Kheda: કઠલાલના વિશ્વનાથપુરા પાસે મધ્યરાત્રીએ આઈસરમાં ભીષણ આગ, ચાલકનો આબાદ બચાવ
ખેડા જિલ્લાના કઠલાલ તાલુકામાં મધ્યરાત્રીએ એક ગમખ્વાર આગની ઘટના સામે આવી છે. લાડવેલ ચોકડીથી પાંખિયા રોડ પર આવેલા વિશ્વનાથપુરા સીમ વિસ્તારમાં એક ચાલતી આઈસર ટ્રકમાં અચાનક આગ ફાટી નીકળતા અફરાતફરી મચી ગઈ હતી.શોર્ટ સર્કિટથી આગ લાગ્યાનું અનુમાનપ્રાપ્ત માહિતી અનુસાર, મધ્યરાત્રીના આશરે બે વાગ્યાના સુમારે આઈસર ટ્રકમાં શોર્ટ સર્કિટના કારણે એકાએક આગ લાગી હતી. આગ લાગતાની સાથે જ આઈસરના કેબિનમાં ધુમાડો ફેલાઈ ગયો હતો. જોકે, આઈસર ચાલકે સમયસૂચકતા વાપરી ચાલુ આઈસરમાંથી નીચે કૂદી પડ્યો હતો, જેના કારણે તેનો જીવ બચી ગયો હતો.2 કલાકની જહેમત બાદ આગ કાબૂમાંઆગની ઘટના અંગે કપડવંજ ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવતા ફાયરની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી હતી. ફાયર ફાઈટરોએ સતત બે કલાક સુધી પાણીનો મારો ચલાવી ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો. જોકે, આગ એટલી વિકરાળ હતી કે ફાયર ટીમ પહોંચે તે પહેલા જ આઈસર ટ્રક બળીને ખાખ થઈ ગઈ હતી.આ પણ વાંચો: Palitana: કાળઝાળ ગરમીમાં શેત્રુંજય ડુંગરમાંથી ઉતરી સિંહ પરિવાર તળાવ કાંઠે પહોંચ્યો
Read Full Story arrow_forward