android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Surendranagar: સુરેન્દ્રનગર મ્યુલ એકાઉન્ટના ગુનાના બે આરોપીઓની જામીન અરજી નામંજૂર
calendar_today March 8, 2026

Surendranagar: સુરેન્દ્રનગર મ્યુલ એકાઉન્ટના ગુનાના બે આરોપીઓની જામીન અરજી નામંજૂર

વઢવાણમાં રહેતા અને સુરેન્દ્રનગરની PNBમાં ખાતુ ધરાવતા યુવાનના બેંક ખાતામાં જેમાં શંકાસ્પદ વ્યવહારો ધ્યાને આવતા પોલીસે પુછપરછ કરી ગત ડિસેમ્બર માસમાં સાયબર ફ્રોડની ફરિયાદ નોંધી હતી. આ કેસમાં જેલવાસ ભોગવતા એકાઉન્ટ ધારક અને અન્ય એક આરોપીની જામીન પર મુકત થવાની અરજી કોર્ટે નામંજૂર કરી છે.સુરેન્દ્રનગરની પંજાબ નેશનલ બેંકમાં ખાતુ ધરાવતા વઢવાણના નવા દરવાજા બહાર રહેતા અવન અબ્દુલભાઈ માંકડના ખાતામાં શંકાસ્પદ વ્યવહારો ધ્યાને આવતા એ ડીવીઝન પોલીસે બોલાવી પુછપરછ કરી હતી. જેમાં વઢવાણ શિયાણીપોળમાં રહેતા કુલદીપસિંહ અનીરૂધ્ધસિંહ ચાવડા પાસે તેઓએ ઉધાર પૈસા માંગતા તેઓએ એકાઉન્ટમાં પૈસા ઉપાડી અને પરત દેવા બદલ પાંચ લાખના રૂ. 2500 આપવાની વાત કરી હતી. જેમાં ગત જાન્યુઆરી માસમાં 3,94,182 રૂપીયાનું ટ્રાન્ઝેકશન કરાતા તેણે બે હજાર આપ્યા હતા. આ ફરિયાદ નોંધાયા બાદ તપાસ અધીકારી પીએસઆઈ એચ.એસ.જાડેજાએ અવન માંકડની પુછપરછ કરતા તેણે જણાવ્યુ કે, કુલદીપસિંહના કહેવાથી ખાતામાં આવેલા પૈસા લક્ષ સુરેશભાઈ કંબોયા સાથે મળીને બેંકમાંથી ઉપાડી કુલદીપસિંહના કહેવા મુજબ આણંદ, વિદ્યાનગર અને સુરત જેવા સ્થળોએ આંગડીયુ કરવામાં આવ્યા હતા. આથી પોલીસે બન્નેને ઝડપી જેલ હવાલે કર્યા હતા. ત્યારે જેલવાસ દરમિયાન બન્નેએ જામીન પર મુકત થવા અરજી કરી હતી. આ અરજીની સુનાવણી થતા મુખ્ય જિલ્લા સરકારી વકીલ એમ.પી.સભાણીએ દલીલો કરતા જણાવ્યુ કે, આ કેસમાં હજુ અન્ય આરોપીઓના નામ ખુલે છે, જયારે આ ગુનામાં આરોપીઓનો સક્રીય રોલ રહે છે. આથી સુરેન્દ્રનગર સેશન્સ જજ કે.આર.ઉપાધ્યાયે બન્ને અરજદાર આરોપીઓની જામીન પર મુકત થવાની અરજી નામંજૂર કરી છે. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Dholka: ધોળકાના ચલોડાથી SOGની ટીમે પોષડોડા સાથે 1 ઈસમને દબોચ્યો
calendar_today March 8, 2026

Dholka: ધોળકાના ચલોડાથી SOGની ટીમે પોષડોડા સાથે 1 ઈસમને દબોચ્યો

અમદાવાદ ગ્રામ્ય એસઓજીની ટીમે ધોળકા તાલુકાના ચલોડા ગામેથી નશાકારક પદાર્થ સાથે એક ઈસમને ઝડપ્યો છે. જિલ્લા એસઓજીના હેડ કોન્સ્ટેબલને ખાનગી બાતમી મળી હતી.ધોળકા રૂરલ પોલીસ સ્ટેશન વિસ્તારના ચલોડા ગામના પાછળની ઓળ પટેલવાસમાં રહેતા કિરીટભાઈ ઉર્ફે મફ્તભાઈ ચુનીભાઈ પટેલ પોતાના મકાનમાં નશાકારક પદાર્થ રાખી ગેરકાયદેસર વેચાણ કરી રહ્યા છે. આ બાતમીના આધારે એસઓજીની ટીમે સરકારી પંચોની હાજરીમાં રેઇડ કરી હતી. રેઇડ દરમિયાન આરોપીના મકાનમાંથી નશાકારક વનસ્પતિજન્ય માદક પદાર્થ ઓપીએટસ(પોષડોડા) મળી આવ્યા હતા. FSL અધિકારી જે.એચ. નિર્મળની હાજરીમાં તપાસ કરતાં આ પદાર્થ NDPS એક્ટ હેઠળ પ્રતિબંધિત હોવાનું સામે આવ્યું હતું. પોલીસે સ્થળ પરથી ઓપીએટસ (પોષડોડા) 5.329 કિલો ગ્રામ જેની કિંમત રૂ. 79,935 તથા મોબાઇલ ફેન મળી કુલ રૂ. 80,435નો મુદ્દામાલ કબજે કર્યો હતો. આ મામલે ધોળકા રૂરલ પોલીસ સ્ટેશનમાં આરોપી કિરીટભાઈ ઉર્ફે મફ્તભાઈ ચુનીભાઈ પટેલ(ઉંમર 65, રહે. ચલોડા ગામ, તા. ધોળકા) વિરુદ્ધ NDPS એક્ટ કલમ 8(સી), 15(બી) અને 29 હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે અને આગળની તપાસ હાથ ધરવામાં આવી છે. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Dholera: ધોલેરા પાસે કાર અને બાઈક વચ્ચે ગમખ્વાર અકસ્માત, 1 વ્યક્તિનું મોત
calendar_today March 8, 2026

Dholera: ધોલેરા પાસે કાર અને બાઈક વચ્ચે ગમખ્વાર અકસ્માત, 1 વ્યક્તિનું મોત

અમદાવાદ - ભાવનગર એક્સપ્રેસ વે રોડ પર ધોલેરા નજીક ચાંદની હોટેલ પાસે રવિવારે એક ગંભીર માર્ગ અકસ્માત સર્જાયો હતો. અકસ્માત દરમિયાન બાઈક સવાર વ્યક્તિનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. જ્યારે કારમાં સવાર કેટલાક લોકોને નાની મોટી ઇજાઓ પહોંચી હતી.વધુમાં મળતી માહિતી અનુસાર અકસ્માત બાદ ઇજાગ્રસ્ત લોકોને તાત્કાલિક સારવાર માટે ધોલેરા હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. ઘટનાની જાણ થતા જ ધોલેરા પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી હતી અને જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી. તેમજ રોડ ઓથોરિટીની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી ટ્રાફ્કિ વ્યવસ્થા સંભાળી હતી. સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ આ સ્થળે વારંવાર અકસ્માતો સર્જાતા આ વિસ્તાર હવે એક પ્રકારનું એક્સિડન્ટ ઝોન બની ગયો છે. માત્ર છેલ્લા એક અઠવાડિયામાં જ આ જ સ્થળે ચાર જેટલી અકસ્માતની ઘટનાઓ બની ચૂકી છે. અગાઉ અહીં બે કાર વચ્ચે જોરદાર ટક્કર થતા બે વ્યક્તિ ઇજાગ્રસ્ત થયા હતા. ઉપરાંત ભાવનગર ડી.એસ.ઓ.ની કાર અને થાર વચ્ચે ટક્કર થયાની ઘટના પણ સામે આવી હતી. તેમજ એક કાર અને ટ્રક વચ્ચે પણ અકસ્માત સર્જાયો હતો. આમ સતત અકસ્માતોની ઘટનાઓને કારણે સ્થાનિક લોકોમાં ચિંતા જોવા મળી રહી છે અને માર્ગ સુરક્ષા માટે યોગ્ય પગલાં લેવા માંગ ઉઠી રહી છે. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward