android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
માંડલમાં 70 હજાર મણ કાલા-કપાસની આવક
calendar_today March 12, 2026

માંડલમાં 70 હજાર મણ કાલા-કપાસની આવક

અમદાવાદ જિલ્લા ગ્રામ્યમાં માંડલ કોટન સેલ જીનીંગ એન્ડ પ્રેસીંગ સો.લિ. આવેલ છે અને દરવર્ષે હજારો મણ કાલા-કપાસની આવક આ જીનને થાય છે અને મશીનોમાં કપાસનું પ્રેસીંગ કરી ગાંસડીઓ તૈયાર કરી આગળના સેન્ટરો ઉપર મોકલાય છે. આજથી વીસ પચ્ચીસ વર્ષ પહેલાં માંડલ અને ફરતાં પંથકના ઘર,પરિવારોની રોજીરોટીનું સાધન આ જીન હતું. વર્ષો પહેલાં મશીનરીઓ નહોતી ત્યારે કાલા ફોલવાની સીસ્ટમ આ પંથકમાં ખુબજ ચાલી અને લોકો બારમાસના રોટલાના ખર્ચ કાઢતાં હતાં. પરંતુ હવે ઉચ્ચસ્તરિય મશીનરી થઈ. જેથી ઝડપથી કામગીરી થઈ શકે અને કોમ્પ્યુટર હિસાબી પ્રક્રિયા, ખેડુતોના ઓનલાઈન ખાતાઓ થતાં હવે જીનમાં કાલા-કપાસના પ્રેસીંગથી લઈને બધીજ કામગીરી સામાન્ય થઈ ગઈ છે.માંડલની આ કોટન જીનમાં આવતાં આ કાલા-કપાસનું પ્રેસીંગ કરીને તેની ગાંસડીઓ તૈયાર કરીને રાજ્યમાં અને અન્ય રાજ્યોમાં પણ કોટન મોટાપાયે સપ્લાય કરવામાં આવી રહ્યું છે. દર વર્ષે સીઝનમાં કુલ 3 લાખ મણ કાલા-કપાસની આવક થઈ હતી, આ વર્ષે માર્ચ મહિનાની શરૂઆત થઈ એ પહેલાં સીઝન શરૂ થઈ હતી એટલે કે, 15 દિવસની અંદર માંડલ કોટન જીનમાં 70 હજાર મણ કાલાની આવક થઈ ચુકી છે અને અંદાજિત 7.56 કરોડ રૂપિયાના કાલા-કપાસ છે. હાલ જીનમાં મશીનરીના માધ્યમથી કાલામાંથી કપાસ અને ઠાલીયાં છુટા પાડવાની કામગીરી, બીજી બાજુ કપાસમાંથી કપાસીયા છુટાં પડે અને છુટો પડેલ કપાસની ક્લીનીંગ અને પ્રેસીંગની કામગીરીનો ધમધમાટ ચાલી રહ્યો છે. માંડલ અને સુરેન્દ્રનગર જિલ્લાના દસાડા, પાટડી તાલુકાના 18 ગામોના ખેડુતો અહીં દરરોજના 3 હજાર મણ કાલા-કપાસ લઈને આવે છે. આ સીઝન પંદરેક દિવસથી ચાલી રહી છે અને હજુ 70 હજાર મણ આવક નોંધાઈ જોકે જીનના મેનેજર મેહુલભાઈ પંચાલે જણાવ્યું કે, આ વર્ષે કાલા-કપાસની આવક ઓછી નોંધાઈ રહી છે. જોકે તેનું મુખ્યત્વે કારણ, ખેડુતો હવે કાલા-કપાસની ખેતીને ઓછી પસંદ કરતાં હોય અને અન્ય ખેતી તરફ વળ્યા હોય તેનું પરિણામ પણ ગણી શકાય. જીનમાં મશીનથી કાલા-ઠાલીયાને છુટો પાડી, કપાસના પ્રેસીંગ બાદ 156 કિલોની ગાંસડીઓ તૈયાર કરવામાં આવી રહી છે. માંડલ જીનમાં તૈયાર કરાયેલી આ કપાસની ગાંસડીઓ રાજ્યના વિવિધ શહેરોમાં તેમજ અન્ય રાજ્યોમાં પણ એક્સપોર્ટ થાય છે. આ પંથકમાં અન્ય બે ત્રણ જીન પણ આવેલી છે, જેથી આ પંથકના ખેડુતો માટે આ બધી જીનો વર્ષોથી આશિર્વાદરૂપ બની છે. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો https://sandesh.com/maru-saher-maru-gaam

Read Full Story arrow_forward
સગીરાને ભગાડી જઈ દુષ્કર્મ કરવાના કેસમાં આરોપીને 7 વર્ષની સજા
calendar_today March 12, 2026

સગીરાને ભગાડી જઈ દુષ્કર્મ કરવાના કેસમાં આરોપીને 7 વર્ષની સજા

દસાડા તાલુકા ગ્રામ્યની ધો. 11માં અભ્યાસ કરતી સગીરાને વર્ષ 2018માં બહુચરાજી તાલુકાના ફીચડી ગામનો યુવાન ભગાડી લઈ ગયો હતો અને કુકર્મ કર્યુ હતુ. આ અંગેનો કેસ ધ્રાંગધ્રા એડીશનલ સેશન્સ કોર્ટમાં ચાલી જતા કોર્ટે આરોપીને કસુરવાર ઠેરવી 7 વર્ષની સજા ફટકારી છે.દસાડા તાલુકાના એક ગામમાં રહેતા પરિવારની દિકરી વર્ષ 2018માં 16 વર્ષની હતી. અને ધો. 11માં અભ્યાસ કરતી હતી. તા. 28-4-2018ના રોજ રાત્રે પરિવાર સુતો હતો. અને દિકરીની માતા નીયમીત તેને સવારે 6 કલાકે અભ્યાસ માટે જગાડતી હતી. તા. 29-4ના રોજ રાત્રે સગીરાની માતા જગાડવા જતા તે ઘરે હતી. નહી આથી દિકરીના પિતાને જાણ કરતા તેઓએ જાગીને તપાસ કરી હતી. જેમાં સગીરાની પથારીમાંથી મોબાઈલ મળી આવ્યો હતો. જેમાં તાજેતરના સંપર્કો વિશે તપાસ કરતા તે મહેસાણા જિલ્લાના બહુચરાજી તાલુકાના ફીચડી ગામે રહેતા 19 વર્ષીય શકિતસિંહ રણછોડજી ઝાલા સાથે વાત કરતી હોવાનું સામે આવ્યુ હતુ. અને આ શખ્સ બહુચરાજીના સગીરાના એક સગાની દુકાને કામ કરતો હોવાનું જાણવા મળ્યુ હતુ. આથી સગીરાના પિતાએ શકિતસિંહ ઝાલા સામે તા. 30-4-18ના રોજ ફરિયાદ નોંધાવી હતી. બનાવના 2 દિવસ પછી ભોગ બનનાર મળી આવી હતી. જેમાં સગીરાની પુછપરછ કરતા સગીરા બહુચરાજી તેના સગાને ત્યાં જતા આરોપીનો સંપર્ક થયો હતો. અને બન્ને વચ્ચે મોબાઈલમાં વાતચીત થતી હતી. તા. 28-4ના રોજ રાત્રે 12-30 કલાકે આરોપીએ સગીરાને ફોન કરી જો તું મારી સાથે નહી આવે તો તારા નાના ભાઈને મારી નાંખીશ તેવી ધમકી આપી હતી. આથી સગીરા ઘરની બહાર જતા સોસાયટીના ગેટ પાસે આરોપી બાઈક લઈને ઉભો હતો અને સગીરાને લઈ તે એક સગાને ત્યાં લઈ ગયો હતો અને દુષ્કર્મ આચર્યુ હતુ. આ બનાવમાં આરોપી શકિતસિંહ તા. 9-5-18ના રોજ પોલીસના હાથે ઝડપાયો હતો. આ અંગેનો કેસ તા. 10 માર્ચના રોજ સુરેન્દ્રનગર એડીશનલ સેશન્સ કોર્ટમાં ચાલી ગયો હતો. જેમાં સરકારી વકીલ પી.બી.મકવાણાની દલીલો, 22 મૌખીક અને 26 દસ્તાવેજી પુરાવાને ધ્યાને લઈ જજ એમ.પી.ચૌધરીએ આરોપી શકિતસિંહ ઝાલાને કસુરવાર ઠેરવી 7 વર્ષની સજા ફટકારી છે. જયારે ભોગ બનનારને વળતરની યોજના મુજબ 1 લાખ રૂપીયા વળતર ચૂકવવા હુકમ કરાયો છે. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો https://sandesh.com/maru-saher-maru-gaam

Read Full Story arrow_forward
હળવદ પાલિકાની ગેરકાયદે દબાણો દૂર કરવામાં વહાલાં-દવલાંની નીતિથી રોષ
calendar_today March 12, 2026

હળવદ પાલિકાની ગેરકાયદે દબાણો દૂર કરવામાં વહાલાં-દવલાંની નીતિથી રોષ

મોરબી જિલ્લામાં હળવદ નગરપાલિકા દ્વારા તાજેતરમાં વિકાસના નામે શહેરના વિવિધ દબાણો દૂર કરવા માટે ઝુંબેશ હાથ ધરી હતી. જેમાં માત્રને નામત્ર નાના મધ્યમ વર્ગના વેપારીઓને નોટિસ પાઠવી હતી. ત્યારબાદ તમામ પૈકી અમુક જ દબાણો દૂર કરવામાં આવ્યા હોવાનો આક્ષેપ સાથે તેમજ વિવિધ પ્રશ્ન મામલે વિપક્ષ કોંગ્રેસ સમિતિએ પાલિકામાં આવેદન પત્ર આપી રામધૂન બોલાવી વિરોધ કર્યો હતો.હળવદ કોંગ્રેસ સમિતિના સભ્યો દ્વારા નગરપાલિકા કચેરી પહોંચીને આવેદનપત્ર આપીને રામધૂન બોલાવી હતી. આવેદનપત્રમાં જણાવ્યા મુજબ હળવદ શહેરમાં પાલિકા દ્વારા વિકાસના નામે દબાણ દૂર કરવાની કાર્યવાહી હાથ ધરવાની ચર્ચાઓ વચ્ચે નાના લારી-ગલ્લાવાળા વેપારીઓ અને મધ્યમ વર્ગના ધંધાર્થીઓમાં ચિંતા જોવા મળી રહી છે. વધુમાં રજુઆતમાં જણાવવામાં આવ્યું છે કે શહેરના વિકાસ માટે ગેરકાયદેસર દબાણ દૂર કરવું જરૂરી છે, પરંતુ તે કાર્યવાહી સંપૂર્ણપણે કાયદાકીય જોગવાઈઓ મુજબ અને તમામ વર્ગો સામે સમાન રીતે થવી જોઈએ. ખાસ કરીને નાના લારી-ગલ્લાવાળા વેપારીઓ, જેઓ રોજિંદી આવક પરથી પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે, તેમની આજીવિકા ઉપર અયોગ્ય અસર ન પડે તે બાબતનું ખાસ ધ્યાન રાખવું જરૂરી છે. આ અંગે વોર્ડ નં. 1ના કોંગ્રેસના સદસ્ય ભારતીબેન ગોપાલભાઈ દોરાળાએ જણાવ્યું હતું કે શહેરમાં ઘણીવાર દબાણ દૂર કરવાની કાર્યવાહી દરમિયાન માત્ર નાના વેપારીઓ સામે જ કડક કાર્યવાહી કરવામાં આવે છે. જ્યારે પ્રભાવશાળી અથવા આર્થિક રીતે સશક્ત લોકો દ્વારા કરાયેલા દબાણો સામે સમાન કડકાઈ દાખવવામાં ન આવતી હોવાનો આક્ષેપ કર્યો હતો. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો https://sandesh.com/maru-saher-maru-gaam

Read Full Story arrow_forward