android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Rajkot News: સિટી બસના ચાલકે સર્જ્યો અકસ્માત, મોટરસાયકલ સવારને મારી ટક્કર
calendar_today March 14, 2026

Rajkot News: સિટી બસના ચાલકે સર્જ્યો અકસ્માત, મોટરસાયકલ સવારને મારી ટક્કર

સ્માર્ટ સિટી રાજકોટમાં સિટી બસના ચાલકો જાણે બેફામ બન્યા હોય તેમ લાગી રહ્યું છે. આજે રાજકોટ શહેરના મધ્યમાં આવેલા જિલ્લા પંચાયત ચોક પાસે એક સિટી બસના ચાલકે મોટરસાયકલને જોરદાર ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો. આ ઘટનાને પગલે ઘટના સ્થળે હાજર લોકોએ બસ ચાલકની બેદરકારી સામે ઉગ્ર રોષ ઠાલવ્યો હતો.મોટી જાનહાનિ ટળી ઘટનાની મળતી વિગતો અનુસાર, રાજકોટમાં જિલ્લા પંચાયત ચોક પાસે ટ્રાફિકથી ધમધમતા રોડ પર સિટી બસના ચાલકે પૂરપાટ ઝડપે બસ હંકારી મોટરસાયકલને અડફેટે લીધી હતી. અકસ્માતને પગલે મોટરસાયકલ સવાર રોડ પર ફંગોળાયો હતો. સદનસીબે આ ઘટનામાં મોટી જાનહાનિ ટળી છે, પરંતુ બાઈક સવારને સામાન્ય ઈજાઓ પહોંચી હોવાનું જાણવા મળ્યું છે. વારંવાર સર્જાતા અકસ્માત સ્થાનિક રાહદારીઓ અને વાહન ચાલકોના જણાવ્યા અનુસાર, રાજકોટમાં સિટી બસના ડ્રાઈવરો ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરી વારંવાર અકસ્માતો સર્જતા હોય છે. અકસ્માત બાદ લોકોના ટોળેટોળા એકઠા થઈ ગયા હતા અને ડ્રાઈવર વિરૂદ્ધ કડક પગલાં લેવાની માગ કરી હતી. લોકોનો આક્ષેપ છે કે, તંત્ર દ્વારા યોગ્ય મોનિટરિંગ ન થવાને કારણે ડ્રાઈવરો બેફામ બન્યા છે. ઘટનાની જાણ થતા પોલીસ કાફલો પણ સ્થળે પહોંચી ટ્રાફિક હળવો કરવાની કામગીરી હાથ ધરી હતી. આ પણ વાંચો - Rajkot News: કોસ્મોપ્લેક્સ સિનેમામાં ભીષણ આગથી અફરાતફરી, સાવચેતીના ભાગરૂપે તમામ શો રદ

Read Full Story arrow_forward
Vadodaraમાં તમામ મુખ્ય ટ્રાફિક સિગ્નલો બપોરે 12 વાગ્યાથી સાંજે 4 વાગ્યા સુધી બંધ
calendar_today March 14, 2026

Vadodaraમાં તમામ મુખ્ય ટ્રાફિક સિગ્નલો બપોરે 12 વાગ્યાથી સાંજે 4 વાગ્યા સુધી બંધ

વડોદરા શહેરમાં ઉનાળાની શરૂઆત સાથે જ કાળઝાળ ગરમીનો અનુભવ થવા લાગ્યો છે. માર્ચ મહિનામાં જ તાપમાનનો પારો 40 ડિગ્રી સુધી પહોંચી જતા લોકો અકળાઈ રહ્યા છે. આવી સ્થિતિમાં શહેર પોલીસ દ્વારા વાહનચાલકોને રાહત આપવા માટે મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે.તમામ મુખ્ય ટ્રાફિક સિગ્નલો બપોરે 12 વાગ્યાથી સાંજે 4 વાગ્યા સુધી બંધ ગરમીને ધ્યાનમાં રાખીને વડોદરા શહેરના તમામ મુખ્ય ટ્રાફિક સિગ્નલો બપોરે 12 વાગ્યાથી સાંજે 4 વાગ્યા સુધી બંધ રાખવામાં આવશે. આ નિર્ણય શહેરના પોલીસ કમિશનર દ્વારા લેવામાં આવ્યો છે. આ સમયગાળા દરમિયાન જો કોઈ વાહનચાલક સિગ્નલ તોડે તો તેના સામે કોઈ કાર્યવાહી કરવામાં આવશે નહીં. ટુ-વ્હીલર ચાલકો પર સીધો તડકો પડતો હોય છે ટ્રાફિક પોલીસના જણાવ્યા મુજબ બપોરના સમયે શહેરમાં ટ્રાફિકનો ભાર સામાન્ય રીતે ઓછો રહે છે. ઉપરાંત ટ્રાફિક સિગ્નલ પર ઉભા રહેતા વાહનચાલકો, ખાસ કરીને ટુ-વ્હીલર ચાલકો પર સીધો તડકો પડતો હોય છે. સાથે જ વાહનોના ધુમાડા અને ગરમીના કારણે લોકો માટે તકલીફ વધે છે. ગરમીના કારણે હીટસ્ટ્રોક થવાનો ખતરો ગરમીના કારણે હીટસ્ટ્રોક થવાનો ખતરો પણ વધે છે. તેથી વાહનચાલકો લાંબા સમય સુધી સિગ્નલ પર ઊભા ન રહે તે માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે. જોકે સિગ્નલો બંધ રહેશે ત્યારે પણ ટ્રાફિક વ્યવસ્થા જાળવવા માટે મહત્વના જંકશન પર ટ્રાફિક પોલીસ કર્મચારીઓ તૈનાત રહેશે. વાહન ચાલકો માટે રાહત શહેરમાં વધતી ગરમી વચ્ચે પોલીસ દ્વારા લેવામાં આવેલ આ નિર્ણય વાહનચાલકો માટે રાહતરૂપ સાબિત થશે. સાથે જ ટ્રાફિક વ્યવસ્થા જાળવવા માટે લોકો પણ નિયમોનું પાલન કરે તેવી અપીલ કરવામાં આવી છે. આ પણ વાંચો---     Vadodara : બરોડા ડેરીની ચૂંટણી પહેલા ગરમાવો, કુલદીપસિંહ રાઉલજીનો ઘટસ્ફોટ, હું ઝુક્યો નથી અને ઝુકીશ પણ નહી

Read Full Story arrow_forward
Jambusar : નોબરગામ અને ધોળીપરબ ગામ વચ્ચે બાઈક અને કાર વચ્ચે અકસ્માતમાં એકનું મોત
calendar_today March 14, 2026

Jambusar : નોબરગામ અને ધોળીપરબ ગામ વચ્ચે બાઈક અને કાર વચ્ચે અકસ્માતમાં એકનું મોત

ભરુચ જિલ્લાના જંબુસર તાલુકામાં નોબરગામ અને ધોળીપરબ ગામ વચ્ચે બાઈક અને ફોરવ્હીલ વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં એક ખેડૂતનું દુઃખદ મોત થયું છે, જ્યારે અન્ય એક વ્યક્તિ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો છે.કારના ચાલકે બાઈકને જોરદાર અડફેટે લેતા અકસ્માત મળતી માહિતી મુજબ નોબર ગામના 55 વર્ષીય ખેડૂત રમેશભાઈ ગલાભભાઈ વસાવા ખેતરમાંથી કામ પૂરૂં કરીને ઘરે પરત ફરી રહ્યા હતા. તે સમયે તેઓ બાઈક પર નોબર ગામ તરફ આવી રહ્યા હતા. દરમિયાન રસ્તા પર એક “કિયા” કારના ચાલકે બાઈકને જોરદાર અડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો. રમેશભાઈ વસાવાને ગંભીર ઇજાઓ પહોંચતા મોત અકસાન એટલો ગંભીર હતો કે રમેશભાઈ વસાવાને ગંભીર ઇજાઓ પહોંચી હતી અને તેમનું ઘટના સ્થળે જ મોત થયું હતું. અકસ્માત બાદ કાર ચાલક ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો. એક વ્યક્તિને ગંભીર ઇજા આ ઘટનામાં બાઈક પર સવાર અન્ય વ્યક્તિ નરપતસિંહને પણ ગંભીર ઇજાઓ પહોંચી હતી. તેમને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. પોલીસે તપાસ શરુ કરી ઘટનાની જાણ થતાં પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી તપાસ શરૂ કરી હતી.પોલીસે ગુનો નોંધી ફરાર થયેલા કાર ચાલકની શોધખોળ હાથ ધરી છે. આ પણ વાંચો----      Vadodara : બરોડા ડેરીની ચૂંટણી પહેલા ગરમાવો, કુલદીપસિંહ રાઉલજીનો ઘટસ્ફોટ, હું ઝુક્યો નથી અને ઝુકીશ પણ નહી

Read Full Story arrow_forward