai જન્મદિવસ મુબારક, જન્મદિવસ ની શુભકામના ઓ, તમે જીવો હજારો વર્ષ.

Read Full Story arrow_forward