android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Veraval News: લોકાર્પણના બીજા જ દિવસે ડો. આંબેડકર પાર્કમાં ચોરી, વૃદ્ધનો મોબાઈલ સેરવી લેતો શખ્સ CCTVમાં કેદ
calendar_today March 14, 2026

Veraval News: લોકાર્પણના બીજા જ દિવસે ડો. આંબેડકર પાર્કમાં ચોરી, વૃદ્ધનો મોબાઈલ સેરવી લેતો શખ્સ CCTVમાં કેદ

વેરાવળ શહેરમાં હજુ ગઈકાલે જ નવીનીકરણ બાદ ખુલ્લા મુકાયેલા ડો. આંબેડકર પાર્કમાં ચોરીની ઘટના સામે આવતા ચકચાર મચી ગઈ છે. ગાર્ડન જનતા માટે ખુલ્લો મુકાયાના બીજા જ દિવસે એક વૃદ્ધના ખિસ્સામાંથી મોબાઈલની ઉઠાંતરી કરવામાં આવી હતી. જોકે, ગાર્ડનમાં સુરક્ષા માટે મુકવામાં આવેલી 'તીસરી આંખ' એટલે કે CCTV કેમેરા તંત્ર માટે આશીર્વાદરૂપ સાબિત થયા છે, જેમાં સમગ્ર ચોરીની ઘટના લાઈવ કેદ થઈ છે.નવીકરણ બાદ ગાર્ડન ખુલ્લો મુકાયા બાદ ચોરી એક વૃદ્ધ જ્યારે ગાર્ડનમાંથી બહાર નીકળી રહ્યા હતા, ત્યારે ભીડનો લાભ ઉઠાવીને ગઠિયા ગેંગના એક સાગરીતે અત્યંત ચપળતાથી વૃદ્ધના ખિસ્સામાંથી મોબાઈલ ફોન સેરવી લીધો હતો. વૃદ્ધને આ અંગેની જાણ થાય તે પહેલા જ ગઠિયો ફરાર થઈ ગયો હતો. ગાર્ડનના નવીનીકરણ બાદ લોકોના ભારે ઉત્સાહ અને ભીડ વચ્ચે તસ્કરોએ પોતાનો હાથ સાફ કરવાનું શરૂ કર્યું છે, જેનાથી સહેલાણીઓમાં ચિંતા ફેલાઈ છે. વૃદ્ધના ખિલ્લામાંથી મોબાઇલની ઉઠાંતરી પોલીસ ચોરીની જાણ થતાની સાથે જ ઘટનાસ્થળ પર પહોંચી હતી અને ગાર્ડનમાં લાગેલા CCTV કેમેરા તપાસતા એક શખ્સ મોબાઈલની ઉઠાંતરી કરતો સ્પષ્ટપણે જોવા મળ્યો હતો. પોલીસે આ ફૂટેજના આધારે ગઠિયાની ઓળખ કરવાની તજવીજ હાથ ધરી છે અને તેને ઝડપી પાડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. આ ઘટનાએ સાબિત કર્યું છે કે જાહેર સ્થળો પર સુરક્ષાના સાધનો ગેરકાયદે પ્રવૃત્તિઓ ડામવા માટે કેટલા મહત્વના છે. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Surat News: રૂ.1500 કરોડના મહાકૌભાંડનો માસ્ટરમાઇન્ડ અલ્પેશ વઘાસિયાની એરપોર્ટ પરથી ધરપકડ
calendar_today March 14, 2026

Surat News: રૂ.1500 કરોડના મહાકૌભાંડનો માસ્ટરમાઇન્ડ અલ્પેશ વઘાસિયાની એરપોર્ટ પરથી ધરપકડ

સુરતમાં આચરવામાં આવેલા આશરે રૂ.1500 કરોડના ગંજાવર સાયબર ફ્રોડ કેસમાં પોલીસને મોટી સફળતા મળી છે. આ કૌભાંડનો મુખ્ય સૂત્રધાર ગણાતો અને છેલ્લા એક વર્ષથી દુબઈમાં છુપાયેલો પાંચમો આરોપી અલ્પેશ વઘાસિયા જેવો સુરત એરપોર્ટ પર ઉતર્યો, કે તરત જ પોલીસે તેની ધરપકડ કરી લીધી છે. આરોપી ભારત પરત ફરી રહ્યો હોવાની ચોક્કસ બાતમીના આધારે સુરત પોલીસે વોચ ગોઠવીને તેને ઝડપી પાડ્યો છે.કૌભાંડના પાંચમાં આરોપીની ધરપકડ આ કૌભાંડની મોડસ ઓપરેન્ડી તપાસતા જાણવા મળ્યું છે કે આરોપીઓએ 'આઈવી ટ્રેડ' (IV Trade) નામે ઓફિસ ખોલી હતી. તેઓ ભોળા રોકાણકારોને શેર ટ્રેડિંગ અને કરન્સી ટ્રેડિંગમાં રોકાણ કરી ટૂંકા સમયમાં મોટું વળતર આપવાની લાલચ આપી શિકાર બનાવતા હતા. રોકાણકારો પાસેથી મેળવેલા કરોડો રૂપિયા આ ટોળકી હવાલા અને આંગણિયા મારફતે સીધા દુબઈ મોકલી આપતી હતી. તપાસ દરમિયાન અત્યાર સુધીમાં 40થી વધુ બેંક ખાતાઓ મળી આવ્યા છે, જેમાં રૂ.1500 કરોડથી વધુના શંકાસ્પદ વ્યવહારો થયા હોવાનો ચોંકાવનારો ખુલાસો થયો છે. અત્યાર સુધી 40થી વધુ બેંક ખાતાઓની તપાસ આ કેસની ગંભીરતાનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે આ ટોળકી વિરુદ્ધ દેશભરમાંથી નેશનલ સાયબર ક્રાઈમ રિપોર્ટિંગ પોર્ટલ (NCRP) પર કુલ 171 જેટલી ફરિયાદો નોંધાઈ છે. અલ્પેશ વઘાસિયાની ધરપકડ બાદ હવે આ હવાલા રેકેટ અને તેમાં સામેલ અન્ય મોટા માથાઓના નામ બહાર આવે તેવી શક્યતા છે. પોલીસ હાલમાં આરોપીના રિમાન્ડ મેળવીને તેણે દુબઈમાં રહીને નેટવર્ક કેવી રીતે ચલાવ્યું અને નાણાં ક્યાં રોક્યા છે તે દિશામાં સઘન પૂછપરછ હાથ ધરી રહી છે. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Vadodaraના સુંદરપુરા ગામમાં સલૂનમાં યુવકને માથામાં હથોડાના ઘા મારી હત્યા કર્યા બાદ આરોપી ફરાર
calendar_today March 14, 2026

Vadodaraના સુંદરપુરા ગામમાં સલૂનમાં યુવકને માથામાં હથોડાના ઘા મારી હત્યા કર્યા બાદ આરોપી ફરાર

વડોદરા જિલ્લાના સુંદરપુરા ગામમાં એક યુવકની નિર્દયી હત્યાની ઘટના સામે આવતા વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. મળતી માહિતી મુજબ સુંદરપુરા ગામમાં આવેલા સલૂનમાં યુવક પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો, જેમાં તેનું મોત થયું હતું.જૂની અદાવતના કારણે હુમલો મૃતકની ઓળખ મિતેષ વાળંદ તરીકે થઈ છે. તે પોતાની સલૂનમાં કામ કરી રહ્યો હતો ત્યારે જૂની અદાવતના કારણે હુમલાખોરે તેના પર હુમલો કર્યો હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. હથોડી વડે માથામાં ઘાતક પ્રહાર કર્યા આરોપીએ મિતેષ પર હથોડી વડે માથામાં ઘાતક પ્રહાર કર્યા હતા, જેના કારણે તેને ગંભીર ઇજા પહોંચી હતી. અને તેનું મોત થયું હતું આરોપી કિરણ ચાવડા સ્થળ પરથી ફરાર હુમલો કર્યા બાદ આરોપી કિરણ ચાવડા સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો. ઘટનાની જાણ થતાં પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી તપાસ શરૂ કરી હતી. પોલીસ તપાસ શરુ આ સમગ્ર મામલે કપુરાઇ પોલીસે ગુનો નોંધી આરોપીની શોધખોળ શરૂ કરી છે. પોલીસે આસપાસના વિસ્તારમાં તપાસ હાથ ધરી છે તેમજ આરોપીને ઝડપી પાડવા માટે અલગ અલગ ટીમો કાર્યરત કરવામાં આવી છે. જૂની અદાવતના કારણે હત્યા પ્રાથમિક તપાસ મુજબ જૂની અદાવતના કારણે આ હત્યા કરવામાં આવી હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. પોલીસે જણાવ્યું છે કે આરોપી ઝડપાઈ જશે બાદ સમગ્ર ઘટનાનું સાચું કારણ સામે આવશે. આ પણ વાંચો---      Vadodara : બરોડા ડેરીની ચૂંટણી પહેલા ગરમાવો, કુલદીપસિંહ રાઉલજીનો ઘટસ્ફોટ, હું ઝુક્યો નથી અને ઝુકીશ પણ નહી

Read Full Story arrow_forward