android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Palanpur: પાલનપુરના કંથેરીયા હનુમાનધામમાં રક્તદાન શિબિર યોજાઈ, 111 બોટલ બ્લડ એકત્ર કરાયું
calendar_today March 8, 2026

Palanpur: પાલનપુરના કંથેરીયા હનુમાનધામમાં રક્તદાન શિબિર યોજાઈ, 111 બોટલ બ્લડ એકત્ર કરાયું

ટાઈગર ફોર્સ ગુજરાત સેવા ગ્રુપ ટીમ દ્વારા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કંથેરીયા હનુમાનધામ પાલનપુર ખાતે આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં 111 બોટલ બ્લડ એકત્રિત કરવામાં આવ્યું હતું. ગરમની ઋતુમાં બ્લડ સરળતાથી મળતું નથી. દર્દીઓ હેરાન થતા હોઈ છે. તો તેમને સરળતાથી બ્લડ મળી રહે તે હેતુથી આ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. બ્લડ કેમ્પમાં દાતા ભાઈઓ અને બહેનો દ્વારા બ્લડ ડોનેટ કર્યું હતું. ટીમ દ્વારા બ્લડ દાતાઓને પ્રોત્સાહનરૂપે વોટર જગ, ટ્રોફી અને સર્ટીફિકેટ આપીને સન્માન કરવામાં આવ્યું હતું. કંથેરીયા હનુમાનધામ તેમજ ક્ષિપ્રાગિરીજી મહારાજ તથા શિવગીરીજી મહારાજના આશીર્વાદથી રક્તદાન કેમ્પ નિર્વિઘ્ન પૂર્ણ થયો હતો. બ્લડ ડોનરને તેમજ જરૂરીયાત મંદને ગમે ત્યારે બ્લડ મળી રહે તેવી ખાત્રી ટીમ દ્વારા આપવામાં આવી હતી. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Palanpur: પાલનપુર-ડીસા હાઈવે પર તંત્રની બેદરકારી
calendar_today March 8, 2026

Palanpur: પાલનપુર-ડીસા હાઈવે પર તંત્રની બેદરકારી

પાલનપુરમાંથી પસાર થતાં નેશનલ હાઈવે પર તંત્રની બેદરકારીને કારણે નેશનલ હાઈવે વાહન ચાલકો માટે જોખમી બન્યો છે.હાઈવે પર ઠેર ઠેર યોગ્ય જાળવણીના અભાવે અનેક સમસ્યાઓ સર્જાઈ છે અને માર્ગ પરથી પસાર થતા વાહન ચાલકોના જીવના જોખમે હાઈવે પરથી પસાર થવા મજબુર બન્યા છે. નેશનલ હાઈવે 27 ગુજરાતથી આસામને જોડતો લગભગ 3500 કિલોમીટર લાંબો માર્ગ છે. જે ડીસા તેમજ પાલનપુર થઈને રાજસ્થાન થઈને આસામ સુધી જાય છે. અતિ વ્યસ્ત માનતા હાઈવે નં. 27માં પાલનપુર અને ડીસા વચ્ચે યોગ્ય જાળવણી ના થતા અનેક જીવલેણ સમસ્યાઓ સર્જાઈ છે. જેને લઈને વાહન ચાલકો દ્વારા યોગ્ય કાર્યવાહી કરી તાત્કાલિક પગલાં લેવામાં આવે તેવી માંગ ઉઠી રહી છે. પાલનપુર ડીસા હાઈવે પર અનેક જગ્યાએ માટી અને રેતીના થર જામી જતા રસ્તા પર વચ્ચેનું ડિવાઈડર પણ દેખાતું નથી તેવી પરિસ્થિતિમાં ઉભી થઈ છે. વળી ડીવાઈડર ઉપર ઉભેલા વૃક્ષોને યોગ્ય રીતે જાળવણી ના કરાતા વધુ પડતા વધી ગયા છે. જે રસ્તા પરથી પસાર થતા વાહન ચાલકો માટે ખુબ જ જોખમી બન્યા છે. સર્વિસ રોડ પર માટી ભેગી થતા દ્ધિચક્રી વાહન માટીમાં સ્લીપ થઈ જાય છે. આ સાથે રોડ પરથી સફેદ પટ્ટા અદ્રશ્ય થઈ ગયા છે. જેના લીધે રાત્રીના સમયે વાહન ચાલકો માટે રોડ પર પસાર થવું જોખમી બની રહ્યું છે અને અકસ્માતની ભીતિ સેવાઈ રહી છે. નેશનલ હાઈવે ર7 પર પાલનપુર - ડીસા હાઈવે પર ઠેર ઠેર અનેક સમસ્યાઓ હોવા છતાં તંત્ર ઘોર નિંદ્રામાં હોય તેમ ભાસી રહ્યું છે.નેશનલ હાઈવેની જાળવણી અને સંચાલન માટે રોડ પર ટોલ લેવામાં આવે છે. તેમ છતાં યોગ્ય રીતે સવલત ના મળતી હોવાની રાવ ઉઠી છે. પાલનપુર - ડીસા હાઈવે પર રોડ ઉપર લેન માર્કિંગ કરેલા સફેદ પટ્ટા એકદમ આછા થઈ ગયા છે તથા અનેક જગ્યાએ તે પટ્ટા અદ્રશ્ય થઈ ગયા છે. ડીસા હાઈવે એરોમા કંપનીની નજીક અકસ્માત ટાળવા માટે સ્પીડ બ્રેક્રર બનાવ્યો છે. પરંતુ તેના ઉપર સફેદ પટ્ટાના હોઈ તેજ સ્પીડ બ્રેકરના કારણે અકસ્માત સર્જાતો હોવાની રાવ ઉઠી છે. રોડ પરથી પસાર થતા ગાડી ચાલકોને અચાનક સ્પીડ બ્રેકર દેખાતા બ્રેક મારતા પાછળથી આવતી ગાડીઓથી અકસ્માત થઈ રહ્યા છે. પરંતુ નેશનલ હાઈવે દ્વારા તે બાબતે કોઈ કાર્યવાહી કરવામાં આવતી ન હોવાની રાવ ઉઠી છે. આ ઉપરાંત નેશનલ હાઈવેની જાળવણી માટે વાહન ચાલકો પાસેથી પસાર થવા માટે ટોલ લેવામાં આવે છે. આ સિવાય હાઈવેની જાળવણી માટે સરકાર પણ લાખો રૂપિયા ફાળવે છે. તેમ છતાં જાળવણીના અભાવે હાઈવે પર મેડી પોલીસથી એરોમા સર્કલ સુધી અનેક જગ્યાએ કચરાના ઢગલા જોવા મળી રહ્યા છે. પાલનપુર શહેરની જેમ નેશનલ હાઈવે પર પણ સફાઈને લઈ આવી પરિસ્થિતિ હોવાથી વાહન ચાલકો અને સ્થાનિકોમાં અસંતોષ જોવા મળી રહ્યો છે. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Kheda: ખેડા જિલ્લામાં ત્રણ સ્થળેથી પોલીસે દેશી અને વિદેશી દારુની હેરાફેરી ઝડપી
calendar_today March 8, 2026

Kheda: ખેડા જિલ્લામાં ત્રણ સ્થળેથી પોલીસે દેશી અને વિદેશી દારુની હેરાફેરી ઝડપી

ખેડા જિલ્લાના નડિયાદ તાલુકાના પલાણામાંથી એક પીકઅપ ડાલામાંથી તથા ડાકોરના એક ખેતરમાંથી અને કપડવંજમાં એક હેર સ્ટાઈલની દુકાન આગળથી દારુ વેચાણની હેરાફેરી પોલીસે ઝડપી પાડી છે. આ સાથે ત્રણ ઈસમોને ઝડપી પાડી અન્ય સંડોવાયેલ ઈસમોને ઝડપી પાડવાની કાર્યવાહી પોલીસે હાથ ધરી છે.ખેડા જિલ્લા મથક નડિયાદ શહેર પાસેના પલાણા ગામની સીમમાં મોટી કેનાલ રોડ પરથી પોલીસે બાતમી આધારે એક પીકઅપ ડાલાને ઝડપી પાડયો હતો. તપાસ કરતાં ડાલામાં બટાકાની ગુણોની આડમાં વિદેશી દારુની હેરાફેરી થતી હોવાનું ખુલ્યું હતું. પોલીસે 5.49 લાખનો વિદેશી દારુ ઝડપી પાડયો હતો. પીકઅપ ડાલાના ચાલક દિનેશ કૈલાશજી કછાવા (રહે.ઈન્દ્રા કોલોની, જિ.ઝાલાવાડ, રાજસ્થાન)ને ઝડપી પાડયો હતો. કુલ રૂપિયા 9.54 લાખનો મુદ્દામાલ કબજે લઈ પોલીસે ઝડપાયેલ ઈસમ તથા હેરાફેરીમાં સંડોવાયેલ ઈસમો વિરુદ્ધ વસો પોલીસ મથકે ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. આ ઉપરાંત ખેડા જિલ્લાના તાલુકા મથક કપડવંજમાં ટાઉનહોલ પાસે હિમાલય ટાવરમાં લિંબચ હેર સ્ટાઈલ નામની દુકાનમાં અજય વિનુભાઈ વાળંદ (રહે.લેટર, તા.કપડવંજ) દુકાન આગળ ઉભા રહીને દારુનું વેચાણ કરતો હોવાની બાતમી પોલીસને મળી હતી. બાતમી આધારે પોલીસે રેડ કરી ઈસમ પાસેથી 58,200નો વિદેશી દારુ ઝડપી પાડયો હતો. ડાકોરના ધરખુણીયા ગામે એક લીમડાવાળા ખેતરમાં દારુનું વેચાણ થતું હોવાની બાતમી ખેડા એલસીબીને મળી હતી. બાતમી આધારે પોલીસે રેડ કરી વિપુલ અભેસિંહ ચૌહાણને ઝડપી પાડયો હતો. સ્થળ પરથી ત્રણ લાખનો વિદેશી દારુ પણ ઝડપી પાડયો હતો. દારુનો જથ્થો રતનસિંહ જબ્બરસિંહ રાજપૂત(રહે.બાકરોલ) આપી ગયો હોવાનું પોલીસને જણાવ્યું હતું. પોલીસે આ મામલે બંને વિરુદ્ધ ડાકોર પોલીસ મથકે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward