android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Gujarat Latest News Live: રાજ્યમાં લૉ પ્રેશર સક્રિય થયું, 15 સપ્ટેમ્બર સુધી ભારે વરસાદની શક્યતા
calendar_today September 11, 2026

Gujarat Latest News Live: રાજ્યમાં લૉ પ્રેશર સક્રિય થયું, 15 સપ્ટેમ્બર સુધી ભારે વરસાદની શક્યતા

ગુજરાત અને દેશ દુનિયાના સમાચાર સંદેશ ન્યૂઝના આ ન્યૂઝ બ્લોગ પર ક્લિક કરીને વાંચી શકશો. 11 સપ્ટેમ્બર ના બ્રેકીંગ ન્યૂઝ વાંચવા માટે આ પેજ પર બનેલા રહો અને રિફ્રેશ કરતા રહો

Read Full Story arrow_forward
Ahmedabad News: ગણેશ પંડાલને લઈ પોલીસ કમિશ્નરનું જાહેરનામું, મંજૂરી માટે આ તૈયારીઓ કરવી પડશે
calendar_today September 11, 2026

Ahmedabad News: ગણેશ પંડાલને લઈ પોલીસ કમિશ્નરનું જાહેરનામું, મંજૂરી માટે આ તૈયારીઓ કરવી પડશે

અમદાવાદ શહેરમાં ગણેશોત્સવ દરમિયાન મંડપોમાં મોટી સંખ્યામાં લોકો એકત્ર થતાં જાહેર સલામતીને ધ્યાનમાં રાખીને ફાયર સેફટી અંગે અમદાવાદ પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડ્યું છે.જેમાં ઇમરજન્સી એક્ઝિટથી માંડીને ફાયર એસ્ટિંગવિશર સહિતની સુવિધાઓ ફરજિયાત રાખવાની રહેશે.આ ઉપરાંત, ફાયર એનઓસી હશે તો જ ગણેશ પંડાલને પોલીસ મંજૂરી આપશે. મંડપમાં ફિક્સ્ડ પાર્ટિશન નહીં કરી શકાયગણેશ મંડપ, પંડાલ કે ટેમ્પરરી સ્ટ્રક્ચર સહિતની તમામ બાબતોને પોલીસ કમિશનરના જાહેરનામામાં ઉલ્લેખ કરાયો છે. જેમાં સ્કૂલ, હોસ્પિટલ, જ્વલનશીલ પદાર્થોના ગોડાઉન, ભઠ્ઠી, ઇલેક્ટ્રિક સબસ્ટેશન, ટ્રાન્સફોર્મર, હાઇટેન્શન લાઇન તથા રેલવે લાઇનથી દૂર ગણેશ પંડાલ બનાવી શકાશે.ઇમરજન્સી વખતે ફાયર, એમ્બ્યુલન્સ સહિતના વ્હીકલો સરળાથી નીકળી શકે તે માટે રસ્તા ખુલ્લાઓ રાખવાના રહેશે. આ સિવાય,મંડપની ક્ષમતા પ્રમાણે જ પ્રવેશ આપવાનો રહેશે અને વ્યક્તિદીઠ ઓછામાં ઓછી એક ચોરસ મીટર જગ્યા રાખવાની રહેશે. સીટીંગ વ્યવસ્થામાં 10 સે અને 10 બેઠક બાદ ઓછામાં ઓછો 1.5 મીટરનો પેસેજ રાખવો પડશે. મંડપમાં ફિક્સ્ડ પાર્ટિશન નહીં કરી શકાય. ઓછામાં ઓછા બે ઇમરજન્સી એક્ઝિટપરસ્પર વિરુદ્ધ દિશામાં ઓછામાં ઓછા બે ઇમરજન્સી એક્ઝિટ રાખવાના રહેશે અને બહાર નીકળવાનો ટ્રેવેલિંગ ડિસ્ટન્સ 15 મીટરથી વધુ ન હોવો જોઈએ.મંડપમાં જાહેર સૂચનાઓ માટે પબ્લિક એડ્રેસ સિસ્ટમ ફરજિયાત રહેશે. સ્ટેજની નજીક કે નીચે જ્વલનશીલ પદાર્થોનો સંગ્રહ કરી શકાશે નહીં. LPG સિલિન્ડર, ફટાકડા, રસોઈ સામગ્રી અને ધૂમ્રપાનના સાધનો રાખવા પર પણ પ્રતિબંધ રહેશે.ઇલેક્ટ્રિક વાયરિંગ નિયમો મુજબ કરાવવાનું રહેશે અને સરકારી માન્ય ઇલેક્ટ્રિકલ એન્જિનિયર પાસે તેની ચકાસણી કરાવવી પડશે. ઉત્સવ દરમિયાન ફાયર એસ્ટિંગવિશર ચલાવવાની તાલીમ ધરાવતા બે વ્યક્તિઓ રાઉન્ડ ધ ક્લોક રાખવાના રહેશે.આ પણ વાંચોઃ Gandhinagar : જમીનના દસ્તાવેજો માટે હવે લાંબી રાહ નહીં! ‘Same Day Certification’ને મંજૂરી

Read Full Story arrow_forward
Godhra: મામલતદારની ટીમ પર હુમલો, રેતી ભરેલી બે ટ્રક છોડાવી
calendar_today September 10, 2026

Godhra: મામલતદારની ટીમ પર હુમલો, રેતી ભરેલી બે ટ્રક છોડાવી

ગોધરા તાલુકામાં ગેરકાયદે રેતી ખનન અને વહન સામે કાર્યવાહી કરવા ગયેલા ગોધરા સિટી મામલતદાર અને રેવન્યુ તલાટી સહિતની ટીમ સાથે ઝપાઝપી અને મારામારી કરી ટોળુ ડિટેઈન કરેલી રેતી ભરેલી બે ટ્રકો છોડાવીને નાસી ગયું હતું. જે સનસનીખેજ બનાવ સંદર્ભે ગોધરા તાલુકા પોલીસ મથકે સરકારી કામગીરીમાં અડચણ ઊભી કરવાના મામલે પાંચ શખ્સો સામે નામજોગ સહિત કુલ 10 સામે પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવાઈ છે, જેમાં રેવન્યુ તલાટીને માર મારવા અને મામલતદાર સહિતના અધિકારીઓને ધમકી અપાઈ હોવાનો આક્ષેપ કરાયો છે. જો કે, તાલુકા પોલીસે પાછળથી બંને ટ્રકો અને ટોળાની બે કાર સહિત ચાર વાહનો જપ્ત કર્યા હતાં.ગોધરા તાલુકા પોલીસ મથકે નોંધાયેલી ફરિયાદમાં જણાવ્યા મુજબ, ગોધરા ગ્રામ્ય મામલતદાર તરુણકુમાર દિનેશભાઈ પટેલ રેવન્યુ સ્ટાફ્ સાથે રેતીના ગેરકાયદે વહન અંગે તપાસ માટે નીકળ્યા હતા. દરમિયાન ગદુકપુર પોલિટેકનિક નજીક રેતી ભરીને જતી એક ટ્રકને અટકાવી તેના ચાલક પાસે રોયલ્ટી અને જરૂરી દસ્તાવેજોની તપાસ કરાઈ હતી. ત્યારબાદ સીમલીયા રોડ તરફ્ તપાસ કરતા રેતી ભરીને જતી વધુ બે ટ્રક મળી આવી હતી. બંને ટ્રકના ચાલકો પાસે રેતી અંગેની રોયલ્ટી કે જરૂરી દસ્તાવેજો નહીં હોવાનું જણાયું હતું. જેથી રેવન્યુ ટીમે બંને ટ્રકને કાયદેસરની કાર્યવાહી માટે ડીટેઈન કરવાની પ્રક્રિયા હાથ ધરાઈ રહી હતી. જે દરમિયાન કેટલાક શખ્સો બે કારમાં આવી પહોંચ્યા હતાં. તેમજ રેવન્યુ તલાટી ચિરાગ ગોસ્વામી સાથે ઝપાઝપી કરી તેમને માર મારી ટ્રકમાંથી નીચે ધકેલી દીધા હતાં. ત્યારબાદ બંને રેતી ભરેલા ટ્રકોને ભગાવી લઈ ગયા હતાં. જેછી મામલતદાર સહિતની ટીમે તેમનો પીછો કરી આંતરતાં ટોળાએ મામલતદાર તરુણકુમાર પટેલની ગાડીને ઘેરી લઈ, ટોળામાં સામેલ ચિરાગ ઉર્ફે કન્નો વણઝારાએ મામલતદાર સાથે ઉધ્ધતાઈ કરી કોલર પકડી ઝપાઝપી અને ગાળો બોલી હુમલો કર્યો હતો. જ્યારે અન્ય શખ્સોએ સરકારી કર્મચારીઓ સાથે ઝપાઝપી કરી હતી. તેમજ અમે વણઝારા છીએ, તમને ખોટા કેસમાં ફ્સાવી દઈશું, તેમજ રેતીની ગાડીઓ પકડશો તો ગોધરામાં કેવી રીતે નોકરી કરો છો તે જોઈ લઈશું, જેવી ધમકી આપી હતી. આ દરમિયાન ગોધરા સિટી મામલતદાર મહેન્દ્રસિંહ જાડેજા તથા રેવન્યુ તલાટી ચિરાગ ગોસ્વામી સાથે પણ ટોળાએ ઝપાઝપી કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ મામલે ગોધરા તાલુકા પોલીસે વિનોદ વણઝારા, ચિરાગ ઉર્ફે કન્નો વણઝારા, કિશન રમેશ વણઝારા, કરણ કમલેશ વણઝારા અને રોની ભગા વણઝારા સહિત અન્ય પાંચ અજાણ્યા શખ્સો સામે ભારતીય ન્યાય સંહિતા-2023ની વિવિધ કલમો તેમજ માઇન્સ એન્ડ મિનરલ્સ (ડેવલપમેન્ટ એન્ડ રેગ્યુલેશન) એક્ટની કલમ 4 અને 21 હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. ગોધરા તાલુકા પોલીસ ઇન્સ્પેક્ટર એ.વાય. પટેલના માર્ગદર્શન હેઠળ સમગ્ર મામલે વધુ તપાસ ચાલી રહી છે. જ્યારે બનાવ બાદ પોલીસે બંને ટ્રકો અને બે કાર સહિતના ચાર વાહનો જપ્ત કર્યા હતાં.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward