android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Bhiloda: કોંગ્રેસના ગઢમાં ગાબડુ પડયું, કેસરિયો ખેસ ધારણ કર્યો
calendar_today March 8, 2026

Bhiloda: કોંગ્રેસના ગઢમાં ગાબડુ પડયું, કેસરિયો ખેસ ધારણ કર્યો

અરવલ્લી જિલ્લાના ભિલોડા તાલુકા મથકમાં નવા ભવનાથ શ્રી ભુવનેશ્વર મહાદેવ મંદિર પરિસર પાસે નટરાજ પાર્ટી પ્લોટમાં ભિલોડા વિધાનસભા વિસ્તારમાં હોળી-ધુળેટીના પવિત્ર પાવન પર્વ નિમિત્તે સ્નેહ મિલન કાર્યક્રમમાં કોંગ્રેસના હોદ્દેદારો સહિત કાર્યકરોએ ભાજપનો કેસરીયો ખેસ ધારણ કર્યો હતો.ભિલોડા તાલુકાની કુંડોલ-પાલ બેઠકના જિલ્લા પંચાયત, સદસ્ય રાજેશ્વરીબેન કે. ચંપાવત, ભિલોડા તાલુકા કોંગ્રેસ સમિતિ, પુર્વ પ્રમુખ, બલભદ્રસિંહ વી. ચંપાવત, કર્ણવીરસિંહ બી. ચંપાવત, ડે. સરપંચ, ખુમાપુર-ચિબોડા ગ્રૂપ ગ્રામ પંચાયત સહિત આશરે 300થી વધુ કોંગ્રસના વર્ષો જુના હોદ્દેદારો, કાર્યકરોએ ભાજપનો ભગવો ખેસ ધારણ કર્યો છે. રાજયકક્ષાના મંત્રી પી.સી.બરંડા, અરવલ્લી જીલ્લા ભાજપ સંગઠન પ્રમુખ ભીખાજી ઠાકોર, ભાજપ જીલ્લા પ્રભારી સંજયભાઈ દેસાઈ, ભિલોડા તાલુકા પંચાયત પ્રમુખ ધનજીભાઈ નિનામા, ભિલોડા તાલુકા ભાજપ સંગઠન પ્રમુખ મનોજભાઈ પટેલ સહિત જિલ્લા, તાલુકા કક્ષાના ભાજપના પદાધિકારીઓ, હોદ્દેદારો, અદના કાર્યકરોની ઉપસ્થિતિમાં કોંગ્રેસના હોદ્દેદારો, કાર્યકરોને સન્માનભેર ભાજપમાં જોડયા હતા.કાર્યક્રમમાં જિલ્લા, તાલુકાકક્ષાના ભાજપના હોદ્દેદારો, કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Talod: રોડ પરથી પસાર થતી ઈકો કારમાં અચાનક આગ ભભૂકતાં અફરાતફરી
calendar_today March 8, 2026

Talod: રોડ પરથી પસાર થતી ઈકો કારમાં અચાનક આગ ભભૂકતાં અફરાતફરી

સાબરકાંઠા જિલ્લામાં તલોદ તાલુકાના રોજડ ગામ પાસેથી રવિવારે પસાર થતી એક ઈકો કારમાં અચાનક આગ લાગવાની ઘટના બનતા સમગ્ર વિસ્તારમાં ભારે અફરાતફરી મચી ગઈ હતી. તેમાંય સીએનજી રિફિલિંગ સ્ટેશન નજીક બનેલી આ ઘટનામાં સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી. પરંતુ કારને મોટું નુકસાન થયું હોવાનું જાણવા મળે છેસૂત્રો પાસેથી વધુમાં મળતી માહિતી મુજબ તલોદના રોજડ પાસે કાર ચાલક ગાડીમાં ગેસ ભરાવવા માટે સીએનજી સ્ટેશન તરફ્ જઈ રહ્યો હતો. તે સમયે સ્ટેશનની બહાર પહોંચતા જ કારના બોનેટમાંથી અચાનક ધુમાડા નીકળવા લાગ્યા હતા ચાલક કંઈ સમજે તે પહેલા જ આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું. આગ લાગતા જ આસપાસના લોકોમાં નાસભાગ મચી ગઈ હતી. જોકે સીએનજી સ્ટેશનના કર્મીઓએ સમયસૂચકતા વાપરી ત્વરિત કામગીરી હાથ ધરી હતી અને સ્ટેશન પર ઉપલબ્ધ ફાયર એક્સટિંગ્યુઈશરનો ઉપયોગ કરી આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ કર્યો હતો. જેના કારણે આગ વધુ ફેલાતી અટકી હતી. પ્રાથમિક તપાસ અને સ્થાનિકોના જણાવ્યા અનુસાર કારમાં આગ લાગવાનું મુખ્ય કારણ ઈલેક્ટ્રિકલ શોર્ટ સર્કિટ હોવાનું મનાઈ રહ્યું છે. ગેસ સ્ટેશનની બિલકુલ નજીક આગ લાગી હોવાથી મોટી દુર્ઘટનાનો ભય સર્જાયો હતો. પરંતુ સમયસરની કામગીરીને પગલે મોટી હોનારત ટળતા સ્થાનિકોએ હાશકારો અનુભવ્યો હતો. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Surendranagar: લીંબડી શહેર પાસેની કેનાલમાં ન્હાવા પડેલ બીજા યુવાનની 20 કલાક બાદ લાશ મળી
calendar_today March 8, 2026

Surendranagar: લીંબડી શહેર પાસેની કેનાલમાં ન્હાવા પડેલ બીજા યુવાનની 20 કલાક બાદ લાશ મળી

લીંબડી શહેરના છાલીયા તળાવ પાસેથી પસાર થતી નર્મદા કેનાલમાં શનીવારે બપોરના સમયે પાંચ યુવાનો ન્હાવા પડયા હતા. જેમાંથી 3નો બચાવ થયો હતો. જયારે શનિવારે સાંજે 16 વર્ષીય તરૂણની લાશ મળી હતી. જયારે રવિવારે સવારે બીજા 21 વર્ષીય યુવાનનો મૃતદેહ હાથ લાગ્યો હતો.લીંબડીમાં રહેતા યુવાનો કિશોરો શનિવારે બપોરે 2-30 કલાક આસપાસ છાલીયા તળાવ પાસે આવેલ નર્મદા કેનાલમાં ન્હાવા પડયા હતા. જેમાં સાંજ સુધીમાં 3 ઘરે પહોંચી ગયા હતા. પરંતુ તેમની સાથે ગયેલા ર યુવાનો ન આવતા તેઓ કેનાલમાં ગરકાવ થયા હોવાનું માની શોધખોળ આદરાઈ હતી. આ અંગે સુરેન્દ્રનગર મહાનગરપાલિકાના ફાયર વિભાગને જાણ થતા દેવાંગભાઈ દુધરેજીયા સહિતનાઓ દોડી ગયા હતા. જેમાં કેનાલમાં શોધખોળ બાદ લીંબડીની દાવલશા શેરીમાં રહેતા 16 વર્ષીય રાહીલ યાસીનભાઈ બેલીમનો મૃતદેહ મળી આવ્યો હતો. જયારે શનીવારે મોડી રાત સુધી અને રવીવારે વહેલી સવારથી બીજા યુવાનની શોધખોળ આદરાઈ હતી. જેમાં રવીવારે સવારે 10-30 કલાકે 21 વર્ષીય જયદીપ દિનેશભાઈ વાઢેરનો મૃતદેહ કેનાલમાંથી બહાર લવાયો હતો. આ બનાવમાં લીંબડી પોલીસે મૃતદેહને પીએમ માટે મોકલી અકસ્માતે મોતની નોંધ કરવાની કાર્યવાહી હાથ ધરી છે. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward