android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
ખેડબ્રહ્માની ડિસ્ટ્રિકટ હોસ્પિટલ રાજ્યની પ્રથમ એનક્યુએએસ પ્રમાણિત સંસ્થા બની
calendar_today March 12, 2026

ખેડબ્રહ્માની ડિસ્ટ્રિકટ હોસ્પિટલ રાજ્યની પ્રથમ એનક્યુએએસ પ્રમાણિત સંસ્થા બની

ખેડબ્રહ્મા સ્થિત સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ એ આરોગ્ય સેવાઓના ગુણવત્તા ધોરણોમાં શ્રોષ્ઠ કામગીરી દર્શાવી રાષ્ટ્રીય કક્ષાનું એનક્યુએએસ પ્રમાણપત્ર પ્રાપ્ત કરી સિદ્ધિ પ્રાપ્ત કરી છે. આ સાથે ખેડબ્રહ્મા એસડીએચ રાજ્યની પ્રથમ સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ બની છે, જેને આ પ્રતિષ્ઠિત ગુણવત્તા પ્રમાણપત્ર મળ્યું છે. કેન્દ્ર સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય દ્વારા આપવામાં આવતું આ પ્રમાણપત્ર આરોગ્ય સંસ્થાઓમાં દર્દી સલામતી, ગુણવત્તાયુક્ત સારવાર, સંક્રમણ નિયંત્રણ, સ્વચ્છતા વ્યવસ્થા, બાયોમેડિકલ વેસ્ટ મેનેજમેન્ટ, રેકોર્ડ મેનેજમેન્ટ અને દર્દી કેન્દ્રિત સેવાઓ જેવા માપદંડોના કડક મૂલ્યાંકન બાદ આપવામાં આવે છે. ખેડબ્રહ્મા SDHએ આ તમામ માપદંડોમાં ઉત્તમ કામગીરી દર્શાવી આરોગ્ય સેવાઓમાં ગુણવત્તાનો નવો ધોરણ સ્થાપિત કર્યો છે. દરમિયાન ખેડબ્રહ્મા હોસ્પિટલના અધિક્ષક ડો.અશ્વિન ગઢવીએ જણાવ્યુ હતું કે, આરોગ્ય શાખા જીલ્લા પંચાયતના જિલ્લા ક્વોલીટી એશ્યોરન્સ મેડિકલ ઓફિસર ડૉ.એ.આઇ.મલેકનો સતત સહયોગ અને માર્ર્ગદર્શન તેમજ આરોગ્ય ટીમની સમર્પિત સેવાભાવનાનું પ્રતિબિંબ છે.ગત વર્ષમાં ખેડબ્રહ્માની હોસ્પિટલમાં 94 હજારથી વધુ ઓપીડી દર્દીઓને સારવાર, 3755 સલામત પ્રસુતિઓ, 3 હજારથી વધુ મેજર તથા માઇનર ઓપરેશનો, 2 લાખથી વધુ વિવિધ લેબોરેટરી ટેસ્ટ કરવામાં આવ્યા હતા. તદુપરાંત હોસ્પિટલમાં સિકલસેલ રોગની સારવાર, ટીબીના દર્દીઓની તપાસ-સારવાર, કિડની ડાયાલિસિસ, વિવિધ બાળરોગની સારવાર, એક્સ-રે સહિતની વિવિધ આરોગ્ય સેવાઓ પણ ગુણવત્તાયુક્ત રીતે ઉપલબ્ધ કરાવવામાં આવી રહી છે. જેના કારણે અંતરિયાળ, ડુંગરાળ અને હાર્ડ ટુ રીચ વિસ્તારોમાં વસતા વનબંધુ પરિવારોને પણ આરોગ્યની મફત અને સુલભ સેવાઓ મળી રહી છે. હોસ્પિટલના તબીબી અધિકારીઓ, નર્સિંગ સ્ટાફ, પેરામેડિકલ સ્ટાફ તેમજ સમગ્ર્ર આરોગ્ય ટીમના સુવ્યવસ્થિત આયોજન, સતત મહેનત અને દર્દી કેન્દ્રિત સેવા ભાવનાના પરિણામે આ સિદ્ધિ પ્રાપ્ત થઈ છે. આ પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારી હર્ષદ વોરાએ જણાવ્યું હતું કે, ખેડબ્રહ્મા હોસ્પિટલને મળેલ પ્રમાણપત્ર સમગ્ર્ર જિલ્લાના આરોગ્ય ક્ષેત્ર માટે ગૌરવની ક્ષણ છે. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો https://sandesh.com/maru-saher-maru-gaam

Read Full Story arrow_forward
રાજસ્થાનથી હિંમતનગર આવતી ખાનગી લકઝરીમાંથી 3.45 લાખનો દારૂ પકડાયો
calendar_today March 12, 2026

રાજસ્થાનથી હિંમતનગર આવતી ખાનગી લકઝરીમાંથી 3.45 લાખનો દારૂ પકડાયો

હિંમતનગરમાંથી રાજસ્થાન તરફથી આવતા નેશનલ હાઇવે પર સાબરડેરી બ્રિજ પાસે મંગળવારે રાત્રે એ-ડિવીઝન પોલીસે વોચ ગોઠવી બાતમીને આધારે લક્ઝરીમાંથી 3.45 લાખનો દારૂના જથ્થા સાથે પોલીસે બે શખ્સોની ધરપકડ કરી 13.58 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ અંગે સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ, રાજસ્થાનથી હિંમતનગર થઈ ગુજરાતમાં અન્ય સ્થળે રોજબરોજ કેટલાક શખ્સો પાસ પરમીટ વિના દારૂ અને બિયરની વાહનોમાં ભરી હેરાફેરી કરી રહ્યા છે ત્યારે મંગળવારે હિંમતનગર એ-ડિવીઝન પોલીસને બાતમી મળી હતી કે, રાજસ્થાન તરફથી શામળાજી થઈ અમદાવાદ તરફ જતી લક્ઝરી નંબર આર.જે.19પીબી.6914માં બે જણા પ્લાસ્ટીકની થેલીઓમાં દારૂ ભરી હિંમતનગર થઈ સાબરડેરી તરફ આવી રહ્યા છે.જે બાતમીને આધારે એ-ડિવીઝન પોલીસ સ્ટેશનના પીઆઈ પી.એમ.ચૌધરી તથા ઈન્ચાર્જ પીઆઈ એચ.આર.હેરભા તથા સ્ટાફે વોચ ગોઠવીને બાતમી મુજબ આવી રહેલ લકઝરીને ઝડપી લીધી હતી જયાં લકઝરી બસની વચ્ચેની સીટના ગુપ્ત ખાનામાં રખાયેલ અંદાજે રૂ.3.45 લાખની પ્લાસ્ટીકની થેલીમાં ભરેલ દારૂ અને બિયરની 96 બોટલો મળી આવતા કબ્જે લેવામાં આવી હતી. ત્યારબાદ પોલીસે નાનુરામ નાનજી નનોમા(મીણા) (રહે.લાપીયા, તા.આસપુર, જિ.ડુંગરપુર, રાજસ્થાન) અને પ્રતાપસિંહ રણજીતસિંહ ચૌહાણ (રહે.42, પડાવાડા, તા.જિ. સલુમ્બર, રાજસ્થાન)ની અટકાયત કરી ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી. પોલીસે રૂ.3.45 લાખનો દારૂ, લક્ઝરી, મોબાઇલ સહિત 13.58 લાખનો મુદ્દામાલ જપ્ત કરી પકડાયેલ બે સામે ફરિયાદ નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો https://sandesh.com/maru-saher-maru-gaam

Read Full Story arrow_forward
બાલાસિનોરમાં 1.43 કરોડના વિદેશી દારૂનો નાશ
calendar_today March 12, 2026

બાલાસિનોરમાં 1.43 કરોડના વિદેશી દારૂનો નાશ

બાલાસિનોર : મહીસાગર જિલ્લાના બાલાસિનોર ટાઉન પોલીસ મથક હદ વિસ્તારમાંથી વર્ષ 2026 દરમિયાન વિવિધ દરોડામાં ઝડપી પાડવામાં આવેલા વિદેશી દારૂના જથ્થાનો આજે જાહેરમાં નાશ કરવામાં આવ્યો હતો. બાલાસિનોર ખાતે નગરપાલિકા કચરાની ડમ્પીંગ સાઇડ પર ઉચ્ચ અધિકારીઓની હાજરીમાં કરોડોની કિંમતના દારૂ પર બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું હતું. આ કામગીરીમાં દરમિયાન 35,556 બોટલો મુદ્દામાલની કુલ બજાર કિંમત અંદાજે રૂ. 1,43 કરોડ જેટલી થાય છે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો https://sandesh.com/maru-saher-maru-gaam

Read Full Story arrow_forward