android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
'આંતરરાષ્ટ્રીય યોગ દિવસ' 2026ના 100 દિવસના કાઉન્ટડાઉનનો પ્રારંભ
calendar_today March 13, 2026

'આંતરરાષ્ટ્રીય યોગ દિવસ' 2026ના 100 દિવસના કાઉન્ટડાઉનનો પ્રારંભ

રાજ્ય યોગ બોર્ડ દ્વારા આગામી 100 દિવસ સુધી રાજ્યના તમામ જિલ્લા-તાલુકા મથકોએ યોગ શિબિરનું આયોજન કરાશે.  

Read Full Story arrow_forward
Patanના સમીમાં પારિવારિક કલેશનું કરુણ અંજામ: એક વર્ષના માસૂમ પુત્ર સાથે માતાએ કૂવામાં કૂદી જીવન ટૂંકાવ્યું
calendar_today March 13, 2026

Patanના સમીમાં પારિવારિક કલેશનું કરુણ અંજામ: એક વર્ષના માસૂમ પુત્ર સાથે માતાએ કૂવામાં કૂદી જીવન ટૂંકાવ્યું

પાટણ જિલ્લાના સમી તાલુકાના અમરાપુરા ગામે એક અત્યંત કરુણ ઘટના પ્રકાશમાં આવી છે. સામાન્ય ઘરકંકાસે એક હસતા-રમતા પરિવારની ખુશીઓ છીનવી લીધી છે. રાત્રિના સમયે પતિ-પત્ની વચ્ચે થયેલા ઝઘડા બાદ ઉશ્કેરાયેલી મહિલાએ પોતાના માત્ર એક વર્ષના પુત્ર સાથે કૂવામાં ઝંપલાવીને આપઘાત કરી લેતા સમગ્ર પંથકમાં શોકનું મોજું ફરી વળ્યું છે. અમરાપુરા ગામમાં રહેતી બે સંતાનોની માતાને ગત મોડી રાત્રે તેના પતિ સાથે કોઈ બાબતે ઉગ્ર બોલાચાલી અને ઝઘડો થયો હતો.ઘરકંકાસમાં મહિલાએ પુત્ર સાથે કૂવામાં ઝંપલાવ્યુંઆ વિવાદ એટલો વકર્યો કે આવેશમાં આવીને મહિલાએ પોતાના એક વર્ષના માસૂમ પુત્રને તેડીને ગામની સીમમાં આવેલા કૂવામાં છલાંગ લગાવી દીધી હતી. ઘટનાના કલાકો બાદ શોધખોળ કરતા બંનેના મૃતદેહ કૂવામાંથી મળી આવ્યા હતા. ઘટનાની જાણ થતા જ આસપાસના લોકો એકઠા થઈ ગયા હતા અને પોલીસને જાણ કરવામાં આવી હતી. માતા અને પુત્રના મૃતદેહને કૂવામાંથી બહાર કાઢી પીએમ અર્થે સમી સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. મોડી રાત્રે પતિ સાથે થયો હતો ઝઘડો સમી પોલીસે આ સમગ્ર મામલે ગુનો નોંધી આ અંગે વધુ તપાસ હાથ ધરી છે. ઘરકંકાસ પાછળનું ચોક્કસ કારણ શું હતું અને અગાઉ પણ કોઈ વિવાદ હતો કે કેમ, તે દિશામાં પોલીસ પરિવારજનોની પૂછપરછ કરી રહી છે. એક વર્ષના માસૂમની પણ આ મામલે ભોગ લેવાતા લોકોની આંખો ભીની થઈ ગઈ હતી. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Rajkot News : જેતપુરનો સાડી ઉદ્યોગ હવે ખાડી દેશોમાં ચાલી રહેલા યુદ્ધની ઝપટે ચડી ગયો, રો મટીરીયલની ભારે અછત
calendar_today March 13, 2026

Rajkot News : જેતપુરનો સાડી ઉદ્યોગ હવે ખાડી દેશોમાં ચાલી રહેલા યુદ્ધની ઝપટે ચડી ગયો, રો મટીરીયલની ભારે અછત

જેતપુરનો સાડી ઉદ્યોગ હવે ખાડી દેશોમાં ચાલી રહેલા યુદ્ધની ઝપટે ચડી ગયો છે.સાડી ઉદ્યોગમાં વપરાતા પ્રિન્ટિંગ માટેના કલર, ફિનીશીંગ માટેના કેમિકલ્સ, પેકિંગ મટિરિયલ તેમજ ગેસ, કોલસા જેવા તમામ પ્રકારના પેટ્રોલિયમ ઉત્પાદનોના વીસ ટકાથી લઈને સો ટકા જેટલો ભાવ વધારો થયો તેમ છતાં પણ રો મટીરીયલ્સની અછત સર્જાતા સીધી રીતે એંસી હજાર અને આડકતરી રીતે ત્રણ લાખ લોકોને રોજીરોટી આપતા આ ઉદ્યોગ તાળાં લાગવાની કગાર પર આવી ગયો છે. વિવિધ આઈટમ આફ્રિકન ખંડમાં એક્સપોર્ટ થાય છે પેટ્રોલિયમ પેદાશોથી ચાલતા ઉદ્યોગોમાં પેટ્રોલિયમના રો મટીરીયલ્સના ભાવમાં થયેલ ભયંકર ઉછાળાથી ઉદ્યોગો ખૂબ મોટા આર્થિક બોજ હેઠળ આવી ગયા છે.ભાવ વધારો છતાંય રો મટીરીયલ્સની અછતને કારણે ઉદ્યોગોને તાળાં મારવા પડે તેવી સ્થિતિનું નિર્માણ થયું છે. જેતપુર પણ ઔદ્યોગિક શહેર છે અહીંનો સાડી ઉદ્યોગ વિશ્વ કક્ષાએ છવાયેલ છે અહીંના ઉદ્યોગના પ્રિન્ટિંગની વિવિધ આઈટમ આફ્રિકન ખંડમાં એક્સપોર્ટ થાય છે.સાડી ઉદ્યોગમાં વપરાતું તમામ રો મટીરીયલ્સ પેટ્રોલિયમ પેદાશમાંથી બનતું હોય અને તેની અછત સર્જાતા ચિંતાનો વિષય બની ગયો છે. 80 હજાર જેટલા કામદારો રોજગારી ખતરામાં આ અંગે ડાઇંગ એસોસિએશનના પ્રમુખ જેન્તીભાઈ રામોલિયાએ જણાવેલ કે, જેતપુરના કારખાનેદારો સાડી ઉદ્યોગમાં વપરાતા કાચા રો મટીરીયલ્સમાં વારેવારે ભાવ વધારા જેવી મુશ્કેલીઓની વચ્ચે પણ ગમે તેમ કરીને પ્રિન્ટિંગ એકમો ચાલુ રાખતા આવ્યા છે. કેમ કે આ ઉદ્યોગ સાથે સંકળાયેલા 80 હજાર જેટલા કામદારો રોજગારી મેળવી રહ્યા છે.શહેર અને તાલુકામાં આ ઉદ્યોગની સાથે સીધી કે આડક્તરી રીતે સંકળાયેલા અનેક નાના મોટા આનુસંગીક ઉદ્યોગો અને વેપારીઓના ધંધા રોજગાર મેળવી રહ્યા છે.હાલમાં ઈરાન અને અમેરિકા વચ્ચે ચાલતા યુદ્ધને કારણે ઉપર આ ઉદ્યોગ પર ગંભીર અસર પડી છે. ગેસ બોટલનો પુરવઠો મળતો બંધ થઈ ગયો આ ઉદ્યોગમાં પ્રિન્ટીંગ મશીનોમાં વપરાતા એલપીજી કોમર્શીયલ ગેસ બોટલનો પુરવઠો મળતો બંધ થઈ ગયો છે. જેને કારણે નાના યુનિટો તો બંધ જ થઈ ગયા છે. તેમજ મોટાભાગના ટેક્ષટાઈલ એકમોમાં ઉત્પાદન ખુબ જ ઓછું થઈ ગયેલ છે. જેની સીધી અસર જેતપુર શહેરની ઈકોનોમી તેમજ હજારો લોકોના રોજગાર ઉપર અસર પડી રહી છે. સાડી ઉદ્યોગમાં નફાનો ગાળો બે થી પાંચ ટકા જેટલો જ છે એટલે કારખાનેદારો પંદર ટકાની ખોટ સહન કરવાનો વારો આવ્યો છે.ખાડીમાં ચાલતા ચાલતા યુદ્ધની અસર હવે જેતપુરના સાડી ઉદ્યોગને ઠપ્પ કરવા ઉપર લાવી દીધો છે. જો યુદ્ધ હવે અઠવાડિયું ચાલ્યું તો આખો સાડી ઉદ્યોગ બંધ થઈ જશે અને તેની સીધી અસર રોજગારી ઉપર પડશે.આ પણ વાંચો: Gandhinagar News : વિધાનસભામાં મામુર શબ્દનો અર્થ જાણવા ધારાસભ્યો ગોથે ચડ્યાં, જાણો સરકારે શું આપ્યો જવાબ?

Read Full Story arrow_forward