Gandhinagar News: આજે વિધાનસભામાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી UCC બિલ રજૂ કરશે
તાજેતરમાં જ ગુજરાત સરકારને UCC કમિટીએ ફાઈનલ રિપોર્ટ સોંપ્યો હતો. મુખ્યમંત્રીના નિવાસ સ્થાને જ આ રિપોર્ટ સુપ્રત કરાયો હતો. હવે આ કાયદો બનવાની પ્રક્રિયા તેજ કરાઈ છે. વિધાનસભામાં આજે રાજ્ય સરકાર દ્વારા આ બિલ રજૂ કરવામાં આવશે. ભાજપના તમામ ધારાસભ્યોને ગૃહમાં હાજર રહેવા માટે સૂચનાઓ આપી દેવામાં આવી છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી આ બિલ રજૂ કરશે. આજે કૂલ ત્રણ સરકારી વિધેયક પર ચર્ચા અને મતદાન થશે. પ્રથમ 60 મિનિટ સુધી પ્રશ્નોત્તરી કાળ રહેશે. યુનિફોર્મ સિવિલ કોર્ડ બિલને આજે વિધાનસભામાં રજૂ કરવામાં આવશે. ભાજપના તમામ ધારાસભ્યોને વિધાનસભામાં હાજર રહેવા માટે સૂચનાઓ આપવામાં આવી છે. વિધાનસભાના સત્રનો આજે 22મો દિવસ છે. આજે ગૃહમાં નાયબ મુખ્યમંત્રી યુસીસી બિલ રજૂ કરશે. બપોરે 12 વાગ્યે ગૃહની કાર્યવાહી શરૂ થશે. બપોરે બે વાગ્યાની આસપાસ યુસીસી વિધેયક રજૂ કરાશે. પ્રથમ 60 મિનિટ સુધી પ્રશ્નોત્તરી કાળ રહેશે. ગૃહમાં 10 વિભાગના પ્રશ્નો પર ચર્ચાઓ કરાશે. જ્યારે 11 બોર્ડ કોર્પોરેશનના અહેવાલો પર રજૂ થશે. ગૃહમાં કૂલ ત્રણ સરકારી વિધેયક પર ચર્ચા અને મતદાન થશે. પર્યાવરણ સંરક્ષણ અંગે સંકલ્પ રજૂ થશે. UCC બિલને લઇ સરકારની તૈયારી ગુજરાત સરકાર દ્વારા યુનિફોર્મ સિવિલ કોર્ડ માટે 2025ની ચોથી ફેબ્રુઆરીએ કમિટીની રચના કરી હતી. આ કમિટીએ એક વર્ષમાં વિવિધ અભિપ્રાયો મેળવ્યા હતાં. ત્યાર બાદ તાજેતરમાં જ આ કમિટી દ્વારા મુખ્યમંત્રી નિવાસ સ્થાને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને આ અંગેનો ફાઈનલ રિપોર્ટ સોંપ્યો હતો. આ અંગે કામકાજ સલાહકાર સમિતીની બેઠક પણ મળી હતી. હવે આ બિલ રજૂ કરવા માટે રાજ્ય સરકાર દ્વારા તૈયારીઓ કરવામાં આવી છે. વિધાનસભામાં આજે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી દ્વારા આ બિલ રજૂ કરવામાં આવશે. આ પણ વાંચોઃ Veraval News: પેટ્રોલ-ડીઝલની અછતની અફવાએ મચાવ્યો હાહાકાર, પંપો પર વાહનોની લાંબી કતારો
Read Full Story arrow_forward