android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Bhavnagar: ઉનાળાની શરૂઆતે જ પીવાના પાણીની આફત, બુધેલ-તરસમિયા લાઈનમાં લીકેજને પગલે 25થી વધુ વિસ્તારોમાં પાણી કાપ
calendar_today March 24, 2026

Bhavnagar: ઉનાળાની શરૂઆતે જ પીવાના પાણીની આફત, બુધેલ-તરસમિયા લાઈનમાં લીકેજને પગલે 25થી વધુ વિસ્તારોમાં પાણી કાપ

હજુ તો ઉનાળાની ગરમીની શરૂઆત થઈ છે ત્યાં જ ભાવનગર શહેરમાં પીવાના પાણીના ધાંધિયા શરૂ થઈ ગયા છે. બુધેલથી તરસમિયા સુધી આવતી મહી પરીએજની મુખ્ય પાઈપલાઈનમાં છેલ્લા 10 દિવસથી લીકેજ હોવાને કારણે, આવતીકાલે શહેરના 25થી વધુ વિસ્તારોમાં પાણી વિતરણ બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.ભાવનગર શહેરમાં પાણીના ધાંધિયાભાવનગરને પાણી પૂરું પાડતી મુખ્ય લાઈનો પૈકીની એક એવી બુધેલ થી તરસમિયા લાઈનમાં છેલ્લા 10 દિવસથી ગંભીર લીકેજ જોવા મળ્યું હતું. આ લીકેજના કારણે હજારો લીટર પાણીનો વેડફાટ થઈ રહ્યો હતો. મહાનગરપાલિકા દ્વારા આ લાઈનના રિપેરિંગનું કામ હાથ ધરવામાં આવનાર હોવાથી, આવતીકાલે પાણી પુરવઠો બંધ રાખવામાં આવશે.અસરગ્રસ્ત વિસ્તારોઆ પાણી કાપને કારણે શહેરના 25થી વધુ વિસ્તારોમાં જનજીવન પ્રભાવિત થશે. મુખ્યત્વે વર્ધમાન નગર, દિલ બહાર, બાલયોગી નગર અને ESR (એલિવેટેડ સર્વિસ રિઝર્વોયર) આધારિત વિસ્તારોમાં આવતીકાલે પાણી મળશે નહીં. ઉનાળાના આકરા તાપમાં પાણી ન મળવાને કારણે સ્થાનિક રહીશોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.પાણી પુરવઠા વિભાગના જણાવ્યા અનુસાર, લીકેજ લાઈનનું સમારકામ યુદ્ધના ધોરણે કરવામાં આવશે જેથી જલ્દીથી પાણી પુરવઠો રાબેતા મુજબ શરૂ કરી શકાય. આ પણ વાંચો: Surat: સરકારી નોકરીની લાલચ આપી 4 લાખ પડાવનાર ભેજાબાજ મહારાષ્ટ્ર બોર્ડર પરથી ઝડપાયો, પોલીસે 3 દિવસ કરી રેકી

Read Full Story arrow_forward
જમ્મુ-કાશ્મીરમાં હિમવર્ષા કુદરતી સૌંદર્ય ખીલી ઉઠ્યુ
calendar_today March 24, 2026

જમ્મુ-કાશ્મીરમાં હિમવર્ષા કુદરતી સૌંદર્ય ખીલી ઉઠ્યુ

આ હવામાન બદલાવથી સમગ્ર વિસ્તાર તાજગીભર્યો અને આકર્ષક બની ગયો છે, જે સ્થાનિકો અને પ્રવાસીઓને મંત્રમુગ્ધ કરી દે છે

Read Full Story arrow_forward
સસ્તુ અને મોંઘુ કેમ થાય છે ક્રૂડ ઓઇલ? જાણો કોણ ચલાવે છે આ સિસ્ટમ
calendar_today March 24, 2026

સસ્તુ અને મોંઘુ કેમ થાય છે ક્રૂડ ઓઇલ? જાણો કોણ ચલાવે છે આ સિસ્ટમ

વૈશ્વિક તણાવ સાથે બળતણના ભાવમાં સતત વધઘટ, પુરવઠા શૃંખલા પર નોંધપાત્ર અસર કરી છે. પરિણામે, કાચા તેલના ભાવ રાતોરાત આસમાને પહોંચી રહ્યા છે. જોકે, પ્રશ્ન એ ઊભો થાય છે કે કાચા તેલના ભાવમાં આવી અસ્થિરતા શા માટે જોવા મળે છે? 

Read Full Story arrow_forward