android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Anand News: હીટવેવ સામે આણંદ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી દ્વારા માર્ગદર્શિકા જાહેર
calendar_today March 8, 2026

Anand News: હીટવેવ સામે આણંદ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી દ્વારા માર્ગદર્શિકા જાહેર

આણંદ જિલ્લામાં ઉનાળાની ઋતુ દરમિયાન સર્જાતી હીટવેવના કારણે નાગરિકોને લૂ લાગવાની અને તેના પરિણામે સ્વાસ્થ્ય બગડવાની શક્યતા વધી જાય છે. હીટવેવથી માનસિક તાણ થાય છે અને મૃત્યુની પણ સંભાવના રહે છે. હીટવેવ દરમ્યાન તેની અસરને ઓછી કરવા માટે મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી દ્વારા એક માર્ગદર્શિકા જાહેર કરવામા આવી છે. જેમા નીચે મુજબના સહાયક પગલાં લેવા જિલ્લાના નાગરિકોને જણાવાયું છે. બુટ અને ચંપલનો ઉપયોગ ફરજીયાત કરવો તરસ ના લાગી હોય તો પણ થોડા થોડા સમયે પાણી પીતા રહેવું.તેમજ ઓરલરી હાઈડ્રેશન સોલ્યુશન (ORS) નો ઉપયોગ કરવો અને ઘરે બનાવેલ પીણાં જેવાં કે લસ્સી, લીંબુ પાણી, છાશ વગેરેનો વધુ ઉપયોગ કરવો. હીટવેવ દરમ્યાન હવામાનની આગાહી જાણવા માટે નિરંતર રેડિયો સાંભળવો, ટીવી જોવી અને સમાચાર પત્ર જોતા રહેવું. હવામાનની નવીનતમ અપડેટ ભારતીય હવામાન વિભાગ (IMD)ની વેબસાઈટ https://mausam.imd.gov.in પરથી મેળવો. જરૂર પડ્યે ઘરની બહાર જવાનુ થાય ત્યારે સૂર્યપ્રકાશનાં સીધા સંપર્કમાં આવવા દરમિયાન ચશ્મા, છત્રી, ટોપી, બુટ અને ચંપલનો ઉપયોગ ફરજીયાત કરવો તથા પગમાં ચંપલ અથવા બુટ પહેરો.કારણવશ બહાર જવાનું થાય ત્યારે મુસાફરી દરમ્યાન સાથે પીવાનું પાણી અચૂક રાખવું. હળવા રંગના કપડાં પહેરવા પાણીનું પ્રમાણ વધુ હોય તેવા તરબૂચ, ટેટી, નારંગી, દ્રાક્ષ,અનાનસ, કાકડી, લેટીસ અથવા અન્ય સ્થાનિક ઉપલબ્ધ મોસમી ફળો અને શાકભાજી ખાવા જોઇએ. મહત્તમ શરીર ઢંકાય તેવા પાતળા,ઢીલા, વજનમાં હલકાં,સુતરાઉ વસ્ત્રો ખાસ કરીને હળવા રંગના કપડાં પહેરવા અને માથું ઢાંકેલું રાખવુ, છત્રી. ટોપી ટુવાલનો ઉપયોગ કરો.હવાની અવરજવર વાળી અને ઠંડી જગ્યાએ રહેવુ. જેથી સીધો સૂર્યપ્રકાશ અને ગરમીના તરંગો અવરોધિત થાય, તે માટે દિવસ દરમિયાન બારીઓ અને પડદા બંધ રાખવા અને રાત્રે બારીઓ ખોલવી. જો બહાર જવાનું હોય તો આઉટડોર એક્ટિવિટીને દિવસના ઠંડા સમય એટલેકે સવારમા અને સાંજના સમય સુધી મર્યાદિત કરવી અને દિવસના ઠંડા ભાગ દરમિયાન જા આઉટડોર પ્રવૃત્તિઓનુ આયોજન કરવુ.આગામી સમયમા સંભવિત હિટવેવની સ્થિતિને ધ્યાને રાખીને જિલ્લાના નાગરિકોને ઉપરોક્ત તમામ પગલાંઓ અનુસરવા મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી દ્વારા અનુરોધ કરાયો છે. આ પણ વાંચોઃ Junagadh News: પોલીસનો સપાટો, 190 નશાકારક બોટલો સાથે ઈબ્રાહિમ ઉર્ફે ટીટો ઝડપાયો

Read Full Story arrow_forward
Gujaratના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ‘વર્લ્ડ ચેમ્પિયન્સ’ને પાઠવ્યા અભિનંદન; કહ્યું 'આ ઐતિહાસિક વિજય પર દેશને ગર્વ છે'
calendar_today March 8, 2026

Gujaratના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ‘વર્લ્ડ ચેમ્પિયન્સ’ને પાઠવ્યા અભિનંદન; કહ્યું 'આ ઐતિહાસિક વિજય પર દેશને ગર્વ છે'

Gujaratના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ‘વર્લ્ડ ચેમ્પિયન્સ’ને પાઠવ્યા અભિનંદન; કહ્યું 'આ ઐતિહાસિક વિજય પર દેશને ગર્વ છે' T20 વર્લ્ડકપ 2026માં ભારતીય ક્રિકેટ ટીમની ભવ્ય અને ઐતિહાસિક જીત બાદ સમગ્ર દેશમાં ઉત્સવનો માહોલ છે. આ ગૌરવશાળી ક્ષણે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ભારતીય ટીમને હૃદયપૂર્વક અભિનંદન પાઠવ્યા છે. તેમણે આ જીતને માત્ર એક રમતની જીત નહીં, પરંતુ ભારતીય ખેલ જગત માટે એક પ્રેરણારૂપ સિદ્ધિ ગણાવી છે. અદમ્ય ઉત્સાહ અને અવિરત મહેનતનું પરિણામ મુખ્યમંત્રીએ સોશિયલ મીડિયા પર પોતાની લાગણી વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, આ વિજય ભારતીય ખેલાડીઓની અસાધારણ પ્રતિભા અને અવિરત સખત મહેનતનું પરિણામ છે. ભારતીય ખેલાડીઓએ મેદાન પર જે સંયમ અને સાતત્ય (Consistency) દર્શાવ્યું છે, તેણે સાબિત કરી દીધું છે કે ભારતીય ક્રિકેટનો જુસ્સો અતુલ્ય છે. ટીમવર્ક અને શિસ્તનો વિજય ટીમ ઈન્ડિયાના પ્રદર્શનની પ્રશંસા કરતા મુખ્યમંત્રીએ ઉમેર્યું કે: "આ ટુર્નામેન્ટ દરમિયાન આપણા ખેલાડીઓએ અસાધારણ નિશ્ચય, શિસ્ત અને ટીમવર્કનું પ્રદર્શન કર્યું છે. આ વિજયે સમગ્ર રાષ્ટ્રનું મસ્તક ગર્વથી ઊંચું કર્યું છે." યુવા પેઢી માટે પ્રેરણા સ્ત્રોત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આશા વ્યક્ત કરી હતી કે ટીમ ઈન્ડિયાની આ શાનદાર સફળતા દેશના લાખો યુવાનો માટે પ્રેરણાનું કેન્દ્ર બનશે. આ જીત માત્ર ટ્રોફી પૂરતી સીમિત નથી, પરંતુ તે આવનારી પેઢીને રમતગમત ક્ષેત્રે ઉત્કૃષ્ટતા પ્રાપ્ત કરવા અને દેશનું નામ રોશન કરવા માટે પ્રોત્સાહિત કરશે. અંતમાં, તેમણે 'ચેમ્પિયન્સ' ને બિરદાવતા કહ્યું હતું કે ભારત આ ઐતિહાસિક ક્ષણને અત્યંત ગર્વ સાથે ઉજવી રહ્યું છે. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
T20 World Cup 2026: ટીમ ઈન્ડિયા બની ચેમ્પિયન, વડાપ્રધન મોદી અને અમિત શાહે આપ્યા અભિનંદન
calendar_today March 8, 2026

T20 World Cup 2026: ટીમ ઈન્ડિયા બની ચેમ્પિયન, વડાપ્રધન મોદી અને અમિત શાહે આપ્યા અભિનંદન

ભારતીય ક્રિકેટ ટીમે રવિવારે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે રમાયેલી ફાઈનલ મેચમાં ન્યૂઝીલેન્ડને 96 રને હરાવીને નવો ઈતિહાસ રચ્યો છે. આ સાથે જ ભારત ICC T20 વર્લ્ડ કપ ત્રણ વખત જીતનાર વિશ્વની પ્રથમ ટીમ બની ગઈ છે. આ શાનદાર જીતથી આખું ભારત ગર્વ અને ખુશીથી ઝૂમી ઉઠ્યું છે. આ જીત બદલ વડાપ્રધાન મોદી અને કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે ભારતીય ક્રિકેટ ટીમ શુભકામના આપી છે.વડાપ્રધાન મોદીએ પાઠવી શુભેચ્છાઓટીમ ઈન્ડિયાની જીત બાદ વડાપ્રધાન મોદીએ શુભેચ્છા આપી હતી. તેમણે એક્સ પર લખ્યું કે, ચેમ્પિયન્સ! ભારતીય ટીમને ICC મેન્સનો T20 વર્લ્ડ કપ જીતવા બદલ અભિનંદન! આ નોંધપાત્ર વિજય અસાધારણ કુશળતા, નિશ્ચય અને ટીમવર્કને પ્રતિબિંબિત કરે છે. તેઓએ ટુર્નામેન્ટ દરમિયાન ઉત્કૃષ્ટ હિંમત દર્શાવી છે. આ વિજયે દરેક ભારતીયના હૃદયને ગર્વ અને આનંદથી ભરી દીધું છે. શાબાશ, ટીમ ઇન્ડિયા! કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે આપ્યા અભિનંદનટીમ ઈન્ડિયાની જીત બાદ કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે શુભેચ્છા આપી હતી. તેમણે એક્સ પર લખ્યું કે, શું અદ્દભૂત વિજય છે…!! વર્લ્ડ ચેમ્પિયન ટીમ ઇન્ડિયાને ખુબ ખુબ શુભકામનાઓ. સમગ્ર ટુર્નામેન્ટ દરમિયાન તમારા અસાધારણ પ્રદર્શન અને જોરદાર હિંમતના પ્રદર્શને દેશ માટે ગૌરવ અને ગૌરવ લાવ્યું છે. દરેક ભારતીયને ગૌરવ અપાવવા બદલ સમગ્ર ટીમને અભિનંદન. આ પણ વાંચો - Team Indiaએ ન્યુઝીલેન્ડને હરાવ્યું, ભારતીય ટીમે ત્રીજી વખત વર્લ્ડ ચેમ્પિયન બનીને રચ્યો ઈતિહાસ

Read Full Story arrow_forward