android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Surendranagar News: લખતર-વિરમગામ હાઈવે પર અકસ્માત, ફોટોગ્રાફરની કાર ખાડામાં ખાબકી
calendar_today March 6, 2026

Surendranagar News: લખતર-વિરમગામ હાઈવે પર અકસ્માત, ફોટોગ્રાફરની કાર ખાડામાં ખાબકી

સુરેન્દ્રનગર જિલ્લાનો લખતર-વિરમગામ હાઈવે જાણે વાહનચાલકો માટે ગોઝારો બની રહ્યો હોય તેમ અકસ્માતોની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. આજે લખતર અને કડુ ગામ વચ્ચે એક કારને અકસ્માત નડ્યો હતો. રસ્તા પર અચાનક જાનવર આવી જતાં ચાલકે સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવ્યો હતો, જેના પરિણામે કાર રોડ સાઈડના ખાડામાં ખાબકી હતી.સામાજિક પ્રસંગમાં જતી વખતે બની ઘટના ઘટનાની મળતી માહિતી અનુસાર, સુરેન્દ્રનગરના રતનપર વિસ્તારમાં રહેતા એક મહિલા ફોટોગ્રાફર તેમના સાથી સાથે વિરમગામ તરફ જઈ રહ્યા હતા. વિરમગામમાં તેમના એક સંબંધીના ઘરે સામાજિક પ્રસંગ હોવાથી તેઓ ત્યાં ફોટોગ્રાફીના કામ અર્થે નીકળ્યા હતા. આ દરમિયાન લખતર અને કડુ વચ્ચે આવેલા પેટ્રોલ પંપ નજીક પહોંચતા જ અચાનક રસ્તા પર કોઈ અજાણ્યું જાનવર આવી ગયું હતું. ખેડૂતો અને રાહદારીઓએ વહારે આવી જીવ બચાવ્યા જાનવરને બચાવવા જતાં કાર ચાલકે જોરદાર બ્રેક મારી હતી, પરંતુ સ્ટીયરિંગ પરથી કાબૂ છૂટી જતાં કાર પલટી ખાઈને સીધી બાજુમાં આવેલી ખાઈમાં પડી હતી. અકસ્માતનો અવાજ સાંભળી નજીકના પેટ્રોલ પંપનો સ્ટાફ અને આસપાસના ખેતરોમાં કામ કરતા ખેડૂતો તાત્કાલિક દોડી આવ્યા હતા.કારને વ્યાપક નુકસાન સ્થાનિકોએ ભારે જહેમત બાદ કારમાં ફસાયેલા ફોટોગ્રાફર બહેન અને અન્ય એક વ્યક્તિને સુરક્ષિત રીતે બહાર કાઢ્યા હતા. સદનસીબે આ ગંભીર અકસ્માતમાં કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ કારને વ્યાપક નુકસાન પહોંચ્યું છે. લખતર હાઈવે પર રખડતા ઢોર અને જાનવરોને કારણે અવારનવાર અકસ્માતો સર્જાતા હોવાથી વાહનચાલકોમાં તંત્ર સામે રોષ જોવા મળી રહ્યો છે.આ પણ વાંચો - Surendranagar News: મનપાના સફાઈ કામદારોની હડતાળ, પગાર અને તોછડા વર્તન સામે ઉગ્ર વિરોધ

Read Full Story arrow_forward
Ahmedabad News: T20 વર્લ્ડ કપ ફાઇનલ માટે મુંબઈ અને અમદાવાદ વચ્ચે સુપરફાસ્ટ ટ્રેન દોડશે
calendar_today March 6, 2026

Ahmedabad News: T20 વર્લ્ડ કપ ફાઇનલ માટે મુંબઈ અને અમદાવાદ વચ્ચે સુપરફાસ્ટ ટ્રેન દોડશે

અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રવિવારે ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે T20 ક્રિકેટ વર્લ્ડ કપની ફાઈનલ મેચ રમાશે. આ મેચ જોવા માટે સમગ્ર દેશમાંથી દર્શકો અમદાવાદ આવી પહોંચશે. ત્યારે દર્શકોને અમદાવાદ આવવા માટે ટ્રાન્સપોર્ટેશન અંગે કોઈ તકલીફ ના રહે તે માટે ભારતીય રેલવે વિભાગ દ્વારા માસ્ટર પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે. T20 વર્લ્ડ કપ ફાઇનલ માટે દોડશે સ્પેશિયલ ટ્રેન રેલવે વિભાગ દ્વારા 7થી9 માર્ચ સુધી મુંબઈ અને અમદાવાદ વચ્ચે સુપર ફાસ્ટ ટ્રેન દોડાવાશે. તેજસ અને AC સુપરફાસ્ટ ટ્રેનોની સુવિધા મુસાફરોને આપવામાં આવશે. મુંબઈથી અમદાવાદ સુધીના રૂટ પર સુરત, વડોદરા અને વાપીમાં ટ્રેનના મહત્વના સ્ટોપેજ આપવામાં આવ્યા છે. ક્રિકેટના હાઈ ફિવર વચ્ચે ટ્રેનના મુસાફરો માટે ઓનલાઈન બુકિંગ શરૂ કરવામાં આવ્યું છે. સ્પેશિયલ ટ્રેન માટે રેલવે વિભાગ સ્પેશિયલ ભાડા પર સંચાલન કરશે. IRCTCની વેબસાઇટ પરથી ટિકિટ ઓનલાઇન બુક કરાવી શકાશે. આ રીતે ટ્રેનનું સંચાલન કરાશે 7 માર્ચના રાત્રે 11.45 વાગ્યે મુંબઈ સેન્ટ્રલથી સુપરફાસ્ટ તેજસ ટ્રેન ઉપડશે જે 8 માર્ચના સવારે 8.30 વાગ્યે અમદાવાદ પહોંચશે.8 માર્ચના સવારે 6.20 કલાકે મુંબઈ સેન્ટ્રલથી AC સુપરફાસ્ટ ટ્રેન ડિપાર્ચર થશે જે બપોરે 12.40ના અમદાવાદ પહોંચશે. 9 માર્ચના અમદાવાદથી મુંબઈ સેન્ટ્રલ વચ્ચે AC સુપરફાસ્ટ તેજસ સ્પેશિયલ ટ્રેનનું સંચાલન થશે. મુસાફરોને બોરીવલી, વાપી, સુરત, ભરૂચ અને વડોદરા સ્ટોપેજ મળશે.આ પણ વાંચોઃ Gujarat Weather Update: T20 વર્લ્ડ કપની ફાઈનલમાં કેવું રહેશે ગરમીનું પ્રમાણ, જાણો શું છે હવામાન વિભાગની આગાહી

Read Full Story arrow_forward
AUDAનું વર્ષ 2026-27 નું 3119.83 કરોડનું બજેટ મંજૂર, વિકાસના કામો માટે 3101 કરોડની જોગવાઈ
calendar_today March 6, 2026

AUDAનું વર્ષ 2026-27 નું 3119.83 કરોડનું બજેટ મંજૂર, વિકાસના કામો માટે 3101 કરોડની જોગવાઈ

AUDAનું વર્ષ 2026-27 માટે 3119.83 કરોડનું બજેટ સર્વાનુમતે મંજૂર કરવામાં આવ્યું છે. વિકાસના કામો માટે અંદાજે 3101 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. ઇમ્પેક્ટ ફીની આવક 287 કરોડ રુપિયા થવાનો અંદાજ બજેટ મુજબ 287 કરોડ રુપિયા ઇમ્પેક્ટ ફીની આવક થવાનો અંદાજ વ્યક્ત કરાયો છે. ઉપરાંત 50 પ્લોટ વેચાણથી 1300 કરોડ, દુકાન વેચાણથી 15 કરોડનો અંદાજ વ્યક્ત કરાયો છે. 476.80 કરોડ શહેર વિકાસ યોજનામાં મળશે ગયા વર્ષે 800 કરોડ રુપિયા પ્લોટ વેચીને આવક કરવાનો અંદાજ હતો જેમાં 450 કરોડ જ આવક મેળવી શકાઈ છે. ઉપરાંત 476.80 કરોડ શહેર વિકાસ યોજનામાં મળશે. SP રિંગ રોડને સિક્સ લેન કરવા 300 કરોડની લોન લેવાશે બજેટ મુજબ SP રિંગ રોડને સિક્સ લેન કરવા 300 કરોડની લોન લેવાશે તથા ઔડામાં સમાવિષ્ટ વિસ્તારના પ્રાથમિક વિકાસ માટે એશીયન ડેવલપમેન્ટ બેંક પાસે થી 560 કરોડની લોન લેવાશે કરાઇ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સની આસપાસ રોડ ડ્રેનેજ સહિતની સુવિધાઓ ઉભી કરાશે કરાઇ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સની આસપાસ રોડ ડ્રેનેજ સહિતની સુવિધાઓ ઉભી કરાશે તથા મણિપુર ગોધાવી ટીપી ૪૨૯ ને મોડેલ ટીપી તરીકે વિકસાવવાનું આયોજન કરાયું છે જ્યાં સ્ટ્રીટ ડેવલપમેન્ટ, સાયકલ ટ્રેક , ફુટપાથ, સ્ટ્રીટ લાઈટ્સ, જંક્શન ડેવલપમેન્ટ યુટિલિટી ડક્ટ, ડર્બીગ, વિકસાવાશે ધુમા શિલજ બ્રીજનો આગળનો રસ્તો ખુલ્લો કરવાનું આયોજન ઉપરાંત ગ્રીન ઇન્ફ્રાસ્ટ્રક્ચર,લેક ડેવલપમેન્ટ, પાર્ક ગાર્ડન અને અન્ય સોશીયલ તથા ડીજીટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઉભુ કરાશે અને લાંબા સમય થી તૈયાર થયેલ ધુમા શિલજ બ્રીજનો આગળનો રસ્તો ખુલ્લો કરવાનું આયોજન છે અને ટીપી ર૪૪ ને વિકસીત કરી આ રસ્તો ખુલ્લો કરાશે.આ પણ વાંચો---     Vadodara : જાણીતા બિલ્ડર ધવલ ઠક્કર સામે ગંભીર આક્ષેપ, પુત્રને લેવા પહોંચેલી પત્ની અને સાસુને ધમકીનો સનસનીખેજ આરોપ

Read Full Story arrow_forward