android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
BHARUCH: ભરૂચ જિલ્લાના ખેડૂતો આઈ ખેડૂત પોર્ટલ પર ઓનલાઈન અરજી કરી શકશે
calendar_today March 27, 2026

BHARUCH: ભરૂચ જિલ્લાના ખેડૂતો આઈ ખેડૂત પોર્ટલ પર ઓનલાઈન અરજી કરી શકશે

ખેતીવાડી વિભાગની વિવિધ સહાય યોજનાઓ હેઠળ વર્ષ 2026-27 માટે વિવિધ ખેત ઓજાર સાધનો (કમ્બાઈન હાર્વેસ્ટર, કલ્ટીવેટર, રોટાવેટર, લેસર લેન્ડ લેવલર, સબસોઈલર, પોટેટો પ્લાન્ટર, ગ્રાઉન્ડનટ ડીગર, હેરો (તમામ પ્રકાર), પ્લાઉ (તમામ પ્રકાર), પાવર ટીલર, તારની વાડ, સોલાર પાવર યુનિટ, પાક સંગ્રહ સ્ટ્રકચર (ગોડાઉન), માલ વાહક વાહન, પમ્પ સેટ્સ, પાક સંરક્ષણ સાધનો અને સ્માર્ટફોન ખરીદી પર સહાય વગેરે જેવા 42 ઘટકો માટે આઈ ખેડૂત પોર્ટલ તા.27-3-26 થી તા.26-4-26 સુધી ખેડૂતો માટે ઓનલાઈન અરજીઓ કરવા ખુલ્લું મુકવામાં આવશે.ચાલુ વરસે આઈ.ખેડૂત પોર્ટલ પર નોંધણી થયેલા ખેડૂતો અને નોંધણી બાકી હોય તેવા તમામ ખેડૂતોએ ઓનલાઈન પોર્ટલ પર આધાર ઓથેન્ટિકેશન માટે આધારકાર્ડ સાથે લીંક મોબાઈલ નંબર મારફત ઓટીપી દ્વારા અથવા બાયોમેટ્રીક દ્વારા કરી શકાશે. વર્ષ 2026-27 માટે ખેતીવાડી ખાતાની વિવિધ સહાય યોજનાઓનો લાભ લેવા આધાર ઓથેન્ટિકેશન કર્યા બાદ ઘટક માટેની જરૂરી વિગતો ભરી અરજી કરવાની રહેશે. ખેતીવાડી ખાતાની વિવિધ સહાય યોજનાઓનો લાભ મેળવવા માંગતા હોય તેવા ભરૂચ જિલ્લાના ખેડૂતોએ આધારકાર્ડ સાથે લીંક મોબાઈલ નંબર પર મળેલ ઓટીપી દ્વારા અથવા બાયોમેટ્રીક દ્વારા નોંધણી/અરજી કરવા તમામ ખેડૂતોને અનુરોધ કરવામાં આવે છે. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો https://sandesh.com/maru-saher-maru-gaam

Read Full Story arrow_forward
ANKLESHWAR: બાઈક સ્લિપ થતાં વિદ્યાર્થિનીનું સારવાર દરમિયાન મોત નીપજ્યું
calendar_today March 27, 2026

ANKLESHWAR: બાઈક સ્લિપ થતાં વિદ્યાર્થિનીનું સારવાર દરમિયાન મોત નીપજ્યું

ભરૂચથી અંકલેશ્વરને જોડતા જૂના નેશનલ હાઈવે પર છાપરા પાટિયા નજીક બાઇક સ્લીપ થતાં એક વિદ્યાર્થીનીનું સારવાર મળે તે પહેલાં જ મૃત્યુ થયું હતું. આ અકસ્માતમાં બાઇક ચલાવી રહેલા તેના પિતરાઈ ભાઈને પણ ઈજા થઈ હતી.મળતી માહિતી મુજબ, ભરૂચના હાંસોટ તાલુકાના બાડોદરા ગામના પટેલ ફળિયામાં રહેતી 20 વર્ષીય સ્નેહા મહેન્દ્રકુમાર પટેલ ભરૂચની જે.પી. કોલેજમાંથી પરીક્ષા આપી હતી. તે તેના માસીના દીકરા સ્મિત કલ્પેશભાઈ પટેલ સાથે બાઇક પર અંકલેશ્વર તરફ આવી રહી હતી. દરમિયાન છાપરા પાટિયા પાસે બાઇકને બ્રેક મારતા બાઇક સ્લીપ થઈ ગયું હતું. જેના કારણે બંને ભાઈ-બહેન રોડ પર પટકાયા હતા અને તેમને ગંભીર ઈજાઓ થઈ હતી. અકસ્માત બાદ ઈજાગ્રસ્ત સ્નેહા અને સ્મિતને ભરૂચની સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા હતા. જોકે, સ્નેહાનું સારવાર દરમિયાન મોત થયું હતું. ઘટના અંગે અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધવતાં પોલીસે તપાસ હાથ ધરી છે. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો https://sandesh.com/maru-saher-maru-gaam

Read Full Story arrow_forward
Ahmedabad : પાલડીમાં મધરાતે આધેડ ઉપર કુહાડીથી જીવલેણ હુમલો, પોલીસ પેટ્રોલિંગ પર ઉઠ્યા સવાલો
calendar_today March 26, 2026

Ahmedabad : પાલડીમાં મધરાતે આધેડ ઉપર કુહાડીથી જીવલેણ હુમલો, પોલીસ પેટ્રોલિંગ પર ઉઠ્યા સવાલો

અમદાવાદમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાણે કથળી રહી હોય તેમ પાલડી વિસ્તારમાં મધરાતે જાહેરમાં મારામારી અને જીવલેણ હુમલાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. પાલડીની સુખસાગર સોસાયટી પાસે સામાન્ય બોલાચાલી બાદ ઉશ્કેરાયેલા શખ્સોએ એક 45 વર્ષીય વ્યક્તિ પર કુહાડી જેવા ઘાતક હથિયારથી હુમલો કરતા સમગ્ર પંથકમાં ભયનો માહોલ ફેલાઈ ગયો છે.શું છે સમગ્ર બનાવ? મળતી માહિતી મુજબ, 45 વર્ષીય પોપટભાઈ મકવાણા નામની વ્યક્તિ પર વિજય પરમાર, ઉમેશ રાઠોડ અને હાર્દિક રાઠોડ નામના શખ્સોએ હુમલો કર્યો હતો. શરૂઆતમાં સામાન્ય બોલાચાલી થયા બાદ મામલો બિચક્યો હતો અને આ શખ્સોએ પોપટભાઈને જાહેરમાં ગડદાપાટુનો માર મારવાનું શરૂ કર્યું હતું. આટલેથી ન અટકતા, હુમલાખોરોએ કુહાડી જેવા હથિયાર વડે પોપટભાઈ પર જીવલેણ પ્રહાર કર્યા હતા. સૌથી કરૂણ બાબત એ છે કે, જ્યારે આ હુમલો થયો ત્યારે પોપટભાઈના પત્ની ત્યાં હાજર હતા અને તેમની નજર સામે જ પતિને લોહીલુહાણ કરી દેવામાં આવ્યા હતા. હોસ્પિટલ અને પોલીસ કાર્યવાહી ઘટનાને પગલે આસપાસના લોકો એકઠા થઈ ગયા હતા અને ઇજાગ્રસ્ત પોપટભાઈને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ મારફતે સોલા સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. પાલડી પોલીસે આ મામલે ત્રણેય હુમલાખોરો વિરુદ્ધ ગુનો દાખલ કરી તેમની શોધખોળ હાથ ધરી છે. પેટ્રોલિંગ સામે પ્રશ્નાર્થ શહેરના ભરચક વિસ્તારમાં મધરાતે આ પ્રકારે જાહેરમાં હથિયારો ઉછળતા હોવાની ઘટનાએ પોલીસ પેટ્રોલિંગ સામે ગંભીર સવાલો ઉભા કર્યા છે. પત્નીની નજર સામે જ પતિ પર થયેલા આ હુમલાને કારણે સ્થાનિક રહીશોમાં ભારે ફફડાટ જોવા મળી રહ્યો છે. આ પણ વાંચો----     Gandhinagar : અધિકારીઓ બેલગામ? ધારાસભ્યોને પણ નથી ગણતા! વિધાનસભાની કમિટીમાં કરી ફરિયાદ

Read Full Story arrow_forward