android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Morbi: ઘૂનડા રોડ પર કાર અને રિક્ષા વચ્ચે જોરદાર અકસ્માત, બે બાળકો સહિત 4 લોકો ઇજાગ્રસ્ત
calendar_today March 12, 2026

Morbi: ઘૂનડા રોડ પર કાર અને રિક્ષા વચ્ચે જોરદાર અકસ્માત, બે બાળકો સહિત 4 લોકો ઇજાગ્રસ્ત

મોરબીના ઘૂનડા રોડ પર એક ગમખ્વાર અકસ્માતની ઘટના સામે આવી છે. પુરપાટ ઝડપે આવી રહેલી એક કારે પેસેન્જર રિક્ષાને જોરદાર હડફેટે લેતા રિક્ષામાં સવાર મુસાફરો લોહીલુહાણ થયા હતા. આ અકસ્માતમાં બે નિર્દોષ બાળકો સહિત કુલ ચાર લોકોને નાની-મોટી ઈજાઓ પહોંચી છે. ઘૂનડા રોડ પર અકસ્માત સર્જાયોપ્રાપ્ત માહિતી અનુસાર, મોરબીના ઘૂનડા રોડ પરથી પસાર થઈ રહેલી રિક્ષાને કાર ચાલકે પાછળથી કે સામેથી જોરદાર ટક્કર મારી હતી. ટક્કર એટલી પ્રચંડ હતી કે રિક્ષામાં બેઠેલા મુસાફરો ફંગોળાયા હતા. સ્થાનિક લોકો તાત્કાલિક મદદ માટે દોડી આવ્યા હતા અને અકસ્માત અંગે પોલીસ તેમજ એમ્બ્યુલન્સને જાણ કરી હતી.ઇજાગ્રસ્તોને સારવાર અર્થે ખસેડાયાઅકસ્માતમાં ઘવાયેલા ચારેય ઇજાગ્રસ્તોને, જેમાં બે બાળકોનો પણ સમાવેશ થાય છે, તાત્કાલિક મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. હાલમાં તબીબો દ્વારા તેમની સારવાર હાથ ધરવામાં આવી રહી છે. સદનસીબે હજુ સુધી કોઈ જાનહાનિના સમાચાર પ્રાપ્ત થયા નથી.ઘટનાની જાણ થતા જ મોરબી પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. પોલીસે અકસ્માતનો ગુનો નોંધી કાર ચાલક વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.આ પણ વાંચો: Kutch: ભચાઉના ચોપડવા પાસે પ્લાસ્ટિકના વાડામાં ભીષણ આગ, ગેસ સિલિન્ડરો બહાર કઢાતા મોટી હોનારત ટળી

Read Full Story arrow_forward
Surat: વેલંજાની ગોકુલધામ સોસાયટીમાં સગીરા સાથે બળજબરી, ઉત્રાણ પોલીસે આરોપીની કરી ધરપકડ
calendar_today March 12, 2026

Surat: વેલંજાની ગોકુલધામ સોસાયટીમાં સગીરા સાથે બળજબરી, ઉત્રાણ પોલીસે આરોપીની કરી ધરપકડ

સુરતના વેલંજા વિસ્તારમાં એક શર્મસાર કરનારી ઘટના સામે આવી છે, જેમાં 16 વર્ષની સગીરાને પ્રેમજાળમાં ફસાવી તેની પર દુષ્કર્મ ગુજારવામાં આવ્યું હતું. આ મામલે ઉત્રાણ પોલીસે ત્વરિત કાર્યવાહી કરી આરોપી કાર્તિક સભાડિયાની ધરપકડ કરી જેલના સળિયા પાછળ ધકેલી દીધો છે.પ્રેમજાળમાં ફસાવી આચર્યું પાપમળતી માહિતી મુજબ, આરોપી કાર્તિકે સગીરાને લગ્નની લાલચ આપી પોતાની પ્રેમજાળમાં ફસાવી હતી. ત્યારબાદ તે સગીરાને પોતાની માતા સાથે મુલાકાત કરાવવાના બહાને વેલંજાની ગોકુલધામ સોસાયટીમાં લઈ ગયો હતો. ત્યાં સગીરાની મરજી વિરુદ્ધ તેની સાથે બળજબરીપૂર્વક શારીરિક સંબંધ બાંધ્યા હતા.4 માસનો ગર્ભ રહેતા ભાંડો ફૂટ્યોઆ અત્યાચાર બાદ સગીરા ગર્ભવતી બની ગઈ હતી. જ્યારે પરિવારને જાણ થઈ કે સગીરાને ૪ માસનો ગર્ભ છે, ત્યારે પરિવારના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી. આ બાબતે પૂછપરછ કરતા સમગ્ર હકીકત સામે આવી હતી, જેનાથી પરિવારમાં ભારે ખળભળાટ મચી ગયો હતો.પોલીસ કાર્યવાહીસગીરાના પરિવારે આ મામલે ઉત્રાણ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુન્હો દાખલ કર્યો હતો. ટેકનિકલ સર્વેલન્સ અને બાતમીદારોની મદદથી પોલીસે ગણતરીના કલાકોમાં જ આરોપી કાર્તિક સભાડિયાને દબોચી લીધો હતો. હાલ પોલીસ આ મામલે આગળની કાયદેસરની તપાસ ચલાવી રહી છે.આ પણ વાંચો: Morbi: ઘૂનડા રોડ પર કાર અને રિક્ષા વચ્ચે જોરદાર અકસ્માત, બે બાળકો સહિત 4 લોકો ઇજાગ્રસ્ત

Read Full Story arrow_forward
Vadodara News : લગ્નમાં આવેલા 2  ડોકટર અને 1 ઈજનેર દારૂ પીધેલી હાલતમાં ઝડપાયા, પોલીસને પણ ગાળો બોલ્યા હોવાનો આક્ષેપ લાગ્યો
calendar_today March 12, 2026

Vadodara News : લગ્નમાં આવેલા 2 ડોકટર અને 1 ઈજનેર દારૂ પીધેલી હાલતમાં ઝડપાયા, પોલીસને પણ ગાળો બોલ્યા હોવાનો આક્ષેપ લાગ્યો

વડોદરામાં બે તબીબ અને ઇજનેર નશામાં ઝડપાયા છે અને સમા સાવલી રોડ પર કારને ટક્કર મારતા બબાલ થઈ હોવાની વાત સામે આવી છે, અમદાવાદના બે તબીબ, ઇજનેર ઝડપાયા છે, ત્રણેય લોકો વડોદરા ખાતે લગ્નમાં આવ્યા હતા અને તબીબ અને ઇજનેરે પોલીસને અપશબ્દો કહ્યા હતા જેને લઈ બબાલ થઈ હતી.પોલીસ સાથેનો અભદ્ર વર્તનનો વીડિયો થયો વાયરલ અમદાવાદથી વડોદરા લગ્ન પ્રસગે આવેલા 2 ડોકટર અને 1 ઈજનેરે પોલીસ સાથે માથાકૂટ કરી હતી અને નશો કરીને માથાકૂટ કરી હોવાની વાત સામે આવી છે, તો મામલો રોડ પર એટલો બિચકયો કે લોકોના ટોળેટોળા એકઠા થયા હતા, અને તબીબ રોડ પર માથાકૂટ કરી પોલીસને પણ ગાળો બોલી રહ્યાં હોવાનો આક્ષેપ લાગ્યો છે, આ મામલે પોલીસે ફરિયાદ નોંધી છે અને જેલના હવાલે કર્યા છે. બે તબીબ અને ઈજનેર પીધેલી હાલતમાં ઝડપાયા વડોદરામાં લગ્ન પ્રસંગમાં આવેલા 2 ડોકટર અને એક ઈજનેર પીધેલી હાલતમાં છે અને ત્રણેય મૂળ અમદાવાદના રહેવાસી છે, ઈજનેર પરાગ ચૌહાણ, ડો. અંકુર ચૌહાણ, ડો. ધૈર્ય આચાર્યની ધરપકડ કરવામાં આવી છે, સમા સાવલી રોડ પર આ ઘટના બની હોવાની વાત સામે આવી છે અને ડોકટરે અન્ય કારને ટક્કર પણ મારી હોવાની વાત સામે આવી છે. જે કારને ટક્કર મારી હતી તે કારના ચાલકે પોલીસ કંટ્રોલમાં ફોન કરીને પોલીસને બોલાવ્યા હતા. આ પણ વાંચો : Gandhinagar News : ગુજરાતમાં ઉનાળામાં પીવાના પાણીની સમસ્યા નહી સર્જાય, ગત વર્ષની સરખામણીએ રાજયમાં 4.15 ટકા વધુ પાણીનો જથ્થો ઉપલબ્ધ

Read Full Story arrow_forward