android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Ahmedabd: રેલવેની નકલી ટિકિટ બનાવી મુસાફરોને છેતરતો મહાઠગ ઝડપાયો, 3 વર્ષમાં 500થી વધુ ટિકિટો પધરાવી
calendar_today March 12, 2026

Ahmedabd: રેલવેની નકલી ટિકિટ બનાવી મુસાફરોને છેતરતો મહાઠગ ઝડપાયો, 3 વર્ષમાં 500થી વધુ ટિકિટો પધરાવી

અમદાવાદમાં રેલવે સુરક્ષા દળ (RPF) એ એક એવા શાતિર ઠગની ધરપકડ કરી છે જે છેલ્લા ત્રણ વર્ષથી નિર્દોષ મુસાફરોને નકલી રેલવે ટિકિટ આપી લાખો રૂપિયાની છેતરપિંડી આચરતો હતો. પકડાયેલ આરોપી ઉપેન્દ્ર દ્વિવેદી IRCTCના એજન્ટ હોવાની ખોટી ઓળખ આપી લોકોને વિશ્વાસમાં લેતો હતો.ગુજરાતના અનેક શહેરોમાં ફેલાયેલું નેટવર્કઆરોપી ઉપેન્દ્ર દ્વિવેદી માત્ર અમદાવાદ જ નહીં, પરંતુ સુરત, ઉધના, ભરૂચ, અંકલેશ્વર અને વડોદરા જેવા રેલવે સ્ટેશનો પર સક્રિય હતો. તે મુસાફરોને ટિકિટ કન્ફર્મ કરાવી આપવાની લાલચ આપી નકલી ટિકિટ પધરાવતો હતો. તપાસમાં સામે આવ્યું છે કે તેણે છેલ્લા ૩ વર્ષમાં અંદાજે ૪૦૦ થી ૫૦૦ જેટલી નકલી ટિકિટો બનાવી લોકો સાથે છેતરપિંડી કરી છે.IRCTC એજન્ટના નામે કાર્ડની છેતરપિંડીઆ ઠગ પોતાની જાતને રેલવેનો સત્તાવાર એજન્ટ બતાવતો હતો. તે ટિકિટ બનાવવાની સાથે સાથે કાર્ડ દ્વારા પણ છેતરપિંડીના ખેલ ખેલતો હતો. RPF એ બાતમીના આધારે વોચ ગોઠવીને આ ઠગને દબોચી લીધો હતો.GRP દ્વારા વધુ તપાસ શરૂRPF દ્વારા આરોપી ઉપેન્દ્ર દ્વિવેદીની ધરપકડ કર્યા બાદ તેને વધુ તપાસ માટે રેલવે પોલીસ (GRP) ને સોંપવામાં આવ્યો છે. આ કૌભાંડમાં અન્ય કોઈ શખ્સો સામેલ છે કે કેમ અને તેણે અત્યાર સુધી કુલ કેટલા રૂપિયાની ઠગાઈ કરી છે તે દિશામાં પોલીસે તપાસ તેજ કરી છે.આ પણ વાંચો: Kheda: કઠલાલના વિશ્વનાથપુરા પાસે મધ્યરાત્રીએ આઈસરમાં ભીષણ આગ, ચાલકનો આબાદ બચાવ

Read Full Story arrow_forward
Gandhinagar News: વિધાનસભામાં કુંવરજી હળપતિએ કહ્યું, ગુજરાત ફ્લાવર નહીં ફાયર છે
calendar_today March 12, 2026

Gandhinagar News: વિધાનસભામાં કુંવરજી હળપતિએ કહ્યું, ગુજરાત ફ્લાવર નહીં ફાયર છે

ગુજરાત વિધાનસભાના બજેટ સત્રનો આજે 15મો દિવસ છે. આજે ગૃહની પ્રથમ બેઠક સવારે નવ વાગ્યાથી શરૂ થઈ છે. જેમાં 6 મહત્વના વિભાગોની માંગણીઓ પર ચર્ચાઓ કરાઈ છે. શ્રમ કૌશલ્ય, પંચાયત અને ગ્રામ વિકાસ, મહિલા અને બાળ વિકાસ સહિતના વિભાગોની માંગણી પર ચર્ચાઓ કરવામાં આવી છે. ગૃહમાં શ્રમ અને રોજગાર વિભાગની માંગણી મુદ્દે ધારાસભ્ય કુંવરજી હળપતિએ વિચાર રજૂ કર્યો હતો. શ્રમ અને રોજગાર વિભાગની માંગણી મુદ્દે વિચાર વિધાનસભામાં શ્રમ અને રોજગાર વિભાગની માંગણી મુદ્દે ધારાસભ્ય કુંવરજી હળપતિએ ગૃહમાં વિચાર રજૂ કર્યો હતો. તેમણે કહ્યું હતું કે, ગુજરાત ફ્લાવર નહીં ફાયર છે. જિંદગી લંબી નહીં બડી હોની ચાહિયે, આપણે ટેકનોલોજીમાં બાહુબલી છીએ. રાજ્ય સરકારે બહેનોને તાલીમ આપીને પગભર બનાવી છે. જ્યારે હું ભણતો હતો ત્યારે પ્રાથમિક શાળા નહોતી. પરંતુ આજે ગામેગામ આઈટીઆઈ છે. બીજી બેઠક બપોરે અઢી વાગ્યે શરૂ થશે વિધાનસભામાં બીજી બેઠક બપોરે અઢી વાગ્યે શરૂ થશે. જેમાં પ્રથમ એક કલાક પ્રશ્નોત્તરી કાળ માટે ફાળવાયો છે. ગૃહમાં બીજી બેઠકમાં 6 વિભાગોના પ્રશ્નો અંગે ચર્ચાઓ થશે. બિન સરકારી સભ્યોના કામકાજ અને સમિતિના અહેવાલ પર પણ ચર્ચાઓ કરાશે. ચાર વિભાગની માગણી પર ચર્ચાઓ થશે. આ પણ વાંચોઃ Railway News : અમદાવાદ રેલવે સ્ટેશન પર મુસાફરો સાથે ઠગાઈ કરનાર આંતરરાજય ગેંગનો પર્દાફાશ, આરપીએફએ 2 આરોપીને ઝડપ્યા

Read Full Story arrow_forward
Surendranagar News : સુરેન્દ્રનગર જિલ્લામાં  ગેસ એજન્સીઓ પર પુરવઠા વિભાગ દ્વારા હાથ ધરાઈ સઘન તપાસ ઝુંબેશ
calendar_today March 12, 2026

Surendranagar News : સુરેન્દ્રનગર જિલ્લામાં ગેસ એજન્સીઓ પર પુરવઠા વિભાગ દ્વારા હાથ ધરાઈ સઘન તપાસ ઝુંબેશ

જિલ્લા કલેક્ટર કે. એસ. યાજ્ઞિકની સીધી સૂચના અને માર્ગદર્શન હેઠળ જિલ્લા પુરવઠા વિભાગ દ્વારા જિલ્લાની વિવિધ ગેસ એજન્સીઓ પર આકસ્મિક તપાસની ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. ગેસ સિલિન્ડરના જથ્થાની ભૌતિક ચકાસણી કરવામાં આવી હતી જિલ્લા પુરવઠા અધિકારી એ. જી. ગજ્જરના સંકલન સાથે સમગ્ર જિલ્લાના તમામ તાલુકાઓમાં આ ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે. જે અંતર્ગત સંબંધિત તાલુકાના મામલતદાર અને ફિલ્ડ સ્ટાફની બનેલી વિશેષ ટીમોએ પોતપોતાના કાર્યક્ષેત્રમાં આવતી ગેસ એજન્સીઓની ઓચિંતી મુલાકાત લીધી હતી. આ તપાસ દરમિયાન એજન્સીઓ પાસે ઉપલબ્ધ ગેસ સિલિન્ડરના જથ્થાની ભૌતિક ચકાસણી કરવામાં આવી હતી તેમજ સ્ટોક રજિસ્ટર અને વિતરણ વ્યવસ્થાની ઝીણવટભરી તપાસ હાથ ધરવામાં આવી હતી. એજન્સીએ નિયત પૂરતો સ્ટોક જાળવવો અને નિયમ મુજબ તેનું વિતરણ કરવું અનિવાર્ય ગેસ સિલિન્ડરની સંગ્રહખોરી અને કાળાબજારી અટકાવવાના હેતુથી કરવામાં આવેલી આ તપાસમાં ખાસ કરીને ડોમેસ્ટિક એટલે કે ઘરવપરાશના સિલિન્ડરનો જથ્થો પ્રાથમિકતાના ધોરણે નાગરિકોને મળી રહે તે માટે એજન્સી સંચાલકોને કડક સૂચના આપવામાં આવી છે. દરેક એજન્સીએ નિયત પૂરતો સ્ટોક જાળવવો અને નિયમ મુજબ તેનું વિતરણ કરવું અનિવાર્ય છે. જો કોઈ પણ કક્ષાએ અનિયમિતતા જણાશે તો કાયદેસરની કડક કાર્યવાહી કરવામાં આવશે તેવી ચેતવણી પણ તંત્ર દ્વારા આપવામાં આવી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, નાગરિકોના હિત માટે અને બજારમાં કૃત્રિમ અછત ન સર્જાય તે માટે વહીવટી તંત્ર સતત સતર્ક છે. આગામી દિવસોમાં પણ આવી આકસ્મિક તપાસનો દોર ચાલુ રાખવામાં આવશે જેથી સામાન્ય જનતાના હકોનું રક્ષણ કરી શકાય. આ પણ વાંચો : Anand News : 40 લોકોને ભાગવત સપ્તાહમાં લઈ જવાના બહાને ખંભાતના ચિરાગ જોશીએ આચરી મોટી છેતરપિંડી

Read Full Story arrow_forward