android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Gandhinagar News: ચાલુ સત્ર દરમિયાન ગુજરાત વિધાનસભાને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, તમામ ધારાસભ્યોને પોલીસે બહાર કાઢ્યા
calendar_today March 18, 2026

Gandhinagar News: ચાલુ સત્ર દરમિયાન ગુજરાત વિધાનસભાને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, તમામ ધારાસભ્યોને પોલીસે બહાર કાઢ્યા

ગુજરાતમાં બોમ્બથી ઉડાવી દેવાની ધમકીના મેઈલ મળી રહ્યાં છે. સરકારી કચેરીઓ અને સ્કૂલો સહિત એરપોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીના મેઈલ વધુ પ્રમાણમાં સામે આવી રહ્યાં છે. આ પ્રકારના મેઈલને કારણે પોલીસ પણ દોડતી રહે છે. ત્યારે ગુજરાત વિધાનસભાનું સત્ર ચાલી રહ્યું છે અને સવારે સત્રની કામગીરીની શરૂઆત થતાં જ વિધાનસભાને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા ચકચાર મચી જવા પામી છે. પોલીસે વિધાનસભામાં ચેકિંગ શરૂ કર્યું હોવાની માહિતી મળી છે. તમામ ધારાસભ્યોને ગૃહમાંથી પોલીસે બહાર કાઢ્યાગુજરાત વિધાનસભાનું બજેટ સત્ર ચાલી રહ્યું છે અને આજે સત્રનો 20મો દિવસ છે. સવારે સત્રની શરૂઆત થતાં જ વિધાનસભાને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી ભર્યો ઈમેલ મળ્યો હતો. આ મેઈલ પર બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી હતી. આ ધમકી મળતાં જ પોલીસ દોડતી થઈ ગઈ હતી. ડોગ અને બોમ્બ સ્ક્વોર્ડની ટીમ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે. આજે સવારે વિધાનસભામાં ધારાસભ્યો પહોંચ્યા હતાં. 9 વાગ્યે સત્રની શરૂઆત થવાની હતી. પરંતુ આ ધમકી મળતાં જ પોલીસે તમામને બહાર મોકલી દીધા હતાં અને ચેકિંગ શરૂ કર્યું હતું. તમામ ધારાસભ્યોને ગૃહમાંથી પોલીસે બહાર કાઢ્યા હતાં. આજે સવારે 9 વાગ્યાનું સત્ર હવે શરૂ નહીં થાય તેવી જાણકારી પ્રાપ્ત થઈ છે. આ પણ વાંચોઃAhmedabad News : ગુજરાતની ટેકનિકલ કોલેજોની ફી જાહેર થઈ, 27 કોલેજમાં 1થી 2 ટકા ફીનો વધારો થયો

Read Full Story arrow_forward
Surat News : સુરતમાં એમ્બ્રોઇડરી મટીરિયલના ભાવમાં રૂ.50 સુધીનો વધારો, ભાવ વધારાથી સંચાલકોની હાલત કફોડી
calendar_today March 18, 2026

Surat News : સુરતમાં એમ્બ્રોઇડરી મટીરિયલના ભાવમાં રૂ.50 સુધીનો વધારો, ભાવ વધારાથી સંચાલકોની હાલત કફોડી

કારણ કે કામ લીધા બાદ અચાનક જ રો-મટીરિયલ્સના ભાવમાં વધારો ઝીંકવામાં આવ્યો છે. એક તરફ ભાવ વધારો કરવામાં આવ્યો છે જ્યારે બીજી તરફ રો-મટીરિયલ્સ પર લાદવામાં આવેલા જીએસટીના દરમાં પણ ઘટાડો કરવામાં આવ્યો હોવા છતાં થોડા સમય માટે તેનો લાભ આપવામાં આવ્યો હતો. ત્યારબાદ ફરીથી ભાવ વધારો ઝીંકી દેવામાં આવતા જોબવર્ક કરનારાઓએ બેવડો આર્થિક માર સહન કરવાની સ્થિતિ ઉદ્ભવી છે. એમ્બ્રોઇડરીના સંચાલકો ભાવ વધતા ચિંતામાં મૂકાયા કાપડ પર એમ્બ્રોઈડરી કરનારાઓની સંખ્યામાં પણ વધારો થવાના કારણે શહેરના અનેક વિસ્તારમાં એમ્બ્રોઈ ડરીના કારખાના કાર્યરત છે, પરંતુ હાલમાં તેઓની સ્થિતિ સૌથી વધુ કફોડી બની છે, કારણ કે પહેલા એમ્બ્રોઇડરીના સંચાલકો દ્વારા જે રો-મટીરિયલ્સનો વપરાશ કરતા હતા તેના પર ૧૨ ટકા જીએસટી વસૂલ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ તેમાં ઘટાડો કરીને પાંચ ટકા કરી દેવામાં આવ્યો છે, પરંતુ તેની સમયમર્યાદા હતી ત્યાં સુધી ભાવ વધારો કરવામાં આવ્યો નહોતો. ત્યારબાદ ભાવ વધારો કરીને હિસાબ સરભર કરી દેવામાં આવ્યો છે. જરી, ટીકી, મણકા અને મોતીના ભાવમાં વધારો આ ઉપરાંત છેલ્લા થોડા સમયથી એમ્બ્રોઈડરીમાં વપરાશ કરવામાં આવતા રો-મટીરિયલ્સ જેવા કે દોરા, જરી, ટીકી, મણકા, મોતી, સ્ટોન, કેનવાસ પેપર બેકિંગ, ગુંદર સહિતના સામાનમાં ૧૦ રૂપિયાથી લઈને ૫૦ રૂપિયા સુધીનો વધારો કરી દેવામાં આવ્યો છે. આ વધારો પણ અચાનક કરી દેવામાં આવ્યો હોવાની સાથે દર વખતે અલગ અલગ ભાવે જ તેનું વેચાણ કરવામાં આવી રહ્યું છે. આ કારણોસર એમ્બ્રોઈડરી જોબવર્ક એસોસિયેશનના પ્રમુખ હિતેશ ભીખડિયાએ જણાવ્યું છે કે, વસ્તુની ખરીદી કરતા પહેલા પૂરતી તકેદારી રાખવામાં આવવી જોઈએ. તેમજ જે પણ વસ્તુ ખરીદવામાં આવે તેના પર યોગ્ય ભાવ લખેલો હોય તે નિહાળીને જ તેની ખરીદી કરવી જોઈએ. તેમજ આ જ રીતે ભાવ વધારો ચાલુ રહેશે તો એમ્બ્રોઈડરી ઉદ્યોગ બચાવવો મુશ્કેલ બનશે. આ પણ વાંચો : Mehsana News : મહેસાણા જિલ્લામાં "PM-RAHAT" યોજના હેઠળ ગુજરાતનો પ્રથમ કેશલેસ કલેમ મંજૂર

Read Full Story arrow_forward
Gandhinagar News : દિવ્યાંગ લગ્ન સહાય યોજનાની સહાયની રકમ રૂ.50 હજારથી વધારીને રૂ.75 હજાર કરાઈ : સામાજિક ન્યાય અને અધિકારિતા રાજયમંત્રી
calendar_today March 18, 2026

Gandhinagar News : દિવ્યાંગ લગ્ન સહાય યોજનાની સહાયની રકમ રૂ.50 હજારથી વધારીને રૂ.75 હજાર કરાઈ : સામાજિક ન્યાય અને અધિકારિતા રાજયમંત્રી

વિધાનસભા ગૃહમાં દિવ્યાંગ લગ્ન સહાય અંગે પૂછાયેલા પ્રશ્નના જવાબમાં સામાજિક ન્યાય અને અધિકારિતા રાજ્ય મંત્રી ડૉ. મનીષાબેન વકીલે મહત્વની વિગતો આપતા જણાવ્યું હતું કે, દિવ્યાંગ વ્યક્તિઓ સમાજમાં આત્મસન્માન સાથે જીવન જીવી શકે તે માટે રાજ્ય સરકાર સતત પ્રયત્નશીલ છે. છેલ્લા એક વર્ષમાં સુરત જિલ્લાના વિવિધ તાલુકાઓમાં દિવ્યાંગ લગ્ન સહાય યોજના હેઠળ કુલ ૭૯ અરજીઓ મંજૂર કરીને રૂ. ૪૧.૭૫ લાખની આર્થિક સહાય સીધી લાભાર્થીઓના બેંક ખાતામાં DBT મારફતે જમા કરવામાં આવી છે. અરજદારે લગ્ન કર્યાની તારીખથી 2 વર્ષની અંદર અરજી કરવાની રહે છે મંત્રીએ જણાવ્યું હતું કે દિવ્યાંગોના હિતમાં રાજ્ય સરકાર દ્વારા યોજનામાં મહત્વના વહીવટી અને આર્થિક સુધારા કરવામાં આવ્યા છે જેમાં જૂન ૨૦૨૫ થી સહાયની રકમ રૂ. ૫૦ હજારથી વધારીને રૂ. ૭૫ હજાર કરવામાં આવી છે. અરજી સાથે રજૂ કરવાના પુરાવાઓમાં બંનેનો સંયુક્ત ફોટો અથવા લગ્ન કંકોત્રીની જોગવાઈ રદ કરી પ્રક્રિયાને વધુ સરળ બનાવાઈ છે. આ યોજનાનો લાભ લેવા માટે અરજદારે લગ્ન કર્યાની તારીખથી ૨ વર્ષની અંદર અરજી કરવાની રહે છે. ઈ-ગ્રામ કેન્દ્ર પરથી પણ અરજી કરી શકાય છે તેમ મંત્રીએ વધુમાં ઉમેર્યું હતું. મંત્રીએ કહ્યું કે આ યોજનાનો લાભ ૨૧ પ્રકારની દિવ્યાંગતા ધરાવતા નાગરિકો એટલે કે ૪૦ ટકા કે તેથી વધુ દિવ્યાંગતાના કિસ્સામાં મળવાપાત્ર છે. જો પાત્રતા ધરાવતા બંને દિવ્યાંગ હોય તો યુગલને કુલ રૂ. ૧.૫૦ લાખ અને જો બે માંથી એક દિવ્યાંગ હોય તો રૂ. ૭૫ હજારની સહાય મળે છે. આ યોજનાનો લાભ લેવા માટે લાભાર્થીઓ ઘરે બેઠા esamajkalyan.gujarat.gov.in પોર્ટલ પર ઓનલાઇન અરજી કરી શકે છે અથવા ગ્રામ્ય કક્ષાએ ઈ-ગ્રામ કેન્દ્ર પરથી પણ અરજી કરી શકાય છે તેમ મંત્રીએ વધુમાં ઉમેર્યું હતું.આ પણ વાંચો : Surat News : સુરતમાં એમ્બ્રોઇડરી મટીરિયલના ભાવમાં રૂ.50 સુધીનો વધારો, ભાવ વધારાથી સંચાલકોની હાલત કફોડી

Read Full Story arrow_forward