android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Rajkot News : રાજકોટ શહેર ભાજપે કરી નવા હોદેદારોની નિમણૂંક, અંજલી રૂપાણી સહિત 70 કારોબારી સભ્યની નિમણૂંક
calendar_today March 9, 2026

Rajkot News : રાજકોટ શહેર ભાજપે કરી નવા હોદેદારોની નિમણૂંક, અંજલી રૂપાણી સહિત 70 કારોબારી સભ્યની નિમણૂંક

રાજકોટ મનપાની ચૂંટણીની આગોતરી તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે, શહેર ભાજપ પ્રમુખ દ્વારા તાજેતરમાં સંગઠન માળખાની જાહેરાત કરવામાં આવી હતી, ત્યારે રાજકોટ ભાજપના તમામ 18 વોર્ડના પ્રભારી તેમજ 70 કારોબારી સભ્યની નિમણૂંક કરવામાં આવી છે, જેમાં પૂર્વ મુખ્યમંત્રી સ્વ.વિજયભાઈ રૂપાણીના પત્ની અંજલી રૂપાણીને પણ સ્થાન આપવામાં આવ્યું છે. રાજકોટ શહેર ભાજપના ત્રણેય મહામંત્રીને વિધાનસભા મુજબ ઝોનની ફાળવણી વલ્લભભાઈ દુધાત્રાને પૂર્વ વિધાનસભા 68, લલિતભાઈ વાડોલિયાને પશ્ચિમ વિધાનસભા 69, અને યોગેન્દ્રસિંહ જાડેજાને વિધાનસભા 70,71ની જવાબદારી સોંપવામાં આવી છે. રાજકોટ શહેર ભાજપ પ્રમુખ ડો. માધવ દવે દ્વારા તારીખ 8 માર્ચ 2026ને રવિવારના રોજ શહેરના તમામ 18 વોર્ડના પ્રભારી, કારોબારી સભ્ય તેમજ વિધાનસભા વાઈઝ ઝોનની જવાબદારી મહામંત્રીને સોંપવામાં આવી છે. રાજકોટ શહેર ભાજપ કારોબારી સભ્ય પૂર્વ પ્રમુખ કશ્યપભાઈ શુકલા, પૂર્વ મેયર રક્ષાબેન બોળીયા, પૂર્વ મહિલા પ્રમુખ કિરણબેન માંકડિયા, પૂર્વ ઉપપ્રમુખ પૂજાબેન પટેલ, પૂર્વ મહામંત્રી અશ્વિનભાઈ મોલીયા, વિરેન્દ્રસિંહ ઝાલા, કિશોરભાઈ રાઠોડ સહીત 70 લોકોની નિમણુંક કરવામાં આવી છે આ ઉપરાંત રાજકોટ શહેર ભાજપના ત્રણેય મહામંત્રીને વિધાનસભા મુજબ ઝોનની ફાળવણી કરી દેવામાં આવી છે. આ પણ વાંચો : Surat News : સુરતમાં 2 વિદ્યાર્થિનીઓના આપઘાતને લઈ ઘેરાતું રહસ્ય, પ્રિસ્ક્રિપ્શન વગર એનેસ્થેસિયાના ઈન્જેક્શન ક્યાંથી આવ્યા તેને લઈ તપાસ

Read Full Story arrow_forward
Vadodara News : ભાજપના અગ્રણી નેતાની ભત્રીજી લવ જેહાદમાં ફસાઈ, વિધર્મી યુવકે હિન્દુ યુવતી સાથે કરી લીધા કોર્ટ મેરેજ
calendar_today March 9, 2026

Vadodara News : ભાજપના અગ્રણી નેતાની ભત્રીજી લવ જેહાદમાં ફસાઈ, વિધર્મી યુવકે હિન્દુ યુવતી સાથે કરી લીધા કોર્ટ મેરેજ

ભાજપ નેતાની ભત્રીજી વિધર્મી યુવક સાથે ભાગી ગઈ અને ભાગેલી યુવતી 3 દિવસ બાદ તાંદલજાથી મળી આવી હતી, હિન્દુ સંગઠનોએ યુવતીને શોધી પરિવારને સોંપી છે અને પોલીસ દ્વારા યુવતીનું કરવામાં આવ્યુ કાઉન્સેલિંગ, યુવતી અને યુવક બંને સાથે કરતા હતા વકીલાત અને 6 મહિના અગાઉ જ બંનેએ કરી લીધા કોર્ટ મેરેજ. યુવતીને શોધીને તેનુ કાઉન્સિલીંગ કરીને પરિવારને સહીસલામત રીતે સોંપી શહેરના સમા વિસ્તારમાં રહેતી અને વકીલાતના વ્યવસાય સાથે સંકળાયેલી યુવતીને એક વિધર્મી યુવાન ભગાડી ગયો હતો. એ પછી વૈષ્ણવ સમાજ અને હિન્દુ સંગઠનોના કાર્યકરો મોટી સંખ્યામાં સમા પોલીસ સ્ટેશનો પહોંચી ગયા હતાં, પરંતુ પોલીસની ઢીલી કાર્યવાહીને કારણે ભાજપના પૂર્વ શહેર પ્રમુખે નાયબ મુખ્યમંત્રીનુ ધ્યાન દોર્યું હતું. એ પછી તેમની સૂચનાથી શહેર પોલીસ એક્ટિવ મોડમાં આવી ગઈ હતી અને યુવતીને શોધીને તેનુ કાઉન્સિલીંગ કરીને પરિવારને સહીસલામત રીતે સોંપી હતી. ઓફિસ જઉં છુ તેમ કહી યુવતી નીકળી હતી સમા વિસ્તારમાં રહેતી ૨૬ વર્ષની વૈષ્ણવ પરિવારની પૂત્રી એમ.એસ. યુનિવર્સિટીમાં એલએલબીનો અભ્યાસ પૂર્ણ કરીને અગ્રણી વકીલને ત્યાં પ્રેક્ટિસ કરે છે. ગઈ તા.૫મી માર્ચના રોજ સવારે તેની માતાને હુ સરની ઓફિસે જવુ છું. સાંજે પરત આવીશ તેમ કહીને નીકળી ગઈ હતી, પરંતુ સાંજે તેનો ફોન આવ્યો કે, હવે હું ઘરે આવવાની નથી, મે લગ્ન કરી લીધા છે અને છોકરો વિધર્મી છે તેમ કહ્યું હતું. એ પછી તો વૈષ્ણવ પરિવારમાં જાણે હડકંપ જ મચી ગયો હતો. માતાએ આ બાબતની જાણ રીયલ એસ્ટેટ સાથે સંકળાયેલા પિતાને કહી હતી. આમ તો, તેઓ રીયલ એસ્ટેટની સાથે ભાજપના રાજકારણ સાથે જોડાયેલા છે. જેઓ વોર્ડ નં.૩ના મંત્રી રહી ચૂકેલા છે. તેમજ તેઓ વૈષ્ણવ સમાજના સંગઠન સાથે જોડાયેલા છે જેથી તેમણે તુરંત જ દ્વારકેશ લાલજી મહારાજનો સંપર્ક કર્યો અને તેમના કહેવાથી તુરંત જ શહેર ભાજપના પૂર્વ પ્રમુખ ડૉ. વિજય શાહનો સંપર્ક કર્યો હતો. એ પછી તો યુવતીના પિતાની વ્હારે ભાજપ, વિશ્વ હિન્દુ પરિસદ, બજરંગ દળ, આરએસએસ, હિન્દુ જાગરણ મંચ, ગૌરક્ષા મંચ સહિતના હિન્દુ સંગઠનો, વવાયઓ, વીપો, સમસ્ત વૈષ્ણવ વણિક પરિવાર સહિતના વૈષ્ણવ સંગઠનો તેમની વ્યારે આવ્યા હતાં. તેમાં પણ ખાસ કરીને ડૉ. વિજય શાહ, ધારાસભ્ય કેયુર રોકડિયા, એડવોકેટ રોહન શાહ, શશીકાંત પરીખ સહિતનાઓએ ખુબ મદદ કરી હતી. ઉપરાંત કાર્યકરોના ટોળા જામ્યા હતાં. જોકે, શરૂઆતમાં તો પોલીસ ઢીલી કાર્યવાહી કરી રહી હતી. એ પછી ગઈકાલે ડૉ. વિજય શાહે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને ટેલિફોનીક જાણ કરી હતી. હર્ષ સંઘવીએ સૂચના આપતા શહેર પોલીસ એક્ટિવ મોડમાં આવી ગઈ હતી અને ગણતરીના કલાકોમાં વિધર્મી અને યુવતીને પોલીસ શોધી લાવી હતી. વિધર્મી યુવક પોતાનુ રહેઠાણ હાથીખાના અને તાંદલજા કહે છે યુવતીનુ કાઉન્સિંગ કરીને તેમને તેના પરિવારજનોને સહીસલામત રીતે સોંપી હતી. સૂત્રોએ કહ્યું કે, વિધર્મી યુવક પોતાનુ રહેઠાણ હાથીખાના અને તાંદલજા કહે છે જેથી તે ચોક્કસ ક્યાં રહે છે તેની માહિતી મળી શકી નથી. યુવતી અને વિધર્મી યુવકે સાથે જ એમ.એસ.યુનિવર્સિટીમાં એલએલબીનો અભ્યાસ પૂર્ણ કર્યો હતો અને વકીલાતની પ્રેક્ટિવ પણ સાથે જ કરતા હતાં. જેમાં યુવતીને બહેલાવી ફોસલાવીને નિકાહ પણ પઢી લીધા હોવાનું યુવતીના પરિવારજનોએ આક્ષેપ કર્યો છે. જોકે, હવે યુવતી સલીસલામત રીતે પોતાના પરિવાર સાથે છે. આ પણ વાંચો : Rajkot News : રાજકોટ શહેર ભાજપે કરી નવા હોદેદારોની નિમણૂંક, અંજલી રૂપાણી સહિત 70 કારોબારી સભ્યની નિમણૂંક

Read Full Story arrow_forward
Dahod: વર્લ્ડ કપમાં ભારતનો વિજય, દાહોદમાં ક્રિકેટ ચાહકોનો ભારે ઉત્સાહ, મોડી રાત સુધી જશ્નનો માહોલ
calendar_today March 9, 2026

Dahod: વર્લ્ડ કપમાં ભારતનો વિજય, દાહોદમાં ક્રિકેટ ચાહકોનો ભારે ઉત્સાહ, મોડી રાત સુધી જશ્નનો માહોલ

વર્લ્ડ કપમાં ભારતીય ક્રિકેટ ટીમની શાનદાર જીત બાદ સમગ્ર દેશમાં ખુશીની લહેર જોવા મળી રહી છે, ત્યારે દાહોદ શહેર પણ આ વિજયના જશ્નમાં તરબોળ થયું છે. ભારતનો વિજય થતાની સાથે જ દાહોદના ક્રિકેટ ચાહકો મોટી સંખ્યામાં રસ્તાઓ પર ઉતરી આવ્યા હતા અને જીતની ભવ્ય ઉજવણી કરી હતી.તિરંગા અને ફટાકડા સાથે ઉજવણીશહેરના રાજમાર્ગો પર ક્રિકેટ પ્રેમીઓ હાથમાં તિરંગો લઈ ભારત માતા કી જય અને વંદે માતરમના નારા લગાવતા જોવા મળ્યા હતા. ભારતીય ટીમની જીતની ખુશીમાં ઠેર-ઠેર ફટાકડા ફોડીને આતશબાજી કરવામાં આવી હતી. આ જીતનો આનંદ એટલો હતો કે લોકોએ એકબીજાને મીઠાઈ ખવડાવી વધામણી આપી હતી.નગરપાલિકા પાસે લોકમેળો જામ્યોખાસ કરીને દાહોદ નગરપાલિકા વિસ્તારમાં લોકોની ભારે ભીડ ઉમટી પડી હતી. ઢોલ-નગારાના તાલે યુવાનો અને અબાલ-વૃદ્ધ સૌ કોઈ ઝૂમી ઉઠ્યા હતા. વાતાવરણ પૂરેપૂરું રાષ્ટ્રભક્તિના રંગમાં રંગાયેલું જોવા મળ્યું હતું. મોડી રાત સુધી ચાલેલી આ ઉજવણીએ સાબિત કરી દીધું કે દાહોદના લોકોમાં ક્રિકેટ પ્રત્યે કેટલો અતૂટ પ્રેમ છે.આ પણ વાંચો:Ahmedabad: ગર્લફ્રેન્ડે યુવકને મળવા બોલાવીને સાગરિતો સાથે મળીને છરી બતાવી, માર મારી લૂંટી લીધો

Read Full Story arrow_forward