રાજસ્થાનથી મોરબી તરફ લીલા ઘાસચારાની આડમાં લઈ જવાતો વિદેશી દારૂ પકડાયો
સુરેન્દ્રનગર એલસીબી ટીમે પાટડી-માલવણ રોડ પર લીલા ઘાસચારાની આડમાં લઈ જવાતા દારૂની બાતમીને આધારે વોચ રાખી હતી. જેમાં રાજસ્થાનના ટ્રક ચાલકને દારૂ, બીયર, આઈશર મોબાઈલ સહિત રૂપીયા 38,78,520ના મુદ્દામાલ સાથે ઝડપી લેવાયો છે.સુરેન્દ્રનગર એલસીબી પીઆઈ જે.જે.જાડેજાની સુચનાથી સ્ટાફના અસલમખાન, દશરથભાઈ સહિતનાઓને બજાણા પોલીસ મથક વિસ્તારમાં પેટ્રોલીંગ દરમીયાન પાટડીથી માલવણ તરફ એક આઈશરમાં લીલા ઘાસની આડમાં દારૂ લઈ જવાતો હોવાની બાતમી મળતા પાટડી-માલવણ હાઈવે પર ફાટક પાસે વોચ રખાઈ હતી. જેમાં બાતમીવાળો ટ્રક આવતા તેને રોકી તપાસ કરતા તેમાં લીલા ઘાસની નીચે પુંઠાના બોકસમાંથી વિદેશી દારૂ મળી આવ્યો હતો. આ અંગે આઈશર ટ્રકના ચાલક રાજસ્થાનના પોકરારામ કાનારામ જાટની પુછપરછ કરતા આ દારૂ તેના શેઠ દેવારામ જાટે ભરી આપ્યો હતો. અને તેના બદલે પગાર ઉપરાંત એક ફેરાના 10 હજાર દેતા હતા. આ દારૂ મોરબી-રાજકોટ હાઈવે પર એક પેટ્રોલપંપ પાસે કોઈને દેવાનું કહેવાયુ હતુ. જયારે ટ્રકમાં શેઠના કહેવાથી ડુપ્લીકેટ નંબર પ્લેટ લગાવાઈ હતી. જયારે આ ટ્રક રામારામ મોટારામ જાટનું છે અને તે દેવારામે ભાડેથી રાખ્યુ છે. પોલીસે વાહનમાંથી દારૂની વીવીધ બ્રાન્ડની 7188 બોટલ, બીયરના 96 ટીન, રૂપીયા 10 લાખની આઈશર, રૂપીયા પ હજારનો મોબાઈલ મળી રૂપીયા 38,78,520નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. જયારે ઝડપાયેલ આઈશર ચાલક પોકરારામ, દારૂ મોકલનાર દેવારામ, આઈશરના માલીક રામારામ અને દારૂ મંગાવનાર મોરબીના શખ્સ સહિત તમામ સામે બજાણા પોલીસ મથકે ફરિયાદ નોંધી છે. આ અંગે વધુ તપાસ પીએસઆઈ ડી.એસ.ચૌહાણ ચલાવી રહ્યા છે. બીજી તરફ દુધરેજ નર્મદા કેનાલ પાસે આવેલા વટેશ્વર વનના ગેટ પાસેથી દુધરેજની વાળંદ શેરીમાં રહેતો 24 વર્ષીય કીશન અશોકભાઈ દેગામા બીયરના 4 ટીન કિંમત રૂપીયા 880 સાથે એ ડીવીઝન પોલીસના હાથે ઝડપાયો હતો. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો https://sandesh.com/maru-saher-maru-gaam
Read Full Story arrow_forward