android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Gujarat Weather Update: T20 વર્લ્ડ કપની ફાઈનલમાં કેવું રહેશે ગરમીનું પ્રમાણ, જાણો શું છે હવામાન વિભાગની આગાહી
calendar_today March 6, 2026

Gujarat Weather Update: T20 વર્લ્ડ કપની ફાઈનલમાં કેવું રહેશે ગરમીનું પ્રમાણ, જાણો શું છે હવામાન વિભાગની આગાહી

ગુજરાતમાં ધીમે ધીમે ગરમીનો પ્રકોપ વધતો જોવા મળી રહ્યો છે.હવામાન વિભાગે આગામી દિવસોમાં રાજ્યના ઘણા વિસ્તારોમાં હિટવેવની આગાહી કરી છે.જેના કારણે લોકોને આવનારા દિવસોમાં તાપમાનનો કડક અનુભવ થઈ શકે છે.હવામાન વિભાગની આગાહી મુજબ આગામી પાંચ દિવસ રાજ્યના કેટલાક વિસ્તારોમાં હિટવેવની સ્થિતિ રહેવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. ખાસ કરીને ભાવનગર જિલ્લામાં બે દિવસ હિટવેવ રહેવાની સંભાવના દર્શાવવામાં આવી છે.તે ઉપરાંત પોરબંદર, દીવ અને સુરત જિલ્લામાં હિટવેવ સાથે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. દર્શકોને ગરમીનો અનુભવ થઈ શકે છે જ્યારે ભરૂચ, નવસારી અને વલસાડ જિલ્લાઓમાં પણ ગરમીનો પ્રકોપ વધવાની શક્યતા હોવાથી યલો એલર્ટ આપવામાં આવ્યું છે.દમણ અને દાદરા નગર હવેલી વિસ્તારમાં પણ હિટવેવની ચેતવણી આપવામાં આવી છે.અમદાવાદ શહેરમાં પણ ગરમીનો પારો સતત વધી રહ્યો છે. શહેરનું મહત્તમ તાપમાન આજે 37.7 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું છે. હવામાન વિભાગના અનુમાન મુજબ 8 માર્ચે અમદાવાદમાં તાપમાન લગભગ 37 ડિગ્રી સુધી પહોંચી શકે છે.આ દરમિયાન અમદાવાદમાં યોજાનારા T20 વર્લ્ડ કપના મેચ દરમિયાન પણ દર્શકોને ગરમીનો અનુભવ થઈ શકે છે. કચ્છના ભુજમાં ગરમીની અસર વર્તાઈ કચ્છના ભુજમાં બપોર પડતાની સાથે જ રસ્તાઓ પર સન્નાટો જોવા મળી રહ્યો છે. ગરમીના કારણે લોકો બપોરના સમયે બહાર નીકળવાનું ટાળી રહ્યા છે.શહેરના મુખ્ય માર્ગો પર સામાન્ય દિવસોની સરખામણીએ અવરજવર ઓછી જોવા મળી રહી છે.ગરમીથી બચવા માટે લોકો ઠંડા પીણા, જ્યૂસ અને છાશનો સહારો લેતા જોવા મળી રહ્યા છે.હવામાન વિભાગના જણાવ્યા મુજબ આગામી દિવસોમાં તાપમાનમાં હજુ વધારો થવાની શક્યતા છે.જેના કારણે કચ્છના લોકોને આગામી દિવસોમાં પ્રખર ગરમીનો સામનો કરવા તૈયાર રહેવું પડશે. આ પણ વાંચોઃ Vadodara : દીકરીઓની સુરક્ષા માટે માતા-બહેનોને રાણી લક્ષ્મીબાઈ બનવા Dy.CM હર્ષ સંઘવીનું આહ્વાન

Read Full Story arrow_forward
Rajkot News: નવી કોર્ટ બિલ્ડિંગમાં આગ, 5મા માળે ACમાં શોર્ટ સર્કિટથી મચી દોડધામ
calendar_today March 6, 2026

Rajkot News: નવી કોર્ટ બિલ્ડિંગમાં આગ, 5મા માળે ACમાં શોર્ટ સર્કિટથી મચી દોડધામ

રાજકોટ શહેરના જામનગર રોડ પર સ્થિત નવનિર્મિત કોર્ટ બિલ્ડિંગમાં આજે આગની ઘટના બનતા વકીલો અને અસીલોમાં ભારે નાસભાગ મચી ગઈ હતી. બિલ્ડિંગના પાંચમા માળે આવેલા એક કોર્ટ રૂમમાં અચાનક આગ ફાટી નીકળી હતી. સદનસીબે, સમયસૂચકતા વાપરીને કોર્ટ રૂમ તાત્કાલિક ખાલી કરી દેવામાં આવતા મોટી જાનહાનિ ટળી છે.કોર્ટ રૂમમાં ACમાં શોર્ટ સર્કિટ ઘટનાની મળતી માહિતી અનુસાર, પાંચમા માળે આવેલા કોર્ટ રૂમમાં ચાલુ કામગીરી દરમિયાન એર કન્ડિશનરમાં અચાનક શોર્ટ સર્કિટ થયું હતું. શોર્ટ સર્કિટને કારણે એસીમાંથી ધુમાડા નીકળવા લાગ્યા હતા અને જોતજોતામાં આગની જ્વાળાઓ દેખાવા લાગી હતી. આગ લાગતા જ કોર્ટમાં હાજર તમામ સ્ટાફ અને પક્ષકારોને તાત્કાલિક બહાર સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા હતા. ફાયર બ્રિગેડની તાત્કાલિક કામગીરી આગ લાગતા જ બિલ્ડિંગમાં હાજર સ્ટાફે ફાયર એક્સટિંગ્યુશરનો ઉપયોગ કરીને આગને કાબૂમાં લેવાના પ્રાથમિક પ્રયાસો કર્યા હતા. આ દરમિયાન રાજકોટ ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવતા ફાયર ફાયટરોની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી. ફાયર વિભાગે ભારે જહેમત બાદ આગ પર સંપૂર્ણ કાબૂ મેળવ્યો હતો.કોઈ દસ્તાવેજો કે જાનહાનિને નુકસાન નહીં પ્રાથમિક અંદાજ મુજબ આગમાં એસી અને નજીકના વાયરિંગને નુકસાન પહોંચ્યું છે, પરંતુ કોઈ દસ્તાવેજો કે જાનહાનિને નુકસાન થયું નથી. નવી જ બનેલી કોર્ટ બિલ્ડિંગમાં આ પ્રકારે શોર્ટ સર્કિટથી આગ લાગતા ફાયર સેફ્ટી અને ઇલેક્ટ્રિકલ ફિટિંગની ગુણવત્તા સામે પણ ચર્ચાઓ જાગી છે. આ પણ વાંચો - Rajkot News: સેલ્ફી લેવાના મોહમાં મોટી દુર્ઘટના ટળી, ટ્રેક પર મૂકેલા બાઇક ટ્રેનની અડફેટે આવ્યું

Read Full Story arrow_forward
Tharad News: મુખ્ય કેનાલમાંથી વાવના ભાચલી ગામના યુવકનો મૃતદેહ મળ્યો
calendar_today March 6, 2026

Tharad News: મુખ્ય કેનાલમાંથી વાવના ભાચલી ગામના યુવકનો મૃતદેહ મળ્યો

બનાસકાંઠા જિલ્લાના થરાદની મુખ્ય કેનાલમાંથી આજે એક યુવકનો મૃતદેહ મળી આવતા સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે મૃતક યુવક વાવ તાલુકાના ભાચલી ગામનો રહેવાસી હતો. યુવકના મોતના સમાચાર વાયુવેગે ફેલાતા કેનાલના કાંઠે લોકોના મોટા ટોળેટોળા એકઠા થઈ ગયા હતા. કેનાલમાં મૃતદેહ હોવાની જાણ થતા જ થરાદ નગરપાલિકાની ફાયર ફાઈટરની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગઈ હતી.થરાદની મુખ્ય કેનાલમાંથી યુવકનો મૃતદેહ મળ્યોનગરપાલિકાની ટીમે ભારે જહેમત ઉઠાવીને યુવકના મૃતદેહને કેનાલના ઊંડા પાણીમાંથી બહાર કાઢ્યો હતો. મૃતક યુવક બે સંતાનોનો પિતા હોવાનું ખુલતા વાતાવરણ અત્યંત ગમગીન બની ગયું છે. બે માસૂમ બાળકોએ પિતાની છત્રછાયા ગુમાવી છે, જેને પગલે ભાચલી ગામ અને યુવકના પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે. નગરપાલિકાની ટીમે ભારે જહેમતે મૃતદેહ કાઢ્યોપોલીસે ગુનો નોંધી આ મામલે આગળની તપાસ હાથ ધરી છે. આ યુવકે કેનાલમાં ઝંપલાવીને આત્મહત્યા કરી છે કે પછી અકસ્માતે પગ લપસવાને કારણે આ ઘટના બની છે, તેની પોલીસ તપાસ કરી રહી છે. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડીને વધુ કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward