android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Surat News : સુરતના ખજોદ ડમ્પિંગ સાઇટમાં લાગેલી આગ ચોથા દિવસે પણ યથાવત, આગના કારણે પ્રદુષણનું પ્રમાણ પણ વધ્યું
calendar_today March 27, 2026

Surat News : સુરતના ખજોદ ડમ્પિંગ સાઇટમાં લાગેલી આગ ચોથા દિવસે પણ યથાવત, આગના કારણે પ્રદુષણનું પ્રમાણ પણ વધ્યું

JCB અને ક્રેની મદદ પણ લેવામાં આવી રહી છે તેમ છત્તા આગ કાબુમાં આવી નથી, આગને પગલે અનેક સવાલો ઉઠી રહ્યા છે અને આગના કારણે પ્રદુષણનું પ્રમાણ પણ વધ્યું છે, આગ લાગવાનું હજી પણ કારણ અકબંધ છે.ચોથા દિવસે પણ આગ ઓલવાઈ નથી સુરતના ખજોદ ડિસ્પોઝલ સાઈટ પર કચરામાં ગત મંગળવારે બપોરે લાગેલી આગ શુક્રવારના દિવસે પણ બેકાબૂ રહી હતી. ફાયર વિભાગના ૫૦થી વધુ જવાનો મંગળવારે બપોરેથી સતત ઓન ડ્યૂટી આગ ઓલવવા માટેની કામગીરીમાં જોડાયા છે અને ૨૫ લાખ લિટરથી વધુ પાણીનો વેડફાટ કરાયા બાદ પણ આગ પર ક્યારે કાબૂ મેળવી શકાશે તે કહેવું મુશ્કેલ છે. અગત્યની વાત તો એ છેકે બે મહિનામાં બીજી વાર આગ લાગી છે પરંતુ તેની પાછળનું કારણ જાણી શકાયું નથી. આગ લાગી છે અથવા લગાડવામાં આવી છે તે મુદ્દો હવે ગંભીર બની રહ્યો છે. ખજોદ ડિસ્પોઝલ સાઈટ પાલિકા માટે માથાનો દુખાવો બની ગઇ છે ખજોદ ડિસ્પોઝલ સાઈટનો કચરો વૈજ્ઞાનિક ઢબે નિકાલ કરવા માટે સીડી ટ્રાન્સપોર્ટ એજન્સીને ત્રણ વર્ષનો કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હતો. જોકે આ એજન્સી અત્યાર સુધી ૩૦ લાખ ટન કચરાની જગ્યાએ ૧૪ લાખ ટન કચરાનો જ નિકાલ કરી શકી છે અને ૧૬ લાખ ટન કચરાનો નિકાલ બાકી છે. આ દરમિયાન ત્રણ મહિના પહેલા મહુવા તાલુકાના કાંકરિયા ગામે કચરો ડમ્પ કરવા મુકે તેની સામે વિવાદ સર્જાયો છે. એક બાજુ એજન્સી સામે પ્રશ્નાર્થ ઊભો છે ત્યાં બીજી બાજુ સાઈટ પર બે મહિનામાં બીજી વાર આગ શંકા ઉપજાવે છે. આગ લાગી છે અથવા તો લગાડવામાં આવી છે તેવી ચર્ચાઓ શરૂ થઈ છે. સોલિડ વેસ્ટના નિયમોનું સરેઆમ ઉલ્લંધન : જીપીસીબીનો રિપોર્ટ પાલિકાના અધિકારીઓનું કહેવું છે કે, હાલ અમારી પ્રાથમિકતા આગ ઓલવવા માટેની છે ત્યારબાદ વિશેષણો પાસે ગાઈડલાઈન મેળવી આગળ વધારશે. આગ લાગવાની ઘટના શંકાસ્પદ હોવાથી ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતીના મહામંત્રી દર્શન નાયકે આગ લાગવાના કારણો શોધવા માટે પોલીસ ફરિયાદ કરવા તેમજ જવાબદારો સામે કાર્યવાહી કરવા માટે મુખ્યમંત્રીને રજૂઆત કરી છે. ખજોદની આગમાં જીપીસીબીએ સોલિડ વેસ્ટના નિયમોનું ઉલ્લંઘન કરવામાં આવ્યું હોવાનો રિપોર્ટ મોકલી આપ્યો છે. અગાઉ પણ પાલિકાને પત્ર પાઠવીને પુરતી વ્યવસ્થા કરવા માટે તાકીદ કરી હતી. તેમ છતાં યોગ્ય વ્યવસ્થા થઈ ન હતી. ત્યારે આગામી દિવસોમાં સમગ્ર પ્રકરણમાં જીપીસીબી દ્વારા કેવા પ્રકારની કાર્યવાહી કરવામાં આવે છે તે પણ ચર્ચાનો વિષય બન્યો છે. આ પણ વાંચો : Ahmedabad News : અમદાવાદના સાયન્સ સિટી ખાતે દેશની સૌથી મોટી ‘નેશનલ STEM ક્વિઝ-4.0’નો ગ્રાન્ડ ફિનાલે યોજાયો

Read Full Story arrow_forward
Ahmedabad News : અમદાવાદમાં ભ્રષ્ટાચારથી ભરેલા હાટકેશ્વર બ્રિજનો એક સ્પાન તોડી દેવાયો, બ્રિજ તોડવા રુ.3.90 કરોડનું ચૂકવણું કરાશે
calendar_today March 27, 2026

Ahmedabad News : અમદાવાદમાં ભ્રષ્ટાચારથી ભરેલા હાટકેશ્વર બ્રિજનો એક સ્પાન તોડી દેવાયો, બ્રિજ તોડવા રુ.3.90 કરોડનું ચૂકવણું કરાશે

અમદાવાદમાં હાટકેશ્વર બ્રિજ તોડી પડાશે તેવી વાત સામે આવી છે, તો બ્રિજ તોડવાની કામગીરી શરૂ કરાઈ છે અને બ્રિજ તોડવા રુ.3.90 કરોડનું ચૂકવણું કરાશે અને બ્રિજ બનાવનાર કોન્ટ્રાક્ટર પાસેથી કરાશે વસૂલાત. 4 મહિનામાં બ્રિજને ગ્રાઉન્ડ ઝીરો કરાશે, હાટકેશ્વર બ્રિજનાં કોન્ટ્રાક્ટરનાં પલ્લવ બ્રિજનાં બાકી બિલમાંથી તોડવાનો ખર્ચ વસૂલ કરાશે, હાટકેશ્વર બ્રિજ બનાવવા 40 કરોડનો ખર્ચનાર મ્યુનિ.ને ભંગારમાંથી ફક્ત ચાર કરોડ મળશે. 40 કરોડના ખર્ચે અમદાવાદમાં હાટકેશ્વર બ્રિજ તૈયાર કરાયો હતો વર્ષ-2017માં રુપિયા 40 કરોડના ખર્ચે કોન્ટ્રાક્ટર અજય ઈન્ફ્રાકોન દ્વારા બનાવવામાં આવેલા હાટકેશ્વર બ્રિજને તોડી પાડવા માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ટેન્ડર બહાર પાડવામાં આવ્યું છે. અમદાવાદના સી.ટી.એમ.ચાર રસ્તા તરફના હાટકેશ્વર જંકશન ઉપર રુપિયા 40 કરોડના ખર્ચથી બનાવવામાં આવેલા બ્રિજના સુપર સ્ટ્રકચરને તોડી પાડવા માટે 9.31 કરોડ ટેન્ડર બહાર પાડવામાં આવ્યું છે.ત્યારે શહેરીજનોને પડેલી હાલાકી, કરોડો રૂપિયાનો માનવશ્રમ અને સરકારી મશીનરીનો વ્યય એ બધાની તો કોઇ વાત થાય એમ જ નથી તેવું લાગી રહ્યું છે, લોકોને તકલીફ પડી રહી છે એ વાત કોણ માનશે ! વર્ષ 2022થી બ્રિજ બંધ કરાયો હતો હાર્ટકેશ્વર બ્રિજને લઇને સ્થાનિકોની પીડા સમજતાં હોવા છતાં હોદ્દેદારો જાણી જોઇને ઝડપી કામગીરી કરતા નહીં હોવાનો આક્ષેપ કરતાં મ્યુનિ.વિપક્ષે કહ્યું કે, બ્રિજના કામમાં થયેલા ભ્રષ્ટ્રાચારને કારણે નબળો અને હલકી કક્ષાનો હોવાનું બહાર આવ્યા પછી શાસકપક્ષ ભીનું સંકેલવામાં પડયો છે. આશ્ચર્ય ની વાત એ છે કે, AMC પાસે આઇ.એ.એસ. તથા નિષ્ણાંત ઇજનેરોની ફોજ હોવા છતાં મ્યુનિ.હોદ્દેદારો હજી પણ મુંઝવણમાં છે, એટલે જ કોઇ સ્પષ્ટતા કરતા નથી. બ્રિજ બનાવવા માટે કોઇ નક્કર આયોજન પણ નથી. નવો બ્રિજ કયારે બનીને તૈયાર થઇ જશે ? તે અંગે કોઇ ટાઇલલિમીટ આપી શકતા નથી. વર્ષ 2017માં બ્રિજ બન્યો હતો અને વર્ષ 2022થી બ્રિજ બંધ કરાયો છે. મુખ્ય સ્પાન અને બાકી રહેલા એક સ્પાનનું કામ તબક્કાવાર હાથ ધરાશે જે દરમિયાન ટ્રાફિક પોલીસ ચોકી સામેની ખુલ્લી જગ્યાનો ઉપયોગ ડાયવર્ઝન તરીકે કરવાનો રહેશે. નોંધનીય છે કે, AMCના ઇતિહાસમાં ભષ્ટાચારના આક્ષેપો વચ્ચે બ્રિજ બન્યાના માત્ર ૫ વર્ષમાં જ તેને તોડી પાડવાની આ પ્રથમ ઘટના છે. વાહનચાલકોને અગવડતા ટાળવા વૈકલ્પિક રસ્તાઓનો ઉપયોગ કરવા વિનંતી કરવામાં આવી છે. જાહેર કરાયેલા વૈકલ્પિક રૂટ 01-ગુરુજી બ્રિજથી સ્વસ્તિક ચાર રસ્તા: વાહનચાલકોએ મુખ્ય સ્પાનના બદલે કે.સી. ટી સ્ટોલ પાસેના સ્પાન નીચેથી પસાર થવાનું રહેશે. 02-સ્વસ્તિક ચાર રસ્તાથી ગુરુજી બ્રિજ: મુખ્ય સ્પાન પાસેના અગાઉ તોડી પાડેલા સ્પાનની ખુલ્લી જગ્યાનો ઉપયોગ કરવાનો રહેશે. આ પણ વાંચો : Surat News : સુરતના ખજોદ ડમ્પિંગ સાઇટમાં લાગેલી આગ ચોથા દિવસે પણ યથાવત, આગના કારણે પ્રદુષણનું પ્રમાણ પણ વધ્યું

Read Full Story arrow_forward
1950 પહેલા દિવસની શરૂઆત કેવી રીતે થતી?
calendar_today March 27, 2026

1950 પહેલા દિવસની શરૂઆત કેવી રીતે થતી?

આજે કોઈપણ ભારતીય ઘરમાં, ચાના કપ વિના સવારનું આગમન અધૂરું માનવામાં આવે છે. જાગતાની સાથે જ હાથમાં ગરમ ​​કપ હોવો જોઇએ નહીં તો ચેન ન પડે. છતાં, શું તમે ક્યારેય વિચાર્યું છે કે જે ચા વગર આપણો દિવસ શરૂ થઈ શકતો નથી તે ખરેખર આપણી સંસ્કૃતિનો એક અભિન્ન ભાગ નહોતો? સદીઓથી આયુર્વેદ અને કુદરતી પીણાં પર આધાર રાખતા ભારતીયોમાં ચા માટે આ તૃષ્ણા કોણે અને કેવી રીતે જગાડી? આ ફક્ત પીણાની વાર્તા નથી, પરંતુ એક ગણતરીપૂર્વકની વ્યાપારી વ્યૂહરચના છે જેણે આપણી સવારની શાંતિને કાયમ માટે બદલી નાખી.

Read Full Story arrow_forward