android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Patanમાં 7010 ચોરસ મીટરનું દબાણ કરી ભાવેશે ફાર્મ બનાવ્યું હતુ, જુઓ Video
calendar_today March 21, 2026

Patanમાં 7010 ચોરસ મીટરનું દબાણ કરી ભાવેશે ફાર્મ બનાવ્યું હતુ, જુઓ Video

ભાવેશને દેવું થતા ડૉક્ટરનું અપરણ કરી ગુનાહિત દુનિયામાં પ્રવેશ કર્યો અને અમદાવાદમાં મસ્તાની ગેંગ બનાવી કુખ્યાત બન્યો હતો, વર્ષ 2016માં વ્યાજે લીધેલા પૈસા ચૂકવણું ના કરી શકતા તેમજ માથે દેવું હોવાથી ગુનાહિત રસ્તા તરફ વળ્યો હતો. સૌપ્રથમ વર્ષ 2016 માં નવેમ્બર મહિનામાં પાટણના પ્રખ્યાત ચામડીના ડૉ.ધનંજય પ્રજાપતિનું તેના ભાઈ ભાર્ગવ અને અન્ય બે યુવક સાથે મળી પાટણ શહેરમાંથી અપહરણ કર્યું હતું જેમાં પોલીસે આરોપીઓને પકડતા તેમને ગુપ્તી મારતા બે પોલીસ કર્મચારી ઘાયલ પણ થયા હતા. પોલીસે આ ગુનામાં તેમને પકડ્યા બાદ જેલ હલાવે કર્યા હતાત્યારબાદ આ ગુનામાં જામીન ઉપર છૂટી અમદાવાદમાં આવેલા એક ગુનાહિત પ્રવૃત્તિ ધરાવતા સમાજના જ વ્યક્તિના સંપર્કમાં આવ્યા હતા અને ત્યાં વ્યાજે નાણા ધિરાણ ,બાકી નાણાની વસુલાતની પ્રવૃત્તિઓમાં સક્રિય બની ધીમે ધીમે પોતાની એક મસ્તાની નામની ગેંગ ઊભી કરી હતી. એમાં મોટી સંખ્યામાં યુવકો જોડ્યા હતા. અને સમગ્ર અમદાવાદમાં ખોફ ઊભો કર્યો હતો. અંદાજે અપહરણ , ખંડણી , મારામારી અને ધાક ધમકીઓ આપવાના છેલ્લા દસ વર્ષમાં જ તેની સામે 20 જેટલા ગુનાઓ દાખલ થયા છે. આ ગુનાહિત કેટલા ગુનાઓમાં તેના ભાઈ ભાર્ગવ દેસાઈનું પણ નામ સામેલ છે. આ પ્રવૃત્તિઓ આધારિત મોટી આર્થિક આવક પણ એકત્ર કરી હોવાનું ચર્ચાય છે. પાટણ જિલ્લામાં સૌપ્રથમ ગુજસીટોકનો ગુનો આ ભાર્ગવ જીલીયા ઉપર દાખલ થયેલ છે. આ પણ વાંચો : Ahmedabadની સિવિલ હોસ્પિટલમાં લીકર પરમિટ કૌભાંડ મુદ્દે સંદેશ ન્યૂઝની ઇમ્પેક્ટ, જુઓ Video

Read Full Story arrow_forward
Narmada News : જીવનદાયિની નર્મદા, સરદાર સરોવર ડેમ ગુજરાતની જળસુરક્ષા અને વિકાસનો આધાર
calendar_today March 21, 2026

Narmada News : જીવનદાયિની નર્મદા, સરદાર સરોવર ડેમ ગુજરાતની જળસુરક્ષા અને વિકાસનો આધાર

પાણી કુદરતની સૌથી અમૂલ્ય ભેટ છે. માનવ જીવન, ખેતી, ઉદ્યોગ, પર્યાવરણ અને સમગ્ર જીવનચક્ર માટે પાણી અનિવાર્ય છે. છતાં વિશ્વભરમાં પાણીની અછત, વધતી વસ્તી અને આબોહવા પરિવર્તન જેવી સમસ્યાઓને કારણે પાણીનું સંવર્ધન અને સંચાલન આજના સમયમાં અત્યંત મહત્વપૂર્ણ બની ગયું છે. ગુજરાત માટે પાણીનું મહત્વ વિશેષ છે રાજ્યના ઘણા વિસ્તારોમાં વર્ષો સુધી પાણીની તંગી અને દુષ્કાળની સમસ્યા જોવા મળતી હતી. પરંતુ નર્મદા નદી પર નિર્મિત સરદાર સરોવર નર્મદા ડેમ ગુજરાતના પાણી સંચાલનના ઇતિહાસમાં એક ક્રાંતિકારી પગલું સાબિત થયો છે. આ પ્રોજેક્ટે રાજ્યના કૃષિ, પીવાના પાણી, ઊર્જા અને પર્યટન જેવા અનેક ક્ષેત્રોમાં વિકાસની નવી દિશા આપી છે. ગુજરાતની જીવાદોરી : નર્મદા ડેમનર્મદા નદી ભારતની સૌથી મહત્વપૂર્ણ નદીઓમાંની એક છે, જે મધ્યપ્રદેશના અમરકંટકમાંથી ઉત્પન્ન થઈને મહારાષ્ટ્ર અને ગુજરાતમાંથી વહેતી અગળ વધી અરબી સમુદ્રમાં મળે છે. આ નદી પર નર્મદા જિલ્લાના (નવાગામ) એકતાનગર ખાતે નિર્મિત સરદાર સરોવર ડેમ દેશના સૌથી મોટા બહુહેતૂક જળસંચય પ્રોજેક્ટોમાંનો એક ગણાય છે. ડેમની કુલ લંબાઈ લગભગ 1,210 મીટર અને સૌથી ઊંડા પાયા પરથી તેની ઊંચાઈ લગભગ 163 મીટર છે. આ વિશાળ ડેમમાં અંદાજે 4.75 મિલિયન એકર ફૂટ પાણીની સંગ્રહ ક્ષમતા છે. આ પ્રોજેક્ટનો મુખ્ય ઉદ્દેશ પાણી સંગ્રહ, સિંચાઈ, પીવાનું પાણી, વીજ ઉત્પાદન, પૂર નિયંત્રણ અને પ્રદેશના સર્વાંગી વિકાસને પ્રોત્સાહન આપવાનો છે. તેથી જ સરદાર સરોવર પ્રોજેક્ટને ગુજરાતની જીવાદોરી તરીકે પણ ઓળખવામાં આવે છે. દુષ્કાળપ્રવણ વિસ્તારોમાં ખેતીને મળ્યો નવો આધાર એક સમયે ગુજરાતના કચ્છ, સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાત જેવા વિસ્તારોમાં પાણીની ભારે અછત હતી. વરસાદ પર નિર્ભર ખેતીને કારણે ખેડૂતોને વારંવાર નુકસાન ભોગવવું પડતું હતું. પરંતુ સરદાર સરોવર ડેમના કારણે આ પરિસ્થિતિમાં નોંધપાત્ર બદલાવ આવ્યો છે. પ્રોજેક્ટ દ્વારા આજે લગભગ ૧૭.૯૨ લાખ હેક્ટર ગુજરાતમાં અને ૨.૪૬ લાખ હેક્ટર રાજસ્થાનમાં સિંચાઈ સુવિધાનો લાભ મળશે. આ સિંચાઈ સુવિધાના કારણે ખેડૂતોએ પરંપરાગત પાકો ઉપરાંત વિવિધ પાકોની ખેતી શરૂ કરી છે. ખાસ કરીને ઘઉં, કપાસ, જીરૂં, તલ, મગફળી, શાકભાજી અને ફળ પાકોની ખેતીમાં નોંધપાત્ર વધારો  થયો છે. પરિણામે કૃષિ ઉત્પાદનમાં વધારો થયો અને ખેડૂતોની આવકમાં પણ બમણી થઈ છે. અંદાજે 13 લાખથી વધુ ખેડૂત પરિવારો આ સિંચાઈ વ્યવસ્થાનો સીધો લાભ લઈ રહ્યા છે, જે ગ્રામિણ અર્થતંત્રને મજબૂત બનાવવામાં મહત્વપૂર્ણ સાબિત થયું છે. લાખો લોકો માટે પીવાનું પાણીસરદાર સરોવર નર્મદા ડેમનો સૌથી મહત્વપૂર્ણ લાભ પીવાના પાણીની ઉપલબ્ધતા છે. આ પ્રોજેક્ટ દ્વારા ગુજરાતના લગભગ 10453 ગામો અને 190 શહેરોને પીવાનું પાણી ઉપલબ્ધ થઈ રહ્યું છે. આ ઉપરાંત રાજસ્થાનના 1,336 ગામો અને 3 શહેરોને પણ નર્મદાનું પાણી મળે છે. આ યોજનાથી અંદાજે 3 કરોડથી વધુ લોકોને પીવાનું સ્વચ્છ પાણી ઉપલબ્ધ બન્યું છે. ખાસ કરીને સૌરાષ્ટ્ર અને કચ્છ જેવા વિસ્તારોમાં જ્યાં પાણી માટે મહિલાઓને દૂર સુધી ચાલવું પડતું હતું ત્યાં હવે પાઇપલાઇન દ્વારા ઘરો સુધી પાણી પહોંચાડવામાં આવે છે. આ કારણે આરોગ્ય અને સ્વચ્છતામાં પણ સુધારો થયો છે અને મહિલાઓના જીવનમાં નોંધપાત્ર સકારાત્મક પરિવર્તન આવ્યું છે. વિશ્વસ્તરની નહેર નેટવર્ક વ્યવસ્થાસરદાર સરોવર પ્રોજેક્ટની સૌથી અનોખી વિશેષતા તેની વિશાળ નહેર વિતરણ પ્રણાલી છે. આ પ્રોજેક્ટ હેઠળ લગભગ 70 હજાર કિલોમીટરથી વધુ લાંબી નહેરનેટવર્ક બનાવવાની યોજના છે. તેમાં મુખ્ય નહેર, શાખા નહેર, ડિસ્ટ્રિબ્યુટરી અને માઇનર નહેરનો સમાવેશ થાય છે. નર્મદા મુખ્ય નહેર લગભગ 458 કિલોમીટર લાંબી છે અને વિશ્વની સૌથી મોટી લાઇનિંગવાળી સિંચાઈ નહેરોમાંની એક ગણાય છે. મુખ્ય નહેરમાંથી 38 શાખાનહેર નીકળે છે, જેમાં મિયાગામ, વડોદરા, સૌરાષ્ટ્ર અને કચ્છ શાખા નહેર ખાસ મહત્વ ધરાવે છે. આ સમગ્ર નહેર વ્યવસ્થાથી પાણી રાજ્યના 17 જિલ્લાઓ, 77 તાલુકાઓ અને હજારો ગામો સુધી પહોંચાડવામાં આવે છે, જે જળસંચય અને જળવ્યવસ્થાપનનું ઉત્તમ ઉદાહરણ છે. વીજ ઉત્પાદન, ગ્રીન એનર્જી તરફનું મહત્વપૂર્ણ પગલુંસરદાર સરોવર ડેમ વીજ ઉત્પાદન માટે પણ મહત્વપૂર્ણ સ્ત્રોત છે. આ પ્રોજેક્ટની કુલ સ્થાપિત ક્ષમતા લગભગ 1450 મેગાવોટ છે. River Bed Power House અને Canal Head Power House દ્વારા અત્યાર સુધીમાં 69,000 મિલિયન યુનિટથી વધુ વીજ ઉત્પાદન કરવામાં આવ્યું છે. આ ઉપરાંત નર્મદા નહેર પર 18નાના હાઇડ્રોપાવર પ્લાન્ટ પણ સ્થાપિત કરવામાં આવ્યા છે, જેમની કુલ ક્ષમતા લગભગ 85.46 મેગાવોટ છે. કેનાલ ટોપ અને કેનાલ બેંક પર 35 મેગાવોટ ક્ષમતાના સોલાર પાવર પ્લાન્ટ પણ સ્થાપિત કરવામાં આવ્યા છે, જે પર્યાવરણમિત્ર ઊર્જા ઉત્પાદનનું ઉત્તમ ઉદાહરણ છે. પર્યાવરણ સંરક્ષણ અને વન વિકાસસરદાર સરોવર પ્રોજેક્ટ માત્ર વિકાસ પૂરતો મર્યાદિત નથી, પરંતુ પર્યાવરણ સંરક્ષણમાં પણ મહત્વપૂર્ણ યોગદાન આપે છે. ડૂબમાં ગયેલા દરેક એક વૃક્ષ સામે 67 વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું છે. ઉપરાંત નર્મદા બેસિન વિસ્તારમાં મોટા પાયે વનઉછેર કાર્યક્રમો હાથ ધરવામાં આવ્યા છે. શૂલપાણેશ્વર અભયારણ્યનો વિસ્તાર વધારીને લગભગ 607 ચોરસ કિલોમીટર સુધી વિસ્તરવામાં આવ્યો છે, જે જૈવ વૈવિધ્યના સંરક્ષણ માટે મહત્વપૂર્ણ છે. પર્યટન વિકાસ અને રોજગાર સર્જનસરદાર સરોવર ડેમ વિસ્તાર આજે દેશનું મહત્વપૂર્ણ પર્યટન કેન્દ્ર બની ગયું છે. અહીં આવેલું વિશ્વપ્રસિદ્ધ સ્ટેચ્યુ ઓફ યુનિટી દર વર્ષે લાખો પ્રવાસીઓને આકર્ષે છે. નર્મદા નદી, ડેમ અને આસપાસનું કુદરતી સૌંદર્ય મળીને આ વિસ્તારને આકર્ષક પર્યટન સ્થળ બનાવે છે. પર્યટન વિકાસના કારણે સ્થાનિક લોકો માટે રોજગારના નવા અવસર પણ ઉભા થયા છે. વિશ્વ જળ દિવસનો સંદેશોવિશ્વ જળ દિવસ આપણને યાદ અપાવે છે કે, પાણીનું દરેક ટીપું અમૂલ્ય છે. વધતી વસ્તી અને આબોહવા પરિવર્તનને કારણે પાણીના સંચાલન અને સંવર્ધનનું મહત્વ વધુ વધી રહ્યું છે. સરદાર સરોવર પ્રોજેક્ટ દર્શાવે છે કે જો કુદરતી સંસાધનોનો વૈજ્ઞાનિક અને સંયમપૂર્વક ઉપયોગ કરવામાં આવે તો તે સમગ્ર સમાજના વિકાસ માટે આધાર બની શકે છે. પાણી બચાવવું, વરસાદી પાણીનું સંવર્ધન કરવું અને પર્યાવરણનું સંરક્ષણ કરવું દરેક નાગરિકની સામૂહિક જવાબદારી છે. નર્મદા નદી અને સરદાર સરોવર પ્રોજેક્ટ ગુજરાતના વિકાસમાં એક ઐતિહાસિક સિદ્ધિ છે. ખેતી, પીવાનું પાણી, વીજ ઉત્પાદન, પર્યટન અને પર્યાવરણ સંરક્ષણ, દરેક ક્ષેત્રમાં આ પ્રોજેક્ટે વિકાસને નવી દિશા આપી છે. વિશ્વ જળ દિવસના અવસરે આપણે સૌએ પાણીના સંવર્ધન અને સંરક્ષણ માટે સંકલ્પ લેવો જોઈએ. કારણ કે “પાણી બચાવવું એટલે ભવિષ્ય બચાવવું.” સરદાર સરોવર ડેમ આ સંદેશાનું જીવંત પ્રતિક બનીને ગુજરાતના વિકાસને સતત નવી શક્તિ પૂરી પાડે છે. આ પણ વાંચો : Patanમાં 7010 ચોરસ મીટરનું દબાણ કરી ભાવેશે ફાર્મ બનાવ્યું હતુ, જુઓ Video

Read Full Story arrow_forward
AirIndiની ભૂલને કારણે ફ્લાઈટ અધવચ્ચેથી પાછી વળી, મુસાફરો કલાકો સુધી હવામાં રઝળ્યા
calendar_today March 21, 2026

AirIndiની ભૂલને કારણે ફ્લાઈટ અધવચ્ચેથી પાછી વળી, મુસાફરો કલાકો સુધી હવામાં રઝળ્યા

એર ઈન્ડિયાની આંતરરાષ્ટ્રીય સેવામાં એક અત્યંત ચોંકાવનારી બેદરકારી સામે આવી છે. દિલ્હીથી કેનેડાના વેન્કુવર જવા માટે રવાના થયેલી ફ્લાઈટ AI-185 ને ટેક-ઓફના સાત કલાક બાદ ફરી દિલ્હી એરપોર્ટ પર ઉતરવું પડ્યું હતું. આ ઘટના પાછળ કોઈ ટેકનિકલ ખામી કે ખરાબ હવામાન નહીં, પરંતુ એરલાઈન મેનેજમેન્ટની વહીવટી ભૂલ જવાબદાર હોવાનું બહાર આવ્યું છે. વિમાન જ્યારે ચીનના આકાશમાં કુનમિંગ પાસે પહોંચ્યું ત્યારે એરલાઈન અધિકારીઓને ભાન થયું કે જે વિમાન હવામાં ઉડી રહ્યું છે તેને કેનેડાના હવાઈ ક્ષેત્રમાં પ્રવેશવાની કે ત્યાં લેન્ડ કરવાની કાયદેસરની મંજૂરી જ નથી. આ ફ્લાઈટ સવારે 11.34 વાગ્યે દિલ્હીથી રવાના થઈ હતીવિગતો મુજબ, આ ફ્લાઈટ સવારે 11.34 વાગ્યે દિલ્હીથી રવાના થઈ હતી. મધ્ય પૂર્વના દેશોમાં ચાલી રહેલા યુદ્ધ અને સંઘર્ષને કારણે વિમાને પૂર્વ દિશાનો રૂટ પસંદ કર્યો હતો. વિમાનમાં સેંકડો મુસાફરો સવાર હતા જેઓ કેનેડા પહોંચવાની આશામાં હતા. જોકે, લગભગ ચાર કલાકની મુસાફરી બાદ જ્યારે વિમાન ચીન સુધી પહોંચ્યું, ત્યારે જાણવા મળ્યું કે એર ઈન્ડિયાએ આ રૂટ પર બોઇંગ 777-200LR વિમાન તૈનાત કર્યું છે, જ્યારે કેનેડાની રેગ્યુલેટરી ઓથોરિટી પાસેથી એર ઈન્ડિયાને માત્ર તેના બોઇંગ 777-300ER ફ્લીટ માટે જ સંચાલન કરવાની પરવાનગી મળેલી છે.એર ઈન્ડિયા આ નિયમનું પાલન કરવામાં નિષ્ફળ આંતરરાષ્ટ્રીય ઉડ્ડયન નિયમો મુજબ, ઘણા દેશો એરલાઈન્સને માત્ર ચોક્કસ પ્રકારના વિમાન મોડેલ અથવા ટેલ નંબરના આધારે જ લેન્ડિંગની મંજૂરી આપે છે. એર ઈન્ડિયા આ નિયમનું પાલન કરવામાં નિષ્ફળ રહી હતી. જેવી આ ભૂલની જાણ થઈ કે તરત જ પાયલોટને વિમાન પાછું વાળવાનો આદેશ આપવામાં આવ્યો હતો. વિમાન સાંજે આશરે 7:19 વાગ્યે દિલ્હીના રનવે પર સુરક્ષિત રીતે ઉતારવામાં આવ્યું હતું. સદનસીબે, તમામ મુસાફરો અને ક્રૂ મેમ્બર્સ સુરક્ષિત હતા, પરંતુ કલાકો સુધી હવામાં રહ્યા બાદ ફરી એ જ જગ્યાએ પરત આવતા મુસાફરોમાં રોષ અને આશ્ચર્ય જોવા મળ્યું હતું.પાયાની કે વહીવટીતંત્રીની ભૂલ એર ઈન્ડિયાએ આ આખી ઘટનાને 'ઓપરેશનલ ઈસ્યુ' ગણાવતા સત્તાવાર નિવેદન જારી કર્યું હતું. એરલાઈને જણાવ્યું કે મુસાફરોની સુરક્ષા અને સ્ટાન્ડર્ડ પ્રોટોકોલને ધ્યાનમાં રાખીને વિમાન પરત બોલાવવાનો નિર્ણય લેવાયો હતો. દિલ્હી એરપોર્ટ પર ઉતર્યા બાદ મુસાફરોને હોટલ અને અન્ય સુવિધાઓ પૂરી પાડવામાં આવી હતી. એરલાઈને આ અસુવિધા બદલ માફી માંગી હતી અને બીજા દિવસે સવારે યોગ્ય વિમાન (બોઇંગ 777-300ER) દ્વારા તમામ મુસાફરોને વેન્કુવર મોકલવાની વ્યવસ્થા કરી હતી. આ ઘટનાએ સોશિયલ મીડિયા પર પણ ચર્ચા જગાવી છે કે આટલી મોટી એરલાઈન આવી પાયાની વહીવટી ભૂલ કેવી રીતે કરી શકે. આ પણ વાંચો - Mathuraમાં બાબાની હત્યા બાદ વિરોધ, પ્રદર્શન કારોનો પોલીસ પર પથ્થર મારો

Read Full Story arrow_forward